હિમાચલ પ્રદેશના ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રી, ડીજીપી અતુલ વર્મા 44 મુસાફરો સાથે દિલ્હીથી શિમલા જઈ રહેલી ફ્લાઈટમાં લેન્ડિંગ દરમિયાન બ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાના સમાચાર છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ શિમલા એરપોર્ટના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ ફ્લાઈટના તમામ મુસાફરો સુરક્ષિત છે.
ANIના અહેવાલ અનુસાર દિલ્હીથી શિમલા જતી એલાયન્સ એરની ફ્લાઈટ નંબર 91821ના પાયલટે સોમવારે સવારે શિમલા એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એરક્રાફ્ટની બ્રેકમાં ટેકનિકલ ખામી હોવાની જાણ કરી હતી. હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી અને DGP ડૉ. અતુલ વર્મા સહિત તમામ 44 મુસાફરો સુરક્ષિત છે. વિમાનને તપાસ માટે નીચે ઉતારવામાં આવ્યું છે.
આ મુદ્દે હિમાચલના ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. શિમલામાં મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું, “અમે આજે સવારની ફ્લાઈટ દ્વારા દિલ્હીથી શિમલા આવ્યા હતા. તેના લેન્ડિંગમાં ચોક્કસપણે કોઈ સમસ્યા હતી. શિમલાના એરપોર્ટ નાનું છે, આ વાતને નકારી શકાય નહીં.