HomeGujaratસુરેન્દ્રનગર: થાનગઢની GIDCમાં સ્ટીકરના કારખાનામાં લાગી ભીષણ આગ

સુરેન્દ્રનગર: થાનગઢની GIDCમાં સ્ટીકરના કારખાનામાં લાગી ભીષણ આગ

Date:

Related stories

QR કોડ પર કાળુ કપડું! આ રાજ્યમાં ‘No UPI Day’: વેપારીઓનો MDR સામે ડિજિટલ વિરોધ

UPIથી થતી સેકન્ડોમાંની ચુકવણી માટે જાણીતા બજારોમાં આજે અચાનક...

ગુજરાતમાં ફરી મેઘતાંડવ! હવામાન વિભાગનું એલર્ટ, જાણો કયા જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ

ભાદરવાની આકરી ગરમી અને બફારાથી ત્રસ્ત ગુજરાતની જનતા માટે...

2050 પહેલાં ભારતનાં શહેરો બદલશે વિશ્વનો નકશો? સુરત સહિત 55 ભારતીય શહેરો ચર્ચામાં

વિશ્વના 1,000 અગ્રણી શહેરોના આર્થિક ભવિષ્ય અને ક્ષમતાને માપતા...
spot_img

સુરેન્દ્રનગરના થાન બાયપાસ રોડ પર GIDCમાં આવેલા સ્ટીકરના કારખાનામાં આગ લાગતા દોડધામ મચી હતી. આગના બનાવને લઈને સુરેન્દ્રનગર સહિતની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, થાનગઢની GIDCમાં સ્ટીકરના કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આમ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

આગ દુર્ઘટનાને લઈને મેજર કોલ આપતા સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારની ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. વીડિયોમાં જોવા મળે છે કે, આગ ફાટી નીકળવાના કારણે ઘટનાસ્થળે ધુમાડાના ગોટેગોટા દેખાય છે.

Subscribe

Latest stories