Sunday, Sep 14, 2025

સુરતના SMCએ દિવાળીની સફાઈને તમામ વોર્ડમાં ભગવાનના જૂના ફોટો સ્વીકારવાની શરૂઆત

1 Min Read

દિવાળીના તહેવારને ટાંણે લોકો ઘરની સાફસફાઇ બાદ દેવી-દેવતાઓના જૂના ફોટા નદીમાં, મેદાનમાં કે ઝાડ પાસે મૂકે છે. જેથી ખુલ્લામાં મુકાયેલા ફોટાને કારણે લોકોની લાગણી દુભાય છે. જોકે હવે આ મામલે સુરત મહાનગરપાલિકાને સરાહનિય કામગીરી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરત મહાનગરપાલિકાએ હવે ભગવાનના જૂના ફોટો સ્વીકારવાનું નક્કી કર્યું છે. વિગતો મુજબ સુરતના તમામ વોર્ડમાં હવે ભગવાન-માતાજીના જૂના ફોટો સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા ભગવાનના જૂના ફોટોનો સ્વીકાર કરશે. વિગતો મુજબ દિવાળીની સફાઈને ધ્યાને રાખીને મનપા દ્વારા આ નિર્ણય કરાયો છે. સફાઈ કરી લોકો ભગવાનના  ફોટો ખુલ્લામાં ગમે ત્યાં મૂકી દેતાં હોઇ લોકોની લાગણી દુભાય છે. જોકે હવે સુરતના મનપાના પાલ વોર્ડ દ્વારા સર્વપ્રથમ ફોટા સ્વીકારવાની શરૂઆત કરાઈ હતી. જે બાદમાં લોકોનો સારો પ્રતિસાદ મળતા શહેરના તમામ વોર્ડમાં જૂના ફોટો સ્વીકારવાની શરૂઆત કરાઇ છે. મહત્વનું છે કે, સવારે ૭ થી ૧૧ અને બપોરે 2થી સાંજે ૫.૨૦ વાગ્યા સુધી ફોટો સ્વીકારાશે.

આ પણ વાંચો :-

Share This Article