HomeSurat Cityસુરતમાં છેલ્લા 24 કલાકમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો, અમરોલી સહિતના વિસ્તારોમાં પાણી...

સુરતમાં છેલ્લા 24 કલાકમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો, અમરોલી સહિતના વિસ્તારોમાં પાણી જળબંબાકાર

Date:

Related stories

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...

VIDEO: તિબેટ બોર્ડર પર કાળ બની ભોટે કોશી નદી! નેપાળમાં ભારે તબાહી આવતા હજારો લોકો લાપતા

હિમાલયની સરહદે અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહએ નેપાળને હચમચાવી...

પગાર ઓછો હોય તો પણ કરોડનું ફંડ? સમજો SIP નું આખું ગણિત

દર મહિને માત્ર ₹2,000નું રોકાણ અને ભવિષ્યમાં ₹1 કરોડથી...

ઇન્જેક્શન અસલી કે નકલી? ₹1 લાખની દવાના સેમ્પલે ખોલ્યું મોટું રહસ્ય

કેન્સરની દવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મફતમાં મળવી જોઈએ, પણ...

સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં મોડી રાત્રથી જ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પ્રથમ વરસાદમાં જ વહીવટી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. ગરમી અને બફારાથી પ્રાહિમામ પોકારી ઉઠેલા સુરત શહેર તેમજ સુરત જિલ્લામાં ગત મોડી રાતથી મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. આજે મંગળવારે સવારે પણ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

ગરમીથી રાહત, ખેડૂતોમાં ખુશીનો માહોલ
મોડી રાતથી ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ સવાર સુધી યથાવત રહ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને શહેરીજનોને ગરમીથી મોટી રાહત મળી છે. સવારના સમયે પણ વરસાદી માહોલ રહેતા નોકરી-ધંધે અને સ્કૂલ-કોલેજ જતા લોકોને છત્રી તથા રેઈનકોટ પહેરીને જવાની ફરજ પડી હતી. આખરે સુરત જિલ્લામાં વરસાદનું આગમન થતાં જગતના તાત ગણાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ચાર કલાકમાં સરેરાશ 2 ઈંચ વરસાદ
સુરત શહેરમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેના પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લિંબાયત ગરનાળામાં પાણી ભરાઈ ગયા, જેને લઈને અહીંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. આ ગરનાળું અવરજવર માટે બંધ થયું હતું.

સુરત શહેર51 mm
કામરેજ36 mm
ઓલપાડ 34 mm
માંગરોળ 30 mm
ચોર્યાસી 26 mm
ઉમરપાડા 10 mm
અરેઠ 8 mm
બારડોલી 4 mm

શહેરની સાથોસાથ સુરત ગ્રામ્ય અને જિલ્લાના વિસ્તારો જેવા કે કોસંબા, કીમ, કામરેજ અને કડોદરામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. કડોદરા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં કરવામાં આવતી પ્રિ-મોન્સૂન સફાઈ અને ડ્રેનેજ કામગીરી માત્ર એક જ વરસાદમાં ધોવાઈ ગઈ છે. કડોદરાની શ્રીનિવાસ સોસાયટીમાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ગટર અને વરસાદી પાણી ભેગા થઈને રસ્તાઓ તેમજ નીચાણવાળા ઘરોમાં ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં 10 હજારથી વધુ લોકોનો વસવાટ હોવાથી સવારના સમયે નોકરી પર જતાં શ્રમિકો અને સ્કૂલે જતાં બાળકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેથી સ્થાનિકોમાં પાલિકાની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, સુરત શહેર બાદ તાપીના વાલોડમાં બે ઈંચ, જ્યારે સુરતના માંગરોળ અને કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પલસાણામાં દોઢ ઈંચ અને અરેઠમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને નાનાપોંઢામાં એક-એક ઈંચ, જ્યારે તાપીના કુકરમુડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને વલસાડ શહેરમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

Subscribe

Latest stories