સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે વરાછના પદ્દાર આર્કેડ પાછળ આવેલી નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં દરોડો પાડી નકલી ગુટખા,તમાકુનો મોટો જથ્થો પકડી પાડ્યો
સુરતમાંથી સમયાંતરે અનેક વસ્તુ નકલી હોવાનું ફલિત થઈ ચૂક્યું છે. નકલી ઘી અને પનીરથી લઈ નકલી ઓફિસરો પણ અહીં પકડાયા છે. આ નકલીની ભરમાર સુરતમાં ચાલુ રહી છે. વધુ એક વખત સ્પેશિયલ ઓપરેશ ગ્રુપની ટીમે વરાછામાંથી રૂ. 29,67,090ની કિંમતના નકલી ગુટખા અને તમાકુ પકડી પાડ્યા છે.
વરાછામાં પોદ્દાર આર્કેડ પાછળ આવેલી નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં એક વ્યક્તિ નકલી તમાકુ અને ગુટખાનો મોટો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ત્યાં બુધવારે બપોરના સમયે છાપો માર્યો હતો. જેમાં અઝીઝ ઇબ્રાહીમ અમીન આ નકલી ગુટખા અને તમાકુનું વેચાણ કરતો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે તેને પકડી પાડ્યો હતો.પકડાયેલા અઝીઝના કબજામાંથી ગુટખા અને તમાકુ મળી કુલ રૂ. 29,67,090નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.