દેશમાં વિવિધ સ્થળોએ તોફાની તત્વોમાં સુધરવાના આસાર દેખાઈ રહ્યાં નથી. છેલ્લા 24 કલાકમાં 2 વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. પહેલી ઘટના બુધવારે રાત્રે બની હતી જ્યારે લખનૌ પટના વંદે ભારત પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બીજી ઘટના ગુરુવારે સવારે પ્રકાશમાં આવી જ્યારે રાંચીથી પટના જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો.
બુધવારે રાત્રે બદમાશોએ લખનઉથી પટના જતી વંદે ભારત ટ્રેન પર ભારે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને કારણે ટ્રેનના સી-5 કોચનો કાચ તૂટી ગયો હતો. મળતી માહિતી મુજબ, વારાણસી સ્ટેશનથી ટ્રેન ઉપડ્યા બાદ આ ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રેલવે પણ આ મામલે તપાસ કરી રહી છે.
બીજી તરફ ઝારખંડના હજારીબાગમાં ગુરુવારે સવારે રાંચીથી પટના જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી. રેલવેએ કહ્યું છે કે 24 કલાકની અંદર બે વંદે ભારત ટ્રેનો પર આવો જ હુમલો થયો હતો. રાંચીથી પટના જતી વંદે ભારત ટ્રેન નંબર 22350ની બોગી નંબર E 1 પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં સીટ નંબર પાંચ અને છ પાસેના કાચ તૂટી ગયા હતા. આ ઘટના હજારીબાગના ચર્હી અને બેઝ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી.
મળતી માહિતી મુજબ આ પથ્થરમારામાં બારીના કાચ ખરાબ રીતે તૂટી ગયા હતા. આ ઘટનામાં ટ્રેનમાં બેઠેલા કોઈપણ મુસાફરને કોઈ નુકસાન થયું નથી. રેલવે તરફથી મળેલી માહિતી મુજબ સીસીટીવી ફૂટેજ દ્વારા અસામાજિક તત્વોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આરપીએફએ આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :-