તિરૂપતિ લડ્ડુ વિવાદમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે તિરૂપતિ લડ્ડમાં ભેળસેળ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. 5 સભ્યોની આ તપાસ ટીમમાં સીબીઆઈ અધિકારીથી લઇ એફએમસીજીના સભ્યો પણ સામેલ હશે. પાછલા સપ્તાહે સુનવણી દરમિયાન જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી હતી કે, આ કેસ કોઇપણ પ્રકારની રાજનીતિથી દૂર રાખવામાં આવે અને સંપૂર્ણ ધ્યાન માત્ર તપાસ ઉપર હોવું જોઇએ.
જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું, એક સ્વતંત્ર એસઆઈટી બનાવવામાં આવે. તેમાં સીબીઆઈ અને રાજ્ય સરકારના બે બે સભ્ય રહી શકે છે. આ ઉપરાંત FSSAIથી પણ એક સભ્યને આ સમિતિમાં રાખવામાં આવશે. ખાદ્ય પદાર્થોની તપાસ માટે FSSAI એક ભરોસાપાત્ર સંસ્થા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, આ કોરોડો લોકોની આસ્થાનો સવાલ છે. આ સ્થિતિમાં કોઈ રાજકીય ડ્રામા બને તેમ તેઓ નથી ઈચ્છતા. એક સ્વતંત્ર એકમ હશે તો વિશ્વાસ ઉભો થશે.
પ્રસાદમાં માંસાહારની કથિત ભેળસેળના આરોપોથી વિશ્વભરના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. આ મામલો રાજકીય ડ્રામા ન બને તે હેતુ સાથે અમે સ્વતંત્ર સંસ્થા નિર્મિત કરી તપાસ હાથ ધરીશું, જેથી લોકોનો વિશ્વાસ જળવાઈ રહે.
આ પણ વાંચો :-