Wednesday, Oct 29, 2025

ફિલ્મી દુનિયા છોડી નર્સ બનીને કરી લોકોની સેવા તો થઈ ગયો લકવા છતાં…

2 Min Read
  • શિખા મલ્હોત્રા શાહરૂખ ખાનની ફિલ્મ ફેનમાં એક નાનકડા રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ તેમણે ૨૦૨૦માં કાંચલીથી લીડ એક્ટ્રેસની રીતે બોલિવુડમાં પગ મુક્યો.

૨૦૨૦ની એ ભયાનક સ્થિતિ કોઈ નથી ભુલી શક્યું. જ્યારે કોરોનાએ દસ્તક આપીને કરોડો લોકોનું જીવન બર્બાદ કરી નાખ્યું હતું. એક પલમાં લાખો લોકોના મોત થઈ રહ્યા હતા અને સામાન્ય માણસ લાચાર બની ગયો હતો. એવામાં ધરતી પર અમુક લોકોએ મીસાલ પણ કાયમ કરી છે. તેમાંથી એક શિખા મલ્હોત્રા પણ છે. શિખાએ કોરોનામાં નર્સ તરીકે લોકોની સેવા કરી હતી. ત્યાર બાદ તેની સાથે જે થયું તેની કોઈએ કલ્પના પણ ન હતી કરી.

શિખા મલ્હોત્રાને શાહરૂખ ખાનની ફિલ્મ ફેનમાં એક નાનકડા રોલમાં જોવામાં આવી હતી. આ ફિલ્મ બાદ તેમણે ૨૦૨૦માં કાંચલીથી લીડ એક્ટ્રેસની રીતે બોલિવુડમાં પગ મુક્યો. એક્ટ્રેસ બનતા પહેલા શિખાએ નર્સિંગનો અભ્યાસ કર્યો હતો. માટે દેશમાં કોરોના આવ્યો તો તેમણે લોકોની મદદ કરવાનું વિચાર્યું.

તેમણે BMC હોસ્પિટલમાં નર્સ તરીકે લોકોની સેવા કરવાનું શરૂ કર્યું. એવામાં શિખાને કોવિડ થઈ ગયો તે કોરોનાથી ધીરે ધીરે ઠીક થઈ રહી હતી. ત્યારે જ તેને બ્રેઈન સ્ટ્રોક થઈ ગયો. એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે તે બ્રેઈન સ્ટ્રોકના બાદ પેરાલિસિસનો શિકર થઈ ગઈ હતી. તે આ તમામ બિમારીઓથી લડી રહી હતી ત્યારે જ તેને સ્ટ્રાઈડની સમસ્યા થઈ ગઈ જેના કારણે તેનું વજન વધી ગયું હતું.

શિખા જીવનની તમામ મુશ્કેલીઓથી લડી રહી હતી. તેને આશા ન હતી કે તે ફરીથી ઠીક થઈ જશે. પછી એક મેજીક થયું. એક્ટ્રેસેને જીવવાની ઈચ્છા થઈ. શિખા ધીરે ધીરે બિમારીથી રિકવર થઈ. હવે તે પહેલાની જેમ ફિટ થઈ ચુકી છે. તે પહેલાથી વધારે ગ્લેમરસ અને સુંદર થઈ ચુકી છે.

આ પણ વાંચો :-

Share This Article