IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય ઠંડી રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે ભારતમાં હળવા શિયાળાની સાથે જ શીત લહેરના દિવસો ઘટશે. તેમજ આ સિઝનમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની ધારણા છે.
)
ભારતના હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ‘શિયાળાની મોસમ (ડિસેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025) દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે.’ આગાહી મુજબ, શિયાળાની ઋતુમાં સામાન્ય પાંચથી છ દિવસની સરખામણીએ આ વખતે શીત લહેરના દિવસો ઓછી રહેવાની ધારણા છે.
ઠંડી માટે જાણિતુ અને રાજ્યની સરહદે આવેલા નલિયામાં તાપમાન સતત ગગડી રહ્યું છે. ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. 12 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર પણ રહ્યું હતું. સોમવારે આખા દિવસના તાપમાન અંગે વાત કરીએ તો રાજ્યમાં 12 ડિગ્રીથી લઈને 23.4 ડિગ્રી સુધી લઘુતમ તપામાન નોંધાયું હતું.
ગુજરાતની રાજધાની ગાંધીનગર અને આર્થિક રાજધાની અમદાવાદમાં એકંદરે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. સોમવારે દિવસ દરમિયાન અમદાવાદમાં 16.2 ડિગ્રી લઘુતમ તાપમાન અને ગાંધીનગરમાં 16.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા થોડા દિવસોથી આ બે શહેરોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.
આ પણ વાંચો :-