૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૪: બુધવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

Share this story

મેષઃ

બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સાા રહેશે. પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકી ધંધામાં લાભ. બપોર બાદ આવક ઘટતાં માનસિક અશાંતિ વધે. નવો રોકાણો ટાળવા. દામ્પત્ય જીવનમાં સંતોષ.

વૃષભઃ

બપોર સુધી આપની તથા પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી બને છે. આવક અંગે પણ અસંતોષ રહે. બપોર પછી પરિસ્થિતિ માં સુધારો થતો જણાય. આવક અને આરોગ્ય બન્ને જળવાય. દામ્પત્ય સુખમાં પણ વૃધ્ધિ થાય.

મિથુનઃ

આર્થિક બાબતો અંગે સારાે દિવસ. પરિવારમાં પણ શાંતિ રહે. રોકાણો માંથી લાભ. નોકરી ધંધામાં સફળતા. સંતાન સુખમાં વધારો થાય. પરંતુ બપોર બાદ તમામ પરિ‌્સ્થિતિ માં ઘટાડો થતો જણાય. આવક ઘટે, નોકરીમાં ચિંતા તથા આરોગ્ય સાચવવું

કર્કઃ

દિવસ દરમ્યાન શુભફળનો અનુભવ થાય. માનસિક શાંતિ રહે. આવક વધતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નવું જાણવાનો યોગ બને. ધંધામાં લાભ. મિત્રોનો સહકાર મળે.

સિંહઃ

થોડા નકારાત્મક વિચારો સતાવે, છતાં આવક વધતી જણાય. કુટુંબમાં સંપ રહે. કાર્ય સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્ય સારું રહે. દામપત્ય જીવનમાં મધુરત રહે.

કન્યાઃ

નાણાંની વૃધ્ધિ થતી જણાય. નાના ભાઉ બહેનની સફળતાથી આનંદ. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી જરૂરી. માતાની ‌તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય સંબંધી ‌િંચતા દૂર થતી જણાશે.

તુલાઃ

જુસ્સો ચાણક્ય નીતી સાચું-ખોટું પારખવાની કુદરતી શક્તિમાં વધારો થાય. ન્યાયી વલણ રહે. આ‍વકનો નવો સ્ત્રોત ખુલતો જણાય. ખરીદ વેચાણ, ફાયનાન્સ, બોકર કાચ. પ્લા‌સ્ટીકના ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય.

વૃશ્ચિકઃ

બપોર સુધી થોડી માનસિક ચિંતા રહે. આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળે ‌નહીં. પરંત‌ુ બપોર પછી જ‌ુસ્સામાં વધારો થાય. ન્યાયી વલણ રહે. યોગ્ય નિર્ણય લઇ શકાય. બેંકીંગ, શિક્ષણ, ઇન્કમટેક્ષ, સેલ્સટેક્ષનાં ધંધાવાળા માટે પ્રગતિ.

ધનઃ

બપોર સુધી થોડી માનસિક ચિંતા રહે. આવક માં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળે નહીં. પરંતુ બપોર પછી જુસ્સામાં વધારો થાય. ન્યાયી વલણ રહે. યોગ્ય નિર્ણય લઇ શકાય. બેંકીંગ, શિક્ષણ, ઇન્કમટેક્ષ સેલ્સટેક્ષના ધંધાવાળા માટે પ્રગતિ.

મકરઃ

આનંદની અનુભુતિ થાય. નિર્ણય શક્તિ વધે. પૈસાનો બગાડ અટકાવવો. નોકરી ધંધામાં સારા સમાચાર મળે. લક્ષ્મીનો વખત સર લાભ મળે. જુના‌‌ મિત્રો મળે તથા નવી ઓળખાણ થાય. અન્યની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય.

કુંભઃ

ભાગયમાં વૃધ્ધિ થતી જણાય. ઓછી મહેનતે વધુ લાભ મળતો જણાય. ધાર્મિક યા૬ા પ્રવાસનું આયોજન શક્ય બને. નવા ધંધો કરવાનો રસ્તો મળે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. પિતૃસુખમાં વૃધ્ધિ થાય. નફાકારક રોકાણો કરી શકાય.

મીનઃ

દિવસની શરૂઆતમાં તબિયતમાં ઢીલાશ રહે. શરદી ખાંસીનો ઉપદ્રવ રહે. બપોર બાદ તબિયત સુધરતી જણાય. ભાગ્યનો સાથ મળવાને કારણે આવકમાં ‌વધારો થતો જણાય. આદ્યા‌િત્મક ઉન્નતિ થાય. થોડી માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.