Thursday, Jan 29, 2026

સલમાન ખાને ધૂમ-ધામથી કર્યું ગણપતી વિસર્જન, વિડીયોમાં શાનદાર ડાન્સ કરતો જોવા મળ્યો દબંગ ખાન

1 Min Read
  • બોલિવુડ અભિનેતા સલમાન ખાને ગુરૂવારે ખૂબ જ ધૂમ-ધામથી બાપ્પાનું વિસર્જન કર્યું. વિસર્જન પહેલા તેમણે પોતાની બહેન અર્પિતાની સાથે જોરદાર ડાન્સ પણ કર્યો.

બોલિવુડ અભિનેતા સલમાન ખાને ઢોલ નગાડાની સાથે ગણપતિ બાપ્પાને વિદાય આપી. તેમણે જેટલી શાનદાર રીતે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. તેટલી જ ધૂમધામથી તેમણે તેમનું વિસર્જન પણ કર્યું. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં સલમાન ખાન પોતાની બહેન અર્પિતા સાથે નાચતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તે પોતાના પિતા સલીમ ખાન સાથે બાપ્પાની આરતી કરતા પણ જોવા મળી રહ્યા છે.

આ સેલેબ્સ પણ રહ્યા હાજર :

સલમાન ઉપરાંત આયુષ શર્મા, અરબાઝ ખાન, સોહેલ ખાન, જેનેલિયા ડિસૂઝા, રિતેશ દેશમુખ, પુલકિત સમ્રાટ, યુલિયા વંતૂર સહિત ઘણા અન્ય સેલેબ્સ પણ ગણપતિ બાપ્પાની વિદાયના કાર્યક્રમમાં સામેલ થયા હતા. જ્યાં અન્ય સેલેબ્સ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા ત્યાં જ સલમાન ખાન બ્લૂ રંગની ટી-શર્ટ અને બ્લેક કલરના પેન્ટમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article