Thursday, Oct 30, 2025

રૂપિયા ખાંઉ CGST ના આસિ.કમિશનર ! રેડમાં એટલી સંપત્તિ મળી કે અધિકારીઓને ગણતરી કરતી વખતે આવી ગયાં આંખે અંધારા 

2 Min Read

Rupee Khanu Assistant Commissioner of CGST

  • CBI ની કચ્છમાં મોટી કાર્યવાહી, ગુજરાતમાં એક GST અધિકારી લાંચ લેતા ઝડપાયો તો અન્ય એક CGST ના આસિ.કમિશનર પાસેથી આવક કરતાં વધુ સંપત્તિ મળી હોવાનું સામે આવ્યું.

GSTના આસિસ્ટન્ટ કમિશ્નર (Assistant Commissioner of GST) પાસેથી બેહિસાબી સંપત્તિ મળી આવી છે. સીબીઆઈની તપાસમાં અધિકારી મહેશ ચૌધરીના (Mahesh Chaudhary) ત્યાંથી આવક કરતા 74 ટકા વધુ સંપત્તિ મળી આવી છે. મહેશ ચૌધરીનું કચ્છના ગાંધીધામમાં પોસ્ટિંગ છે. અમદાવાદમાં (Ahmedabad) કરોડોનું ઘર છે.

સાથે જ રાજસ્થાનના બાડમેરમાં પણ કરોડોની સ્થાવર-જંગમ મિલકતો છે. ગાંધીધામમાં ફરજ બજાવતા મહેશ ચૌધરીની સંપત્તિ આવક કરતા વધારે હોવાની માહિતી બાદ દિલ્લીની સીબીઆઈ ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં આ માહિતી સામે આવી છે. અપ્રમાણસર મિલકત મળી આવ્યા બાદ અધિકારી સામે આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં CBIની કાર્યવાહી કરવામાં આવી છે આસિ. કમિશનર અને તેમના પત્ની સામે CBIમાં ફરિયાદ  થઈ છે.

CBIના તપાસમાં રૂપિયા 42 લાખ કરતાં વધુની રોકડ મળી આવી છે. આ સાથે  BIને અંદાજ છે કે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળશે. આ અધિકારી ટેક્સની ચોરી કરતા વેપારીઓની તરફેણ કરવા માટે પૈસા લેતો હતો અને આવી જ રીતે કરોડોની સંપતિ ઉભી કરી છે.

CGST ના આસિસ્ટન્ટ કમિશ્નર અને પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. CBI ને તપાસ દરમિયાન 42 લાખની રોકડ મળી આવી. 2017 થી 2021 સુધીના સમય ગાળા દરમિયાન અધિકારી દ્વારા આ ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હતો. CBI દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

CBI ને અત્યાર સુધી દંપતીના ઘરમાંથી વિદેશી ચલણ, જ્વેલરી અત્યાર સુધી મોંઘી ઘડિયાળો અને પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે. CBI ને 3 કરોડ 71 લાખ જેટલી અપ્રમાણસર મિલકતો તપાસમાં મળી આવી.

આ પણ વાંચો :-

Share This Article