Saturday, Sep 13, 2025

ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ બાદ ભાવુક થયો રિંકુ સિંહ : કહ્યું પૈસા નહોતા ત્યારે….

2 Min Read
  • Rinku Singh Team India : આયર્લેન્ડ સામેની પહેલી T20 મેચમાં રિંકુ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જો કે રિંકુને બેટિંગ કરવાની તક ન મળી પણ ભારતીય કેપ પહેરતા જ તેનું સપનું સાકાર થઈ ગયું.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ સ્ટાર બેટસમેન રિંકુ સિંહની આયરલેન્ડ સામેની ત્રણ મેચની T20 સીરિઝ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. ૧૮ ઓગસ્ટના રોજ રમાયેલી પહેલી મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી અને તેમાં રિંકુ સિંહને બેટિંગ કરવાની તક નહતી મળી. જો કે ભારતીય ટીમ માટે ડેબ્યૂ સાથે જ રિંકુ અને તેના પરિવારનું સપનું સાકાર થયું.

ભારતીય ટીમ માટે રમવાનું હોય તો સખત મહેનત કર :

આ દિવસ માટે રિંકુ સિંહ અને તેના પરિવારે ખૂબ જ મહેનત કરી હતી. એક ઈન્ટરવ્યુ આપતા રિંકુએ કહ્યું કે પરિવારે તેને ઘણો સપોર્ટ કર્યો છે. તેની માતા વિશે વાત કરતા રિંકુએ કહ્યું, “માતા હંમેશા મને કહેતી કે જો તારે ભારતીય ટીમ માટે રમવાનું હોય તો સખત મહેનત કર. આજે તેનું સપનું સાકાર થયું છે. પરિવારે મારી કારકિર્દીમાં મને ઘણી મદદ કરી છે. જ્યારે પૈસા નહતા ત્યારે મારી માતા લોકો પાસેથી લોન લઈને મને મદદ કરતી હતી.”

મેં મારા પરિવારમાં ગરીબી જોઈ છે.. 

રિંકુએ વધુમાં જણાવ્યું હતું કે, “હું આજે જે કંઈ પણ છું તે મારા પરિવારના કારણે છું. મેં મારા પરિવારમાં ગરીબી જોઈ છે અને હું ક્રિકેટના માધ્યમથી તેમને તે ગરીબીમાંથી બહાર લાવવા માંગતો હતો અને તે જ મને હંમેશા સખત મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરતું હતું .” નોંધનીય છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રિંકુએ આઈપીએલ ૨૦૨૩માં સૌથી વધુ ૪૭૪ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article