દાહોદ જીલ્લાની સરકારી શાળામાં ધો. 1માં ભણતી બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનારા પ્રિન્સિપાલ સામે 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મજબૂત પુરાવાઓના આધારે ઘટનાના માત્ર 12 જ દિવસમાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.રાજ્ય સરકારે આ કેસની ઝડપી સુનાવણી માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર તરીકે અમિત નાયરની નિમણૂક કરી છે.
હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબુત ચાર્જશીટ ફાઇલ કરી. કુલ 1700 પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવી : 15 જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા. સમગ્ર કેસમાં સ્પેશિયલ પી.પી શ્રી અમિત નાયરની નિમણૂક કરવામાં આવી.
આ ચાર્જશીટમાં ડિજિટલ એવિડન્સ, ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ, ફોરેન્સિક બાયોલિકલ એનાલિસિસનો સમાવેશ કરવામાં આવ્યો છે. એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે, જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે. ક્રાઇમ દરમિયાન આવા કોષો મળી આવે ત્યારે ડીએનએ પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું ડીએનએ આ કોષો સાથે મેળ ખાતું હોય તો તે વ્યક્તિના ગુનામાં સંડોવાણી પુષ્ટિ થાય છે. આ ટેક્નોલોજી દ્વારા શારીરિક સંપર્કથી મળેલા સૂક્ષ્મ પુરાવાનો ઉપયોગ કરીને ગુનાખોરીમાં શંકાસ્પદોની ઓળખ અને ગુનાની સાબિતી આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે.
દાહોદ જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થિનીએ ધોરણ-1માં એડમિશન લીધું હતું. નિયતક્રમ મુજબ 19મી સપ્ટેમ્બર (ગુરૂવાર) સવારે 10 વાગ્યે વિદ્યાર્થિની શાળાએ જવા નિકળી હતી. પરંતુ શાળાનો સમય પૂરો થઇ ગયો હોવા છતાં ઘરે પરત ફરી ન હતી. જેથી પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી.
વિદ્યાર્થિનીના પરિવારજનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતાં. જ્યાં તપાસ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થિની લાશ મળી આવી હતી. દીકરીનો મૃતદેહ જોઇને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારબાદ પરિવારજનો વિદ્યાર્થિનીને લઇને દવાખાને દોડ્યા હતા, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી હતી.
આ પણ વાંચો :-