ગુજરાતમાં ચોમાસુ હવે ખૂબ જ નજીક આવી રહ્યું છે. મુંબઈમાં ચોમાસુ પહોંચી ગયું છે અને ગુરૂવારે ઘણાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર, રાજ્યમાં ૧૦મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે.
ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે હાલમાં જ વરસાદ પર અપેડેટ આપ્યુ છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે, રાજ્યમાં કાલથી ભારે પવન સાથે વરસાદની આગાહી છે, આગામી ૧૦ જૂન સુધીમાં ચોમાસુ મુંબઈ સુધી પહોંચશે અને બાદમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો વરસાદ શરૂ થઇ જશે.
મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં ૧૫ જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસુ પહોંચવાની શક્યતા છે. આગામી ૧૭ જૂને અરબ સાગર, બંગાળની ખાડીમાં વેલમાર્ક લૉ પ્રેશર સર્જાશે, અને ૨૨ જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી જશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે. મહત્વનું છે કે, આ વખતે ઓક્ટોબર સુધી ચોમાસું લંબાઈ શકે છે.
ગુજરાતના ૬ જિલ્લામાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની સવારના ૧૫ વાગ્યા સુધીની આગાહી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગરહવેલીમાં પણ વરસાદની આગાહી છે.
આ પણ વાંચો :-