ટ્રેઇની IAS પૂજા ખેડકર અને તેના પરિવારની મુસીબતો ઓછી થતી દેખાઈ રહી નથી. જેમાં પુણે પોલીસે આજે ગુરુવારે પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરની ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, આ મામલે પૂછપરછ કર્યા બાદ પોલીસ તેમની ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પુણે પોલીસે પૂજા ખેડકરની માતાને નોટિસ પાઠવી હતી અને આગામી ૧૦ દિવસમાં જવાબ આપવા કહ્યું હતું. મનોરમા ખેડકર પર પુણે જિલ્લાના મુલશી તાલુકામાં તેમની જમીન નજીક અન્ય ખેડૂતોની જમીન હડપ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. તેના પર ખેડૂતોને ધમકાવવાનો પણ આરોપ છે.
ખેડકર પરિવારે પુણેના મુલશી તાલુકામાં ૨૫ એકર જમીન ખરીદી હતી. જો કે, તેણે દાવો કર્યો હતો કે તેનો એક ભાગ ખેડૂતોએ કબજે કરી લીધો છે. આ કારણે મનોરમા તેના સુરક્ષાકર્મીઓ સાથે ત્યાં પહોંચી અને ખેડૂતોને પિસ્તોલ બતાવીને ધમકાવ્યા. વીડિયોમાં સાંભળી શકાય છે કે તે કહી રહી છે કે જમીન તેના નામે છે.
પૂજાના પિતા સામે ખુલ્લી તપાસની માગ આ દરમિયાન પૂજાના પિતા અને રિટાયર્ડ ઓફિસર દિલીપ ખેડકરની મુશ્કેલીઓ પણ વધી રહી છે. પુણે એન્ટિ કરપ્શન બ્યુરોએ કથિત અપ્રમાણસર સંપત્તિ કેસમાં દિલીપ ખેડકર સામે તપાસ શરૂ કરી માગણી કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, તેમને આ અંગે એક અરજી મળી છે. પુણે એસીબીએ એસીબી હેડક્વાર્ટર પાસેથી સૂચનાઓ માગી છે, કારણ કે એસીબીના નાસિક વિભાગમાં અપ્રમાણસર સંપત્તિના કેસમાં દિલીપ ખેડકરની પહેલેથી જ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો :-