પ્રિયંકા ગાંધીના નજીકના નેતા તજિન્દર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

Share this story

દેશમાં લોકસભા ૨૦૨૪ની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં તજિન્દર સિંહ બિટ્ટુએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ, હિમાચલ પ્રદેશના સહ-પ્રભારી સચિવ તરીકે પણ રાજીનામું આપ્યું.

BJP का बड़ा खेल! प्रियंका गांधी के करीबी तजिंदर सिंह बिट्टू ने कांग्रेस से दिया इस्तीफा, भाजपा में होंगे शामिल | 🗳️ LatestLY हिन्दीતેમણે પત્રમાં લખ્યું, “હું આથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી અને AICCના મારા પદ પરથી રાજીનામું આપું છું, હિમાચલ પ્રદેશના સહ-પ્રભારી સચિવ, તાત્કાલિક અસરથી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. આ પહેલા તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગીલ સાથે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા.

પંજાબ અને હિમાચલ પ્રદેશમાં લોકસભા ચૂંટણીના મતદાન પહેલા જ જલંધરના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રિયંકા ગાંધીના નજીકના હિમાચલ પ્રદેશના સહ-પ્રભારી તેજિંદર સિંહ બિટ્ટુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ગયા છે. ઉલ્લેખનીય છે કે તે (તેજિન્દર) છેલ્લા ઘણા દિવસોથી ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા હતા. પંજાબના જલંધરના રહેવાસી તેજિંદર સિંહ બિટ્ટુ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં સેવા આપી છે. તેઓ લાંબા સમય સુધી રાજકારણથી દૂર રહ્યા હતા, પરંતુ ૨૦૧૭માં જ્યારે કોંગ્રેસ પંજાબમાં સત્તામાં આવી ત્યારે તેમને પનસપના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-