અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરતાની સાથે ધડબડાટી બોલાવશે!

Share this story

ગુજરાતમાં ૨૪ એપ્રિલથી ૨૭ એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ ૪મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી કરાઇ છે. જે બાદ ૪ મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળશે. હવામાન નિષ્ણાંત દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરી છે.. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. તેવામાં ૨૪ થી ૨૭ એપ્રિલ વચ્ચે ગરમી વધવાની આગાહી કરાઇ છે. તો બીજી બાજુ રાજ્યમાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યુ છે કે ચાલુ વર્ષે ચોમાસું સારુ રહેશે. ચોમાસમાં વરસાદ સારો થાય તે માટે અનેક પરિબળો કામ કરતા હોય છે. તેમનુ એક પરિબળ છે લા નીનોની અસર, જેના આધારે ચોમાસુ સારુ રહેવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પ્રીમોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતાં હોય છે. અરબ દેશોમાંથી ધૂળકટ આવશે. એપ્રિલ અને મે મહિનામાં પ્રીમોન્સુન એક્ટિવિટી થશે. આ દરમિયાન હવામાનમાં ભારે હલચલ જોવા મળશે. ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા રહેશે. ૧૧ મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનવાની પણ સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે. 

ચોમાસાના પરિબળ જોઈએ તો એપ્રિલ મહિનો ચોખો રહેવો જોઈએ તેના બદલે એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. દેશના ઉતરિય પર્વતિય વિસ્તારમાં બરફ વર્ષા થવી જોઈએ નહી, ગંગા જમનાના મદાનો તપવા જોઈએ. ગંગા જમનાના મેદાનો તપે અને પૂર્વ આફ્રિકાથી ચીનના ભાગો સુધી હવામાન સાનુકૂળ રહે તો વરસાદ આવી શકે છે. હાલની સિસ્ટમ જોતા ગરમી પડવી જોઈએ તેવી પડી નથી એટલે વરસાદની ગણતરી કરવી વિહંગાવલોકન રહેશે.

 ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ૪૪ ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આ રાજ્યમાં આવનારા ૨૦ દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. મહત્વનું છેકે વિશ્વના વૈજ્ઞાનિકોએ પણ આગાહી કરી છે કે અરબ સાગર  ગરમ થવાને લઇ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઇને આવશે. ત્યારે મે માસમાં ફરી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક નુકસાનથી બચવા આગોતરી તૈયારી કરવાની સલાહ અપાઇ છે.