Saturday, Sep 13, 2025

ઘરમાં પંખા સાથે લટકીને આપઘાત કર્યો પોપ્યુલર એક્ટરે, 35 વર્ષની ઉંમરે છોડી દીધી દુનિયા

2 Min Read

Popular actor committed

  • કન્નડ ટીવી એક્ટર સંપત જે રામેં આત્મહત્યાનું અંતિમ પગલું ભરી લેતા અરેરાટી ફેલાઈ છે. જે મામલે તપાસ માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રી (Kannada TV Industry) માટે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ખ્યાતનામ કન્નડ ટીવી એક્ટર સંપત જે રામેં (Sampat J Ram) અકળ કારણોસર આત્મહત્યા કરી જીવતરનો અંત આણી લીધો છે. 35 વર્ષની વયે સંપત જે રામેં આ અંતિમ પગલું ભરી લેતા પરિવારજનો અને ચાહકોમાં અરેરાટી મચી ગઈ છે. બીજી તરફ સંપત જે રામના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર જોવા મળી રહી છે.

ઘણા સમયથી ડિપ્રેશનમાં ગરકાવ હતા :

આ મામલે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર 22 એપ્રિલે કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીના મોટા ગજાના કલાકાર સંપત જે રામનું નિધન થયાનું સામે આવ્યું છે. સંપત જે રામે કર્ણાટકના નેલમંગલા ખાતે આવેલ પોતાના નિવાસસ્થાને જીવતરનો અંત આણી લીધો છે.ઘરમાં પંખા સાથે લટકીને પોપ્યુલર એક્ટરે આપઘાત કર્યો છે. જેમને 35 વર્ષની ઉંમરે દુનિયા છોડી દીધી છે. સંપત જે રામ તેમના અંગત જીવનમાં સમસ્યાઓથી ઘેરાયા હતા.

જેમાં કંટાળી જઈ ઘણા સમયથી ડિપ્રેશનમાં ગરકાવ થયા હતા. એક વાત એવી પણ આવે છે કે એક્ટર સંપત જે રામ પોતાની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ અને સતત કામ ન મળવાને કારણે ચિંતામાં હતા જો કે હજુ સુધી આ મામલે સંપત જે રામના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તો હજુ સુધી સંપતના મૃત્યુ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ પણ ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સંપત જે રામે આત્મહત્યા કેમ કરી?

સંપત જે રામના નિધનને લઈને કન્નડ સિનેમા જગત હચમચી ગયું છે. કન્નડ ટીવી સીરિયલ ‘અગ્નિસાક્ષી’માં સંપત જે રામે પોતાના અદભૂત અંશ યશવસી અભિગમ જોવા મળ્યો હતો. બીજી તરફ કામની અછતને કારણે કન્નડ અભિનેતા આર્થિક તંગીના કારણે ઘણો પરેશાન હતો. જેના કારણે સંપત જે રામે આપઘાત કરી લીધાની આશંકા વ્યાકત કરાઈ છે.

આ પણ વાંચો :-

Share This Article