બિગ બોસ OTT-૨ વિનર એલ્વિશ યાદવ વિરુદ્ધ નોઈડામાં FIR નોંધવામાં આવી છે. એલ્વિશ પર ક્લબો અને પાર્ટીઓમાં સ્નેક બાઈટ પ્રોવાઈડ કરવા સહીત અનેક ગંભીર આરોપો લાગ્યા છે. મેનકા ગાંધી સાથે જોડાયેલી સંસ્થા પીપલ ફોર એનિમલ્સ (PFA)એ કસ્ટમર બનીને આરોપીઓની આ જાળનો ખુલાસો કર્યો છે. બીજી તરફ હવે આ સમગ્ર પ્રકરણ બાદ મેનકા ગાંધી, સ્વાતિ માલીવાલ સહીત અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી છે.
બીજેપી સાંસદ મેનકા ગાંધીએ એલ્વિશની ધરપકડની માંગ કરી છે. તેમણે કહ્યું કે, એલ્વિશ યાદવ અને તેના જેવા લોકો જે આવો પ્રયત્ન કરે છે અને કાયદો તોડે છે તેમની પોલીસે એકદમ ધરપકડ કરી લેવી જોઈએ. એલ્વિશ કેટલાંય દિવસોથી સાપ પહેરીને નાચી રહ્યો છે અને તેનાથી પણ ઉપર તે રેવ પાર્ટી ઓર્ગેનાઈઝ કરે છે. જેમાં તે અજગર અને કોબરા વેચે છે અને તેમનું ઝેર પણ કાઢીને વેચે છે. જે લોકો આ ઝેર લે છે તેની કિડની ફેલ થઈ જાય છે. જે લોકો જંગલોમાંથી સાપ લાવીને તેને મારે છે તેમને ૭ વર્ષની સજા થાય છે.
યુટ્યૂબર એલ્વિશ યાદવ પર FIR થઈ છે. આરોપ છે કે, એલ્વિશ યાદવ રેવ પાર્ટી કરતો હતો. જેમાં નશા માટે સાપના ઝેરનો ઉપયોગ થાય છે. આ વ્યક્તિને હરિયાણાના સીએમ મંચ પરથી પ્રમોટ કરી રહ્યા છે. એક તરફ સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા જેવા ટેલેન્ટ રસ્તા પર દંડા ખાય છે અને હરિયાણા સરકાર આવા લોકોને પ્રમોટ કરે છે. તેના વીડિયોમાં છોકરીઓ પર અશ્લીલ ટિપ્પણીઓ જોવા મળશે, અપશબ્દો જોવા મળશે. મત માટે નેતા કંઈ પણ કરી શકે છે.
આ પણ વાંચો :-