HomeNationalIPL મિનિ ઓક્શનમાં નવો નિયમ: 30 કરોડની બોલી છતાં વિદેશી ખેલાડીને મળશે...

IPL મિનિ ઓક્શનમાં નવો નિયમ: 30 કરોડની બોલી છતાં વિદેશી ખેલાડીને મળશે માત્ર 18 કરોડ

Date:

Related stories

એક જ એશિયાડમાં 3 મેડલ જીતી ગુલવીર સિંહે રચ્યો ઇતિહાસ!

ભારતના લાંબી દોડના દોડવીર ગુલવીર સિંહે આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં...

ટ્રેનમાં મુસાફરી કરનારાઓ સાવધાન! 1 ઓક્ટોબરથી આ બાબતની થશે કડક તપાસ

ટ્રેનમાં બેસી ગયા એટલે મુસાફરીની ચિંતા પૂરી થઈ ગઈ...

ચા માં સુગંધ અને સ્વાદ વધારતી એલચી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક?

ચા કે મીઠાઈની ખુશ્બૂ વધારતી નાની એવી એલચી માત્ર...
spot_img

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના ખેલાડીઓની મિનિ નીલામી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાની છે. આ મિનિ ઓક્શન પહેલા એક એવા નિયમની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેની અસર વિદેશી ખેલાડીઓ પર પડશે. IPL ગવર્નિંગ કાઉન્સિલના નિયમો અનુસાર, મિનિ ઓક્શનમાં કોઈપણ વિદેશી ખેલાડી મહત્તમ ₹18 કરોડ જ કમાઈ શકે છે, ભલે ફ્રેન્ચાઇઝી ટીમ તેના પર તેનાથી વધુની બોલી કેમ ન લગાવે.

નિયમ પ્રમાણે, જો કોઈ વિદેશી ખેલાડી પર ₹18 કરોડથી ઉપરની બોલી લગાવવામાં આવે, તો પણ ખેલાડીને માત્ર ₹18 કરોડ જ મળશે. આ નિયમ IPL 2025 માટે યોજાયેલા મેગા-ઓક્શનમાં પહેલીવાર લાગુ કરવામાં આવ્યો હતો અને હવે તેને મિનિ ઓક્શનમાં પણ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમનો ઉદ્દેશ નાણાકીય અનુશાસન જાળવવાનો અને મિનિ ઓક્શનમાં થતી અત્યંત મોંઘી બોલીઓ પર નિયંત્રણ રાખવાનો છે.

ઉદાહરણ તરીકે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમરન ગ્રીન પર ₹30 કરોડની બોલી લાગે છે, તો પણ તેમની IPL સેલરી માત્ર ₹18 કરોડ જ રહેશે. વધારાના ₹12 કરોડ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના પ્લેયર્સ વેલ્ફેર ફંડમાં જમા થશે. જોકે, ફ્રેન્ચાઇઝી ટીમે ₹30 કરોડની સંપૂર્ણ રકમ તેના પર્સમાંથી ચૂકવવી પડશે.

મિનિ ઓક્શન માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) પાસે સૌથી વધુ ₹64.3 કરોડ રૂપિયાનું બજેટ છે. જ્યારે પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) પાસે ₹43.6 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે. બંને ટીમો પાસે મોટું બજેટ છે, તેમ છતાં વિદેશી ખેલાડીઓનો પગાર ₹18 કરોડથી વધારે નહીં હોય.

Subscribe

Latest stories