Saturday, Sep 13, 2025

પીએમ મોદી જશે યુક્રેન, શું ભારત યુદ્ધ ખતમ કરવા માટે મધ્યસ્થી બનશે?

2 Min Read

પીએમ મોદીની રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીની આ મુલાકાત યુક્રેનના સ્વતંત્રતા દિવસની આસપાસ થશે. યુક્રેનમાં 24 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ફેબ્રુઆરી 2022 થી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધ હવે 882 દિવસથી વધુ સમયથી ચાલી રહ્યુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ પીએમ મોદીની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. આ પહેલા પીએમ મોદી 8-9 જુલાઈના રોજ રશિયા ગયા હતા અને ત્યાં રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા.

રશિયાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ પુતિન સાથે શાંતિની વાત કરી હતી. હવે પીએમ મોદી આવતા મહિને યુક્રેન જશે અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળશે. માનવામાં આવે છે કે પીએમ મોદીની આ મુલાકાત બાદ બંને દેશો રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી પર સહમતિ બની શકે છે. જો કે પીએમ મોદી પહેલા જ યુદ્ધ રોકવાનું સમર્થન કરી ચૂક્યા છે. પીએમ મોદીએ જુલાઈમાં રશિયાની મુલાકાત લીધી હતી, ત્યારબાદ હવે તેઓ ઓગસ્ટમાં યુક્રેનની મુલાકાત લેશે અને શક્ય છે કે આ પ્રવાસના આવતા મહિને પીએમ મોદી ઓક્ટોબરમાં ફરી એકવાર રશિયાની મુલાકાત લે.

આ વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન કૉલમાં, પીએમ મોદીએ ભારત-યુક્રેન ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. આ સમય દરમિયાન, તેમણે સંઘર્ષના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિનો માર્ગ અપનાવવા સૂચન કર્યું હતું અને જણાવ્યું હતું કે ભારત શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપવા માટે તેની ક્ષમતામાં બધું કરવાનું ચાલુ રાખશે. યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતનું માનવું છે કે તેને માત્ર વાતચીત અને કૂટનીતિથી જ ઉકેલી શકાય છે.

આ પણ વાંચો :-

Share This Article