વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનની ઐતિહાસિક મુલાકાતે રાજધાની કિવ પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન, મોદી અને યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ પર ચર્ચા થવાની અપેક્ષા છે. પીએમ મોદી યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીના આમંત્રણ પર યુક્રેન પહોંચ્યા છે. મોદી કિવની મુલાકાતના લગભગ છ અઠવાડિયા પહેલા રશિયા ગયા હતા. 1991માં યુક્રેનને આઝાદી મળ્યા બાદ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે.
પીએમ મોદી 10 કલાકની ટ્રેનની મુસાફરી બાદ કિવ પહોંચ્યા છે. અહીં તેઓ ઘણી સભાઓ અને કાર્યક્રમોમાં હાજરી આપશે. તે ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે.
વડાપ્રધાન મોદીએ ‘રેલ ફોર્સ વન’ ટ્રેન દ્વારા પોલેન્ડથી કિવ સુધીની મુસાફરી કરી, જેમાં લગભગ 10 કલાકનો સમય લાગ્યો. પરત ફરવાની યાત્રા પણ એટલી જ લાંબી હશે. ભારતે અત્યાર સુધી યુક્રેન પર રશિયન આક્રમણની નિંદા કરી નથી અને વારંવાર વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવવાનું આહ્વાન કર્યું છે.
આ પણ વાંચો :-