અયોધ્યામાં રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની વચ્ચે કોંગ્રેસનાં એક નેતાએ રામમંદિર નિર્માણનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપ્યો છે. તેમણે કહ્યું કે જો નરેન્દ્ર મોદી દેશનાં પ્રધાનમંત્રી ન હોત તો રામમંદિર ન બની શક્યું હોત.. રામમંદિર માટે પ્રધાનમંત્રી મોદીનાં વખાણ કરનારા આ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છએ જે પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવાનાં નિર્ણય માટે કોંગ્રેસની આલોચના પણ કરી ચૂક્યાં છે.
સરયૂ નદીમાં હોડીએ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. નદી કિનારે ફૂટ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉપરાંત સુરક્ષાકર્મીઓ ઊંચી ઈમારતો પરથી દૂરબીનથી નજર રાખી રહ્યા છે. સર્ચ ડોગ્સ, સ્નાઈપર્સ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ક્વિક એક્શન ટીમો વિવિધ સ્થળોએ તહેનાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, એસપીજી, એટીએસ અને અન્ય ગુપ્તચર એજન્સીઓએ અધ્યાયમાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી. રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૮૦૦૦થી વધુ લોકો ભાગ લેશે. જેમાં રાજકીય, વેપાર, મનોરંજન, રમતગમત અને અન્ય ક્ષેત્રના લોકોનો સમાવેશ થાય છે. શહેરની તમામ હોસ્પિટલો એલર્ટ પર છે. વિવિધ સ્થળોએ એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી છે. ફાયર વિભાગના વાહનો પહેલાથી જ સંવેદનશીલ સ્થળો પર મુકી દેવામાં આવ્યા છે. સુરક્ષા માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ તહેનાત છે.