Home Blog Page 953

સુરતના ટાબરિયું મોબાઈલમાં રમતા-રમતા કામરેજ પહોંચી ગયું

0

સુરતમાં માતા પિતા માટે ચેતવણી ૩૫ કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોબાઈલમાં રમતા રમતા બાળક રસ્તા પર પહોંચ્યુ હતુ. તેમાં ઘરેથી 4 વર્ષનું બાળક કામરેજ ચાર રસ્તા પહોંચી ગયું હતુ. વાહનોથી ધમધમતા રોડ પરથી બાળક પસાર થઈ રહ્યું હતું. તેમાં હાજર પોલીસે તુરત દોડ મૂકી બાળકને લઇ લીધું હતું.

પોલીસે બાળક પાસે રહેલા મોબાઇલથી પરિવારનો સંપર્ક કર્યો હતો. જેમાં કામરેજની રત્નપૂરી સોસાયટીમાં આ ઘટના બની હતી. કામરેજની રત્નપૂરી સોસાયટીમાં એક પરિવારને ત્યાં મહેમાન તરીકે આવેલ પરિવારનું બાળક મોબાઇલ લઇને ઘરની બહાર નીકળી ગયું હતું. જેમાં ચાર વર્ષનું બાળક મોબાઇલમાં જોતું જોતું કામરેજ ચાર રસ્તા પર પહોંચી ગયું હતુ. વાહનોથી ધમધમતા કામરેજ ચાર રસ્તા ખાતે બાળક રસ્તો ક્રોસ કરી રહ્યું હતુ તે દરમિયાન પોલીસની નજર બાળક પર પડી હતી.

 

મોડાસામાં ટ્રકમાં આગ લાગતાં 3 ના મોત, દોઢસોથી વધુ ઘેંટા બકરાંના પણ મોત

0

અરવલ્લી જિલ્લાના મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકો જીવતા ભડથું થઈ ગયા છે. જ્યારે 150થી વધુ ઘેટા-બકરાના પણ મૃત્યુ નિપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર મોડાસા તાલુકાના બામણવાડ પાસેથી ઘેટાં બકરા ભરેલી ટ્રક પસાર થતી હતી, ત્યારે ટ્રક જીવંત વીજતારને અડકી જતાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ટ્રકમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે ટ્રકમાં સવાર ત્રણ લોકો બળીને ભડથું થઈ ગયા હતા. જ્યારે ટ્રકમાં રહેલાં 150 જેટલાં ઘેટાં-બકરાંના પણ મોત નીપજ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં મોડાસા અને ટીંટોઇ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ઈઝરાઈલ માં ફસાયા વડોદરાના ૨૫૦ લોકો

0

ઈઝરાઈલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાઈલ માં વડોદરાના ૨૫૦થી વધુ લોકો ફસાયા છે. જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. નર્સિંગના વ્યવસાય સાથે સંકડાયેલી મહિલાઓ ઈઝરાઈલમાં ફસાઇ ગઈ છે.

ઈઝરાઈલની હોસ્પિટલોમાં ભારતીય નર્સો વર્ષોથી સેવા આપે છે. ગુજરાતની મહિલાઓ યુદ્ધમાં ફસાતા ગુજરાતમાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે. ભારતીય વિદેશ મંત્રાલય યુદ્ધની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. રાજકોટના સોનલબેન ગેડીયાએ શેર કરેલા વિડિયોમાં ઈઝરાઈલની પરિસ્થિતિ સોશિયલ મીડિયામાં  જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, બાટીયમ સિટીમાં રાત્રે ધમાકા થયા હતા પરંતુ અત્યારે શાંતિ છે. હાલમાં બધા નાગરિકો સુરક્ષિત જગ્યાએ છે. હાલમાં ગાઝા તરફથી વિસ્ફોટના અવાજ આવી રહ્યા છે. મુખ્ય માર્ગ તેમજ મુખ્ય બજાર ઉપર જવા ઈઝરાઈલ સરકારે મનાઈ કરી છે

ધાર્મિક તહેવારો શબ્બત અને સિમચત તોરાહની રજા પર સમગ્ર દેશ સાયરન અને રોકેટના અવાજથી ગભરાઈ ગયો હતો કારણ કે પેલેસ્ટાઈન સમર્થિત હમાસ આતંકવાદીઓએ  ઈઝરાઈલ પર સૌથી મોટો હુમલો કર્યો હતો અને એક પછી એક 5 હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. હમાસના રોકેટ હુમલાનો ઈઝરાઈલ ની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ જવાબ આપ્યો. ઈઝરાઈલ ની આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમએ આકાશમાં હમાસના રોકેટોનો નાશ કર્યો હતો, જોકે કેટલાક રોકેટ રહેણાંક વિસ્તારોમાં પડ્યા હતા, જેના કારણે નુકસાન થયું હતું. હમાસના હુમલાથી ચોંકી ઉઠેલા ઈઝરાઈલે યુદ્ધનું એલર્ટ વગાડ્યું અને જવાબી કાર્યવાહી કરી.

ઈઝરાઈલમાં અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ ગાઝા પટ્ટીમાં ૪૦૦થી વધુ લોકોના મોત થયા છે.

 

પાંચ રાજ્યોની ચૂંટણીની જાહેરાત, ૩ ડિસમ્બરે પરિણામ જાહેર થશે

0

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના માટે ચૂંટણીપંચે આજે તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીપંચના જણાવ્યાનુસાર મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

૫ રાજ્યોમાં ૧.૭૭ લાખ મતદાન મથકો રહેશે. ચૂંટણી પંચે તમામ મતદારોને મતદાર યાદીમાં તેમના નામ ચેક કરવા, તેમની વિગતો સુધારી લેવા કરી અપીલ. ૧૭ ઓક્ટોબરે મતદાર યાદી જાહેર થશે. ૨૩ તારીખ સુધી યાદીમાં સુધારા કરી શકાશે. ચૂંટણી રાજ્યોમાં ૯૪૦ ચૂંટણી પોસ્ટ બનાવાઈ.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે તમામ ૫ રાજ્યોની મુલાકાત લીધી હતી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠકો કરી હતી. મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર ૨૦૨૩માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી ૨૦૨૪માં સમાપ્ત થઈ રહ્યો છે. આ ૫ રાજ્યોમાં ૬૭૯ વિધાનસભા સીટો છે.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તમામ ૨૩૦ બેઠકો માટેની ચૂંટણી યોજાશે. રાજ્યમાં વિધાનસભાનો કાર્યકાળ ૬ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ પૂરો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર ૨૦૧૮માં યોજાઈ હતી. તે ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવી અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા. પરંતુ માર્ચ ૨૦૨૦માં, કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામું આપ્યું અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ભારતીય જનતા પાર્ટી માં જોડાયા.

રાજસ્થાનમાં વિધાનસભાનો કાર્યકાળ ૧૪જાન્યુઆરી ૨૦૨૪ના રોજ પૂરો થઈ રહ્યો છે. રાજ્યની ૨૦૦ બેઠકો પર મતદાન થશે. ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવી અને અશોક ગેહલોત મુખ્યમંત્રી બન્યા.

છત્તીસગઢની ૯૦ બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાશે. છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ 3 જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સમાપ્ત થશે. છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર ૨૦૧૮માં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને ભૂપેશ બઘેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

મિઝોરમમાં ૪૦ સીટો પર ચૂંટણી યોજાવાની છે. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ ૧૭ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર ૨૦૧૮ માં યોજાઈ હતી, જેમાં મિઝો નેશનલ ફ્રન્ટે જીત મેળવી હતી અને રાજ્યમાં સરકાર બનાવી હતી. ત્યારબાદ જોરમથાંગા મુખ્યમંત્રી બન્યા.

તેલંગાણા વિધાનસભાનો કાર્યકાળ ૧૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સમાપ્ત થશે. તેલંગાણામાં ૧૧૯ બેઠકો પર મતદાન યોજાશે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ રાજ્યમાં સરકાર બનાવી હતી. તેનું નામ હવે બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ રાખવામાં આવ્યું છે. ચંદ્રશેખર રાવ બીજી વખત મુખ્યમંત્રી બન્યા.

આ પણ વાંચો :-

અવકાશમાં મહાશક્તિ બનવા જઈ રહ્યું છે ભારત, ઈસરો પોતાનું સ્પેસ સ્ટેશન બનાવીને ઇતિહાસ સર્જશે

આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થશે

અવકાશમાં મહાશક્તિ બનવા જઈ રહ્યું છે ભારત, ઈસરો પોતાનું સ્પેસ સ્ટેશન બનાવીને ઇતિહાસ સર્જશે

0

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ની ભાવિ મહત્વાકાંક્ષી યોજનાઓમાં  સ્પેસ  સ્ટેશન, સમાનવ અવકાશયાન, મંગળયાન – ૨(માર્સ મિશન -૨), શુક્રયાન(વિનસ મિશન)નો પણ સમાવેશ થાય છે. ઇસરોના ચેરમેન શ્રીધર સોમનાથે એક ખાસ કાર્યક્રમ દરમિયાન એવી માહિતી આપી હતી કે   ઇસરો તેનું પહેલું સ્પેસ સ્ટેશન ૨૦૩૫માં તરતું મૂકે તેવું આયોજન થઇ રહ્યું છે.વળી, અમે  ભારેભરખમ વૈજ્ઞાાનિક ઉપકરણો સાથે પૃથ્વીની  ભ્રમણકક્ષા સુધી જઇ શકે તેવું રિયુઝેબલ રોકેટ(એક  કરતાં વધુ વખત ઉપયોગમાં લઇ શકાય તેવું રોકેટ) વિકસાવવા તૈયારી કરી રહ્યા છીએ.

અમે ગગનયાન પ્રોજેક્ટના પગલે પગલે સમાનવ અંતરીક્ષયાનના પ્રયોગની પણ શક્યતા તપાસી રહ્યા છીએ. એટલે કે હાલના તબક્કે અમારો મુખ્ય હેતુ ભારતના ત્રણ અવકાશયાત્રીઓને પૃથ્વી બહાર  ૪૦૦ કિલોમીટરના અંતરે મોકલવાનો છે. આપણા ત્રણેય અવકાશયાત્રીઓ  અંતરીક્ષમાં સતત ૭૨ કલાક સુધી  રહીને પછી પૃથ્વી પર આપણા સમુદ્રમાં સહીસલામત રીતે ઉતરશે.આમ ગગનયાનની સફળતા ભારતના પહેલા સ્પેસ સ્ટેશનનો માર્ગ તૈયાર કરશે.

ઇસરોએ રિયુઝેબલ રોકેટ વિકસાવવામાં ભારતના ઉદ્યાગ જગતને  સહકાર આપવા  અપીલ પણ કરી  છે. આવા રિયુઝેબલ રોકેટને ઇસરોએ નેક્સ્ટ જનરેશન લોન્ચ વેહિકલ(એન.જી.એલ.વી.) નામ આપ્યું છે. પૃથ્વીથી અંતરીક્ષમાં ૩૬,૦૦૦ કિલોમીટરના અંતરને જીઓટી કહેવાય છે, જ્યારે પૃથ્વીથી ૨,૦૦૦ કિલોમીટના અંતરને પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા કહેવાય છે.

એસ. સોમનાથે એવી માહિતી પણ આપી હતી કે  અમે  લગભગ   એકાદ વરસમાં  એન.જી.એલ.વી. રોકેટની આધુનિક ડિઝાઇન  બનાવી શકીએ તે  રીતે તૈયારી  કરી   રહ્યા છીએ. ઇસરોનું આ ભાવિ રોકેટ ત્રણ હિસ્સા ધરાવતું હશે. તે ભાવિ રાકેટમાં મિથેન અને પ્રવાહી ઓક્સિજન અથવા કેરોસીન અને પ્રવાહી ઓક્સિજનનું  બળતણ હશે. વળી, આ ભાવિ રોકેટ   ૧૦ ટન વજનનાં વૈજ્ઞાાનિક ઉપકરણો લઇને છેક  જીઓસ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ(જીટીઓ) સુધી જાય અથવા  ૨૦ ટનનાં વૈજ્ઞાાનિક ઉપકરણો લઇને પૃથ્વીની  નીચેની ભ્રમણકક્ષા (લો અર્થ ઓર્બિટ) સુધી જાય તેટલી ક્ષમતાવાળું હશે.

આ પણ વાંચો :-

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ૧૨૦ લોકોની મોત, ૧૦૦૦થી વધુ ઘાયલ

આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થશે

આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થશે

0

કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે ૧૨  વાગ્યે આકાશવાણી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ સમયગાળા દરમિયાન પંચ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન સહિત ૫ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આ રાજ્યોમાં નવેમ્બરના બીજા અઠવાડિયાથી ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધી વિવિધ તારીખો અને તબક્કામાં મતદાન થઇ શકે છે. ગત વખતની જેમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થઇ શકે છે. મતદાનની તારીખ બદલાય તેવી ધારણા છે. પરંતુ તમામ ચૂંટણી રાજ્યોની મતગણતરી એકસાથે કરાવવાનો નિર્ણય લઇ શકાય છે.

ભારતનું ચૂંટણી પંચ (ECI) આજે પાંચ રાજ્યો – મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કરવાની યોજના બનાવી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર બપોરના સમયે પ્રેસ કોન્ફરન્સ કરીને કાર્યક્રમની જાહેરાત કરશે.

મધ્યપ્રદેશમાં, રાજ્ય ૨૩૦ વિધાનસભા મતવિસ્તારોમાંથી ધારાસભ્યોને ચૂંટશે. ૨૦૧૮ની ચૂંટણીમાં કોંગ્રેસે ૪૧.૫ ટકા વોટ શેર સાથે ૧૧૪ સીટો જીતી હતી જ્યારે બીજેપી બીજા ક્રમે રહી હતી અને ૧૦૯ સીટો જીતવામાં સફળ રહી હતી. તેનો વોટ શેર ૪૧.૬ ટકા હતો. જો કે,૨૦૨૦ માં, જ્યોતિરાદિત્ય સિંધિયાની આગેવાની હેઠળના જૂથના કેટલાક ધારાસભ્યોના રાજીનામા પછી કોંગ્રેસ સરકારે બહુમતી ગુમાવી દીધી, જેઓ પાછળથી ભાજપમાં જોડાયા. આ પછી, ભાજપે રાજ્યમાં સરકાર બનાવી અને શિવરાજ સિંહ ચૌહાણને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.

આ પણ વાંચો :-

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ૧૨૦ લોકોની મોત, ૧૦૦૦થી વધુ ઘાયલ

ભારતીય ક્રિકેટ ટીમનો ખાતામાં વધુ એક ગોલ્ડ, ૨૭ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૪૦ બ્રોન્ઝ મેડલ મડયો

દક્ષિણ આફ્રિકાએ વનડે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે સૌથી મોટી જીત, વર્લ્ડ કપના ૪ રેકોડ તોડયા,

0

દક્ષિણ આફ્રિકાએ વનડે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે સૌથી મોટી જીત નોંધાવી છે. આફ્રિકન ટીમે શનિવારે બીજી મેચમાં શ્રીલંકાને ૧૦૨ રને હરાવ્યું હતું. બાંગ્લાદેશે પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને ૬ વિકેટે હરાવ્યું હતું. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં ચાર વર્લ્ડ કપ રેકોર્ડ બન્યા હતા. જેમાં સર્વોચ્ચ સ્કોર, સૌથી ઝડપી સદી, મેચમાં સૌથી વધુ રન અને એક ઇનિંગ્સમાં ત્રણ સદીના રેકોર્ડનો સમાવેશ થાય છે.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૪૨૮ રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર છે. આફ્રિકન ટીમે ઓસ્ટ્રેલિયાના ૪૧૭ રનના રેકોર્ડને તોડ્યો હતો, જે ટીમે ૨૦૧૫માં અફઘાનિસ્તાન સામે બનાવ્યો હતો.

દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપમાં રેકોર્ડ ત્રીજી વખત ૪૦૦થી વધુ રન બનાવ્યા. આ પહેલા ટીમ આયરલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે પણ આવું કરી ચુકી છે. અત્યાર સુધી વર્લ્ડ કપમાં માત્ર ૫ વખત ૪૦૦ થી વધુ રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકા સિવાય ભારત અને ઓસ્ટ્રેલિયાએ એક-એક વાર આવું કર્યું છે.દક્ષિણ આફ્રિકાના વાઇસ કેપ્ટન એડન માર્કરામે ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે માત્ર ૪૯  બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. માર્કરામે દિલશાન મદુશંકાની બોલ પર ફાઈન લેગ તરફ સિક્સર ફટકારીને તેની સદી પૂરી કરી.

માર્કરામે આયરિશ બેટ્સમેન કેવિન ઓ બ્રાયનનો સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડ્યો હતો. ઓબ્રાયને ૨૦૧૧ માં ઈંગ્લેન્ડ સામે ૫૦ બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં આયર્લેન્ડે પણ 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો :-

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ૧૨૦ લોકોની મોત, ૧૦૦૦થી વધુ ઘાયલ

ભારતીય ક્રિકેટ ટીમનો ખાતામાં વધુ એક ગોલ્ડ, ૨૭ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૪૦ બ્રોન્ઝ મેડલ મડયો

નુસરત ભરુચા ઇઝરાયેલમાં હેમખેમ, ભારત પાછી ફરશે

0

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બોલિવૂડમાંથી પણ ચિંતાજનક સમાચાર આવ્યા છે.ફિલ્મ અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાયેલી હોવાનું સામે આવ્યું છે. તેની ટીમના એક સભ્યએ તેને શેર કરીને તેની પુષ્ટિ કરી છે.

નુસરત ભરૂચા ઈઝરાયેલમાં અટવાઈ ગઈ છે. તે હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ત્યાં ગઈ હતી. તેમની ટીમ દ્વારા આપવામાં આવેલા સંદેશ અનુસાર આજે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ છેલ્લી વખત તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન તે ભોંયરામાં હતી અને સુરક્ષિત હતી. સુરક્ષાના કારણોસર વધુ વિગતો જાહેર કરી શકાતી નથી. જોકે ત્યારપછી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. ટીમે કહ્યું કે, અમે સંપર્ક કરી શકતા નથી. અમે નુસરતને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે તે સ્વસ્થ અને સુરક્ષિત પાછી આવે.

અભિનેત્રી નુસરત ભરૂચાની ફિલ્મ ‘અકેલી’ રીલિઝ થઈ હતી. ફિલ્મની વાર્તા એવી છે કે એક છોકરી કોઈ કારણસર ઈરાકના ગૃહ યુદ્ધમાં ફસાઈ જાય છે. આ ફિલ્મ યુદ્ધની વચ્ચે ફસાયેલી એકલી છોકરીના ઘરે પરત ફરવાના સંઘર્ષની વાર્તા છે. નુસરતે ટ્રેલરનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરીને ચાહકોને ફિલ્મ જોવાની અપીલ કરી હતી. વીડિયો શેર કરતી વખતે તેણે લખ્યું, અકેલી – જીવન બચાવવા માટે એક સાદી છોકરીની લડાઈ. નુસરત ભરૂચાની ફિલ્મ એક ભારતીય છોકરી વિશે છે જે યુદ્ધગ્રસ્ત ઇરાકમાં એકલી ફસાયેલી છે અને તે કેવી રીતે તમામ અવરોધો સામે ટકી રહેવા માટે સંઘર્ષ કરે છે.

શનિવારે પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસે માત્ર ૨૦ મિનિટમાં ઈઝરાયેલ પર ૫ હજાર રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે ૯૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, હમાસે દાવો કર્યો છે કે, તેણે ઘણા ઇઝરાયેલ સૈનિકોને બંધક બનાવ્યા છે. ઈઝરાયેલના ઘણા નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા હોવાની માહિતી પણ મળી રહી છે. ઇઝરાયેલના વળતા હુમલામાં ૧૯૮ લોકોના મોત અને આશરે ૧૫૦૦ ઘાયલ થયા હતા. હમાસે સંપૂર્ણ આયોજન સાથે ઈઝરાયલને નિશાન બનાવ્યું હતું, જેના માટે તે ઘણા સમયથી તૈયારી કરી રહ્યું હતું.

 

ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ લોકોના મોત

0
પેલેસ્ટાઈન આતંકવાદી જૂથ હમાસ (ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ)એ ઈઝરાયેલ પર લગભગ ૫  હજાર રોકેટ છોડ્યા હતા. ઈઝરાયેલે આ ભયાનક હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લેતા હમાસ સામે યુદ્ધની ઘોષણા કરી અને હવાઈ હુમલા કર્યા. બંને તરફથી અત્યાર સુધીમાં ૫૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે.
પેલેસ્ટાઈન આતંકવાદી જૂથ હમાસ (ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ)એ ઈઝરાયેલ પર લગભગ ૫ હજાર રોકેટ છોડ્યા હતા. ઈઝરાયેલે આ ભયાનક હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લેતા હમાસ સામે યુદ્ધની ઘોષણા કરી અને હવાઈ હુમલા કર્યા. બંને તરફથી અત્યાર સુધીમાં ૫૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે.
હમાસના હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેમનો દેશ યુદ્ધમાં છે અને હમાસને આ હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે. તેણે એક વીડિયો જાહેર કરીને કહ્યું, “ઈઝરાયલના નાગરિકો, અમે યુદ્ધમાં છીએ. આ કોઈ ઓપરેશન અને તણાવ નથી પરંતુ યુદ્ધ છે અને અમે જીતીશું. હમાસને ભારે કિંમત ચૂકવવી પડશે.
હમાસની શસ્ત્ર શાખાએ જાહેરાત કરી હતી કે તેણે ઓપરેશન અલ-અક્સા ફ્લડ  શરૂ કર્યું છે અને ૨૦ મિનિટના પ્રથમ હુમલામાં ૫,૦૦૦ થી વધુ રોકેટ છોડ્યા છે.

આ પણ વાંચો :-

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ૧૨૦ લોકોની મોત, ૧૦૦૦થી વધુ ઘાયલ

ભારતીય ક્રિકેટ ટીમનો ખાતામાં વધુ એક ગોલ્ડ, ૨૭ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૪૦ બ્રોન્ઝ મેડલ મડયો

કેન્દ્ર અને રાજ્યના GST કાયદામાં સુધારો, કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય

0

ઓનલાઈન ગેમિંગ હોર્સ રેસિંગ  અને કેસિનો  પર ૨૮ ટકા GST લાદવામાં આવશે. સરકાર આ નિર્ણયથી પીછેહઠ કરવાની નથી. કેન્દ્ર અને રાજ્યના જીએસટી કાયદામાં સુધારો કરવામાં આવશે અને 1 ઓક્ટોબર, 2023થી તે અમલી ગણાશે.

GST કાઉન્સિલમાં લેવાયેલા નિર્ણય અંગે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ કહ્યું કે રાજ્ય સરકારો તેને ૧ ઓક્ટોબર, ૨૦૨૩  થી પસાર કરવા માટે સંમત થઈ છે. તેમણે કહ્યું કે આ નિયમ તે રાજ્યો પર પણ લાગુ થશે જેમણે હજુ સુધી આ અંગે કોઈ કાયદો બનાવ્યો નથી.

GST કાઉન્સિલની ૫૨ મી બેઠક પછી તેમણે કહ્યું કે ઓછામાં ઓછા ૧૮  રાજ્યોએ ઓનલાઈન ગેમિંગ અને અન્ય વસ્તુઓ પર GST લાદવા માટે સુધારા પસાર કર્યા છે, જ્યારે ૧૩ એ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. દિલ્હી અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોએ પણ ઑનલાઇન ગેમિંગ કંપનીઓ પર ટેક્સ અને મોકલેલી નોટિસનો મુદ્દો ઉઠાવ્યો છે.

ઓનલાઈન ગેમિંગ કંપનીઓને મોકલવામાં આવી રહેલી નોટિસ અંગે તેમણે કહ્યું કે કાયદો પહેલાથી જ લાગુ છે. કાયદામાં હજુ સુધી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. ટેક્સ તો ચૂકવવો જ પડ્યો હોત કારણ કે પૈસા લગાવીને સટ્ટો પહેલેથી જ રમાતો હતો અને તેઓ સટ્ટાબાજીને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. સટ્ટાબાજી માટે પહેલાથી જ એક કાયદો હતો, જેની હવે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ કારણોસર હવે નોટિસ મોકલવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

સુરતમાં BRST બસે વધુ એકનો ભોગ લીધો

ભારતીય ક્રિકેટ ટીમનો ખાતામાં વધુ એક ગોલ્ડ, ૨૭ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૪૦ બ્રોન્ઝ મેડલ મડયો