દક્ષિણ આફ્રિકાએ વનડે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે સૌથી મોટી જીત, વર્લ્ડ કપના ૪ રેકોડ તોડયા,

Share this story

દક્ષિણ આફ્રિકાએ વનડે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે સૌથી મોટી જીત નોંધાવી છે. આફ્રિકન ટીમે શનિવારે બીજી મેચમાં શ્રીલંકાને ૧૦૨ રને હરાવ્યું હતું. બાંગ્લાદેશે પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને ૬ વિકેટે હરાવ્યું હતું. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં ચાર વર્લ્ડ કપ રેકોર્ડ બન્યા હતા. જેમાં સર્વોચ્ચ સ્કોર, સૌથી ઝડપી સદી, મેચમાં સૌથી વધુ રન અને એક ઇનિંગ્સમાં ત્રણ સદીના રેકોર્ડનો સમાવેશ થાય છે.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૪૨૮ રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર છે. આફ્રિકન ટીમે ઓસ્ટ્રેલિયાના ૪૧૭ રનના રેકોર્ડને તોડ્યો હતો, જે ટીમે ૨૦૧૫માં અફઘાનિસ્તાન સામે બનાવ્યો હતો.

દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપમાં રેકોર્ડ ત્રીજી વખત ૪૦૦થી વધુ રન બનાવ્યા. આ પહેલા ટીમ આયરલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે પણ આવું કરી ચુકી છે. અત્યાર સુધી વર્લ્ડ કપમાં માત્ર ૫ વખત ૪૦૦ થી વધુ રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકા સિવાય ભારત અને ઓસ્ટ્રેલિયાએ એક-એક વાર આવું કર્યું છે.દક્ષિણ આફ્રિકાના વાઇસ કેપ્ટન એડન માર્કરામે ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે માત્ર ૪૯  બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. માર્કરામે દિલશાન મદુશંકાની બોલ પર ફાઈન લેગ તરફ સિક્સર ફટકારીને તેની સદી પૂરી કરી.

માર્કરામે આયરિશ બેટ્સમેન કેવિન ઓ બ્રાયનનો સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડ્યો હતો. ઓબ્રાયને ૨૦૧૧ માં ઈંગ્લેન્ડ સામે ૫૦ બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં આયર્લેન્ડે પણ 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો :-

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ૧૨૦ લોકોની મોત, ૧૦૦૦થી વધુ ઘાયલ

ભારતીય ક્રિકેટ ટીમનો ખાતામાં વધુ એક ગોલ્ડ, ૨૭ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૪૦ બ્રોન્ઝ મેડલ મડયો