Home Blog Page 936

મોરબી દુર્ઘટનામાં ઓરેવા કંપનીને જવાબદાર ઠેરવતો SITનો રિપોર્ટ

0

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માટે ઓરેવા ગ્રુપ જવાબદાર હોવાનો ખુલાસો થયો હતો. SITના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે જયસુખ પટેલ અને ઓરેવા કંપનીના મેનેજરો મોરબી પુલ દુર્ઘટના માટે જવાબદાર છે. મોરબી બ્રિજ દૂર્ઘટનાને લઈ SITની ટીમનો અંતિમ તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. રિપોર્ટમાં ઓરેવા કંપનીના MD,મેનેજર સહિતના લોકો દુર્ઘટના પાછળ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસને લઈને SITની ટીમે પાંચ હજાર પેજનો તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. અગાઉ આંતરિક તપાસ રિપોર્ટમાં પણ મહત્વના ખુલાસાઓ થયા હતા. ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદારી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલાની તપાસ માટે રાજ્ય સરકારે સીટની રચના કરી હતી. SIT ની ટીમે ૫૦૦૦પેજનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો હતો.

દુર્ઘટના પાછળ MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ સહિતના અન્ય લોકો જવાબદાર છે. બ્રિજ પર પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા નહોતી. બ્રિજ ઓપન કરતા પહેલા ફિટનેસ રિપોર્ટ તૈયાર કરાયો નહોતો. તે સિવાય ટિકિટના વેચાણ પર કોઈપણ પ્રતિબંધ મુકાયો નહોતો. બ્રિજ પર સુરક્ષાના સાધનોનો અભાવ હતો. ઓરેવા કંપનીએ બ્રિજ પર કેટલા લોકોને પ્રવેશ આપવો તેનું ધ્યાન રાખ્યું નહોતું.

આ પણ વાંચો :-

ભારત-પાકિસ્તાનની વર્લ્ડકપ મેચ જોવા અમિત શાહ અમદાવાદ આવે એવી સંભાવના

0

આગામી દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ છે, આગામી 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વનડે વર્લ્ડકપની મેચ જોવા અમિત શાહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપી શકે છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આગામી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે, 14 અને 15 ઓક્ટોબરે અમિત શાહ ગુજરાતની મુલાકાત લેશે. આમાં પહેલા નોરતે અમિત શાહ માણસામાં પોતાના કુળદેવીના દર્શને જશે, જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે કુળદેવીની પૂજા -અર્ચના કરશે. પોતાના લોકસભા વિસ્તારમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોની પણ મુલાકાત લેશે.

તો BSF, CRPF, સ્થાનિક પોલીસ, સિનિયર અને જૂનિયર IPS કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાશે.એક અંદાજ પ્રમાણે શહેરમાં સાત હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ફરજ પર હાજર રહેશે. કોઇ પણ ક્રિકેટ મેચ દરમિયાન આટલી બધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ હોય તેવો આ અત્યાર સુધીનો પ્રથમ કિસ્સો છે.

હુમલાની ધમકીઓને પગલે ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.  અમદાવાદ અને શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), રેપિડ એક્શન ફોર્સ (RAF), હોમગાર્ડ અને ગુજરાત પોલીસ સહિત વિવિધ એજન્સીઓના 7000 થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

સુરેન્દ્રનગર અને દાહોદમાં બે અકસ્માતમાં ૧૩ના મોત

0

દાહોદમાં રિક્ષા અને ટ્રક વચ્ચે ટક્કર થતા 6 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે સુરેન્દ્રનગરમાં ટ્રક અને કાર અથડાતાં 5 લોકો મોતને ભેટ્યા છે. આ ઉપરાંત જામનગરમાં બે કાર વચ્ચે ટક્કર થતા દંપતીનું મોત થયું છે.

ગરબાડા તાલુકામાં રહેતો પરિવાર રાજકોટ મુકામે રોજીરોટી અર્થે ગયો હતો. જે બાદ આજે સવારે વતનમાં પરત ફર્યા હતા. ત્યારે સવારે દાહોદમાં બસમાંથી ઊતર્યા બાદ ગામડે જવા રિક્ષામાં બેઠા હતા. તે દરમિયાન એક ટ્રકે રિક્ષાને અડફેટે લેતા એક જ પરિવારનાં 6 લોકોનાં મોત થયાં છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં લખતરના ઝામર પાસે આજે વહેલી સવારે અકસ્માતમાં 5 વ્યક્તિનાં મોત થયાં છે. લખતર તાલુકાના ઝામર ગામના પાટિયા પાસે આઈસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત થતા અકસ્માતમાં કુલ પાંચ લોકોનાં મોત થયાં છે.

આ પણ વાંચો :-

ટીમ ઈન્ડિયાના શુભમન ગિલ ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

0

ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ હાલમાં ડેન્ગ્યુ તાવથી પીડિત છે. તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કારણોસર તે ૧૧ ઓક્ટોબરે દિલ્હીમાં રમાનાર અફઘાનિસ્તાન સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ભારતીય ઓપનરને સોમવારે સવારે કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હાલમાં તે તબીબી નિષ્ણાતોની દેખરેખ હેઠળ છે. ટીમ સાથે પ્રવાસ કરી રહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ડોક્ટર રિઝવાન ખાન પણ યુવા ઓપનરની સંભાળ લઈ રહ્યા છે.

શુભમન ગિલની પ્લેટલેટ કાઉન્ટ છેલ્લા કેટલાક સમયથી ઓછી છે, જેના કારણે તે ટીમ સાથે દિલ્હી ગયો ન હતો, જ્યાં ભારતે બુધવારે અફઘાનિસ્તાન સામે વર્લ્ડ કપ ૨૦૨૩ની બીજી મેચ રમવાની છે. ટીમ મેનેજમેન્ટને તબીબી રીતે સલાહ આપવામાં આવી છે કે પ્લેટલેટની સંખ્યા ઓછી હોય તો ઉડવાનું ટાળો. આ પહેલા સોમવારે એક નિવેદન જારી કરીને પુષ્ટિ કરી હતી કે ગિલ દિલ્હી મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. તે ચેન્નાઈમાં જ રહેશે અને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે. તે પહેલી મેચ પણ રમી શક્યો ન હતો.

ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન શુભમન ગિલ ૯ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ટીમ સાથે દિલ્હી નહીં જાય. ઓપનિંગ બેટ્સમેન જે ઓસ્ટ્રેલિયા સામે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩માં ટીમની પ્રથમ મેચમાં નહીં રમે. ચેન્નાઈ. એવું જાણવા મળ્યું છે કે તે અફઘાનિસ્તાન સામેની ટીમની આગામી મેચમાં રમી શકશે નહીં, જે ૧૧ ઓક્ટોબરે દિલ્હીમાં રમાવાની છે. તે ચેન્નાઈમાં જ રહેશે અને તબીબી ટીમના નિરીક્ષણ હેઠળ રહેશે. આ રીતે ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ઝટકો કહી શકાય.

ગિલ ૪ ઓક્ટોબરે ચેન્નાઈ પહોંચ્યા બાદ ભારતીય ટીમના ઘણા સભ્યોએ તેને જોયો નથી. તે ટીમ હોટલમાં છે, જ્યાં કાવેરી હોસ્પિટલના ડોક્ટર્સ તેનું બ્લડ ટેસ્ટ કરી રહ્યા હતા અને તેના પ્લેટલેટ કાઉન્ટનું નિરીક્ષણ કરી રહ્યા હતા. શનિવારે અમદાવાદમાં પાકિસ્તાન સામેની હાઈવોલ્ટેજ મેચ માટે ગિલ ઉપલબ્ધ થશે કે કેમ તે હજુ અનિશ્ચિત છે. ગિલની ગેરહાજરી રવિવારે અનુભવાઈ હતી, જ્યારે તેના સ્થાને આવેલા ઈશાન કિશન ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા. અમદાવાદમાં ગિલનો રેકોર્ડ મજબૂત છે.

આ પણ વાંચો :-

 

હવે ઓલિમ્પિકમાં પણ ક્રિકેટ રમાશે

0

ક્રિકેટનો લોસ એન્જલસ ૨૦૨૮ ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ૧૨૮ વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાશે. ફ્લેગ ફૂટબોલની સાથે બેઝબોલ અને સોફ્ટબોલ પણ ઓલિમ્પિકનો ભાગ હશે. IOC પ્રમુખે ઇન્ટરવ્યુ દરમિયાન એવું પણ સૂચન કર્યું હતું કે ઓલિમ્પિક માટે ક્રિકેટનું T-૨૦ ફોર્મેટ સૌથી યોગ્ય છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ભારતે એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ક્રિકેટમાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

LA આયોજક સમિતિ આગામી ૨૪ કલાકમાં આ માહિતી જાહેર કરે તેવી અપેક્ષા છે, જે સૂચવે છે કે લેક્રોસ અને સંભવિત સ્ક્વોશને પણ ૨૦૨૮  માટે વધારાની રમત તરીકે પ્રસ્તાવિત કરવામાં આવી શકે છે.

૧૯૦૦ સમર ઓલિમ્પિકમાં એકમાત્ર ક્રિકેટ મેચ રમાઈ હતી. આ મેચ ફ્રાન્સમાં ગ્રેટ બ્રિટન અને યજમાન ફ્રાન્સની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચ ગ્રેટ બ્રિટને જીતી હતી. ત્યારથી ક્રિકેટનો ક્યારેય ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો :-

શહેનાઝ ગીલે હોસ્પિટલમાં કેમ દાખલ થઈ ?

0

હોસ્પિટલમાં દાખલ શહનાઝ ગીલે હોસ્પિટલના બેડ પર સૂઈને જણાવ્યું કે શું થયું અને તેની હાલત કેવી છે. ‘થેન્ક યુ ફોર કમિંગ’થી લોકોના દિલ જીત્યા બાદ શહેનાઝ ગિલ હોસ્પિટલ પહોંચી છે. અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ છે અને તેણે હોસ્પિટલના પલંગ પરથી ઈન્સ્ટા લાઈવ પણ કર્યું, જેના પછી ચાહકોની ચિંતા વધી ગઈ. રિયા કપૂર પણ ત્યાં તેને મળવા પહોંચી હતી.

પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ અભિનેત્રી શહેનાઝ ગિલે બોલિવૂડમાં પોતાનો પ્રભાવ ફેલાવવાનું શરૂ કર્યું. આ વર્ષની શરૂઆતમાં ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ માં સલમાન ખાન સાથે હિન્દીમાં પ્રવેશ કર્યા પછી, તેણીએ ભૂમિ પેડનેકર, ડોલી સિંહ, કુશા કપિલા અને શિબાની બેદી અભિનીત સેક્સ કોમેડી ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’ માટે કરણ બુલાની સાથે હાથ મિલાવ્યા હતા. . જ્યારે તે ફિલ્મનું પ્રમોશન કરી રહી હતી ત્યારે તે બીમાર પડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તેની ફિલ્મની નિર્માતા રિયા કપૂર શહેનાઝની ખબર પૂછવા જતાં જોવા મળી હતી.

શહેનાઝ ગિલ તેની ગર્લ ગેંગ સાથે તેની ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’નું પ્રમોશન કરતી જોવા મળી હશે, જે ૬ ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. પરંતુ જ્યારે તે બહાર હતી ત્યારે તેણે કંઈક ખાધું જેનાથી તેનું પેટ ખરાબ થઈ ગયું. સમસ્યા એટલી વધી ગઈ કે તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. શહેનાઝે તેના ચાહકોને તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ કરવા માટે તેના એકાઉન્ટ પર એક ઇન્સ્ટાગ્રામ લાઇવ હોસ્ટ કર્યું.

આ પણ વાંચો :-

અયોધ્યામાં રામલલા સોનાના સિંહાસન પર બિરાજશે

0

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં ૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કુલ બજેટ ૧૮૦૦ કરોડ રૂપિયા છે. દાનમાં મળેલી સોના-ચાંદીની વસ્તુઓને ઓગાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય હવે વિદેશીઓ પણ મંદિરના નિર્માણ માટે દાન આપી શકશે.

રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પરના ૧૪ દરવાજા સોનાથી મઢવામાં આવશે. આ સિવાય ભગવાન રામલલાનું સિંહાસન સોનાનું બનશે. અહીં યોજાયેલી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બે દિવસીય બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોને લીલી ઝંડી આપવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને VHPના કેન્દ્રીય ઉપાધ્યક્ષ કામેશ્વર ચૌપાલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હવે મંદિર અને ટ્રસ્ટની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને સરકારી કર્મચારીઓ જેટલો જ પગાર અને તમામ સુવિધાઓ આપવામાં આવશે. અર્ચકોની પસંદગી પણ પરીક્ષા દ્વારા યોગ્યતાના આધારે કરવામાં આવશે.

આ પણ વાંચો :-

માણાવદરની બહેનો ઇઝરાઇલના સૈન્યમાં અફસરની ફરજ પર

0

ઇઝરાઇલ પર હમાસ અને હિઝબુલ્લાના હુમલા સામે લડનાર ઇઝરાઇલ આર્મીમાં માણાવદરના નાના એવા એક ગામના પરિવારની બે દીકરીઓ પણ ફરજ બજાવી રહી હોવાનું સામે આવ્યું છે.

માણાવદર તાલુકાના ૧૨૦૦ ની વસ્તી ધરાવતા કોઠડી ગામમાં રહેતા ભરતભાઈ મુળિયાસીયાએ કહ્યું કે, તેમના બે કાકા જીવાભાઈ મુળિયાસીયા વર્ષ ૧૯૮૯  માં અને તેના નાના કાકા સવદાસભાઈ મુળિયાસીયા ૧૯૯૬  માં ઇઝરાઇલ જતા રહ્યા છે, ત્યાં તેઓને સરકારે ઇઝરાઇલનું નાગરિત્વ મળ્યું છે, તે બંને ભાઈઓની એક-એક દીકરી હાલ ઇઝરાઇલ આર્મીમાં ઓક્સિર તરીકે ફરજ બજાવે છે. હાલની યુધ્ધની સ્થિતિએ પણ બંને બહેનો કરજ બજાવી રહી છે. ત્યાનો નિયમ છે, કે એક ઘરમાંથી એક વ્યક્તિ આર્મીમાં જોડાવાનું હોય છે, ત્યારે જીવાભાઈ અને સવદાસભાઇની દીકરીઓ આર્મીમાં છે, તેઓ સુરક્ષિત છે,

પરિવાર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, જ્યારે મિસાઈલ મારો કરવામાં આવે તે પહેલા સાયરન વાગે અને ત્યાં દરેક ઘરમાં બંકર હોય છે, તેમાં નાગરિકો જતા રહે છે. હાલની સ્થિતિ એવી છે, કે ત્યાં ઇઝરાઇલ બોર્ડર ઉપર ગંભીર સ્થિતિ છે, પરંતુ સેન્ટ્રલ વિસ્તારમાં કોઈ તકલીફ નથી. ઇઝરાઇલમાં ગુજરાતી લોકો ઘણા છે, ગામના સરપંચ ભરમીબેનના પતિ રામદેભાઇ મુળિયાસીયાએ કહું કે, તેમના કોઠડી ગામમાંથી અનેક યુવાનો ૫૦-૫૫ વર્ષથી કામ ધંધા માટે ગયેલ છે

આ પણ વાંચો :-

પાકિસ્તાનની ગાઝી સબમરીનને નષ્ટ કરનાર કમાન્ડર ઈન્દર સિંહનું ૧૦૦વર્ષની વયે નિધન

0

૪ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ભારતીય નૌકાદળે પાકિસ્તાનની સબમરીન પીએનએસ ગાઝીને દરિયામાં દફનાવી દીધી હતી. ભારતીય યોદ્ધાઓને તેની કબર ખોદવામાં સમય લાગ્યો ન હતો.

૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની ગાઝી સબમરીનને નષ્ટ કરનાર કમાન્ડર ઈન્દર સિંહ હવે નથી રહ્યા. તેમનું સોમવારે રોહતકના ઝાંગ કોલોની સ્થિત તેમના નિવાસ સ્થાને અવસાન થયું હતું. તેની ઉંમર લગભગ ૧૦૦  વર્ષની હતી. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે શહેરના શીલા બાયપાસ સ્થિત સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે.

૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતની INS રાજપૂતે પાકિસ્તાનની નેવલ સબમરીન ગાઝીને ડુબાડી દીધી હતી. INS રાજપૂતના કમાન્ડર ઈન્દર સિંહ હતા. આ યુદ્ધમાં પાકિસ્તાને ભારતના INS વિક્રાંતને ડુબાડવા માટે જ ગાઝી મોકલ્યા હતા. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધના થોડા સમય પહેલા અમેરિકાએ તેની ડાયબ્લો સબમરીન પાકિસ્તાનને લીઝ પર આપી હતી. પાકિસ્તાને તેનું નામ ગાઝી રાખ્યું. પરંતુ ભારતના આઈએનએન રાજપૂતે ગાઝી સબમરીનને ડુબાડી દીધી હતી. તે સમયે ભારત પાસે એક પણ સબમરીન નહોતી.

૩ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ પાકિસ્તાને દેશના પશ્ચિમી સેક્ટરના એરફિલ્ડમાં યુદ્ધ શરૂ કર્યું હતું. તેઓ INS રાજપૂત યુદ્ધ જહાજ સાથે વિશાખાપટ્ટનમ ડોકથી નીકળી રહ્યા હતા. ત્યારબાદ સોનાર સિસ્ટમ દ્વારા દરિયામાં એક ફરતો વિષય શોધી કાઢવામાં આવ્યો, જે વિક્રાંતને નષ્ટ કરવા માટે પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલી ગાઝી સબમરીન હતી. INS રાજપૂત પોતે દુશ્મનને છેતરવા માટે વિક્રાંતના રૂપમાં દરિયામાં ફરતી હતી. રાત્રે ૧૨ વાગે તેના પર હુમલો કરીને નાશ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના સૌથી મહત્વપૂર્ણ હથિયાર ગાઝીના વિનાશને કારણે ભારતીય નૌકાદળનું મનોબળ ચાર ગણું વધી ગયું હતું અને પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો :-

૧૦ ઓક્ટોબર / આકસ્મિક ફાયદાની પ્રબળ શક્યતા, વેપાર-વાણિજ્યમાં ફાયદો, આ રાશિના જાતકોનો મંગળવાર આનંદ પ્રમોદમાં જશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ
આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ. રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાય.
વૃષભઃ
સ્વભાવમાં લાગણી શીલતા વધે. આવક વધે, સાથે સાથે મોજ શોખમાં ખર્ચ વધે. પરિવારમાં વિદ્યા‌ર્થી મિત્રો માટે શુભ. કરેલા રોકાણો ફળદાયી નીવડે.
‌મિથુનઃ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાના ભાઇ બહેનોની પ્રગતિથી આનંદ. પરિવારમાં સભ્યોની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે.
કર્કઃ
માનસિક સ્થિરતા જળવાય. આવકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. જીવનસાથી સાથે ગુસ્સો ટાળવો.
‌સિંહઃ
મનની ચંચળતા વધે. મિત્રોનો સાથ સહકાર મળે. મિત્ર વર્તુળમાં વધારો થાય. નાણાંકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માતની શક્યતા છે આથી સાવધાની જરૂરી.
કન્યાઃ
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્યના નાણાકીય વ્યવહારો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી રાખવી હીતાવહ. માથાના દુઃખાવાની શક્યતા છે. આદ્યાત્મિક ક્ષેત્રે રસ વધે.
તુલાઃ
વધુ મહેનતે ઓછો લાભ મળતો જણાય. આળસ વધારે રહે. કુટુંબમાં શાંતિભર્યું વાતાવરણ જળવાય. શેર સટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધામાં સાવધાનીથી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.
વૃ‌શ્ચિકઃ
નોકરીમાં ઉપરી અધિકારી તરફથી પ્રશંસા થાય. નવા ધંધાનું આયોજન તથા ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એની કાળજી રાખવી.
ધનઃ
ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યમાં વધુ સફળતા મળે. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.
મકરઃ
નાણાંકીય ક્ષેત્રે નુકશાનીની શક્યતા છે. આવક ઘટે. પરિવારમાં તણાવભર્યું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિથી કામ લેવું અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. શરદી-ખાંસી કફની સમસ્યા રહે.
કુંભઃ
દામ્પત્ય ક્ષેત્રે આનંદ ભર્યો દિવસ. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. નિર્ણય શક્તિમાં વધારો થતો જણાય. હયાત રોકાણોથી ફાયદો તથા નવા રોકાણ યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.
મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. દ્રઢ નિર્ણય શક્તિથી અગત્યના કાર્યોમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. જ્યોતિષ કર્મકાંડ, એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં વિશેષ લાભ.

આ પણ વાંચો :-