Home Blog Page 93

ચીનમાં ફરી કંપી ધરતી: 5.2ની તીવ્રતાના ભૂકંપથી 2નાં મોત, અનેક ઈમારતો ધરાશાયી

સોમવારે વહેલી સવારે દક્ષિણ ચીનના શહેર લિયુઝોઉ અને આસપાસના વિસ્તારોમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. મધ્યરાત્રિના ભૂકંપને કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. બચાવ ટીમોને અંધારામાં બચાવ કામગીરી શરૂ કરવી પડી હતી. સોશિયલ મીડિયા પર અસંખ્ય વીડિયો સામે આવ્યા છે જેમાં વિનાશ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યો છે.

સ્થાનિક સમય મુજબ રાત્રે 12.21 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ લિયુઝોઉના લિયુનાન જિલ્લામાં હતું. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અને ચીની ભૂકંપ એજન્સી બંનેએ તેની તીવ્રતા 5.2 નોંધાવી હતી. ભૂકંપની ઊંડાઈ આશરે 8 કિલોમીટર હતી. નિષ્ણાતો કહે છે કે છીછરા ભૂકંપ સપાટી પર વધુ નુકસાન પહોંચાડે છે.

ઘણા લોકો કાટમાળમાં ફસાયા હતા
મોડી રાત્રે જ્યારે લોકો સૂતા હતા ત્યારે આ વિસ્તારમાં જોરદાર ભૂકંપ આવ્યો. આ વિસ્તાર ચીનના ગુઆંગશી પ્રદેશમાં આવેલો છે અને ચાર મિલિયનથી વધુ લોકોનું ઘર છે. આખા વિસ્તારમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લગભગ એક ડઝન ઇમારતો ધરાશાયી થઈ હતી. ઘણા લોકો કાટમાળમાં ફસાયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.

7000 લોકોને બહાર કાઢવામાં આવ્યા
ચીનની સત્તાવાર સમાચાર એજન્સી, શિન્હુઆ અનુસાર, અત્યાર સુધીમાં ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણ હજુ પણ ગુમ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ આશરે 7000 લોકોને બહાર કાઢ્યા છે. જોકે, વિસ્તારમાં વીજળી, પાણી, ગેસ અને પરિવહન સેવાઓ સામાન્ય રહે છે.

ભૂકંપ પછી રાહત અને બચાવ એજન્સીઓને તાત્કાલિક સક્રિય કરવામાં આવી હતી. લગભગ 2 વાગ્યા સુધીમાં, 315 થી વધુ કટોકટી કર્મચારીઓ, 51 ફાયર અને બચાવ વાહનો સાથે, અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગયા હતા. પોલીસ, અગ્નિશામકો અને તબીબી ટીમો કાટમાળ નીચે ફસાયેલા લોકોને સતત બચાવી રહી છે. સ્થાનિક વહીવટીતંત્રે અધિકારીઓને નુકસાન અને જાનહાનિનો સચોટ ડેટા ઝડપથી એકત્રિત કરવા અને અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના આપી છે. તેઓ આફ્ટરશોક્સ માટે પણ દેખરેખ રાખી રહ્યા છે.

લખનૌ-છપરા ટ્રેનના સ્લીપર કોચમાંથી યુવતીનો ટુકડાઓમાં મૃતદેહ મળતા ચકચાર

0

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ટ્રેનના ડબ્બામાંથી એક યુવતીનો શિરવિહોણો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે છપરાથી લખનૌ આવી રહેલી ગોમતીનગર એક્સપ્રેસ સ્ટેશન પર પહોંચી હતી. સફાઈ કર્મચારી જ્યારે S1 સ્લીપર કોચની સફાઈ કરવા અંદર ગયો ત્યારે તેને એક બર્થ નીચે શંકાસ્પદ બોક્સ અને બેગ મળી આવ્યા હતા. તેને કંઈક ગડબડ હોવાની શંકા જતા તરત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

યુવતીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી
લખનૌ રેલવેના એસપી રોહિત મિશ્રાએ જણાવ્યું હતું કે, “છપરાથી ગોરખપુર થઈ ગોમતીનગર જતી ટ્રેનની નિયમિત તપાસ દરમિયાન રેલવે કર્મચારીઓને સ્લીપર કોચમાં એક બોક્સ અને એક બેગ મળી આવ્યા હતા. માહિતી મળતાં જ સ્ટેશન માસ્ટરને જાણ કરવામાં આવી, ત્યારબાદ RPF અને GRPને સ્થળ પર બોલાવવામાં આવ્યા. બોક્સમાં યુવતીનો ધડ મળી આવ્યો હતો, જ્યારે હાથ-પગ અલગ-અલગ પોલિથિન બેગમાં પેક કરીને બોક્સમાં રાખવામાં આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. માથું ન મળતા યુવતીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. FIR નોંધાઈ ગઈ છે અને તપાસ માટે ત્રણ ટીમોની રચના કરવામાં આવી છે.”

ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી
તેમણે વધુમાં જણાવ્યું કે, માહિતી મળતા જ GRP ચારબાગની ટીમ અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. બોક્સ અને બેગ ખોલતા પહેલા ઘટનાસ્થળની તપાસ માટે લખનૌ કમિશ્નરેટની વિશેષ ફોરેન્સિક ફીલ્ડ યુનિટને પણ બોલાવવામાં આવી હતી.

મિશ્રાએ જણાવ્યું હતું કે, “લખનૌ કમિશ્નરેટની ફીલ્ડ યુનિટને બોલાવવામાં આવી અને જ્યારે બોક્સ તથા બેગ ખોલવામાં આવ્યા ત્યારે અંદર એક યુવતીનો મૃતદેહ મળ્યો, જેમાં માત્ર ધડ હતો અને માથું ગાયબ હતું. હાથ અને પગ અલગ પોલિથિન બેગમાં પેક કરવામાં આવ્યા હતા.”

25થી 30 વર્ષની યુવતી હોવાની આશંકા
પોલીસના જણાવ્યા મુજબ મૃતક યુવતીની ઉંમર અંદાજે 25થી 30 વર્ષની વચ્ચે હોવાનું માનવામાં આવી રહ્યું છે. એસપીએ જણાવ્યું કે, “મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. માથું ન મળવાના કારણે ઓળખ કરવાની પ્રક્રિયામાં મુશ્કેલી પડી રહી છે.”

તપાસમાં જોડાઈ પોલીસની ત્રણ ખાસ ટીમો
સરકારી રેલવે પોલીસ (GRP)એ અજાણ્યા આરોપીઓ સામે FIR નોંધાવી છે. સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ વિશેષ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો યુવતીની ઓળખ શોધવા, ટ્રેનના રૂટ પર આવેલા સ્ટેશનોના CCTV ફૂટેજ ચકાસવા અને આરોપીઓને ઝડપવા માટે કામગીરી કરી રહી છે.

CBSEએ 12મી રી-ઇવેલ્યુએશન ફી ઘટાડી, હવે માત્ર ₹100માં જોઈ શકશો આન્સરશીટ

0

CBSEએ 12મીના પરિણામના રી-ઇવેલ્યુએશનને લઈને મોટો નિર્ણય લીધો છે. બોર્ડે એવા વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે, જેમને લાગે છે કે તેમના CBSE 12મી બોર્ડના પરિણામમાં વધુ સારા માર્ક્સ આવી શકે છે, પરંતુ વધુ ફીના કારણે તેઓ રી-ઇવેલ્યુએશનનો લાભ લઈ શકતા નહોતા. CBSEએ 12મી રી-ઇવેલ્યુએશનની ફી ઘટાડીને આવા વિદ્યાર્થીઓને વધુ એક તક આપી છે, જેમને લાગે છે કે તેમને વધુ માર્ક્સ મળી શકે છે.

આવા વિદ્યાર્થીઓ હવે CBSEની રી-ઇવેલ્યુએશન પ્રક્રિયાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. બોર્ડે આન્સરશીટ જોવા માટેની ફીમાં મોટો ઘટાડો કર્યો છે. આ નિર્ણય CBSE 12મીની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ (OSM) પર ઉઠેલા ગંભીર સવાલોની વચ્ચે લેવામાં આવ્યો છે.

CBSE 12મીની કોપી રી-ચેકિંગ બે તબક્કામાં થશે
CBSE 12મીની કોપી ચેકિંગ પ્રક્રિયા બે તબક્કામાં થશે – પ્રથમ તબક્કામાં આન્સરશીટની સ્કેન કરેલી કોપી મેળવવી અને બીજા તબક્કામાં વેરિફિકેશન પ્રક્રિયા થશે. CBSEના સર્ક્યુલર અનુસાર, પ્રથમ ફેઝમાં વિદ્યાર્થીઓએ પોતાની ચકાસેલી આન્સરશીટની સ્કેન કરેલી કોપી ઓનલાઈન મેળવવા માટે અરજી કરવી પડશે. બીજા તબક્કામાં ઉમેદવારો ‘મળેલી ખામીઓના વેરિફિકેશન’ અથવા ‘જવાબોના પુનર્મૂલ્યાંકન’ માટે અરજી કરી શકશે.

₹700થી ઘટીને ₹100 થઈ આન્સરશીટ જોવા ફી
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા અગાઉ જાહેર કરાયેલા નોટિસ મુજબ, 12મી ધોરણની આન્સરશીટ ચેક કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ ₹700 ફી ચૂકવવાની હતી. પરંતુ હવે આ ફી ઘટાડીને માત્ર ₹100 કરવામાં આવી છે. બોર્ડે વેરિફિકેશન પ્રક્રિયા શરૂ થવાના થોડા સમય પહેલા આ નિર્ણય લીધો છે. આન્સરશીટની સ્કેન કરેલી કોપી મેળવવા માટેની ઓનલાઈન પ્રક્રિયા 19 મેથી શરૂ થશે અને 22 મે સુધી ચાલુ રહેશે.

26 મેથી ખામીઓનું વેરિફિકેશન
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ આન્સરશીટમાં રહેલી ખામીઓનું વેરિફિકેશન અને પુનર્મૂલ્યાંકન 26 મેથી શરૂ થશે. વિદ્યાર્થીઓ 26 મેથી 29 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે. વેરિફિકેશન માટે પ્રતિ ઉત્તરવહી ₹500 ફી લેવામાં આવશે, જ્યારે પુનર્મૂલ્યાંકન માટે પ્રતિ પ્રશ્ન ₹100 ફી ચૂકવવી પડશે.

વિદ્યાર્થીઓને ધ્યાન રાખવું પડશે કે તેઓ માત્ર એક જ વાર અરજી કરી શકશે. સાથે જ, રી-ઇવેલ્યુએશન બાદ જો 1 માર્ક પણ ઓછો થાય તો તે લાગુ કરવામાં આવશે. માર્ક્સ વધે કે ઘટે, બંને સ્થિતિમાં વિદ્યાર્થીઓએ જૂની માર્કશીટ અથવા સર્ટિફિકેટ બોર્ડને સબમિટ કરવાના રહેશે અને નવી માર્કશીટ જારી કરવામાં આવશે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

CBSE OSM સિસ્ટમ પર ઉઠ્યા ગંભીર સવાલો
CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ JEEમાં સારો સ્કોર કર્યા પછી પણ IIT અથવા NITમાં પ્રવેશ મેળવી શકશે નહીં, કારણ કે 12મીમાં JEE Main માટે જરૂરી 75% માર્ક્સથી ઓછા માર્ક્સ આવ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપરાંત CBSEના શિક્ષકોએ પણ OSM સિસ્ટમમાં ગડબડ હોવાના આક્ષેપ કર્યા છે. ઘણા શિક્ષકોએ ટેક્નિકલ ખામીઓ, અસ્પષ્ટ લખાણ, ધીમો સર્વર અને સ્કેનિંગ સંબંધિત સમસ્યાઓ અંગે ફરિયાદો કરી છે.

આ દરમિયાન શિક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે OSM દ્વારા 98,000 આન્સરશીટ ચેક કરવામાં આવી હતી, જેમાંથી 13,000 કોપીઓ ઓફલાઇન ચેક કરવામાં આવી હતી.

શિક્ષણ મંત્રાલયનું કહેવું છે કે CBSE પેપર ચેકિંગમાં AIનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. OSMમાં જે 13,000 આન્સરશીટ મેન્યુઅલી ચેક કરવામાં આવી હતી, તેને ઓનલાઈન વાંચવી શક્ય નહોતી. વિદ્યાર્થીઓને આ મુદ્દે શું કરી શકાય તે અંગે માહિતી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે CBSE 12મી બોર્ડનું પરિણામ 13 મે 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે કુલ 17,80,365 વિદ્યાર્થીઓએ 12મી બોર્ડ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. જેમાંથી 17,68,968 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને કુલ 15,07,109 એટલે કે 85.20% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગયા વર્ષની સરખામણીએ પાસ ટકાવારીમાં 3.19%નો ઘટાડો નોંધાયો છે અને છેલ્લા 7 વર્ષમાં આ સૌથી ઓછું પાસિંગ પરસેન્ટેજ રહ્યું છે.

સુરતમાં ભાજપના યુવા નેતાની હત્યા, જાહેરમાં હુમલાથી ચકચાર

સુરતના ઉધના રોડ નંબર 6 વિસ્તારમાં ભાજપ સાથે સંકળાયેલા યુવા આગેવાન જય દલાલની જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જય દલાલ ભાજપના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા, જેઓ ધારાસભ્ય સંગીતાબેન પાટીલના નજીકના સાથીદાર તરીકે ઓળખાતા હતા અને પક્ષની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાયેલા હતા.

મૃતક જય દલાલ પોતે પણ ભાજપ સંગઠનમાં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેઓ ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે કાર્યરત હતા અને સ્થાનિક સ્તરે પક્ષની કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા.

ધોળા દિવસે થયેલી આ ક્રૂર હત્યાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે. સત્તાધારી પક્ષના યુવા પદાધિકારીની આવી નિર્દય હત્યા થતા ભાજપના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સાથે જ સામાન્ય જનતામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યાપી ગઈ છે.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે. હુમલો શા માટે કરવામાં આવ્યો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ભાંગીને ઉકરડા જેવી થઈ ગયેલીસુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિ.નો કારભાર સુધારવા આરોગ્યમંત્રીની પહેલ સેંકડો ગરીબ દર્દીઓને ટાઢક આપશે

  • કરોડોનું આંધણ છતાં વ‌હીવટી પકડના અભાવે હૉ‌‌‌સ્પિ.ની હાલત ધણીધોરી વગરની હતી; દરદીઓને સારવાર તો ઠીક, મોત પછી લાશનું પોસ્ટમોર્ટમ પણ સુખેથી થતું નહોતું
  • હૉ‌સ્પિ.ને પોતાની જાગીર સમજીને વર્ષોથી પડ્યા પાથર્યા રહેતા તત્ત્વો અને કહેવાતા અ‌ધિકારીઓ સ્વાર્થને કારણે અથવા અન્ય કારણોસર મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા હતા
  • સુ‌પ્રિન્ટેન્ડન્ટ ડૉ.ધા‌રિત્રી પરમારને બદલીને ડૉ.પારૂલ વડગામાને સુ‌પ્રિન્ટેન્ડન્ટનો હવાલો સોંપાયો છે, પરંતુ હૉ‌સ્પિ.ના કારભારને સીધા રસ્તે લાવવામાં ડૉ.પારૂલની પણ અ‌ગ્નિપરીક્ષા થશે અને જો સફળ રહેશે તો ચોક્કસ યશનાં હકદાર બનશે.

સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિ.નાં વહીવટમાં ચાલતી લા‌‌િલયાવાડી દરદીઓની દર્દભરી પરેશાની અને હૉ‌સ્પિટલ મટીને ઉકરડા જેવી હાલતમાં ફેરવાઈ ગયેલી સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિટલના વ‌હીવટીતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશે‌રિયાએ આક્રમક પગલાં ભરવાની શરૂઆત કરી છે અને આજે શ‌નિવારની બપોરે સૌપ્રથમ હૉ‌સ્પિટલના સુ‌પ્રિન્ટેન્ડન્ટ ડૉ.ધા‌‌િરત્રી પરમારની વડોદરા ખાતે બદલી કરીને આકરાં પગલાંના સંકેત આપ્યા હતા.થોડા ‌દિવસ પહેલાં આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશે‌રિયાએ સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત લઈને હૉ‌સ્પિટલના કથળી ગયેલા કારભારની હાલત નજરોનજર ‌નિહાળી હતી અને ગરીબ, મજબૂર દરદીઓની વ્યથા પોતાના કાનથી સાંભળી હતી અને આંખોથી જોઈ હતી. સમગ્ર દ‌‌િક્ષણ ગુજરાતની સૌથી મોટી સરકારી ‌સિ‌વિ‌લ હૉ‌સ્પિ.ની દયનીય હાલત જોઈને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશે‌રિયાએ મનોમન ગરીબોની તબીબી સારવાર માટે આશાનું ‌કિરણ અને સરકારી સારવાર ઉપરનો ‌વિશ્વાસ ચ‌રિતાર્થ કરવા ‌નિર્ણાયક પગલાં ભરવાની શરૂઆત કરી હતી અને સૌથી પહેલાં સુ‌પ્રિન્ટેન્ડન્ટની બદલી કરીને હૉ‌સ્પિટલનો વ‌હીવટ લોકા‌ભિમુખ બનાવવાની ‌‌દિશામાં પ્રયાસ કર્યો હતો.

સમગ્ર દ‌‌િક્ષણ ગુજરાતના આ‌દિવાસી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું ‌કિરણ અને ‌વિશ્વાસ માનવામાં આવતી સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિ.નો કારભાર કથળીને ત‌ળિયે ગયો હતો. વ‌હીવટી પકડ અને ધાકના અભાવે તંત્ર સાવ બેજવાબદાર બનવા તરફ ધકેલાઈ રહ્યું હતું. દરદીઓને સારવાર મળવાનું તો ઠીક, યોગ્ય માર્ગ બતાવનારું કોઈ નહોતું. હૉ‌સ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતા તત્ત્વોને કારણે લોકો પણ અસલામ‌તી અનુભવતા, પરંતુ સતત કથળતી જતી વ્યવસ્થાને સુધારવા કોઈ પહેલ કરતું નહોતું. હૉ‌સ્પિ.નો ‌વિશાળ સ્ટાફ, ભારેખમ પગાર છતા જાણે સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિટલને કોઈકની નજર લાગી ગઈ હતી.

જીવતેજીવ તો ઠીક, પરંતુ મર્યા પછી પણ લાશનું પોસ્ટમોર્ટમ કરવા માટે પણ સારી વ્યવસ્થા નહોતી. અહીંયા મૃતકોને કફન ઓઢાડવા દાતાઓની લાઇનો હતી, પરંતુ મૃતકોને ‌નિરાંતે કફન પણ નસીબ થતું નહોતું અને ત્યાર બાદ દૂરના અંત‌રિયાળ ‌વિસ્તારમાં લાશ લઈ જવા માટે ખાનગી શબવા‌હિનીના સંચાલકો વચ્ચે કમાણી કરી લેવા હોડ જામતી હતી. કરોડો રૂ‌પિયાનું બજેટ અને ગરીબોના નામે ચાલતી સુરત ‌સિ‌વિ‌લ હૉ‌સ્પિ. પાસે કટોકટીના સમયે મૃતકની લાશ પહોંચાડવા માટે કહેવા પૂરતી એક શબવા‌હિની પણ નથી! અને એટલે જ લોકોએ મજબૂરીવશ ખાનગી લોકોના શરણે જવું પડે છે.અલબત્ત, એકમાત્ર સુ‌પ્રિન્ટેન્ડન્ટની બદલી કરવાથી હૉ‌સ્પિટલનો વ‌‌‌‌હીવટ રાતોરાત સુધરી જશે એવું નથી, પરંતુ આરોગ્યમંત્રીએ કોઈક એક છેડેથી પગલાં ભરીને હ‌ૉસ્પિટલના તંત્ર ઉપર લગામ કસવાની ચોક્કસ શરૂઆત કરી છે અને સતત સુપર‌વિઝન રાખવામાં આવશે તો ચોક્કસ સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિ.ના કારભારમાં અપે‌‌િક્ષત ફેરફારો લાવી શકાશે. કારણ કે, હૉ‌સ્પિટલમાં માળખાગત સુ‌વિધાથી માંડીને બધું જ છે, પરંતુ સવાલ ‌નિયતનો છે.

અ‌હીંયા પૂરતો ન‌ર્સિંગ સ્ટાફ છે, ડૉક્ટર્સ છે, સર્વન્ટ સ્ટાફનો કાફલો છે, બધુ જ છે. ‌વિશાળ મેદાન છે, પા‌ર્કિંગ છે અને આધુ‌નિક સાધનો છે. ઉપરાંત સરકારની હજુ પણ કરોડો રૂ‌પિયાનો ખર્ચ કરવાની તૈયારી છે છતાં સરકારી હ‌ૉસ્પિટલની હાલત બદતર શા માટે? આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશે‌રિયા આવા જ મુદ્દે અકળાઈ ગયા ગયા હતા અને કડક આદેશ સાથે સુ‌પ્રિન્ટેન્ડન્ટની બદલી કરવાથી શરૂઆત કરી છે.

સિ‌વિલ હ‌ૉસ્પિટલના ‌સિ‌નિયર એચઓડી ડૉ.પારૂલ વડગામાને સુ‌પ્રિન્ટેન્ડન્ટની જવાબદારી સુપ્રત કરી છે. અલબત્ત ડૉ.પારૂલ વડગામા વ‌હીવટી સૂઝ ધરાવે છે. આકરા થઈને કામ લેવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ ડૉ.પારૂલ માટે પણ સુ‌પ્રિન્ટેન્ડન્ટનો કાંટાળો ‘તાજ’ અ‌ગ્નિપરીક્ષા બરાબર પુરવાર થશે. વર્ષોથી પડાવ નાંખીને પડેલા અ‌ધિકારીઓના અંગત સ્વાર્થની માયાજાળ અને હૉ‌સ્પિટલને અજગર ભરડો લઈ ચૂકેલા સ્વાર્થી તત્ત્વો સામે બાંયો ચઢાવીને કામ લેવાનું આસાન નથી. પરંતુ ડૉ.પારૂલ વડગામાને મક્કમ બનવા સાથે કાયદાનો કોરડો ‌વીંઝતા આવડશે તો લાંબા ગાળે સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિટલની પડી ભાંગેલી વ્યવસ્થા ફરી ધમધમતી થવા સાથે ગરીબ, જરૂ‌રિયાતમંદ, ‌નિરાધાર દરદીઓને તબીબી સંવેદના સાથે સારવાર મળતી થઈ જશે અને લોકોનો ‌સિ‌વિલ હૉ‌સ્પિટલના તંત્રમાંથી ઊઠી ગયેલો ‌વિશ્વાસ ફરી પુ‌નઃ સ્થા‌પિત કરી શકાશે.અલબત્ત, આવનારો સમય જ બતાવશે કે ડૉ.પારૂલ વડગામા કેટલી હદે સક્ષમ પુરવાર થઈ રહ્યાં છે અને ‌સિ‌વિલ હૉ‌સ્પિટલના વ‌હીવટી તંત્રની ખરેખર ફરી કાયાપલટ થશે તો સૌથી પહેલા યશના હકદાર આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશે‌રિયા હશે.

કેન્દ્રીય મંત્રી અને સુરતના સાંસદ સી.આર. પા‌‌િટલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો સંગીતા પા‌‌િટલ, સંદીપ દેસાઈ સ‌હિત મોટાભાગના લોકો ‌સિ‌વિલ હ‌ૉસ્પિટલના તંત્રથી નારાજ છે. ખરેખર તો પગલાં ભરવાની શરૂઆત ઘણા સમય પહેલાં લેવાની જરૂર હતી, પરંતુ હૉ‌સ્પિટલને પોતાની જાગીર સમજતા કેટલાક સ્વાર્થી લોકો ચૂંટાયેલા લોક‌પ્ર‌તિ‌નિ‌ધિઓ અને સરકારની આંખે પાટા બાંધવામાં સફળ રહ્યા હતા. કારણ, ચૂંટાયેલા પ્ર‌તિ‌નિ‌ધિઓ હૉ‌સ્પિટલની રૂબરૂ મુલાકાત કરે તો જ સાવ ઉકરડો બની ગયેલી હૉ‌સ્પિટલની અવદશાનો ખ્યાલ આવી શકે.

પરંતુ રાજસ્થાની યુવા સમાજના યુવા અગ્રણી ‌વિક્રમ‌સિંહ શેખાવતના આક‌સ્મિક દુઃખદ અવસાનની ઘટના સમયે પદા‌ધિકારીઓ, મંત્રીઓ, રાજકીય અને સામા‌જિક આગેવાનોએ હૉ‌સ્પિટલની હાલત નજરોનજર ‌નિહાળી ત્યારે છુપાવી રાખવામાં આવેલી વાસ્ત‌વિકતા નરી ‘દુર્ગંધ’ બનીને બહાર આવી હતી અને વાત છેક આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશે‌રિયાના કાન સુધી પહોંચતા તેઓ પણ એક્શનમાં આવ્યા હતા. પ્રફુલ્લ પાનશે‌રિયાના ‌નિર્ણયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડે.મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમર્થન આપ્યું હતું.

તમિલનાડુમાં મંત્રીઓના ખાતાઓનું વહેંચાણ, CM વિજયે ગૃહ વિભાગ પોતાની પાસે રાખ્યો, જાણો કોને શું મળ્યું?

0

તમિલનાડુમાં નવી રચાયેલી મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના નેતૃત્વવાળી સરકારે મંત્રીઓ વચ્ચે વિભાગોનું વહેંચાણ કરી દીધું છે. તમિલનાડુ લોક ભવન દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ મુખ્યમંત્રી વિજયે ગૃહ, પોલીસ અને લોક વહીવટ જેવા મહત્વપૂર્ણ વિભાગો પોતાની પાસે જ રાખ્યા છે. સૂચના અનુસાર કુલ 10 મંત્રીઓને તેમના વિભાગો સોંપવામાં આવ્યા છે. વિભાગોનું આ વહેંચાણ નવી ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK) સરકારનું વધુ એક મહત્વપૂર્ણ વહીવટી પગલું માનવામાં આવી રહ્યું છે. આ સરકારે રાજ્યમાં DMK અને AIADMK વચ્ચે દાયકાઓથી ચાલી આવતી વારે-વારે સત્તા બદલાવાની પરંપરાને તોડી છે.

TVK સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી
આ મહિનાની શરૂઆતમાં વિજયે મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. તેમની પાર્ટી TVK સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી અને સરકાર બનાવવા માટે તેને ગઠબંધનના સાથી પક્ષોનો સમર્થન મળ્યો હતો. તમિલનાડુની આ નવી કેબિનેટમાં 10 મંત્રીઓને વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયે પોતાના પાસે ગૃહ, પોલીસ અને લોક વહીવટ ઉપરાંત મહિલા કલ્યાણ અને યુવા વિકાસ વિભાગ પણ રાખ્યો છે. તેમણે રમતગમત વિકાસને અલગ મંત્રાલય તરીકે સ્થાપિત કર્યું છે, જેને અગાઉની DMK સરકારથી અલગ પગલું માનવામાં આવી રહ્યું છે.

આધવ અર્જુનને જાહેર નિર્માણ વિભાગ સોંપવામાં આવ્યો છે અને તેઓ રમતગમત વિકાસ વિભાગની જવાબદારી પણ સંભાળશે. જ્યારે કે.એ. સેંગોટ્ટૈયાનને નાણાં પ્રધાન બનાવવામાં આવ્યા છે. કે.જી. અરુણરાજ આરોગ્ય પ્રધાન રહેશે. ઉપરાંત ગ્રામ વિકાસ, શિક્ષણ, ઉદ્યોગ, ઊર્જા, ખાદ્ય અને નાગરિક પુરવઠો તેમજ કુદરતી સંસાધન જેવા વિભાગો અન્ય મંત્રીઓને ફાળવવામાં આવ્યા છે.

કોને શું મળ્યું?
મુખ્યમંત્રી સી. જોસેફ વિજય: લોક વહીવટ, સામાન્ય વહીવટ, પોલીસ, મહિલા કલ્યાણ અને યુવા વિકાસ વિભાગોની જવાબદારી સંભાળશે. તેમણે રમતગમત વિકાસને સ્વતંત્ર મંત્રાલય તરીકે અલગ કર્યું છે, જે અગાઉની DMK સરકારની કાર્યપદ્ધતિથી અલગ માનવામાં આવે છે।

  • આધવ અર્જુન: જાહેર નિર્માણ વિભાગ સોંપાયો છે અને તેઓ રમતગમત વિકાસ વિભાગની જવાબદારી પણ સંભાળશે।
  • એન. આનંદ: ગ્રામ વિકાસ વિભાગ
  • કે.એ. સેંગોટ્ટૈયાન: નાણાં પ્રધાન
  • કે.જી. અરુણરાજ: આરોગ્ય પ્રધાન
  • CTR નિર્મલ કુમાર: ઊર્જા સંસાધન અને કાયદા મંત્રાલય
  • રાજમોહન: શાળા શિક્ષણ વિભાગ, માહિતી અને પ્રચાર તેમજ તમિલ વિકાસ (પુરાતત્વ સહિત) વિભાગોની જવાબદારી પણ સોંપાઈ
  • એસ. કીર્તના: ઉદ્યોગ વિભાગ
  • પી. વેંકટરમણ: ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ
  • ટી.કે. પ્રભુ: કુદરતી સંસાધન પ્રધાન

UPSC પ્રિલિમ્સ 2026ની હોલ ટિકિટ જાહેર: 24 મેની પરીક્ષા પહેલાં તરત કરો એડમિટ કાર્ડ ડાઉનલોડ

0

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા આયોજિત 2026 સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) માટે અરજી કરનારા ઉમેદવારો પ્રિલિમ્સ પરીક્ષા માટે તેમના એડમિટ કાર્ડની રાહ જોઈ રહ્યા છે. આ ઉમેદવારોની ચિંતાઓને દૂર કરીને, કમિશને UPSC CSE 2026 પ્રિલિમિનરી એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડ્યું છે. પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો તેમના ઓળખપત્રોનો ઉપયોગ કરીને તેમની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. આ વર્ષે, UPSC એ CSE 2026 દ્વારા 933 ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે.

UPSC CSE 2026 પ્રિલિમિનરી પરીક્ષા 24 મે, 2026 ના રોજ દેશભરના નિયુક્ત પરીક્ષા કેન્દ્રો પર યોજાશે. આ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો કમિશનની સત્તાવાર વેબસાઇટ, upsc.gov.in પરથી તેમનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકે છે. UPSC CSE પ્રિલિમ્સ એડમિટ કાર્ડ કમિશનની સત્તાવાર વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે. તમે નીચે સૂચિબદ્ધ કોઈપણ વેબસાઇટની મુલાકાત લઈને તેને ચકાસી શકો છો:

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
  • હોમપેજ પર, “શું નવું છે” વિભાગ તપાસો અને “ઈ-એડમિટ કાર્ડ: સિવિલ સર્વિસીસ (પ્રિલિમિનરી) પરીક્ષા, 2026” લખેલી લિંક પર ક્લિક કરો.
  • તમને UPSC એપ્લિકેશન પોર્ટલ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
  • અહીં તમે મોબાઇલ નંબર, રજિસ્ટર્ડ ઇમેઇલ આઈડી અને યુઆરએન નંબરની મદદથી લોગ ઇન કરી શકો છો.
  • પ્રવેશપત્ર તમારી સામે દેખાશે.
  • હોલ ટિકિટ ડાઉનલોડ કરો અને વધુ ઉપયોગ માટે સ્પષ્ટ પ્રિન્ટઆઉટ લો.

UPSC એડમિટ કાર્ડમાં આ 8 મહત્વપૂર્ણ બાબતો તપાસો

કૃપા કરીને UPSC CSE 2026 એડમિટ કાર્ડ સાથે અહીં દર્શાવેલ બધી વિગતો કાળજીપૂર્વક તપાસો. જો કોઈ વિસંગતતા હોય, તો તાત્કાલિક કમિશનનો સંપર્ક કરો:

  • નામ અને જોડણી
  • રોલ નંબર
  • પરીક્ષા તારીખ (૨૪ મે, ૨૦૨૬)
  • પરીક્ષા શિફ્ટ
  • પરીક્ષા કેન્દ્રનો કોડ અને સંપૂર્ણ સરનામું
  • વિષય
  • મહત્વપૂર્ણ માર્ગદર્શિકા

UPSC CSE 2026 પૂર્વ પરીક્ષા સમય

UPSC CSE 2026 પ્રિલિમિનરી પરીક્ષા રવિવાર, 24 મે ના રોજ બે શિફ્ટમાં યોજાશે. પરીક્ષા શરૂ થાય તેના બરાબર 30 મિનિટ પહેલા પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવશે. તેથી પુષ્કળ સમય સાથે નીકળી જાઓ.

પહેલી પાળી: આ પેપર સવારે ૯.૩૦ વાગ્યે શરૂ થશે, તેથી સવારે ૯ વાગ્યા પછી કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં.

બીજી પાળી: આ પેપર બપોરે ૨.૩૦ વાગ્યે શરૂ થશે, જેના માટે દરવાજા બપોરે ૨ વાગ્યે બંધ રહેશે.

પરીક્ષા ખંડમાં આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

UPSC CSE 2026 પ્રી પરીક્ષાના પરીક્ષા ખંડમાં મોબાઇલ ફોન, સ્માર્ટ ઘડિયાળ, કોઈપણ ઇલેક્ટ્રોનિક ગેજેટ, કેલ્ક્યુલેટર અથવા બ્લૂટૂથ ઉપકરણ ન રાખો, નહીં તો તમને પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવી શકે છે.

UPSC CSE 2026 પરીક્ષાના નિયમોમાં આ ફેરફારો કરવામાં આવ્યા છે

આ વખતે, UPSC એ સિવિલ સર્વિસીસ પરીક્ષાના નિયમોમાં ફેરફાર લાગુ કર્યા છે. આ નિયમો હેઠળ, પહેલાથી જ સારા હોદ્દા પર રહેલા ઉમેદવારો હવે વધુ સારા હોદ્દા મેળવવાની આશામાં UPSC CSE આપી શકશે નહીં. જો કોઈ ઉમેદવારને પૂર્વ અને મુખ્ય પરીક્ષા વચ્ચે IAS અથવા IPS પદ પર નિમણૂક મળે છે, તો તે મુખ્ય પરીક્ષા આપી શકશે નહીં.

CJI સૂર્યકાંતની ‘કોકરોચ’ ટિપ્પણી પર વિવાદ, કહ્યું- યુવાઓ નહીં, નકલી ડિગ્રીધારકો પર નિશાન હતું

0

સૂર્યકાંત દ્વારા યુવા પેઢીને લઈને કરાયેલા એક નિવેદન પર વિવાદ ઊભો થયા બાદ આજે તેમણે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. મીડિયાના એક વર્ગ પર પોતાના મૌખિક નિવેદનને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવતા CJIએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે તેમની ટિપ્પણી દેશના યુવાઓ વિરુદ્ધ નહોતી, પરંતુ નકલી ડિગ્રીના સહારે સિસ્ટમમાં ઘૂસી જનાર પરજીવીઓ વિરુદ્ધ હતી.

મુખ્ય ન્યાયાધીશે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, “ગઈકાલે એક સામાન્ય કેસની સુનાવણી દરમિયાન કરેલી મારી મૌખિક ટિપ્પણીઓને મીડિયાના એક વર્ગે ખોટી રીતે રજૂ કરી તે વાંચીને મને ખૂબ દુઃખ થયું છે. મેં ખાસ કરીને એવા લોકોની ટીકા કરી હતી, જેઓ નકલી અને બનાવટી ડિગ્રીના આધારે વકીલાત જેવા ક્ષેત્રોમાં પ્રવેશી ગયા છે. આવા કેટલાક લોકો મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય પ્રતિષ્ઠિત વ્યવસાયોમાં પણ ઘૂસણખોરી કરી ચૂક્યા છે, તેથી જ તેઓ પરજીવી જેવા છે.”

CJIએ યુવાઓની ટીકા કરવાના દાવાઓને સંપૂર્ણપણે બિનઆધારભૂત અને મનગમતા ગણાવ્યા હતા. દેશની યુવા શક્તિની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, “એવું સૂચવવું સંપૂર્ણપણે ખોટું છે કે મેં દેશના યુવાઓની ટીકા કરી હતી. મને માત્ર આપણા વર્તમાન અને ભવિષ્યના માનવ સંસાધન પર જ ગર્વ નથી, પરંતુ ભારતનો દરેક યુવાન મને પ્રેરણા આપે છે. આ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય કે ભારતીય યુવાઓના મનમાં મારા માટે ખૂબ સન્માન છે અને હું તેમને વિકસિત ભારતના મજબૂત સ્તંભ તરીકે જોઉં છું.”

ઉલ્લેખનીય છે કે અગાઉ સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે વકીલાત અને અન્ય વ્યવસાયોમાં આવી રહેલા ગિરાવટ અંગે ચિંતા વ્યક્ત કરતાં કડક શબ્દો વાપર્યા હતા. કોર્ટરૂમમાં તેમણે કહ્યું હતું કે, “સમાજમાં પહેલેથી જ આવા પરજીવીઓ છે, જે સિસ્ટમ પર હુમલો કરે છે અને તમે તેમની સાથે હાથ મિલાવવા માંગો છો? ઘણા યુવાઓ કોકરોચ જેવા છે, જેમને ન તો નોકરી મળે છે અને ન તો વ્યવસાયમાં સ્થાન. તેમાંના કેટલાક મીડિયા તરફ વળી જાય છે, કેટલાક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ બની જાય છે, કેટલાક RTI કાર્યકર બની દરેક પર હુમલો કરવા લાગે છે.”

NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો, NTA સાથે જોડાયેલ બીજો માસ્ટરમાઇન્ડ દિલ્હીથી ઝડપાયો

0

NEET-UG 2026 પેપર લીક મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગ (CBI)ને મોટી સફળતા મળી છે. એજન્સીએ બાયોલોજીના પ્રશ્નો લીક કરનાર વધુ એક કથિત માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. ઝડપાયેલી આરોપીની ઓળખ પુણેની સિનિયર બોટની શિક્ષિકા મનીષા ગુરુનાથ માંઢરે તરીકે થઈ છે.

CBI મુજબ મનીષા માંઢરેને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા NEET-UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં એક્સપર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. જેના કારણે તેને બોટની અને ઝૂલોજીના પ્રશ્નપત્રો સુધી સંપૂર્ણ ઍક્સેસ હતી. તપાસમાં સામે આવ્યું છે કે એપ્રિલ 2026 દરમિયાન તેણે પુણેની મનીષા વાઘમારે મારફતે અનેક NEET ઉમેદવારોને જોડ્યા હતા. મનીષા વાઘમારેની અગાઉ 14 મેના રોજ ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

CBIના જણાવ્યા અનુસાર મનીષા માંઢરેએ પોતાના પુણે સ્થિત ઘરે વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ ક્લાસીસ ચલાવી હતી. આ ક્લાસીસમાં તેણે બોટની અને ઝૂલોજીના અનેક સંભવિત પ્રશ્નો વિદ્યાર્થીઓને જણાવ્યા હતા, નોટબુકમાં લખાવ્યા હતા અને પુસ્તકોમાં માર્ક પણ કરાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી મોટા ભાગના પ્રશ્નો 3 મે 2026ના રોજ યોજાયેલી અસલી NEET-UG પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હતા.

તપાસ એજન્સીઓનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં કેમિસ્ટ્રી અને બાયોલોજી પેપર લીકના મૂળ સ્ત્રોત સુધી પહોંચવામાં સફળતા મળી છે. સાથે જ એવા દલાલોની પણ ઓળખ થઈ છે, જેમણે લાખો રૂપિયા લઈને વિદ્યાર્થીઓને એવી “સ્પેશિયલ ક્લાસીસ” સુધી પહોંચાડ્યા હતા જ્યાં પરીક્ષામાં આવનારા પ્રશ્નો અગાઉથી જણાવવામાં આવતા હતા. CBIએ જણાવ્યું છે કે મામલાની તપાસ સંપૂર્ણ નિષ્પક્ષતા અને વ્યાવસાયિક રીતે આગળ વધારવામાં આવી રહી છે.

કેમિસ્ટ્રી લેક્ચરર પીવી કુલકર્ણી અને બોટની શિક્ષિકા મનીષા ગુરુનાથ બંનેને NTA દ્વારા NEET-UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં એક્સપર્ટ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. બંનેએ પેપર લીક કરવા માટે પુણેની જ રહેવાસી મનીષા વાઘમારેનો સહારો લીધો હતો. મનીષા વાઘમારેએ NEETની તૈયારી કરતા પૈસાદાર પરિવારોના વિદ્યાર્થીઓને એકત્ર કર્યા હતા. ત્યારબાદ પીવી કુલકર્ણી માટે એક અને મનીષા ગુરુનાથ માટે એક ખાસ ક્લાસ ચલાવવામાં આવ્યો હતો અને એ જ ક્લાસમાં પેપર લીક કરવામાં આવ્યું હતું.

હાલ મનીષા વાઘમારે આ પેપર લીક કેસની એક મહત્વપૂર્ણ કડી બની ગઈ છે. તેનું બેંક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં હજુ વધુ એક મોટી ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

CBIએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 6 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. હવે આ તમામ ઇલેક્ટ્રોનિક અને દસ્તાવેજી પુરાવાઓની વિગતવાર તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની ફરિયાદ બાદ 12 મે 2026ના રોજ CBIએ આ કેસ નોંધ્યો હતો. કેસ નોંધાયા બાદ અનેક વિશેષ ટીમો બનાવવામાં આવી હતી અને દેશભરમાં દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

હાલ સુધીમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરમાંથી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જેમાંથી 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે ઝડપાયેલા 2 આરોપીઓને પુણેની કોર્ટમાં રજૂ કર્યા બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવ્યા છે.

આફ્રિકામાં ઇબોલા વાયરસનો કહેર! કોંગોમાં 65નાં મોત બાદ પડોશી દેશોમાં ભયનો માહોલ

કિન્શાસા: આફ્રિકા ખંડના સૌથી મોટા જાહેર આરોગ્ય સંગઠન ‘આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ (Africa CDC) એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) ના ઇતુરી (Ituri) પ્રાંતમાં ઇબોલા વાયરસનો એક નવો અને અત્યંત ખતરનાક પ્રકોપ ફાટી નીકળ્યો છે. વર્ષ 1976માં આ જીવલેણ બીમારીની ઓળખ થયા બાદ કોંગોમાં આ 17મો મોટો પ્રકોપ માનવામાં આવી રહ્યો છે. આ નવા આઉટબ્રેકને કારણે સમગ્ર આફ્રિકામાં હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે.

અત્યાર સુધીમાં 246 કેસ અને 65ના મોત
મળતા અહેવાલો અનુસાર, આ પ્રકોપમાં અત્યાર સુધીમાં 246 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને 65 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, મેડિકલ લેબોરેટરીમાં અત્યાર સુધી માત્ર 4 મોતમાં જ ઇબોલાની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે બાકીના અન્ય શંકાસ્પદ કેસો અને મૃત્યુના સેમ્પલની તપાસ હજુ ચાલી રહી છે. પરંતુ અત્યારે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફેલાયેલા વાઈરસના કારણે સ્વાસ્થ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે.

સરહદી વિસ્તારોમાં સંક્રમણ ફેલાવવાનો મોટો ખતરો
આ સંક્રમણ મુખ્યત્વે ઇતુરી પ્રાંતના મોંગવાાલુ અને રવામપારા આરોગ્ય ક્ષેત્રોમાં જોવા મળ્યું છે, જ્યારે કેટલાક કેસ પ્રાંતીય રાજધાની બુનિયામાં પણ સામે આવ્યા છે. દૂરના વિસ્તારો અને ખરાબ રસ્તાઓ પણ અસર કરી રહ્યાં છે. આ પ્રભાવિત વિસ્તાર દેશના પૂર્વી ભાગમાં આવેલો છે, જે મુખ્ય રાજધાની કિન્શાસાથી 1000 કિલોમીટર દૂર છે. અહીં રસ્તાઓ ખૂબ જ ખરાબ હોવાથી રાહત સામગ્રી અને તબીબી સેવાઓ પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

આંતરરાષ્ટ્રીય સરહદો પણ ચિંતાનો વિષય બની
સૌથી મોટી ચિંતા એ છે કે, આ પ્રભાવિત વિસ્તારો યુગાન્ડા અને સાઉથ સુદાનની આંતરરાષ્ટ્રીય સરહદોની ખૂબ જ નજીક છે. હિંસા અને સશસ્ત્ર જૂથોના ડરથી હજારો લોકો વિસ્થાપિત થઈને અવરજવર કરી રહ્યા છે, જેથી સંક્રમણ અન્ય દેશોમાં ફેલાવવાનો ભય વધી ગયો છે. યુગાન્ડામાં પણ કોંગોથી આવેલા એક વ્યક્તિનું ઇબોલાથી મોત થતાં ત્યાં પણ તમામ સંપર્કોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

વાયરસના સ્ટ્રેનની પુષ્ટિ કરવી કેમ જરૂરી?
પ્રારંભિક તપાસમાં આ કેસ ‘ઇબોલા ઝૈરે’ (Ebola Zaire) પ્રકારનો હોવાનું અનુમાન છે, પરંતુ તેની ચોક્કસ પુષ્ટિ કરવા માટે જિનોમ સિક્વન્સિંગ (Gene Sequencing) કરવામાં આવી રહ્યું છે. ઇબોલા વાયરસના મુખ્ય 3 પ્રકાર છે. જેમાં ઇબોલા વાયરસ (ઝૈરે સ્ટ્રેન), સુદાન વાયરસ અને બુંડીબુગ્યો વાયરસનો સમાવેશ થાય છે.

ઇબોલા એક અત્યંત ચેપી અને જીવલેણ વાયરસ છે.
જંગલી પ્રાણીઓથી મનુષ્યમાં સંક્રમણ થયા છે અને માનવથી માનવ સંક્રમણ શરીરના પ્રવાહી કે લોહી દ્વારા થાય છે. આ વાયરસ સૌપ્રથમ જંગલી પ્રાણીઓમાંથી માણસોમાં આવે છે. ત્યારબાદ સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલટી, પરસેવો અથવા અન્ય શારીરિક પ્રવાહીના (Body Fluids) સીધા સંપર્કમાં આવવાથી બીજા માણસોમાં ફેલાય છે. દર્દીના કપડાં કે પથારીનો ઉપયોગ કરવાથી પણ ચેપ લાગી શકે છે.

કેવી રીતે ફેલાય છે આ ઘાતક ઇબોલા વાયરસ?
જીવલેણ વાયરસ ઇબોલાના મુખ્ય લક્ષણોની વાત કરવામાં આવે તો, અચાનક તેજ તાવ આવવો, શરીરમાં અને સ્નાયુઓમાં અસહ્ય દુખાવો, ઉલટી, ડાયરિયા (ઝાડા-ઉલટી), નબળાઈ અને ગંભીર સ્થિતિમાં શરીરના આંતરિક કે બાહ્ય ભાગોમાંથી રક્તસ્ત્રાવ થવો તેવા લક્ષણો જોવા મળે છે. આ ગંભીર કટોકટીને જોતા આફ્રિકા CDC એ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનના આરોગ્ય અધિકારીઓ સાથે એક હાઈ-લેવલ ઈમરજન્સી બેઠક બોલાવી છે જેથી આ વાયરસને આફ્રિકાની બહાર જતા રોકી શકાય.