Home Blog Page 919

મુખ્તાર અંસારી વિરુદ્ધ ગેંગસ્ટર કેસનો ૧૪ વર્ષ જૂના કેસમાં દોષી જાહેર, આવતી કાલે કરાશે સજાનું એલાન

0

માફિયા અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધી રહી છે. અંસારીને એક કોર્ટે આજે હત્યા અને હત્યાના પ્રયાસના કેસમાં દોષી ઠેરવ્યો છે. ઉત્તર પ્રદેશ સ્થિતિ ગાઝીપુરમાં MP-MLA કોર્ટે મુખ્તારને દોષી ઠેરવ્યો છે. જોકે, મુખ્તાર અંસારી પર હજુ સજાનું એલાન નથી થયું. પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલે સજાનું એલાન થશે. વર્ષ ૨૦૦૯ના કેસમાં મુખ્તારને દોષી ઠેરવવામાં આવ્યો છે.

અંસારી પર હત્યા અને હત્યાનો પ્રયાસનો કેસ નોંધાયેલો હતો. મીર હસને હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરાવ્યો હતો. વર્ષ ૨૦૧૦માં બંને કેસને જોડીને ગેંગચાર્ટ બનાવવામાં આવ્યો હતો. ગાઝીપુર સ્થિત કરંડા પોલીસ સ્ટેશનમાં મુખ્તાર વિરુદ્ધ ગેંગસ્ટરનો કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

 

ઈઝરાઇલના ગાઝા પટ્ટી પર હવાઈ હુમલામાં ૨૪ કલાકમાં ૭૫૬ લોકોના મોત

0

ઈઝરાઇલ અને હમાસના યુદ્ધના ૧૯માં દિવસે ઈઝરાઇલી વાયુસેનાએ ગાઝા પટ્ટી પર ભીષણ બોમ્બમારો કર્યો હતો. જેથી છેલ્લા ૨૪ કલાકમાં ગાઝા પટ્ટીમાં ૭૫૬ લોકો માર્યા ગયા, જે ૭ ઓકટોબરથી ચાલુ યુદ્ધમાં એક દિવસમાં સૌથી વધુ મોતની સંખ્યા છે. ગાઝા પર થયેલા ઈઝરાઇલના હુમલામાં અત્યાર સુધીમાં ૬૫૪૬ લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાં ૩૪૪ બાળકોનો સમાવેશ થાય છે, જયારે બીજી બાજુ હમાસના હુમલાથી ઈઝરાઇલમાં ૧૪૦૦ લોકોના મોત થયા છે.

ઈઝરાઇલ ગાઝાના મળી કુલ ૭૦૪૪ લોકોના મોત અત્યાર સુધીમાં થયા છે. એકબાજુ ઈઝરાઇલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ યુદ્ધને રોકવાની અને વિશ્વ શાંતિની બધી યોજનાઓ વિફળ થતી જોવા મળી રહી છે. બુધવારે અમેરિકી જો બાઈડને ટિપ્પણી કરી હતી કે ભવિષ્યમાં ઈઝરાયેલી અને ફિલીસ્તીની રાજયોએ સાથે સાથે સામેલ થવું પડશે.

બાઈડને વોશિંગ્ટનમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બાનીઝની સાથે સાથે એક સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે ઈઝરાઇલી અને ફિલીસ્તીની સમાન રીતે સુરક્ષા, સન્માન અને શાંતિથી સાથે રહેવાના હકદાર છે. બાઈડને જણાવ્યું હતું કે ઈસ્લામવાદી હમાસ સમૂહ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવા ૧૪૦૦ લોકોની હત્યા કરવા અને વિભિન્ન રાષ્ટ્રીયતાના ૨૦૦થી વધુ લોકોને બંધક બનાવવાનું એક કારણ ઈઝરાઇલ અને સાઉદી અરબ વચ્ચેના સંબંધોને સામાન્ય થતા રોકવાનું હતું.

આ પણ વાંચો :-

નરેન્દ્ર મોદીએ શિરડી સાંઈ મંદિરમાં પૂજા અર્ચના કરી, ૭૫૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

0

પાંચ વર્ષ પછી મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યના પ્રસિદ્ધ શિરડી સાંઈ મંદિરમાં પ્રાર્થના કરી હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ ઉપરાંત રાજ્યના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ મંદિર પરિસરમાં તેમની સાથે હાજર હતા. તેમણે મંદિરમાં બનેલા કતાર સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. વર્ષ ૨૦૧૮માં પીએમ મોદીએ તેનો શિલાન્યાસ પણ કર્યો હતો.

મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન પીએમ મોદી ૭૫૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. એક સાર્વજનિક કાર્યક્રમ દ્વારા પીએમ મોદી સ્વાસ્થ્ય, રેલ, રોડ, ઓઈલ અને ગેસ જેવા ક્ષેત્રોમાં ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે.

વડાપ્રધાન કાર્યાલય સાંઈ મંદિરમાં કતાર સંકુલનું ઉદ્ઘાટન કર્યા પછી, પીએમ મોદી નીલવંડે ડેમના જળની પૂજા કરશે અને તેની સાથે જોડાયેલ નહેરનું નેટવર્ક પણ દેશને સમર્પિત કરશે. ૮૫ કિલોમીટર લાંબા કેનાલ નેટવર્કથી સાત તાલુકાઓના ૧૮૨ ગામોને ફાયદો થશે. તેમાં અહેમદનગર જિલ્લાના છ તાલુકાઓ અને નાશિક જિલ્લાના એક તાલુકાનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યના ખેડૂતો માટે ખાસ પહેલ કરી છે. તેઓ ‘નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના’ શરૂ કરશે. આ અંતર્ગત મહારાષ્ટ્રના ૮૬ લાખથી વધુ ખેડૂતો કે જેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમને દર વર્ષે ૬૦૦૦ રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત પીએમ લાભાર્થીઓમાં કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરશે.તેઓ ગોવામાં કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે.આ પછી સાંજે તેઓ ગોવામાં ૩૭મી કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન પણ કરશે.

સાંજે તેઓ ગોવામાં ૩૭મી કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન પણ કરશે. પીએમ માર્ગો ખાતેના પંડિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને પણ સંબોધિત કરશે. આ પહેલીવાર છે જ્યારે ગોવામાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ રહી છે. આજથી શરૂ થઈને ૯ નવેમ્બર સુધી ચાલનારી આ ગેમ્સમાં દેશના ૧૦ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ૪૩ થી વધુ રમતોમાં સ્પર્ધા થવાની છે.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીરના મચ્છલ સેક્ટરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ૨ આતંકવાદીઓને કર્યા ઠાર

0

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે મચ્છલ સેક્ટરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં ૨ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાએ આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવી છે, જે અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને જાણકારી આપી છે. કુપવાડા પોલીસની માહિતીના આધારે મચ્છલ સેક્ટરમાં અથડામણ શરૂ થઈ છે, જેમાં અત્યાર સુધીમાં ૨ આતંકવાદીઓને ઠાર કરાયા છે. હાલ ઓપરેશન ચાલી રહ્યું છે.

ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા ૨૬ ઓક્ટોબરે સંયુક્ત અભિયાન હાથ ધરાયું હતું, જેમાં કુપવાડા સેક્ટરમાં સતર્ક જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યો છે. પોસ્ટમાં જણાવાયું છે કે, હાલ ઓપરેશન ચાલી રહ્યું છે.

ત્રીજી ઓક્ટોબરે રાજૌરી જિલ્લાના કાલાકોટના જંગલોમાં ગઈકાલે મોડી રાતે આતંકી અને સુરક્ષા દળના જવાન વચ્ચે અથડામણ થઇ હતી. શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ, સેનાએ પોલીસ સાથે મળીને કાલાકોટ વિસ્તારમાં બ્રોહ અને સૂમ જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો. આ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ૨ પેરા કમાન્ડો સહિત ૩ સેનાના જવાન ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :-

દિવાળી બાદ ગુજરાતના તમામ જિલ્લાને મળશે DEO-DPO, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી જાહેરાત

0

ગુજરાતના શિક્ષણ વિભાગ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં દિવાળી બાદ શિક્ષણ વિભાગની વહીવટી જગ્યાઓ ભરવામા આવે તેવી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરાત કરી છે. જેનો સીધો અર્થે એ થાય છે કે દિવાળી બાદ તમામ જિલ્લાઓને DEO અને DPEO મળશે. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની નિમણૂક કરી શિક્ષણનું સ્તર સુધારવાની દીશામાં કાર્યવાહી ચાલી રહી છે.

રાજ્યમાં 39 DEO-DPEOની ખાલી જગ્યાઓ ચાર્જમાં ચાલી રહી છે. જે વ્યવસ્થા હવે સુધરશે. ચાર્જને કારણે અનેક પ્રશ્નો વણઉકેલ્યા છે. જેને લઈને હવે આ વ્યવસ્થા સુધરે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેની જવાબદારી જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા પર દેખરેખ રાખવાની અને નિરીક્ષણ કરવાની હોય છે, તે ડીઇઓ અને ડીપીઇઓના હવાલાથી વહીવટી કામગીરી સાથે જોડાયેલા  હોવાથી શાળાઓની ગુણવત્તા સુધારવાની કામગીરીમાં હાલ અનેક અવરોધ પેદા થઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

સુરત મહાનગરપાલિકાએ ધારી વિક્રેતાઓને ત્યાં ધરોડા, લોકો આરોગી જશે પછી આવશે રિપોર્ટ

0

સુરતીઓનો સૌથી લોકપ્રિય એવા ચંદની પડવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કરોડો રૂપિયાની ઘારી લોકો આરોગી જશે. જેના પહેલાં સુરત શહેરના ફૂડ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા સતત ચેકિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ઘારી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી સેમ્પલ લેવાયા છે.

સુરતમાં સેન્ટ્રલ ઝોનના ભાગળમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી કરી છે. તેમજ ઘારીના સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નોંધનીય છેકે ઘારીના સેમ્પલ બાદ પણ ઘારીનું વેચાણ ચાલું જ રહેશે અને SMC નો હેલ્થ વિભાગનો રિપોર્ટ તહેવાર પછી આવશે એટલે લોકો ઘારી આરોગી જશે પછી રિપોર્ટ આવશે.

સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી એક જ ધ્વિસે ખાઈ જશે. લોકોના આરોગ્યને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને સેમ્પલો લેવાના શરૂ કરાયા છે. ઘારીની અંદર વિશેષ કરીને દૂધના માવાનો ઉપયોગ થાય છે, તેમાં ડ્રાયફ્રૂટ અને ઘીનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. આગામી ચંદની પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને ઘારીના સેમ્પલ લેવાના શરૂ કરાયા છે. અલગ અલગ ૧૮ જેટલી ટીમ બનાવવામાં આવી છે. જેણે રાંદેર, અઠવા ઝોન, રિંગ રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં જઈને સેમ્પલિંગની કામગીરી શરૂ કરી દીધી છે.

મિઠાઈની દુકાનના ઉત્પાદકો વધુ લાભ મેળવી લેવાની અપેક્ષા સાથે ગુણવત્તાયુક્ત માવો અને ઘીનો ઉપયોગ કરવાના બદલે ઓછી કિંમતના રો-મટિરિયલનો ઉપયોગ કરી લેતા હોય છે. જેના કારણે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું કરી દેતા હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘારીના સેમ્પલ લેવાના શરૂ કર્યા છે, જેમાં વિશેષ કરીને માવાની ગુણવત્તા અને ઘી અંગે તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

અમેરિકાના રાષ્ટ્રપતિનો ઈઝરાઇલ-હમાસ યુદ્ધને લઈને મોટો દાવો, બાયડને કર્યો ખુલાસો.. ભારતના G૨૦ સાથે છે કનેક્શન

0

 અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ઈઝરાઇલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને મોટો દાવો કર્યો છે. વાત જાણે એમ છે કે, જો બાયડને કહ્યું કે, ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરની જાહેરાત તાજેતરમાં નવી દિલ્હીમાં જી-૨૦ સમિટ દરમિયાન કરવામાં આવી હતી. હું માનું છું કે, આ જાહેરાત હમાસ દ્વારા ઇઝરાઇલ પર આતંકવાદી હુમલાનું કારણ છે. યુએસ પ્રમુખ જો બિડેને જણાવ્યું હતું કે તેમનો દેશ સાઉદી અરેબિયાને યુરોપ સાથે જોડતો રેલ-રોડ પ્રોજેક્ટ સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નેટવર્ક દ્વારા ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI)નો સામનો કરવા માટે G૭ સભ્ય દેશો સાથે કામ કરી રહ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે, “મને ખાતરી છે કે આ હમાસના હુમલાનું એક કારણ હતું,” તેણે કહ્યું. મારી પાસે આનો કોઈ પુરાવો નથી, પરંતુ મારો અંતરાત્મા મને કહે છે કે, હમાસે ઇઝરાયેલ માટે પ્રાદેશિક એકીકરણ તરફના તેના કાર્યને કારણે આ હુમલો કર્યો છે. અમે તે કામ છોડી શકતા નથી. મહત્વનું છે કે, ૭ ઓક્ટોબરે હમાસે ઇઝરાઇલ પર હુમલો કર્યો. આ હુમલામાં ૧૪૦૦ લોકોના મોત થયા છે. અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશોના નાગરિકો પણ તેમાં સામેલ છે. આ હુમલા પછી બીજી વખત બાઈડને હમાસના હુમલાના સંભવિત કારણો પૈકી એક તરીકે ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરનો ઉલ્લેખ કર્યો છે.

ભારત, યુરોપિયન યુનિયન, અમેરિકા અને સાઉદી અરેબિયા… આ ચાર દેશો એક મેગા પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. તેનું નામ ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર એટલે કે IMEC છે. આને ઐતિહાસિક સમજૂતી કહેવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ માટેના એમઓયુ પર ૯ સપ્ટેમ્બરના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત સિવાય હસ્તાક્ષર કરનારા દેશોમાં અમેરિકા, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, યુરોપિયન યુનિયન, ઈટાલી, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે. આ કોરિડોરના નિર્માણ બાદ ભારત ફક્ત રેલ અને જહાજ દ્વારા યુરોપ પહોંચી શકશે. આ કોરિડોરને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)નો જવાબ માનવામાં આવી રહ્યો છે. આ કોરિડોરના બે ભાગ હશે. પહેલો- ઈસ્ટર્ન કોરિડોર, જે ભારતને ગલ્ફ દેશો સાથે જોડશે. બીજો- નોર્ધન કોરિડોર, જે ગલ્ફ દેશોને યુરોપ સાથે જોડશે. રેલ્વે લાઇનની સાથે આ કોરિડોરમાં વીજળીની કેબલ, હાઇડ્રોજન પાઇપલાઇન અને હાઇ-સ્પીડ ડેટા કેબલ પણ હશે.

આ પણ વાંચો :-

રાકેશ કુમાર, શીતલ દેવીએ એશિયન પેરા ગેમ્સ ૨૦૨૩માં મિશ્ર ટીમ કમ્પાઉન્ડ તીરંદાજી ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા

0

ભારતના રાકેશ કુમાર અને શીતલ દેવીએ ગુરુવારે ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સ ૨૦૨૩માં કમ્પાઉન્ડ ઓપન મિક્સ્ડ ટીમ તીરંદાજી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જોડીએ મેચમાં ચીનના લિન અને આઈને ૧૫૧-૧૪૯થી હરાવ્યું, જેનાથી ભારતને ગેમ્સમાં તેનો ૧૮મો ગોલ્ડ મેડલ જીતવામાં મદદ મળી. આ સિદ્ધિ ચાલુ રમત સ્પર્ધામાં તીરંદાજીમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ

સિદ્ધાર્થ બાબુએ ૨૪૭.૭ પોઈન્ટના નવા ગેમ્સ રેકોર્ડ સાથે મિશ્ર ૫૦ મીટર રાઈફલ પ્રોન SH૧ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે પેરિસ પેરા ઓલિમ્પિક્સ ૨૦૨૪માં પણ બર્થ મેળવ્યો હતો.

સચિન સર્જેરાવ ખિલાડીએ પણ એશિયન પેરા ગેમ્સ ૨૦૨૩માં પુરુષોના F-૪૬ શોટ પુટમાં ગુરુવારે ભારત માટે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તેણે ૧૬.૦૩m નોંધણી કરીને ગેમ્સ રેકોર્ડ માર્કનો ભંગ કર્યો.

એશિયન પેરા ગેમ્સમાં, સચિને તેના ચોથા પ્રયાસમાં ૧૬.૦૩ મીટરનો શ્રેષ્ઠ પ્રયાસ તેને પોડિયમની ટોચ પર લઈ જવા માટે પૂરતો હતો. અન્ય ભારતીય એથ્લેટ રોહિત કુમારે ૧૪.૫૬ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ જીત્યો હતો.

આ પણ વાંચો :-

સુરતમાં રહેતી ૧૫ વર્ષીય સગીરાનું મહારાષ્ટ્રના વિધર્મી યુવક કર્યું અપહરણ, પોલીસે કેવી રીતે કિશોરીને છોડાવી

0

સુરતની ૧૫ વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી મહારાષ્ટ્રનો યુવક સગીરાનું અપહરણ કરી મુંબઈ અને ત્યાંથી પોતાના ગામ ખાતે લઈ ગયો હતો. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મુસીબ નામના યુવકની ઔરંગાબાદથી ધરપકડ કરી કિશોરીને છોડાવી છે.

સુરત ACP વી.આર મલ્હોત્રાએ કહ્યું કે મુસીબ ઔરંગાબાદ ખાતે ગેરેજનું કામ કરે છે. મુસીબ અને કિશોરી આજથી એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ થકી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રતા વધી અને બંનેએ વાતચીત શરૂ કરી હતી. જે બાદ થોડા દિવસ પહેલા જ આ મુસીબ સુરત આવ્યો હતો અને એક હોટલમાં રોકાણ કર્યું હતું. તે સમયે કિશોરીને પણ હોટલમાં મળવા બોલાવી હતી.

મુસીબ કિશોરીનું અપહરણ કરીને મહારાષ્ટ્ર લઈ ગયો હતો. આ અંગેની જાણ કિશોરીના માતા-પિતાને થતાં તેઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલના સમયમાં લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, તેમાં પણ આ મુસીબની ઇન્સ્ટાગ્રામ આઈડી પર કટર મુસ્લિમ લખેલું હતું. જેથી માતા-પિતાને લવ જેહાદની આશંકા જતા તાત્કાલિક વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

માતા-પિતાની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક શહેરના સ્ટેશન સહિતના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી. તે દરમિયાન આ કિશોરી ઔરંગાબાદ ખાતે હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે તાત્કાલિક ઔરંગાબાદ જઈ આરોપી મુસીબની ધરપકડ કરી હતી અને ૧૫ વર્ષીય કિશોરીને તેના ચુંગાલમાંથી છોડાવી હતી. હાલ પોલીસે મુસીબની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાના ઘરે EDની રેડ, RPSC પેપર લીક મામલે થઈ શકે છે કાર્યવાહી

0

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાના ઘરે EDની ટીમ પહોંચી છે. PCC ચીફના ઘરે આ કાર્યવાહી કરવા પાછળનું કારણ રાજસ્થાનનો પેપર લીક મામલો હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં દિલ્હી અને રાજસ્થાનની EDની ટીમ ગોવિંદ સિંહ દોતાસરા અને તેના પરિવાર વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.

રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા અને તેમના સંબંધીઓના ઘરે પણ EDની ટીમ પહોંચી ગઈ છે. RPSC પેપર લીક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે પહેલીવાર PCC ચીફના ઘરે દરોડા પાડ્યા હતા. દિલ્હી અને જયપુરની EDની ટીમો સાથે કેન્દ્રીય સુરક્ષા દળના અધિકારીઓ પણ સ્થળ પર હાજર હતા. EDની ટીમ દોતાસરાના જયપુર નિવાસસ્થાન અને સીકર સ્થિત તેમના અંગત નિવાસસ્થાને પણ પહોંચી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહુઆથી અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ઓમ પ્રકાશ હુડલાના સાત સ્થળો પર પણ દરોડા પાડ્યા છે. આ બાબત પેપર લીક કેસ સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. કોંગ્રેસે સીકર જિલ્લાની લક્ષ્મણગઢ સીટ પરથી પોતાના ઉમેદવારોની યાદીમાં ગોવિંદ સિંહ દોતાસરાને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો :-