Home Blog Page 917

મધ્યપ્રદેશની કુખ્યાત ચોરને ઝડપવા સુરત પોલીસે વેશ પલટો કર્યો, ફુગ્ગાવાળા બની દિલ્હીથી ઉપાડી લીધો

0

પોલીસ આરોપીઓને પકડવા નીત નવી ટ્રીક વાપરતી હોય છે. ક્યારેક રિક્ષાવાળા, ક્યારેક મજુર તો ક્યારેક ફુગ્ગાવાળા બનીને આરોપીને દબોચતા હોય છે. ઘરફોડ ચોરીના ગુનામાં મધ્યપ્રદેશની કુખ્યાત ”પારઘી” ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જેમાં પોલીસે ફુગ્ગાવાળા બનીને શખ્સને દબોચ્યો હતો.

આ અંગે વિગતે વાત કરીએ તો, સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલ ભટાર સ્થિત ઠાકોર પાર્ક સોસાયટીના મકાનમાં ગત ૨૮મી જુલાઈના રોજ ઘરફોડ ચોરીની ઘટના બની હતી.જગદીશ સુખાભાઈ આહીરના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી બંધ મકાનના બેડરૂમમાં રહેલા કબાટમાંથી સોનાના અલગ અલગ ઘરેણાં,કાંડા ઘડિયાળ,મોબાઈલ તેમજ ૫.૫૪ લાખની રોકડ રકમ સહિત ૧૧.૩૬ લાખની મત્તા પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

ઘટનાના પગલે ખટોદરા પોલીસે મકાન માલિક જગદીશ સુખાભાઈ આહિરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા ખટોદરા પોલીસની જુદી જુદી ટીમો કામે લાગી હતી. આ દરમ્યાન પોલીસે ઘટના સ્થળથી લઈ અલગ અલગ વિસ્તારોમાં CCTV ફૂટેજની પણ તપાસ કરી હતી. આ દરમ્યાન ઘટના બની તે સમયના એક્ટિવ મોબાઈલ નંબરો ટ્રેસ કરવામાં આવ્યા હતા. જે પૈકી એક મોબાઈલ નંબરનું લોકેશન મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં આવેલ બાબા કા ખેજરા તાલુકાના કનેરી ગામનું મળી આવ્યું હતું.

ખટોદરા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દિવસ દરમ્યાન શહેરી વિસ્તારોમાં ફુગ્ગા અને રમકડાં વેચવા પોતાની મહિલાઓ જોડે ફરી જે તે મકાનોની રેકી કરે છે. લગ્નપ્રસંગ હોય તેવા મકાનોની બહાર ફુગ્ગા અને રમકડાં વેચવાના બહાને મકાનોની રેકી કરી ત્યારબાદ રાત્રીના સમયે પારઘી ગેંગના તમામ સાગરીતો ટાર્ગેટ કરેલા મકાનોને નિશાન બનાવે છે.જેમાં ભટાર ખાતે આવેલ ઠાકોર પાર્ક સોસાયટીના મકાનની પણ આરોપીઓ દ્વારા પહેલા રેકી કરી અને ત્યારબાદ ગુનાને અંજામ આપ્યો હતો.જે ગુનાનો ભેદ હાલ તો પોલીસે ઉકેલી કાઢી “પારઘી” ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.જ્યારે ગુનામાં સામેલ અન્ય આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.પોલીસ તપાસમાં અન્ય ગુના ઉકેલાવાની શકયતા પોલીસે વ્યકત કરી છે.

આ પણ વાંચો :-

બોપલમાં લૂંટ બાદ મહિલા સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી કર્યો ગેંગરેપ, ૫ નરાધમોએ સકંજામાં

0

અમદાવાદ શહેરમાં ગુનાખોરી વધતી જઈ રહી છે, બે દિવસ પહેલા ૪૮ કલાકમાં હત્યાના ૩ બનાવો બન્યા હતા. તો આજે ૩ નવેમ્બરે બોપલ વિસ્તારમાં ગેંગરેપ અને લૂંટનો બનાવ બન્યો છે. ગુનાખોરીનું પ્રમાણ વધતા હવે અમદાવાદ શહેર બિહાર-ઉત્તરપ્રદેશના શહેરો સાથે ગુનાખોરીમાં સ્પર્ધા કરતુ હોય એવું લાગી રહ્યું છે.

બોપલ વિસ્તારમાં નવા બની રહેલા ફ્લેટમાં પાંચ નરાધમોએ ૩૦ વર્ષની મહિલા પર ગેંગરેપ કર્યો હતો અને સાથે એક લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયા હતા. આરોપીઓએ ફ્લેટની લાઈટો બંધ કરી બંધક બનાવી મહિલા પર સામુહિક દુષ્કર્મ કર્યું હતુંઅને ફરાર થઇ ગયા હતા. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

ફરાર થયેલા આ આરોપીઓ બનાસકાંઠાના પાલનપુરમાં એક બસમાંથી ઝડપાઇ ગયા છે. બનાસકાંઠા LCBએ અરોમા સર્કલ પાસેથી એક બસમાંથી આ પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં ત્રણ પંજાબના છે, જયારે બે આરોપીઓ ઉત્તરપ્રદેશના છે.

આ પણ વાંચો :-

ઈરાનના વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભીષણ આગ, ૨૭ લોકોના મોત, ૧૭ લોકો દાઝ્યા

0

ઉત્તરી ઈરાનમાં આવેલા એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભીષણ આગ લાગવાના કારણે ૨૭ લોકોના મોત થયા છે. બીજા ૧૭ લોકો દાઝી ગયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

ઈરાનના મીડિયાના કહેવા અનુસાર શુક્રવારે ઉત્તરી ઈરાનના વ્યસન મુક્તિ કેન્દ્રમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. આગ પાછળનુ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યુ નથી પણ તેમાં ૨૭ લોકોના મોત થયા છે.વહેલી સવાર આગ લાગી હોવાથી મોટા ભાગના લોકો સુતેલા હતા અને તેના કારણે તેઓ આગમાં સપડાઈ ગયા હતા. આ એક ખાનગી વ્યસન મુકિત કેન્દ્ર છે.

અધિકારીઓના કહેવા પ્રમાણે કેન્દ્રમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને ઈમરજન્સીની સ્થિતિમાં પહોંચી વળવા માટે પૂરતા સાધનો નહોતા ઈરાનમાં આ પ્રકારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. સપ્ટેમ્બરમાં ઈરાનના રક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત કાર બેટરી બનાવતી ફેકટરીમાં પણ આ રીતે આગ લાગી હતી. જોકે તે વખતે કોઈનો જીવ નહોતો ગયો.

આ પણ વાંચો :-

 

એલ્વિશ યાદવની વિરુદ્ધ FIR દાખલ, ૯ કોબ્રા સાંપના ઝેર વાળી રેવ પાર્ટી પર પોલીસની મોટી છાપેમારી

0

બિગ બોસ OTT-૨ વિનર એલ્વિશ યાદવ વિરુદ્ધ નોઈડામાં FIR નોંધવામાં આવી છે. એલ્વિશ પર ક્લબો અને પાર્ટીઓમાં સ્નેક બાઈટ પ્રોવાઈડ કરવા સહીત અનેક ગંભીર આરોપો લાગ્યા છે. મેનકા ગાંધી સાથે જોડાયેલી સંસ્થા પીપલ ફોર એનિમલ્સ (PFA)એ કસ્ટમર બનીને આરોપીઓની આ જાળનો ખુલાસો કર્યો છે. બીજી તરફ હવે આ સમગ્ર પ્રકરણ બાદ મેનકા ગાંધી, સ્વાતિ માલીવાલ સહીત અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી છે.

બીજેપી સાંસદ મેનકા ગાંધીએ એલ્વિશની ધરપકડની માંગ કરી છે. તેમણે કહ્યું કે, એલ્વિશ યાદવ અને તેના જેવા લોકો જે આવો પ્રયત્ન કરે છે અને કાયદો તોડે છે તેમની પોલીસે એકદમ ધરપકડ કરી લેવી જોઈએ. એલ્વિશ કેટલાંય દિવસોથી સાપ પહેરીને નાચી રહ્યો છે અને તેનાથી પણ ઉપર તે રેવ પાર્ટી ઓર્ગેનાઈઝ કરે છે. જેમાં તે અજગર અને કોબરા વેચે છે અને તેમનું ઝેર પણ કાઢીને વેચે છે. જે લોકો આ ઝેર લે છે તેની કિડની ફેલ થઈ જાય છે. જે લોકો જંગલોમાંથી સાપ લાવીને તેને મારે છે તેમને ૭ વર્ષની સજા થાય છે.

યુટ્યૂબર એલ્વિશ યાદવ પર FIR થઈ છે. આરોપ છે કે, એલ્વિશ યાદવ રેવ પાર્ટી કરતો હતો. જેમાં નશા માટે સાપના ઝેરનો ઉપયોગ થાય છે. આ વ્યક્તિને હરિયાણાના સીએમ મંચ પરથી પ્રમોટ કરી રહ્યા છે. એક તરફ સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા જેવા ટેલેન્ટ રસ્તા પર દંડા ખાય છે અને હરિયાણા સરકાર આવા લોકોને પ્રમોટ કરે છે. તેના વીડિયોમાં છોકરીઓ પર અશ્લીલ ટિપ્પણીઓ જોવા મળશે, અપશબ્દો જોવા મળશે. મત માટે નેતા કંઈ પણ કરી શકે છે.

આ પણ વાંચો :-

અમરેલીમાં પરીક્ષાનું પેપર લખતાં- લખતાં વિદ્યાર્થીનું આવ્યું હાર્ટ એટેક, ગુજરાતમાં ૨૪ કલાકમાં સાત મોત

0

ગુજરાતમાં હાર્ટ એટેકને લઈને લોકોમાં ભય પ્રસર્યો છે. યુવાન અને આધેડ બાદ હવે નાના બાળકો પણ હાર્ટ એટેક આવતાં મોતને ભેટી રહ્યાં છે. રાજ્યમાં હવે રોજ બે ત્રણ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ગઈકાલે અંકલેશ્વરમાં ૧૦ વર્ષની એક બાળકીનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે આજે અમરેલીમાં એક વિદ્યાર્થીનીનું હૃદય બંધ પડી જતાં મોત નિપજ્યું છે. વિદ્યાર્થીની સ્કૂલમાં પેપર લખતાં લખતાં અચાનક ઢળી પડી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીની શાંતાબા ગજેરા સ્કૂલમાં નવમા ભણતી એક વિદ્યાર્થીની સ્કૂલમાં પરીક્ષાનું પેપર લખી રહી હતી. તે પેપર લખતાં અચાનક ઢળી પડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તારણમાં તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે, મોતનું સ્પષ્ટ કારણ પીએમ રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં હાર્ટ અટેકથી સુરતમાં ત્રણ તો ભાવનગર અને વડોદરામા એકનું મોત થયું છે.સુરતના કતારગામ વિસ્તારમાં શેર બજારનું કામ કરતા ૪૮ વર્ષીય વ્યક્તિને હાર્ટ અટેક  આવતા તેઓ બાથરૂમમાં ઢળી પડ્યાં હતા. તે ઉપરાંત ટેલરિંગનું કામ કરતા વસંત ભાઈ ચૌધરીને છાતીમાં દુખાવો થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.બમરોલીમાં વિસ્તામાં યુવક ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘરે બેઠો હતો ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી હતી અને બાદ હાર્ટ અટેક આવતા તે ઘરમાં જ ઢળી પડ્યો હતો.ભાવનગર શહેરના રસાલા કેમ્પમાં રહેતા આધેડ મહિલાનું હાર્ટ અટેક થી મોત થયું છે.વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા 46 વર્ષિય અમિત પ્રવીણચંદ્ર દેસાઈનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.

આ પણ વાંચો :-

હવામાન વિભાગે ફરી ખતરનાક આગાહી, જાણો કેટલાં રાજ્યોમાં વરસાદને લઈને હાઈ એલર્ટ, ગુજરાતમાં પડશે ખરો ?

0

દક્ષિણ ભારતમાં વરસાદનો નવો તબક્કો આવવાનો છે, જ્યાં ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે ગુરુવારે એક અપડેટ આપ્યું છે કે તમિલનાડુ, કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટકના વિસ્તારોમાં ૩ થી ૬ નવેમ્બર દરમિયાન ભારે વરસાદ થશે. જો કે આગામી પાંચ દિવસ સુધી અન્ય વિસ્તારોમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.

છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો આંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળ, તમિલનાડુમાં ભારે વરસાદ નોંધાયો છે. તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહેમાં ૨ થી ૬ નવેમ્બર અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ૩ થી ૫ નવેમ્બર સુધી ભારે વરસાદ નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ ગિલગિટ બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશમાં ૨ અને ૩ નવેમ્બરે વરસાદ અને હિમવર્ષા થશે. આ સિવાય ૩ નવેમ્બરે ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. તે જ સમયે, ૭ નવેમ્બરથી ઉત્તરીય હિમાલયન ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપી રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

દક્ષિણ ભારતમાં વરસાદનો નવો તબક્કો આવવાનો છે, જ્યાં ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે ગુરુવારે એક અપડેટ આપ્યું છે કે તમિલનાડુ, કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટકના વિસ્તારોમાં ૩ થી ૬ નવેમ્બર દરમિયાન ભારે વરસાદ થશે. જો કે આગામી પાંચ દિવસ સુધી અન્ય વિસ્તારોમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહી.

આ પણ વાંચો :-

AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાને સુપ્રીમ કોર્ટે શું કહ્યું, ઉપરાષ્ટ્રપતિથી માફી માંગો… જાણો કેમ

0

સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરની માફી માંગવા કહ્યું છે. વાત જાણે એમ છે કે, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, તમારે ગૃહમાં કથિત રીતે વિક્ષેપ ઊભો કરવા બદલ અધ્યક્ષની બિનશરતી માફી માંગવી જોઈએ. કોર્ટે કહ્યું કે, અધ્યક્ષ તમારા મુદ્દા પર વિચાર કરશે અને તેનું સમાધાન પણ કરશે. નોંધનીય છે કે,ગૃહમાં હોબાળો કરવા બદલ અધ્યક્ષ ધનખરે ચઢ્ઢાને સસ્પેન્ડ કરી દીધા હતા.

ચઢ્ઢા પ્રથમ વખત સાંસદ અને રાજ્યસભાના યુવા સભ્ય છે. અધ્યક્ષ તેમની માફી પર ગંભીરતાથી વિચાર કરશે. સુપ્રીમ કોર્ટના આ સૂચન પર એટર્ની જનરલ વેંકટસ્વામીએ કહ્યું કે, મામલો ગૃહનો હોવાથી ચઢ્ઢાએ રાજ્યસભામાં જ માફી માંગવી પડશે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને લાગે છે કે, આ મામલો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવામાં આવશે.

ઓગસ્ટમાં રાજ્યસભાના અધ્યક્ષે રાઘવને ૫ સાંસદોની મંજૂરી વગર સિલેક્ટ કમિટીમાં તેમના નામનો પ્રસ્તાવ મૂકવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. આ સિવાય રાજ્યસભાએ આ મામલો સંસદની વિશેષાધિકાર સમિતિને મોકલી દીધો છે, જ્યાં તેની સુનાવણી થવાની બાકી છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સુનાવણી દરમિયાન કહ્યું કે, ચઢ્ઢા અધ્યક્ષ સમક્ષ હાજર થઈ શકે છે અને બિનશરતી માફી માંગી શકે છે. એમ સમજીને કે, અરજદારનો ગૃહનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો. ચઢ્ઢા અધ્યક્ષને મળવા માટે સમય કાઢીને માફી માંગી શકે છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી દિવાળીની રજાઓ બાદ કરવા જણાવ્યું છે. આ દરમિયાન તેઓ કેસની પ્રગતિની સમીક્ષા કરશે.

આ પણ વાંચો :-

 

સોલંકી પરિવારના સામુહિક આપઘાત નહોતો કર્યો, પરિવારનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવતા થયો નવો ખુલાસો

0

સુરતમાં અડાજણ સામુહિક આપઘાત કેસ મામલો મોટો ખુલાસો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યા બાદ હવે મૃતક મનીષભાઈ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે. વિગતો મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું ખુલ્યું છે. મૃતકોના પીએમ રિપોર્ટમાં ખુલાસા બાદ હવે ગુનો નોંધવા તજવીજ શરૂ કરાઇ છે.

સુરતના અડાજણમાં તાજેતરમાં જ સોલંકી પરિવારના આપઘાત કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. વિગતો મુજબ માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું છે. આ સાથે પરિવારના બાકીના સભ્યોને સોડામાં ઝેરી દવા મિક્સ કરી પીવડાવ્યાનું અનુમાન છે. જોકે સામુહિક આપઘાત કેસમાં કારણ હજી પણ અકબંધ છે. આ તરફ સામુહિક આપઘાત કરવા પાછળનું કારણ શોધવા પોલીસની મથામણ યથાવત છે.

તરફ મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પત્ની, પિતા, બે બાળકોને ઉધઈ મારવાની દવા પીવડાવ્યાનો ખુલાસો થયો છે. આ સાથે  માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું સામે આવ્યું છે. જેને લઈ હવે પોલીસે ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલા કારીગરો અને ગ્રાહકોના નિવેદન લીધા છે. આ સાથે જુદી જુદી બેંકના લોન એજન્ટ બોલાવી ફરી નિવેદન લીધા છે.

સોલંકી પરિવારના આપઘાત કેસમાં હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યા બાદમૃતક મનીષભાઈ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે. આ તરફ પોલીસ દ્વારા ધંધામાં ઉધારી, કારીગરોને આપવાની બાકી રકમની વિગતોને લઇ તપાસ શરૂ કરાઇ છે. બેંકની લોનની રકમના હપ્તાની વિગતો મેળવવાની તજવીજ પણ હાથ ધરાઇ છે. મહત્વનું છે કે, FSLમાંથી મોબાઈલ ફોનની ડિટેઇલના આધારે પોલીસ દ્વારા કડી મેળવવા કવાયત શરૂ કરાઇ છે.

સુરતના પાલનપુર જકાતરોડ પર સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા મનીષ સોલંકીએ પરિવારના ૭ સભ્યો સાથે મળીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. મૃતકોમાં ફર્નિચર વેપારી મનીષ સોલંકી, તેમના પિતા કનુભાઈ, માતા, મનીષભાઈના પત્ની રીટાબેન, તેમની બે પુત્રીઓ દિશા, કાવ્યા અને પુત્ર કુશલ સામેલ છે. સામૂહિક આપઘાતની ઘટનામાં પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાનું પ્રાથમિક અનુમાન હતું, પરંતુ માતા-દિકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોત ગળુ દબાવવાથી થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સામૂહિક આપઘાતના બનાવની તપાસ માટે પોલીસે સ્પેશિયલ ટીમની રચના કરી છે. આપઘાતના કેસની તપાસ DCP ઝોન ૫, ACP, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ કરશે.

આ પણ વાંચો :-

રશિયાનું ‘વેગનર ગ્રૂપ’ ઈઝરાઇલ પર લાવશે ‘આફત’! હિઝબુલ્લાહના આતંકીઓને આપશે ઘાતક હથિયાર

0

ઈઝરાઇલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં રશિયાની પ્રાઈવેટ આર્મી એટલે કે વેગનર ગ્રૂપ ઈઝરાઇલ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. કેટલાક અહેવાલોમાં દાવો કરાયો છે કે તે હિઝબુલ્લાહ આતંકીઓને એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આપવાની તૈયારી કરી રહ્યું છે. એટલે કે ઈઝરાઇલના રોકેટ, ફાઈટર જેટ જો હિઝબુલ્લાહને નિશાન બનાવશે તો ડિફેન્સ સિસ્ટમની મિસાઈલો તેના પર જવાબી હુમલો કરશે.

રશિયાની પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રૂપ હાલના સમયે હિઝબુલ્લા આતંકી સંગઠનને તેની  SA-૨૨ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમથી લેસ કરવાની તૈયારીમાં છે. હિઝબુલ્લાહ તેનો ઉપયોગ હવાઈ હુમલાને રોકવા માટે કરી શકે છે. જોકે હજુ સુધી મિસાઈલ સિસ્ટમની ડિલીવરી કરાઈ નથી.

હિઝબુલ્લાહ પાસે જો આ મિસાઈલ સિસ્ટમર આવી જશે તો તે ગાઝામાં હાજર હમાસના આતંકીઓને પણ આ સિસ્ટમ આપી દેશે. આટલું જ નહીં જો હિઝબુલ્લાહ આ સિસ્ટમને એક્ટિવ કરશે તો તે ઈઝરાઇલના F-૧૬ અને F-35 ફાઇટર જેટ્સને પણ નિશાન બનાવી શકશે.

આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ઈઝરાઇલની બેલેસ્ટિક મિસાઈલ અને હાયપરસોનિક મિસાઈલોને સરળતાથી નિશાન બનાવી શકે છે. રશિયાએ દાવો કર્યો હતો કે SA-૨૨ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ અમેરિકાની પેટ્રિયલ મિસાઈલ સિસ્ટમ જેવી જ છે. તેને પંતશિર નામે પણ ઓળખાય છે. જ્યારે SA-૨૨ Greyhound તેનું નાટો રિપોર્ટિંગ નામ છે. તે એક સેલ્ફ પ્રોપેલ્ડ, મીડિયમ રેન્જની જમીનથી હવામાં પ્રહાર કરી શકે તેવી મિસાઈલ સિસ્ટમ છે.

આ પણ વાંચો :-

લોકસભાની ચૂંટણી પહેલા કચ્છમાં RSSનું મહામંથન, મોહન ભાગવત અને ગુજરાતના CM પણ બેઠકમાં જોડાશે

0

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારિણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, સર સંઘચાલક મોહન ભાગવતની અધ્યક્ષતામાં આજથી ત્રિ-દિવસીય કાર્યકારિણી બેઠકનું આયોજન કરાયું છે. વિગતો મુજબ ભુજની આર.ડી.વસાણી હાઈસ્કૂલમાં આ બેઠક મળશે. આ બેઠકમાં RSSના મોહન ભાગવત અને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજો જોડાશે.

ભુજની આર.ડી.વસાણી હાઈસ્કૂલમાં આજથી ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારિણીનું આયોજન કરાયું છે. જેમાં RSSના મોહન ભાગવત, સર કાર્યવાહક દત્તાત્રેય હોન્સબોલે, ભૈયાજી જોશી સહિતના આગેવાનો જોડાશે. આ સાથે સુનીલ આંબેકર સહિત ૪૪ પ્રાંતના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહેશે. નોંધનીય છે કે, આ સંઘની કાર્યકારિણી બેઠકમાં ભાગ લેવા દેશભરના ૧૫ હજાર જેટલા સ્વયંસેવકો પહોંચ્યા છે.

કચ્છના ભુજમાં RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક આજે રોજ મળવાની છે. જોકે ગઈકાલે ભુજ ખાતે કચ્છ વિભાગ એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ધ્વજા રોહણ કરવામાં આવ્યું. જેમાં રાષ્ટ્રીય સવંયસેવક સંઘના ૧૨ હજાર કાર્યકરો જોડાયા હતા. નોંધનીય છે કે, કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારણી બેઠક મળશે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારી મંડળની બેઠકમાં હાજરી આપવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પણ આવી પહોંચ્યા હતા. મહત્વનું છે કે, બેઠક પહેલા મોહન ભાગવતે કચ્છના મહારાણી પ્રીતિ દેવી સાથે મુલાકાત કરી હતી. આ રાષ્ટ્રીય કાર્યકારણી બેઠકમાં ૪૪ પ્રાંતના ૪૦૦ સ્વયંસેવકો હાજરી આપશે. કચ્છની સરહદો પરથી હિન્દુઓની હિજરત રોકવા બેઠકમાં મંથન કરવામાં આવશે.

આ પણ વાંચો :-