Home Blog Page 908

GPSC ની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર આ વિશે વાંચો

0

GPSCની પરીક્ષા પદ્ધતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, GPSCની પરીક્ષા પદ્ધતિ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. GPSCની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરાયો છે. જે મુજબ હવે ૨ તબક્કામાં મંડળ દ્વારા પરીક્ષા લેવાશે. બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. આ સાથે કુલ જગ્યાના ૨ ગણા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ગણાશે.

ગૌણ સેવા પસંદગી મંડળની તાંત્રિક, બિન તાંત્રિક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગેના પરિપત્ર મુજબ હવે ૨ તબક્કામાં મંડળ દ્વારા પરીક્ષા લેવાશે. જેમાં પ્રથમ તબક્કામાં તાર્કિક ૩૦, ગાણીતિક ૩૦ માર્કની પરીક્ષા લેવાશે તો બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહો, ભાષાના ૩૦ માર્કની પરીક્ષા લેવામાં આવશે. વિગતો મુજબ સંબંધિત વિભાગો અને ઉપયોગીતાના ૧૨૦ માર્કનું કુલ ૧૫૦ માર્કનું પેપર રહેશે. આ સાથે બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. પરિપત્ર મુજબ ખોટા જવાબના નેગેટિવ માર્કિંગ પણ રહેશે.

આ પણ વાંચો :-

ગોરખપુરના માર્ગ અકસ્માતમાં ૬ લોકોના મોત, ૨૬ મુસાફરો ઘાયલ

0

ગોરખપુર-કુશીનગર હાઈવે પર જગદીશપુર પાસે એક માર્ગ અકસ્માત થયો હતો. એક પુરઝડપે જતા ટ્રકે રોડ કિનારે ઉભેલી બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસના ૬ મુસાફરોના મોત થયા હતા, જ્યારે ૨૬ મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. અકસ્માતની માહિતી મળતાં જ એસપી સિટી અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ગોરખપુરથી કોન્ટ્રાક્ટવાળી બસ મુસાફરોને લઈને કુશીનગરના પદ્રૌના જઈ રહી હતી. જગદીશપુરના મલ્લપુર પાસે બસનું વ્હીલ પંચર થઈ ગયું. ડ્રાઈવર અને કંડક્ટરે બસને રોડની બાજુમાં ઉભી રાખી હતી અને મુસાફરોને બીજી બસમાં બેસાડતા હતા. કેટલાક મુસાફરો બસમાં બેસી ગયા હતા જ્યારે કેટલાક ૨ બસની વચ્ચે ઉભા હતા. આ દરમિયાન પાછળથી આવતી ટ્રકે બસને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અન્ય ત્રણ લોકોના પણ મોત થયા. અન્ય ઘણા મુસાફરોની હાલત પણ નાજુક છે.

બીજી તરફ અકસ્માત બાદ અધિકારીઓએ સદર હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડોક્ટરોને એલર્ટ કરી દીધા હતા. મોટી સંખ્યામાં ઘાયલો આવ્યા બાદ ડોક્ટરોને બોલાવવામાં આવ્યા છે. પાંચ એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે પહોંચી અને ઘાયલોને સદર અને મેડિકલ કોલેજ લઈ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં ૩૦ થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. છ મૃતકોમાંથી ત્રણ કુશીનગરના રહેવાસી હતા.

આ પણ વાંચો :-

CM ભૂપેન્દ્ર પટેલ હસ્તે ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રનો કરાશે શુભારંભ

0

દિવાળીના તહેવારો વચ્ચે રાજ્ય સરકારે શ્રમિક પરિવારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. વિગતો મુજબ અહીં માત્ર રૂપિયા 5માં શ્રમિકોને ભોજન મળી તે માટે વ્યવસ્થા કરાઇ છે. નવા ભોજન કેન્દ્રનો ઉમેરો થતા દરરોજ ૭૫ હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે.

રાજ્યમાં શ્રમિક પરિવારો માટે ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે અમદાવાદમાં ૪૯, સુરતમાં ૨૨, ગાંધીનગરમાં ૮, વડોદરામાં ૯ કેન્દ્ર શરૂ થશે. ભાવનગરમાં ૨, જામનગરમાં ૧૦, ભરૂચમાં ૩ અને મહેસાણામાં ૫ કેન્દ્ર શરૂ થશે. રાજકોટમાં ૫, ખેડા, આણંદ વલસડ અને સાબરકાંઠામાં ૪-૪ કેન્દ્રો શરૂ થશે. આ સાથે પાટણ અને બનાસકાંઠામાં ૭-૭ નવસારી અને મોરબીમાં ૬-૬ કેન્દ્રો શરૂ થશે.

અમદાવાદ ખાતેથી નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાયો છે. જેથી હવે રાજ્યભરમાં ૨૭૩ કડીયાનાકા ખાતેથી શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળશે. શ્રમિકોને માત્ર ૫ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. નોંધનિય છે કે, હાલમાં ૧૧૮ ભોજન કેન્દ્રોથી ૫૫ લાખથી વધુ શ્રમિકોને લાભ મળશે તો નવા ભોજન વિતરણ કેન્દ્રો શરુ થતાં દરરોજ ૭૫ હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે.

આ પણ વાંચો :-

ACBની ટીમે સુરતના PSIને લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

0

સુરતમાં ફરી એકવાર ACBની સફળ ટ્રેપની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતમાં એક PSI રૂ.૫૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા છે. પ્રાથમિક વિગતો મુજબ PSIએ છેતરપિંડીના કેસની તપાસમાં ફરિયાદી પાસે ૫૦,૦૦૦ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ACBની ટીમે સુરતના આ લાંચિયા PSIને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો.

સુરતના માંગરોળના પાલોદ આઉટ પોસ્ટ PSI તરીકે ફરજ બજાવતા જે.કે.મૂળિયાની દિવાળી બગડી છે. વિગતો મુજબ છેતરપિંડીના એક કેસની તપાસમાં PSI જે.કે.મૂળિયાએ ફરિયાદીને હેરાન પરેશાન ન કરવા રૂ.૫૦,૦૦૦ની લાંચ માંગી હતી. આ તરફ ફરિયાદી એક જાગૃત નાગરિક તરીકે લાંચ આપવા માંગતા ન હોઇ તેમણે ACBને સમગ્ર મામલે જાણ કરી હતી. જે બાદમાં ACBની ટીમે PSI જે.કે.મૂળિયાને રૂ.૫૦,૦૦૦ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આ તરફ હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ધનતેરસ,૨૦૨૩/ આજે ધનતેરસ, જાણો ધનલક્ષ્‍‍મીની પૂજા અને ખરીદી માટેનો શુભ સમય

0

હિંદુ ધર્મમાં દિવાળીના પાંચ દિવસીય તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે શુભ સમયે સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. પરંતુ આ વર્ષે ધનતેરસને લઇ લોકોમાં કન્ફ્યુઝન છે. તો ચાલો જાણીએ યોગ્ય તારીખ..

ધનતેરસ પર નવી વસ્તુઓની ખરીદીનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે જે પણ ધનતેરસ પર ખરીદી કરે છે તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુઓ વર્ષો સુધી શુભ ફળ આપે છે.

દર વર્ષે ધનતેરસનો તહેવાર કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ તિથિએ ભગવાન ધન્વંતરિ સોનાના ઘડા સાથે પ્રગટ થયા હતા. આ ઉપરાંત આયુર્વેદના દેવતા ધન્વંતરિની જન્મજયંતિ પણ ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ ૧૦ નવેમ્બરે છે. ધનતેરસ પર નવી વસ્તુઓની ખરીદીનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે જે પણ ધનતેરસ પર ખરીદી કરે છે તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુઓ વર્ષો સુધી શુભ ફળ આપે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ વર્ષે ધનતેરસ પર ખરીદી માટેનો શુભ સમય, તેનું મહત્વ અને આ દિવસે શું ખરીદવું અને શું ન ખરીદવું..

  • ધનતેરસના શુભ સમયે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, ધનતેરસના દિવસે એટલે કે 10મી નવેમ્બરે બપોરે ૧૨:૩૫ વાગ્યાથી બીજા દિવસે એટલે કે ૧૧મી નવેમ્બરની સવાર સુધી ખરીદી માટેનો શુભ સમય છે.
  • ધનતેરસના પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશ, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજાનો શુભ સમય ૧૦ નવેમ્બર, શુક્રવારના રોજ સાંજે ૦૫:૪૭ થી ૦૭:૪૭ સુધીનો રાહે છે.
  • ધનતેરસના શુભ સમય દરમિયાન વાસણો અને સોના-ચાંદી સિવાય વાહન, સ્થાવર મિલકતના સોદા, લક્ઝરી વસ્તુઓ અને અન્ય ઘરવપરાશની વસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદેલી જંગમ અને જંગમ મિલકત તેર ગણી વધી જાય છે.
  • ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી, માતા લક્ષ્મી, કુબેર, યમરાજ અને ભગવાન ગણેશની પૂજા કરો. ધનતેરસના દિવસે ઘરની અંદર અને બહાર ૧૩ દીવા પ્રગટાવવાથી રોગો દૂર થઈ શકે છે.
  • દાન કરવું એ પુણ્યનું કાર્ય છે. એવું માનવામાં આવે છે કે દાન કરવાથી પાછલા જન્મના પાપ ધોવાઇ જાય છે. ધનતેરસના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે.
  • જો તમે આ દિવસે સૂર્યાસ્ત પહેલા દાન કરશો તો તમને પૈસાની કમીનો સામનો કરવો પડશે નહીં. જો કે આ દિવસે સફેદ કપડા, ચોખા, ખાંડ વગેરેનું દાન ન કરવું જોઈએ.

દંતકથા અનુસાર, જ્યારે અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું, ત્યારે તેમાંથી એક પછી એક ચૌદ રત્નો પ્રાપ્ત થયા હતા. સાગર મંથન પછી છેલ્લે અમૃત પ્રાપ્ત થયું હતું. એવું કહેવાય છે કે ભગવાન ધન્વંતરી સમુદ્રમાંથી અમૃતનું વાસણ લઈને પ્રગટ થયા હતા. જે દિવસે ભગવાન ધન્વંતરિ અમૃતના પાત્ર સાથે પ્રગટ થયા તે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ હતી, તેથી ધનતેરસ અથવા ધનત્રયોદશીના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે.

આ પણ વાંચો :-

• સુરતમાં વધુ એક ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ, દેશમાં બ્રિજ સિટી તરીકે પ્રસ્થાપિત

• જામનગરમાં યોગ કરતાં કરતાં તરુણને મળ્યું મોત

૧૦, નવેમ્બર ૨૦૨૩/ શુક્રવાર અને ધનતેરસનો આજનો દિવસ ૪ રાશિના જાતકો માટે રહેવો છે ખુબ જ લાભકારી, જાણો તમારી રાશિ

0

મેષઃ

માનસિક ‌ચિંતા વધતી જણાય. પ્રયત્નો પછી પણ ધારેલી આવક મેળવવામાં નિરાશા સાંપડે. ધંધાકીય ક્ષેત્રે લાંબાગાળાના નિર્ણયો ફાયદાકારક સાબિત થાય. માન-સન્માનમાં વધારો થાય. શરદી-ખાંસીથી પરેશાની. મશીનરી તથા સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભઃ

મનોરંજન માટે ખર્ચનું પ્રમાણ રહે. આવક જળવા. પરિવારમાં ઉગ્રતા ભર્યું વાતાવરણ રહે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. મિત્રોનો સાથ સહકાર મળે તથા જુના મિત્રોને મળવાનો યોગ બને. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

મિથુનઃ

વાણીના યોગ્ય ઉપયોગ દ્વારા કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. એકાઉન્ટસ, એડવોકેટ, વીમા જેવા વ્યવસાયમાં વિશેષ ફાયદો. માતૃપક્ષ તરફથી લાભ. નવા વાહનની ખરીદી શક્ય બને. આરોગ્ય જળવાય.

કર્કઃ

પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. આરોગ્ય જળવાય. શુભ પ્રસંગમાં સામેલ થઇ શકો. આર્થિક પાસુ મજબુત બને છે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય.

સિંહઃ

આવકમાં વધારો થતો જણાય. જુની ઉઘરાણી છુટી થાય. નાના ભાઇ-બહેનની સફળતાથી આનંદ. નોકરીમાં આનંદનું વાતાવરણ રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ.

કન્યાઃ

વ્યવહારિક ડહાપણને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. નકામા વિચારો મન ઉપર હાવી થાય. નવું શીખવાની ઇચ્છા થાય. ટેક્ષટાઇલ, પબ્લીશર, વક્તા, સેલ્સમેન જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ

આવક કરતાં ખર્ચનું પ્રમાણ ઘટે. માતાની તબિયત સાચવવી. પરિવારમાં આનંદ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. ધંધામાં વધુ મહેનત જરૂરી. નોકરીના સ્થળે શાંતિથી કામ લેવું.

વૃશ્ચિકઃ

કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક મેળવી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. ધાર્મિક પ્રસંગમાં સહભાગી બની શકો. મિત્રો સાથે મિલન-મુલાકાતના પ્રસંગ બને.

ધનઃ

આપની નોકરીના કાર્યક્ષેત્રમાં આનંદનો અનુભવ થાય. ઉપરી અધિકારી દ્વારા યશના ભાગીદાર બની શકો. ધંધાકીય ક્ષેત્રે આવક વધતી જણાય. ધંધાના વિકાસ માટે યોગ્ય નિર્ણય લઇ શકાય. માતૃસુખમાં વધારો થતો જણાય.

મકરઃ

ધાર્મિક પ્રસંગોમાં સહભાગી થવાય. ભાગ્યનો સાથ મળતા આવકમાં વૃધ્ધિ થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય. પરિવારમાં પ્રેમની ભાવના બળવત્તર બને. જીવનસાથી ની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

કુંભઃ

માનસિક ચિંતા વધતી જણાય. વિચારોમાં નકારાત્મકતા વધે. શરદી,ખાંસી તાવથી પરેશાની રહે. બહાર નીકળવાનું ટાળવું. ચેપ લાગવાની શક્યતા છે. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. માતૃસુખમાં વધારો થાય. મિત્રોનો સાથ મળે.

મીનઃ

મનોબળ વધતું જણાય. યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક મેળવવી શક્ય બને. જીવનસાથી સાથે મધુરતાનો અનુભવ થાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન તરફથી ચિંતામાં વધારો થતો જણાય.

આ પણ વાંચો :-

 

• સુરતમાં વધુ એક ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ, દેશમાં બ્રિજ સિટી તરીકે પ્રસ્થાપિત

• જામનગરમાં યોગ કરતાં કરતાં તરુણને મળ્યું મોત

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ૩૯ મીડિયાકર્મીના મોત, ૧૦૦થી વધું ઘાયલ

0

હમાસ દ્વારા ૭ ઓક્ટોબરે ઈઝરાયલ વિરુદ્ધ મોટાપાયે હુમલા કરાયા બાદથી હમાસ અને ઈઝરાયલના યુદ્ધમાં કવરેજ કરનારા ઓછામાં ઓછા ૩૯ પત્રકારો અને મીડિયાકર્મીઓ હિંસામાં જીવ ગુમાવી ચૂક્યા છે. કમિટી ટૂ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ (CPJ) એ એક રિપોર્ટમાં આ માહિતી આપી હતી.

ન્યુયોર્કમાં આવેલા એનજીઓએ ૧૯૯૨માં રેકોર્ડ રાખવાની શરૂઆત કરી હતી. તેણે તેના તાજેતરના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે છેલ્લાં ૩૨ વર્ષોમાં ઓક્ટોબર ૨૦૨૩ વૈશ્વિક સ્તરે પત્રકારો માટે સૌથી ઘાતક મહિનો રહ્યો. માર્યા ગયેલા ૩૯ મીડિયાકર્મીઓમાંથી ૩૪ પેલેસ્ટિની, ચાર ઈઝરાયલી અને એક લેબનાની હતો.

CPJએ એમ પણ કહ્યું કે અન્ય આઠ પત્રકારો ઘાયલ થયા હતા અને ત્રણ હજુ ગુમ છે જ્યારે ૧૩ની ધરપકડ કરી લેવામાં આવી હતી. દરમિયાન અનેક હુમલા, ધમકીઓ, સાઈબર હુમલા, સેન્સરશીપ અને પત્રકારોના પરિવારના સભ્યોની હત્યાના પણ અહેવાલ હતા. CPJએ કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.  ઉલ્લેખનીય છે કે યુદ્ધ શરૂ થયા બાદથી ગાઝામાં ૧૦, ૫૬૯ લોકો જ્યારે ઈઝરાયલમાં ૧૪૦૦ લોકો અને વેસ્ટ બેન્કમાં ૧૫૦ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.

આ પણ વાંચો :-

સુરતમાં વધુ એક ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ, દેશમાં બ્રિજ સિટી તરીકે પ્રસ્થાપિત

0

સુરત શહેરમાં આજે ભાઠેના ખાતે વધુ એક ફ્લાય ઓવર બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ભાઠેના ખાતે આજથી શરૂ થયેલા બ્રિજને કારણે ટેક્સટાઈલ માર્કેટ અને હાઈવે પર પહોંચવા માટે વાહન ચાલકોને ભારે રાહત મળશે. અંદાજે ૩૭ કરોડ રૂપિયાના ખર્ચે ૫૬૦ મીટર લાંબા બ્રિજના નિર્માણને કારણે પ્રતિદિન સરેરાશ ૧૦ લાખ લોકોને સીધો લાભ મળતાં રોજીંદા ટ્રાફિક જામની સમસ્યાથી પણ નાગરિકોને રાહત મળશે.

માથેના ફ્લાવર બ્રિજ ના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર એક તબક્કે ટેક્સટાઈલ નગરી અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું હતું. જે હવે બ્રિજ સિટી તરીકે પણ પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યું છે. સંભવતઃ સમગ્ર દેશમાં સુરત શહેરમાં સૌથી વધુ ફ્લાય ઓવર અને રેલવે ઓવર બ્રિજ તથા ખાડી બ્રિજ મળીને હાલ સુરત શહેરમાં ૧૨૧ બ્રિજ છે.

ભારણ અને વાહન ચાલકોને હાલાકીને ધ્યાને રાખીને સુરત મહાનગર પાલિકા દ્વારા જરૂરી સર્વે હાથ ધર્યા બાદ ભાઠેના ખાતે ફ્લાય ઓવર બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકા નાગરિકોની સુવિધા અને ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરવા માટે હરહંમેશ કટિબદ્ધ છે. આજે સુરત શહેરનો વિકાસ દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયાના શહેરો માટે ઉદાહરણ રૂપ સાબિત થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

જામનગરમાં યોગ કરતાં કરતાં તરુણને મળ્યું મોત

0

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે. પરંતુ જામનગરમાં ૧૩ વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ ઓમ ગંડેચા છે. મૃતક વિદ્યાર્થીની લાશને મુંબઈથી જામનગર લાવવામાં આવી છે.

અગાઉ રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં પણ એક વિદ્યાર્થીનું મોત થયું હતું. ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતો મુદ્દિત નડિયાપરા નામનો વિદ્યાર્થી તેના વર્ગખંડમાં બેઠો હતો. ત્યારબાદ તે અચાનક બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ૧૭ વર્ષના આશાસ્પદ યુવાનના મોત બાદ પરિવારમાં ફરી શોક છવાઈ ગયો હતો.

આ પણ વાંચો :-

ઓજસ્વી ફાઉન્ડેશન સહિત સુરતમાં ૭ સ્થળો પર EDના દરોડા

0

સુરત શહેરના અલગ અલગ ૭ સ્થળો પર EDના દરોડા પડ્યા છે. જેમાં ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા પડ્યા છે. તેમાં એક કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. હવાલાથી વિદેશમાં નાણાં મોકલવાનું તપાસમાં બહા આવ્યું છે.

એચ.વી અને પીએમ અંગળીયા પેઢીમાં પણ તપાસ કરાઇ છે. અગાઉ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગ કેસમાં EDની ટીમે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં EDની ટીમે ટીપી ગ્લોબલ એફએક્સની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. ગેરકાયદેસર વિદેશી ચલણના વેપાર મુદ્દે કાર્યવાહીનો ધમધમાટ ચાલુ કર્યો હતો. આ તપાસ દરમિયાન અમદાવાદમાં ૧.૩૬ કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧.૨ કિલો સોનુ અને ૨ કાર પણ કબ્જે લેવામાં આવી હતી. આ સિવાય બેન્ક એકાઉન્ટમાં રાખવામાં આવેલા ૧૪.૭૪ લાખ રૂપિયા પણ ફ્રિઝ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ ૨૪૨.૨૪ કરોડની મિલક કબ્જો લેવામાં આવ્યો છે.

ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા પડ્યા છે. તેમાં એક કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. હવાલાથી વિદેશમાં નાણાં મોકલવાનું તપાસમાં બહાર આવ્યું છે. એચ.વી અને પીએમ અંગળીયા પેઢીમાં પણ તપાસ કરાઈ છે.

આ પણ વાંચો :-