ACBની ટીમે સુરતના PSIને લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Share this story

સુરતમાં ફરી એકવાર ACBની સફળ ટ્રેપની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતમાં એક PSI રૂ.૫૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા છે. પ્રાથમિક વિગતો મુજબ PSIએ છેતરપિંડીના કેસની તપાસમાં ફરિયાદી પાસે ૫૦,૦૦૦ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ACBની ટીમે સુરતના આ લાંચિયા PSIને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો.

સુરતના માંગરોળના પાલોદ આઉટ પોસ્ટ PSI તરીકે ફરજ બજાવતા જે.કે.મૂળિયાની દિવાળી બગડી છે. વિગતો મુજબ છેતરપિંડીના એક કેસની તપાસમાં PSI જે.કે.મૂળિયાએ ફરિયાદીને હેરાન પરેશાન ન કરવા રૂ.૫૦,૦૦૦ની લાંચ માંગી હતી. આ તરફ ફરિયાદી એક જાગૃત નાગરિક તરીકે લાંચ આપવા માંગતા ન હોઇ તેમણે ACBને સમગ્ર મામલે જાણ કરી હતી. જે બાદમાં ACBની ટીમે PSI જે.કે.મૂળિયાને રૂ.૫૦,૦૦૦ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આ તરફ હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-