Home Blog Page 904

સુરતમાં વધુ એક ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ, દેશમાં બ્રિજ સિટી તરીકે પ્રસ્થાપિત

0

સુરત શહેરમાં આજે ભાઠેના ખાતે વધુ એક ફ્લાય ઓવર બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ભાઠેના ખાતે આજથી શરૂ થયેલા બ્રિજને કારણે ટેક્સટાઈલ માર્કેટ અને હાઈવે પર પહોંચવા માટે વાહન ચાલકોને ભારે રાહત મળશે. અંદાજે ૩૭ કરોડ રૂપિયાના ખર્ચે ૫૬૦ મીટર લાંબા બ્રિજના નિર્માણને કારણે પ્રતિદિન સરેરાશ ૧૦ લાખ લોકોને સીધો લાભ મળતાં રોજીંદા ટ્રાફિક જામની સમસ્યાથી પણ નાગરિકોને રાહત મળશે.

માથેના ફ્લાવર બ્રિજ ના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર એક તબક્કે ટેક્સટાઈલ નગરી અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું હતું. જે હવે બ્રિજ સિટી તરીકે પણ પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યું છે. સંભવતઃ સમગ્ર દેશમાં સુરત શહેરમાં સૌથી વધુ ફ્લાય ઓવર અને રેલવે ઓવર બ્રિજ તથા ખાડી બ્રિજ મળીને હાલ સુરત શહેરમાં ૧૨૧ બ્રિજ છે.

ભારણ અને વાહન ચાલકોને હાલાકીને ધ્યાને રાખીને સુરત મહાનગર પાલિકા દ્વારા જરૂરી સર્વે હાથ ધર્યા બાદ ભાઠેના ખાતે ફ્લાય ઓવર બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકા નાગરિકોની સુવિધા અને ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરવા માટે હરહંમેશ કટિબદ્ધ છે. આજે સુરત શહેરનો વિકાસ દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયાના શહેરો માટે ઉદાહરણ રૂપ સાબિત થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

જામનગરમાં યોગ કરતાં કરતાં તરુણને મળ્યું મોત

0

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે. પરંતુ જામનગરમાં ૧૩ વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ ઓમ ગંડેચા છે. મૃતક વિદ્યાર્થીની લાશને મુંબઈથી જામનગર લાવવામાં આવી છે.

અગાઉ રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં પણ એક વિદ્યાર્થીનું મોત થયું હતું. ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતો મુદ્દિત નડિયાપરા નામનો વિદ્યાર્થી તેના વર્ગખંડમાં બેઠો હતો. ત્યારબાદ તે અચાનક બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ૧૭ વર્ષના આશાસ્પદ યુવાનના મોત બાદ પરિવારમાં ફરી શોક છવાઈ ગયો હતો.

આ પણ વાંચો :-

ઓજસ્વી ફાઉન્ડેશન સહિત સુરતમાં ૭ સ્થળો પર EDના દરોડા

0

સુરત શહેરના અલગ અલગ ૭ સ્થળો પર EDના દરોડા પડ્યા છે. જેમાં ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા પડ્યા છે. તેમાં એક કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. હવાલાથી વિદેશમાં નાણાં મોકલવાનું તપાસમાં બહા આવ્યું છે.

એચ.વી અને પીએમ અંગળીયા પેઢીમાં પણ તપાસ કરાઇ છે. અગાઉ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગ કેસમાં EDની ટીમે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં EDની ટીમે ટીપી ગ્લોબલ એફએક્સની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. ગેરકાયદેસર વિદેશી ચલણના વેપાર મુદ્દે કાર્યવાહીનો ધમધમાટ ચાલુ કર્યો હતો. આ તપાસ દરમિયાન અમદાવાદમાં ૧.૩૬ કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧.૨ કિલો સોનુ અને ૨ કાર પણ કબ્જે લેવામાં આવી હતી. આ સિવાય બેન્ક એકાઉન્ટમાં રાખવામાં આવેલા ૧૪.૭૪ લાખ રૂપિયા પણ ફ્રિઝ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ ૨૪૨.૨૪ કરોડની મિલક કબ્જો લેવામાં આવ્યો છે.

ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા પડ્યા છે. તેમાં એક કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. હવાલાથી વિદેશમાં નાણાં મોકલવાનું તપાસમાં બહાર આવ્યું છે. એચ.વી અને પીએમ અંગળીયા પેઢીમાં પણ તપાસ કરાઈ છે.

આ પણ વાંચો :-

MP-MLAs વિરુદ્ધના કેસોનો નિકાલ લાવવા હાઇકોર્ટોને સુપ્રીમ કોર્ટનો આદેશ

0

સુપ્રીમ કોર્ટે સાંસદો અને ધારાસભ્ય વિરુધ લાંબા સમયથી પેન્ડીંગ પડેલા કેસ પર ઝડપથી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે તમામ હાઈકોર્ટને આદેશ આપતા કહ્યું કે, મુખ્ય ન્યાયાધીશો પોતે સુઓ મોટો સંજ્ઞાન લઈ એક કેસ નોંધો તેમજ કોર્ટમાં ચાલતા કેસોનું નિરીક્ષણ કરે. સુપ્રીમ કોર્ટે વધુમાં આદેશ આપતા કહ્યું કે,  હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આ કેસોના નિકાલ માટે સમયાંતરે જિલ્લા ન્યાયાધીશ પાસેથી રિપોર્ટ લેતા રહે અને સાંસદ-ધારાસભ્ય વિરૂદ્ધ પેન્ડિંગ કેસની વિગતો સતત વેબસાઇટ પર અપડેટ કરે.

સાંસદો-ધારાસભ્યો વિરુધ વધી રહેલા અપરાધિક કેસોને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તે તમામ રાજ્યોમાં વિશેષ સાંસદ-ધારાસભ્ય અદાલતો બનાવવાનો આદેશ આપ્યો હતો જ્યાં આ જનપ્રતિનિધિઓ સામે કુલ 65થી વધુ કેસ પેન્ડિંગ છે. કોર્ટના આદેશ બાદ, કેન્દ્ર સરકારે ૧૨ રાજ્યોમાં ૦૧ વિશેષ અદાલતની સ્થાપના કરી છે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ અદાલતોમાં કેસોની ઝડપથી સુનાવણી થઈ રહી નથી. કેસોની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ પેન્ડિંગ કેસો શા માટે પેન્ડિંગ છે અને તેનું ઝડપથી નિરાકરણ કેમ નથી થઈ રહ્યું તે અંગે માહિતી માગી.

આ પણ વાંચો :-

દુનિયાની બીજી બાજુ યહૂદીઓ પર હુમલો થવાનો હતો, મોસાદને છેલ્લી ક્ષણે આશ્ચર્ય થયું

0

હમાસ વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ વચ્ચે ઈઝરાઇલની ગુપ્તચર સંસ્થા મોસાદે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. મોસાદના જાસૂસોએ બ્રાઝિલમાં યહૂદી અને ઈઝરાઆઇલના ટાર્ગેટ પર આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. રિપોર્ટ અનુસાર ઈરાન સમર્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહ આ હુમલાની યોજના બનાવી રહ્યું હતું. આવી કાર્યવાહી મોસાદને તેની છબી પાછી મેળવવામાં મદદ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ઈઝરાઇલની ગુપ્તચર એજન્સીને દુનિયાની સૌથી ઘાતક એજન્સી માનવામાં આવે છે. જો કે, ઈઝરાઇલના શહેરો પર હમાસના હુમલા બાદ આ છબીને નુકસાન થયું છે.

બ્રાઝિલ સરકાર દ્વારા આ કાર્યવાહીની પુષ્ટિ કરવામાં આવી છે. તેણે કહ્યું કે યહૂદીઓ પર હુમલો કરવાની યોજનાને નિષ્ફળ બનાવી દેવામાં આવી છે.  બ્રાઝિલના વડા પ્રધાન કાર્યાલયે કહ્યું, ‘બ્રાઝિલમાં સુરક્ષા દળોએ મોસાદના ભાગીદારો સાથે મળીને હિઝબુલ્લાહ દ્વારા આયોજિત આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. ઈરાન આ ઓપરેશનમાં આર્થિક મદદ કરી રહ્યું હતું.

સુરક્ષા નિષ્ણાતોએ લાંબા સમયથી બ્રાઝિલ, આર્જેન્ટિના અને પેરાગ્વે વચ્ચેના સરહદી વિસ્તારોમાં કથિત હિઝબુલ્લાહ પ્રવૃત્તિઓ પર નજર રાખી છે. ઈરાન સમર્થિત જૂથ સ્થિત છે જ્યાં તેની સંસદ અને સરકારમાં બેઠકો છે. લેબનોનમાં સ્થિત છે જ્યાં તેની સંસદ અને સરકારમાં બેઠકો છે. “ગાઝામાં યુદ્ધના પગલે, હિઝબોલ્લાહ અને ઈરાની શાસન વિશ્વભરમાં ઈઝરાઇલ, યહૂદી અને પશ્ચિમી લક્ષ્યો પર હુમલો કરવા માટે કામ કરી રહ્યા છે,” ઈઝરાઇલના વડા પ્રધાનની વેબસાઈટ પર પ્રકાશિત મોસાદના નિવેદનમાં જણાવાયું છે.

ઈઝરાઇલ-ગાઝા યુદ્ધ ૭ ઓક્ટોબરે શરૂ થયું હતું જ્યારે આતંકવાદી જૂથ હમાસે દક્ષિણ ઈઝરાઇલમાં ઓછામાં ઓછા ૧,૪૦૦ લોકોની હત્યા કરી હતી અને ૨૦૦ થી વધુને કબજે કર્યા હતા. ઇઝરાયેલે હમાસ સામે યુદ્ધની ઘોષણા કરી અને ત્યારથી ગાઝા પર વારંવાર બોમ્બ ધડાકા કર્યા, જેમાં ૧૦,૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા. તમને જણાવી દઈએ કે હમાસ હિઝબુલ્લાહ સાથે જોડાયેલું છે અને ગાઝાનું નિયંત્રણ કરે છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત, સુરતમાં સિક્યુરિટી ગાર્ડનું મોત

0

ગુજરાતમાં નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે. મોરબીના નાની વાવડી ગામે શિક્ષકને હાર્ટ એટેક આવતા મોત થયું છે. દીપકભાઈ મોરબીના નાની વાવડી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં. તેમના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે.

સુરતમાં પણ હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. સુરતમાં ચાની દુકાન સામે જ સિક્યુરિટી ગાર્ડને હાર્ટ એટેક આવતા મોત થયું છે. સુરતના વેસુ વિસ્તારમાં આ ઘટના બની છે. ચા પીતા પીતા તબીયત લથડી હતી. ત્યાર બાદ સિક્યુરિટી ગાર્ડ બેભાન થઈ ગયો હતો. ગાર્ડનું હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન છે.

હૃદયરોગના નિષ્ણાતો કહે છે કે પ્રદૂષણથી હૃદયના સ્વાસ્થ્ય પર ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની બંને આડઅસરો થઈ શકે છે. હવામાં રહેલા PM ૨.૫ ના સૂક્ષ્મ કણો ફેફસાં અને લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે. આ માત્ર બળતરાના જોખમનું કારણ નથી પરંતુ ગંભીર પરિસ્થિતિઓમાં, તે હૃદય રોગ, હાર્ટ એટેક, સ્ટ્રોક, ફેફસાની સમસ્યાઓના વિકાસ તરફ દોરી શકે છે. નાઈટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા કોઈપણ પ્રકારના રજકણોના સંપર્કમાં આવવાથી સમય જતાં ક્રોનિક રોગો થવાનું જોખમ વધે છે.

આ પણ વાંચો :-

બાલાકોટ હવાઈ હુમલામાં ભારતે જે બૉમ્બનો કર્યો હતો ઉપયોગ, તેનાથી જ ઈઝરાઇલ ઉડાડશે હમાસની સુરંગો

0

ઈઝરાઇલ-હમાસ યુદ્ધ વચ્ચે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બાલાકોટ એર સ્ટ્રાઇકમાં ભારતે જે બૉમ્બનો કર્યો હતો એ જ બોમ્બનો ઉપયોગ હવે ઈઝરાઇલ હમાસની સુરંગો ઉડાડશે. જો બાઈડન વહીવટીતંત્ર ઇઝરાઇલને $૩૨૦ મિલિયન મૂલ્યના સ્પાઇસ સટીક બોમ્બ આપવાનું આયોજન કરી રહ્યું છે. ગાઝામાં ઈઝરાઇલના લશ્કરી અભિયાન દરમિયાન વધતા નાગરિકોના મૃત્યુ અંગે કોંગ્રેસ અને કેટલાક યુએસ અધિકારીઓમાં વધતી જતી ચિંતાઓ વચ્ચે આ એક મુખ્ય શસ્ત્ર સોદો છે. એક અહેવાલ મુજબ, વહીવટીતંત્રે ૩૧ ઓક્ટોબરના રોજ કોંગ્રેસના નેતાઓને સ્પાઈસ ફેમિલી ગ્લાઈડિંગ બોમ્બ એસેમ્બલીના આયોજિત સ્થાનાંતરણ વિશે ઔપચારિક સૂચના મોકલી હતી, જે યુદ્ધ વિમાનો દ્વારા ચલાવવામાં આવતા ચોકસાઇ માર્ગદર્શિત શસ્ત્રોનો એક પ્રકાર છે.

કરાર હેઠળ શસ્ત્ર ઉત્પાદક રાફેલ યુએસએ ઈઝરાઇલના સંરક્ષણ મંત્રાલય દ્વારા ઉપયોગ માટે બોમ્બને તેની ઈઝરાઇલી મૂળ કંપની રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સને ટ્રાન્સફર કરશે. આ યોજનામાં હથિયારોના ઉપયોગથી સંબંધિત સપોર્ટ, એસેમ્બલી, ટેસ્ટિંગ અને અન્ય ટેક્નોલોજીની જોગવાઈ પણ સામેલ છે. આ સમાન શસ્ત્રોમાંથી $402 મિલિયન ટ્રાન્સફર કરવાની યોજના છે, જેના માટે વહીવટીતંત્રે સૌ પ્રથમ ૨૦૨૦ માં કોંગ્રેસની મંજૂરી માંગી હતી.

ઈઝરાઇલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ જેટલું લાંબું ચાલશે તેટલું વધુ વિનાશક બનશે, કારણ કે અમેરિકા અને ઈઝરાઇલ હથિયારોની બાબતમાં મહાસત્તા છે. ઈઝરાઇલ હવે ગાઝા પર સ્પાઇસ (સ્માર્ટ, પ્રિસાઇઝ ઇમ્પેક્ટ, કોસ્ટ-ઇફેક્ટિવ) સટીક બોમ્બ વડે હુમલો કરવા જઇ રહ્યું છે. આ સ્પાઇસ સટીક બોમ્બ ની વિશેષતા એ છે કે, નેવિગેશન વિના પણ તે પિનપોઈન્ટ એક્યુરેસી બિલ્ડિંગની છતમાં ઘૂસી જાય છે અને પછી જોરદાર વિસ્ફોટ થાય છે. આ બોમ્બના આગમન સાથે ગાઝા પર ઇઝરાયેલના લક્ષ્યાંકિત હુમલાઓ વધુ તીવ્ર બનશે અને નાગરિક માળખાગત સુવિધાઓને ઓછું નુકસાન થશે.

  • સ્પાઈસ ૨૫૦: ૧૩ kg (૨૪૯ lb) ગ્લાઈડ બોમ્બ એડ-ઓન કીટને બદલે સંપૂર્ણ સિસ્ટમ તરીકે ડિઝાઇન
  • કરવામાં આવ્યો છે. તે GPS-નકારેલા વાતાવરણમાં જમીન અને સમુદ્ર બંને પર સ્થિર, ગતિશીલ લક્ષ્યોને હિટ કરી શકે છે. તે ૨૦૦૩ થી ઈઝરાઇલી એરફોર્સ અને વિશ્વના અન્ય ઘણા દેશો સાથે કાર્યરત છે.
  • SPICE ૧૦૦૦:૪૫૦ kg (૧,૦૦૦ lb) જેમ કે MK-૮૩, BLU-૧૧૦, RAP-૧૦૦૦ અને અન્ય
  • સ્પાઇસ ૨૦૦૦: MK-૮૪, BLU-૧૦૯, RAP-૨,૦૦૦ અને અન્ય જેવા ૯૦૦ kg (૨,૦૦૦ lb) વૉરહેડ્સ માટે ઍડ-ઑન કીટ. આ બોમ્બનો ઉપયોગ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય મિરાજ-૨,૦૦૦ એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.

હમાસ દ્વારા સંચાલિત એન્ક્લેવમાં સ્થાનિક આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝા પર ઈઝરાઇલના સતત હુમલાથી મૃત્યુઆંક સોમવારે ૧૦,૦૦૦ ને વટાવી ગયો હોવાથી આયોજિત શસ્ત્ર સોદો આવ્યો છે. પેલેસ્ટિનિયન ઓથોરિટી-સંલગ્ન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર યુદ્ધ નાગરિકો અને લડવૈયાઓ વચ્ચે ભેદ પાડતું નથી, પરંતુ ગાઝામાં માર્યા ગયેલા લોકોમાંથી બે તૃતીયાંશ કરતાં વધુ મહિલાઓ, બાળકો અને વૃદ્ધો છે.

આ પણ વાંચો :-

 

સીરિયામાં ઈરાન સાથે સંકળાયેલા સ્થળો પર અમેરિકાનો હવાઈ હુમલો, ૯નાં મોત

0

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. આ હુમલાના જવાબમાં અમેરિકાએ બુધવારના રોજ સીરિયા પર હવાઈ હુમલો કર્યો, જેમાં ઈરાન સમર્થિત જૂથના કુલ ૯ લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ આ હુમલો ઈરાન સમર્થિત મિલિશિયા દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોના વેરહાઉસ પર કર્યો હતો.

ઇઝરાઇલ-હમાસ યુદ્ધને અમેરિકા ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યું છે. અમેરિકા પણ આડકતરી રીતે આ યુદ્ધમાં કૂદી પડ્યું છે, બુધવારે અમેરિકાએ પૂર્વ સીરિયામાં હમાસને ટેકો આપતા ઈરાન સાથે જોડાયેલા હથિયારોના સંગ્રહ કેન્દ્ર પર હુમલો કર્યો હતો અને બે અઠવાડિયામાં આ બીજી વખત છે જયારે અમેરિકાએ સીરિયામાં કોઈ સ્થળને નિશાન બનાવ્યું હોય. આ હુમલામાં ૯ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.

યુએસ આર્મીએ સીરિયામાં બે હથિયારો અને સામાનના વેરહાઉસ પર હુમલો કર્યો હતો, જેનો ઉપયોગ IRGC અને સંલગ્ન જૂથો દ્વારા કરવામાં આવતો હોવાનો આરોપ હતો. જોકે, આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.  ઈરાન સમર્થિત જૂથ દ્વારા ૧૭ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૦ એવા હુમલા કરવામાં આવ્યા છે જેમાં અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકા ઈરાન અને તેના સાથી દેશોને ઇઝરાઇલ-હમાસ સંઘર્ષને પ્રાદેશિક યુદ્ધમાં ફેરવતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના કારણે તે ઈરાની સમર્થિત લક્ષ્યો પર હુમલો કરી તેનું નિયંત્રણ કરી રહ્યું છે.

હવે જ્યારથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અમેરિકન સૈનિકો પર હુમલા વધી ગયા છે. જણાવી દઈએ કે ૭ ઓક્ટોબરના રોજ આતંકી સંગઠન હમાસે ગાઝાથી એક સાથે ૫ હજાર રોકેટ છોડીને ઈઝરાયેલમાં તબાહી મચાવી હતી. આ હુમલાઓમાં ૧૪૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ત્યારપછી ઈઝરાયલની સેના પણ ગાઝા પટ્ટીમાં હમાસને જડબાતોડ જવાબ આપી રહી છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ગાઝાના ૧૦,૫૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. આ માહિતી હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે.

જણાવી દઈએ કે ઈસ્લામિક સ્ટેટ જૂથને ફરી વધતા રોકવાના પ્રયાસોના ભાગરૂપે લગભગ ૨૫૦૦ અમેરિકન સૈનિકો ઈરાકમાં અને લગભગ ૯૦૦ અમેરિકન સૈનિકો સીરિયામાં તૈનાત છે.

આ પણ વાંચો :-

અમદાવાદના બગોદરા હાઈવે પર મોટી અકસ્માત, ૨ યુવકોના મોત, ૨ લોકો થયા ઈજાગ્રસ્ત

0

અમદાવાદમાં ફરી એકવાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાત્રે ચાર મિત્રો કાર લઈને જમવા નીકળ્યા બાદ અકસ્માત સર્જાતાં બે યુવકના મોત થયા છે. વિગતો મુજબ કારને અજાણ્યા વાહને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. અન્ય વાહનની ટક્કરથી સર્જાયેલ આ અકસ્માત એટલો દર્દનાક હતો કે બે યુવકોના તો ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ તરફ અન્ય બે યુવકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રિના સમયે બગોદરા હાઇવે પર રોયકા ચોકડી પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારને અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત થતાં ૨ યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ તરફ અકસ્માતમાં અન્ય ૨ યુવકો ઈજાગ્રસ્ત થતાં એકને સોલા સિવિલ અને એકને બાવળા સિવિલમાં ખસેડાયો છે.

પ્રાથમિક વિગતો મુજબ મૂળ બાવળા ગ્રામ્ય વિસ્તારના રહેવાસી ચાર મિત્રો કાર લઈને રાત્રિના સમયે જમવા નીકળ્યા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા વાહનને તેમની કારને અડફેટે લીધી હતી. જેમાં ગંભીર ઇજાઓને કારને બે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જોકે અન્ય બે યુવકોને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ ઘટનાને લઈ બગોદરા પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

૦૯, નવેમ્બર ૨૦૨૩/ ગુમાવેલા અવસર પાછા આવશે, પૈસાની તંગી પર પૂર્ણ વિરામ લાગશે, આ રાશિના જાતકોને ગુરુવાર થશે ચારેબાજુથી લાભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી-ખાંસી થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભઃ

આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ

વાહન સુખ, મકાન-મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂ રહે.

કર્કઃ

આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત શત્રુઓથી સાવધ રહેવું.

સિંહઃ

આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શક્ય બને દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂ જળવાશે.

કન્યાઃ

માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉખ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઈગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ

સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોસ રહે, ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય, માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિકઃ

આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ-સમૃધ્ધિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધનઃ

નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઈ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃધ્ધિ થાય.

કુંભઃ

દિવસ દરમ્યાન માનસિક પરિપાત રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી- ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ

શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઈ-ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજ્ય, દુરસંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધિત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂ રહેશે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

 

• ગુજરાતમાં ૧૩૨૭ ડૉક્ટરની અછત, ૫૪૬ ડૉક્ટરોએ છોડી દીધી સરકારી નોકરી, જાણો કેમ