Home Blog Page 903

HERO કંપનીના CMD પવન મુંજાલની EDએ ૨૫ કરોડના મિલ્કતો જપ્ત કરી

0

ઓટોમોબાઈલ કંપની હીરો મોટોકોર્પના CMD અને ચેરમેન પવન મુંજાલની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેમની દિલ્હીમાં આવેલી ૨૫ કરોડ રૂપિયાની કિંમતની ૩ મિલકતો જપ્ત કરી છે. પવન મુંજાલ સામે મની લોન્ડરિંગ સંબંધિત કેસ દાખલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં EDએ તેમની લગભગ ૫૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. અગાઉ, ૧ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ,ઈડીએ દિલ્હી અને ગુરુગ્રામમાં પવન મુંજાલના ૧૨ સ્થાનો પર દરોડા પાડ્યા હતા, જેમાં વિદેશી ચલણ, સોનું અને ૨૫ કરોડ રૂપિયાની જ્વેલરી મળી આવી હતી. DRI દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના આધારે એજન્સીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો અને આઈપીસી હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા.

SEMPL એ તેના કર્મચારીઓના નામે ફોરેન એક્સચેન્જમાંથી રૂ. ૧૪ કરોડનું વિદેશી ચલણ લીધું હતું. આ કેસમાં હેમંત દહિયા, મુદિત અગ્રવાલ, અમિત મક્કર, ગૌતમ કુમાર, વિક્રમ બજાજ અને કેતન કક્કરના નામ સામે આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કંપનીએ અન્ય કર્મચારીઓના નામ પર વિદેશી ચલણ/ટ્રાવેલ ફોરેક્સ કાર્ડ મેળવ્યા હતા જેમણે ક્યારેય વિદેશ પ્રવાસ કર્યો જ નહોતો.

આ પણ વાંચો :-

જીવન આપનારો ડોક્ટરે યમદૂત બની, ૨૦૦ ના જીવ લીધા

0

ઈટાવાની સૈફાઈ મેડિકલ કોલેજમાં એક ડૉક્ટરે દર્દીઓને નકલી પેસમેકર લગાવ્યા હતા. અત્યાર સુધીમાં ૨૦૦ દર્દીઓના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ડૉક્ટરે લગભગ ૬૦૦ દર્દીઓને નકલી પેસમેકર ફીટ કર્યા હતા.

સૈફઈ મેડિકલ કોલેજમાં ઈટાવાના કાર્ડિયોલોજી વિભાગમાં કામ કરતા ડૉ. સમીર સરાફે SGPGIની નિયત કિંમત કરતાં વધુ દરે દર્દીઓને નકલી પેસમેકર ફીટ કરાવ્યા હતા. દર્દીના પરિવારજનોની ફરિયાદ બાદ સૈફઈ મેડિકલ કોલેજ પ્રશાસને તપાસ સમિતિની રચના કરી હતી. તપાસ દરમિયાન ફરિયાદ સાચી હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ સમિતિએ નક્કી કરેલી કિંમત કરતાં ૯ ગણી વધુ કિંમત વસૂલવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ નકલી પેસમેકરની પણ પુષ્ટિ થઈ હતી. આ પછી, નિષ્ણાતોની એક મોટી રાજ્ય સ્તરીય તપાસ ટીમ બનાવવામાં આવી હતી. ઉપરાંત, સૈફઈ મેડિકલ કોલેજના તત્કાલિન રજિસ્ટ્રાર સુરેશ ચંદ શર્માએ તત્કાલીન મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ પ્રોફેસર ડૉ. આદેશ કુમારને એક પત્ર લખ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ મામલો હોસ્પિટલ સાથે સંબંધિત છે.

મધ્યપ્રદેશથી પરત ફરેલા નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સૈફઈ એરસ્ટ્રીપ પર થોડો સમય રોકાયા હતા. ડૉ. સમીરના કેસ અંગે તેમણે કહ્યું કે સરકાર જે લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે તેમને શોધી કાઢશે અને તેમના જીવન બચાવવા માટે જરૂરી પગલાં લેશે. દરમિયાન રજીસ્ટ્રાર ડો.ચંદ્રવીર સિંહે જણાવ્યું કે સમીર જેલમાં છે. વધુ નિર્ણય એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે.

આ પણ વાંચો :-

દુનિયામાં પ્રથમ વખત સંપૂર્ણ આંખનું પ્રત્યારોપણ

0

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં દુનિયાનું સૌ પ્રથમ આઈ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ડૉક્ટર્સની ટીમે પહેલીવાર કોઈ માનવીની સંપૂર્ણ આંખોનું પ્રત્યારોપણ કર્યું હતું.  ઓપરેશને આશરે ૨૧ કલાક સુધી ચાલ્યું હોવાની માહિતી અપાઈ છે. ઓપરેશન બાદ દુનિયાને તેના વિશે માહિતી આપવામાં આવી હતી. આ ટ્રાન્સપ્લાન્ટને એક મોટી સિદ્ધી માનવામાં આવી રહી છે પરંતુ હજુ એ ન કહી શકાય કે દર્દીની આંખની રોશની પાછી આવશે કે નહીં?

સર્જિકલ ટીમને લીડ કરી રહેલા ડૉ. એડુઆર્ડો રોડ્રિગ્ઝે કહ્યું કે સર્જરીના ૬ મહિના બાદ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલી આંખોનમાં સારી રીતે કામ કરતી રક્તવાહિનીઓ અને રેટિન દેખાવા લાગશે. તેના પછી જ કંઈક કહી શકાશે કે દર્દી જોઈ શકશે કે નહીં. અમને આ સર્જરી પૂરી કરતાં ૨૧ કલાકનો સમય લાગ્યો હતો. સંપૂર્ણ આંખનું પ્રત્યારોપણ કરાયું છે. એક એક મોટું પગલે છે. જેના વિશે સદીઓથી વિચારવામાં આવી રહ્યું હતું પણ ક્યારેય સંભવ ન થયું. અત્યાર સુધી ડૉક્ટરો ફક્ત આંખનું આગામી લેયર કોર્નિયાનું જ ટ્રાન્સ્પ્લાન્ટ કરી શકાય હતા પણ હવે એક સંપૂર્ણ આંખનું પ્રત્યારોપણ થયું છે. આશા છે કે પરિણામ સકારાત્મક આવશે.

આ પણ વાંચો :-

પાકિસ્તાનમાં લશ્કર-એ-તોયબાના આતંકી ‘અકરમ’ ગાઝીની કરાઈ હત્યા

0

ભારતના શત્રુઓ એવા પાકિસ્તાની આતંકીઓને જાણે કોઈ વીણી વીણીને ઠાર કરી રહ્યું હોય એમ વધુ એક આતંકીને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. લશ્કર એ તોયબાના આતંકી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની પાકિસ્તાનના બાજૌરમાં અજાણ્યાં હુમલાખોરોએ કથિતરૂપે ગોળી મારી હત્યા કરી નાખી હતી.

અકરમ ગાઝીએ ૨૦૧૮થી ૨૦૨૦ સુધી લશ્કરના ભરતી સેલનું નેતૃત્વ કર્યું હતું. તે પાકિસ્તાનમાં પણ ભારતવિરોધી નિવેદનો માટે જ જાણીતો હતો. અકરમ ખાન અવારનવાર ભારતવિરોધી ઝેર ઓકતો હતો. ઉલ્લેખનીય છે કે અકરમ ગાઝી લશ્કર એ તોયબાનો એક મોટો આતંકી હતો જે કથિતરૂપે લાંબા સમયથી કટ્ટરપંથી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તેણે લશ્કર એ તોયબામાં આતંકીઓની ભરતી કરવાની જવાબદારીઓ પણ સંભાળી હતી.

હુમલાખોરોએ બાજૌરમાં ગોળીબારી કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યો હતો. હુમલા સંબંધિત હાલ સંપૂર્ણ ખુલાસો સામે આવ્યો નથી. અફઘાનિસ્તાન સાથેની સરહદે આવેલું બાજૌર આમ તો તાલિબાન અને અલ કાયદા સહિત જુદા જુદા કટ્ટરપંથી સમૂહોનું ગઢ મનાય છે. બીજી બાજુ દક્ષિણ કાશ્મીરના શોપિયામાં ભારતીય સૈન્યને એક આતંકીને ઠાર માર્યો હતો.

આ પણ વાંચો :-

દેહરાદૂનમાં સોના-ચાંદીના શોરુમમાં ૨૦ કરોડના દગીનાની લૂંટ

0

દેશમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે તેમજ લૂંટના બનાવોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે દેહરાદૂનમાં બદમાશોએ બંદૂકની અણીએ જ્વેલરીના શોરુમમાં ૨૦ કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો.

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં રિલાયન્સ જ્વેલરીના શોરુમમાં બદમાશો ઘૂસી ગયા હતા અને બંદૂકની અણીએ ફક્ત ૨૫ મિનિટમાં જ ૨૦ કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત શોરુમમાં કેટલાક કર્મચારીઓને માર મારવામાં પણ આવ્યો હતો. આ લૂંટની ઘટના ગઈકાલે સવારે શહેરના રાજપુર રોડ સ્થિત રિલાયન્સના જ્વેલરી શોરૂમમાં બની હતી જ્યારે જ્વેલરીને સજાવવાની તૈયારીઓ ચાલી રહી હતી.

શોરૂમ મેનેજર સૌરભ અગ્રવાલ તરફથી કેસ નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે. આ ઉપરાંત દેહરાદૂનના એસએસપી અજય સિંહે જણાવ્યું કે શોરૂમમાંથી આશરે ૨૦ કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. બદમાશોને શોધવા માટે વિવિધ સ્થળોએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બદમાશો જે બાઇક પર આવ્યા હતા તેને છોડીને ફરાર થઇ ગયા હતા જો કે પોલીસે લૂંટારુઓની બે બાઇક કબજે કરી છે. આ મામલાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો :-

મુંબઈના બાંદ્રામાં SUVએ છ કારને ટક્કર મારતાં ત્રણનાં મોત, છ ઘાયલ

0

બાંદ્રા વર્લી સી લિંક પર પુરપાટ વેગે આવતી એસયુવી કારે ટોલ પ્લાઝા પાસે કેટલાક વાહનોને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગુરુવારે રાત્રે બનેલી આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા. ૫.૬ કિલોમીટર લાંબો આઠ લેનવાળો બાંદ્રા-વરલી સી લિન્ક પશ્ચિમ મુંબઈના બાંદ્રાને દક્ષિણ મુંબઈના વરલી સાથે જોડે છે. તાજેતરમાં જ આ બ્રીજ પર કેટલાક કાર અકસ્માતો થયા હતા.

બાંદ્રા વર્લી સી લિંક પર ગુરુવારે રાત્રે લગભગ ૧૦.૧૫ વાગ્યે ટોલ પોસ્ટથી માત્ર ૧૦૦ મીટર પહેલાં બાંદ્રા તરફ આવી રહેલી એક ટોયોટા ઇનોવા કાર મર્સિડીઝ સાથે અથડાઈ હતી. ત્યારબાદ ચાલકે કાર સાથે ઘટના સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરતા ટોલ કતારમાં ઉભેલા અન્ય કેટલાક વાહનોને ટક્કર મારી હતી. જેના કારણે ટોલ બૂથ પર ઉભેલા છ વાહનો એકબીજા સાથે અથડાતા તેમાં બેઠેલા લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢીને નજીકની ભાભા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

ટક્કર બાદ એસયુવી કારની સ્પીડ વધી હતી અને તે ટોલ પ્લાઝા પર અન્ય વાહનો સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કુલ છ વાહનોને નુકસાન થયું હતું. આમાં નવ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી ત્રણનાં મોત નીપજ્યાં છે. ઘાયલ થયેલા અન્ય છ લોકોમાંથી બેની હાલત ગંભીર છે. મૃતકોમાં બે મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. સાથે જ ઈનોવા કાર ચાલકને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. આરોપી ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે અને ઈનોવા કાર પણ જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

GPSC ની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર આ વિશે વાંચો

0

GPSCની પરીક્ષા પદ્ધતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, GPSCની પરીક્ષા પદ્ધતિ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. GPSCની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરાયો છે. જે મુજબ હવે ૨ તબક્કામાં મંડળ દ્વારા પરીક્ષા લેવાશે. બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. આ સાથે કુલ જગ્યાના ૨ ગણા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ગણાશે.

ગૌણ સેવા પસંદગી મંડળની તાંત્રિક, બિન તાંત્રિક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગેના પરિપત્ર મુજબ હવે ૨ તબક્કામાં મંડળ દ્વારા પરીક્ષા લેવાશે. જેમાં પ્રથમ તબક્કામાં તાર્કિક ૩૦, ગાણીતિક ૩૦ માર્કની પરીક્ષા લેવાશે તો બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહો, ભાષાના ૩૦ માર્કની પરીક્ષા લેવામાં આવશે. વિગતો મુજબ સંબંધિત વિભાગો અને ઉપયોગીતાના ૧૨૦ માર્કનું કુલ ૧૫૦ માર્કનું પેપર રહેશે. આ સાથે બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. પરિપત્ર મુજબ ખોટા જવાબના નેગેટિવ માર્કિંગ પણ રહેશે.

આ પણ વાંચો :-

ગોરખપુરના માર્ગ અકસ્માતમાં ૬ લોકોના મોત, ૨૬ મુસાફરો ઘાયલ

0

ગોરખપુર-કુશીનગર હાઈવે પર જગદીશપુર પાસે એક માર્ગ અકસ્માત થયો હતો. એક પુરઝડપે જતા ટ્રકે રોડ કિનારે ઉભેલી બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસના ૬ મુસાફરોના મોત થયા હતા, જ્યારે ૨૬ મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. અકસ્માતની માહિતી મળતાં જ એસપી સિટી અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ગોરખપુરથી કોન્ટ્રાક્ટવાળી બસ મુસાફરોને લઈને કુશીનગરના પદ્રૌના જઈ રહી હતી. જગદીશપુરના મલ્લપુર પાસે બસનું વ્હીલ પંચર થઈ ગયું. ડ્રાઈવર અને કંડક્ટરે બસને રોડની બાજુમાં ઉભી રાખી હતી અને મુસાફરોને બીજી બસમાં બેસાડતા હતા. કેટલાક મુસાફરો બસમાં બેસી ગયા હતા જ્યારે કેટલાક ૨ બસની વચ્ચે ઉભા હતા. આ દરમિયાન પાછળથી આવતી ટ્રકે બસને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અન્ય ત્રણ લોકોના પણ મોત થયા. અન્ય ઘણા મુસાફરોની હાલત પણ નાજુક છે.

બીજી તરફ અકસ્માત બાદ અધિકારીઓએ સદર હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડોક્ટરોને એલર્ટ કરી દીધા હતા. મોટી સંખ્યામાં ઘાયલો આવ્યા બાદ ડોક્ટરોને બોલાવવામાં આવ્યા છે. પાંચ એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે પહોંચી અને ઘાયલોને સદર અને મેડિકલ કોલેજ લઈ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં ૩૦ થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. છ મૃતકોમાંથી ત્રણ કુશીનગરના રહેવાસી હતા.

આ પણ વાંચો :-

CM ભૂપેન્દ્ર પટેલ હસ્તે ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રનો કરાશે શુભારંભ

0

દિવાળીના તહેવારો વચ્ચે રાજ્ય સરકારે શ્રમિક પરિવારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. વિગતો મુજબ અહીં માત્ર રૂપિયા 5માં શ્રમિકોને ભોજન મળી તે માટે વ્યવસ્થા કરાઇ છે. નવા ભોજન કેન્દ્રનો ઉમેરો થતા દરરોજ ૭૫ હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે.

રાજ્યમાં શ્રમિક પરિવારો માટે ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે અમદાવાદમાં ૪૯, સુરતમાં ૨૨, ગાંધીનગરમાં ૮, વડોદરામાં ૯ કેન્દ્ર શરૂ થશે. ભાવનગરમાં ૨, જામનગરમાં ૧૦, ભરૂચમાં ૩ અને મહેસાણામાં ૫ કેન્દ્ર શરૂ થશે. રાજકોટમાં ૫, ખેડા, આણંદ વલસડ અને સાબરકાંઠામાં ૪-૪ કેન્દ્રો શરૂ થશે. આ સાથે પાટણ અને બનાસકાંઠામાં ૭-૭ નવસારી અને મોરબીમાં ૬-૬ કેન્દ્રો શરૂ થશે.

અમદાવાદ ખાતેથી નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાયો છે. જેથી હવે રાજ્યભરમાં ૨૭૩ કડીયાનાકા ખાતેથી શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળશે. શ્રમિકોને માત્ર ૫ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. નોંધનિય છે કે, હાલમાં ૧૧૮ ભોજન કેન્દ્રોથી ૫૫ લાખથી વધુ શ્રમિકોને લાભ મળશે તો નવા ભોજન વિતરણ કેન્દ્રો શરુ થતાં દરરોજ ૭૫ હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે.

આ પણ વાંચો :-

ACBની ટીમે સુરતના PSIને લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

0

સુરતમાં ફરી એકવાર ACBની સફળ ટ્રેપની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતમાં એક PSI રૂ.૫૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા છે. પ્રાથમિક વિગતો મુજબ PSIએ છેતરપિંડીના કેસની તપાસમાં ફરિયાદી પાસે ૫૦,૦૦૦ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ACBની ટીમે સુરતના આ લાંચિયા PSIને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો.

સુરતના માંગરોળના પાલોદ આઉટ પોસ્ટ PSI તરીકે ફરજ બજાવતા જે.કે.મૂળિયાની દિવાળી બગડી છે. વિગતો મુજબ છેતરપિંડીના એક કેસની તપાસમાં PSI જે.કે.મૂળિયાએ ફરિયાદીને હેરાન પરેશાન ન કરવા રૂ.૫૦,૦૦૦ની લાંચ માંગી હતી. આ તરફ ફરિયાદી એક જાગૃત નાગરિક તરીકે લાંચ આપવા માંગતા ન હોઇ તેમણે ACBને સમગ્ર મામલે જાણ કરી હતી. જે બાદમાં ACBની ટીમે PSI જે.કે.મૂળિયાને રૂ.૫૦,૦૦૦ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આ તરફ હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-