પાકિસ્તાનમાં લશ્કર-એ-તોયબાના આતંકી ‘અકરમ’ ગાઝીની કરાઈ હત્યા

Share this story

ભારતના શત્રુઓ એવા પાકિસ્તાની આતંકીઓને જાણે કોઈ વીણી વીણીને ઠાર કરી રહ્યું હોય એમ વધુ એક આતંકીને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. લશ્કર એ તોયબાના આતંકી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની પાકિસ્તાનના બાજૌરમાં અજાણ્યાં હુમલાખોરોએ કથિતરૂપે ગોળી મારી હત્યા કરી નાખી હતી.

અકરમ ગાઝીએ ૨૦૧૮થી ૨૦૨૦ સુધી લશ્કરના ભરતી સેલનું નેતૃત્વ કર્યું હતું. તે પાકિસ્તાનમાં પણ ભારતવિરોધી નિવેદનો માટે જ જાણીતો હતો. અકરમ ખાન અવારનવાર ભારતવિરોધી ઝેર ઓકતો હતો. ઉલ્લેખનીય છે કે અકરમ ગાઝી લશ્કર એ તોયબાનો એક મોટો આતંકી હતો જે કથિતરૂપે લાંબા સમયથી કટ્ટરપંથી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તેણે લશ્કર એ તોયબામાં આતંકીઓની ભરતી કરવાની જવાબદારીઓ પણ સંભાળી હતી.

હુમલાખોરોએ બાજૌરમાં ગોળીબારી કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યો હતો. હુમલા સંબંધિત હાલ સંપૂર્ણ ખુલાસો સામે આવ્યો નથી. અફઘાનિસ્તાન સાથેની સરહદે આવેલું બાજૌર આમ તો તાલિબાન અને અલ કાયદા સહિત જુદા જુદા કટ્ટરપંથી સમૂહોનું ગઢ મનાય છે. બીજી બાજુ દક્ષિણ કાશ્મીરના શોપિયામાં ભારતીય સૈન્યને એક આતંકીને ઠાર માર્યો હતો.

આ પણ વાંચો :-