Home Blog Page 902

ઉન્નાવમાં પંખાથી વીજકરંટ લાગતાં એક જ પરિવારનાં ૪ બાળકોનાં મૃત્યુ

0

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રવિવારે એક દુ:ખદ દુર્ઘટના બની હતી, જ્યાં વીજકરંટ લાગવાથી એક જ પરિવારના ચાર બાળકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં બે પુત્રો અને બે પુત્રીએ જીવ ગુમાવ્યો હતો. ઘરમાં રાખેલા હાઈસ્પીડ પંખામાં વીજ કરંટ લાગવાથી આ બનાવ બન્યો હતો. આ ઘટના બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. માતા-પિતાનું હૈયાફાટ રૂદન જોઈને આખું ગામ હિબકે ચડ્યું હતું

બારસગવર પોલીસ સ્ટેશન વિસ્તારના લાલમન ખેડા ગામમાં રહેતા વીરેન્દ્ર કુમાર અને તેમની પત્ની ખેતરમાં મજૂરી કરવા ગયા હતા. તેના ચાર બાળકો મયંક (૯), હિમાંશી (૮), હિમાંક (૬) અને માનસી (૪) ઘરમાં એકલા હતા. ચારેય બાળકો રમી રહ્યા હતા, તે દરમિયાન ઘરમાં રાખેલા પંખાને વીજકરંટ લાગ્યો અને એક બાળક તેની સાથે અથડાયું.

બાળકની ચીસો સાંભળીને અન્ય બાળકો પણ ત્યાં પહોંચી ગયા હતા અને એકબીજાને બચાવવાના પ્રયાસમાં મૃત્યુને ભેટ્યા હતા. બાળકોની ચીસો સાંભળી પાડોશીઓ ઘરમાં દોડી આવ્યા પરંતુ ત્યાં સુધી ચારેય બાળકો મૃત્યુ થયાં હતા. માતા-પિતાને આ અંગે જાણ થતાં જ તેમની હાલત કફોડી બની ગઈ હતી. આ ઘટના બાદ આખા ગામમાં માતમ છવાયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ભારતીય વાયુસેનાના બે રાફેલ્સે આકાશમાં દેખાતા UFOનો પીછો કર્યો…

0

ઇમ્ફાલ એરપોર્ટ પરથી એક નાગરિક અધિકારી તરફથી UFO જોવા અંગેનો સંદેશ મળ્યો હતો. CISFના જવાનોએ તેને જોયા બોદ તરત જ સિવિલ એરક્રાફ્ટની ઉડાન રોકી દેવામાં આવી હતી. આ ઘટના બન્યા બાદ ભારતીય વાયુસેનાએ તરત જ તે UFOની શોધમાં તેના બે રાફેલ ફાઇટર જેટ મોકલ્યા હતા.

ઇમ્ફાલ એરપોર્ટ પરથી એક નાગરિક અધિકારી તરફથી UFO જોવા અંગેનો સંદેશ મળ્યો હતો. ત્યારબાદ રાફેલ ફાઇટર જેટને તરત જ હાશિમારા એરફોર્સ બેઝથી UFOની તરફ ઉડાડવામાં આવ્યું હતું જ્યાં તેમને યુએફઓ દેખાયું ન હતું. તેમજ પાઈલટને પણ આકાશમાં આવી કોઈ વસ્તુ દેખાઈ ન હતી. જેવું પહેલું ફાઈટર જેટ પાછું ફર્યું. અન્ય રાફેલ ડબલ ચેક કરવા માટે પણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ તે વિસ્તારમાં અને તેની આસપાસ કોઈ યુએફઓ કે પછી એલિયનશિપ જેવું કંઇ જોવા મળ્યું ન હતું. પરંતુ ભારતીય વાયુસેનાના ઈસ્ટર્ન કમાન્ડે તરત જ તેની એર ડિફેન્સ રિસ્પોન્સ મિકેનિઝમ શરૂ કરી દીધી હતી.

ઇસ્ટર્ન કમાન્ડે સોશિયલ મિડીયા પર લખ્યું હતું કે ભારતીય વાયુસેનાએ એર ડિફેન્સ રિસ્પોન્સ મિકેનિઝમને સક્રિય કરી દીધું છે. કારણ કે વિઝ્યુઅલ ઇનપુટ્સ ઇમ્ફાલ એરપોર્ટ પરથી આવ્યા હતા. એને તે વિઝ્યુઅલ ઇનપુટ્સ પ્રમાણે લગભગ 4 વાગ્યે એક UFO એરફિલ્ડથી પશ્ચિમ તરફ જતું જોવા મળ્યું હતું. જ્યારે એરફોર્સે સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે તેને ત્યાં કંઈ મળ્યું ન હતું અને તેના પછી પણ કંઇ ઊડતી વસ્તુ તે વિસ્તારમાં જોવા મળી ન હતી.

ઈન્ડિગોના એક વિમાનને પણ કોલકાતા મોકલવામાં આવ્યું હતું. તે થોડો સમય આકાશમાં ઉડતું રહ્યું હતું અને આ યુએફઓની ખબરના કારણે ૨૫ મિનિટ બાદ બીજી ફ્લાઈટને ગુવાહાટી ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે એરફોર્સ તરફથી કન્ફર્મેશન મળ્યું ત્યારબાદ ફ્લાઇટ ચાલુ કરવામાં આવી હતી જો કે તમામ ફ્લાઇટ ત્રણ કલાક કરતા વધુ સમય સુધી મોડી પડી હતી.

આ પણ વાંચો :-

સુરતના ઓલપાડમાંથી ૭૮૭ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

0

રાજકોટ, ધોરાજી બાદ સુરતમાંથી પણ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. રાજકોટના માલિયાસણ નજીકથી ૧.૪ કિલોના ગાંજા સાથે હરેશ ગોસાઈ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. ટુ વ્હીલર ઉપર ગાંજાના જથ્થાની હેરાફેરી કરતો હોવાનું અને ચોટીલા પંથકમાંથી ગાંજો લાવતો હોવાનું ખૂલ્યું હતું

સુરતમાં ઓલપાડના સાયણ એવરવિલામાંથી ગાંજો ઝડપાયો હતો. SOG પોલીસે રેડ કરી ૭૮૭.૨૨૬ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો અને પોલીસે ટ્રક ચાલક સહિત સંડોવાયેલા ૩ આરોપીને વૉન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ટ્રક, મોબાઈલ, ૭૮ લાખ રૂપિયાનો ગાંજાના જથ્થો સહિત 88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

રાજકોટમાં ધોરાજીના સુપેડી ગામેથી ગાંજાના છોડનું વાવેતર ઝડપાયું હતું. દુદાભાઈ સગારકા નામના શખ્સે ગાંજાના છોડનું વાવેતર કર્યુ હતું. તો તાપીમાં ડોલવણ તાલુકાના ધાંગધર ગામે રેડ કરી આરોપીના ઘરની પાછળ આવેલ ખેતરમાંથી ગાંજાના ચાર છોડ ઝડપી લીધા હતા અને એક આરોપીને કુલ ૭૩ હજારના મુદ્દામાલ સાથે ઝડપી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.

બનાસકાંઠા જિલ્લા કાકરેજના વડા ગામે  SOGએ મોટી કાર્યવાહી કરતા ૧ કરોડનો ગાંજો ઝડપી પાડ્યો હતો. અહી ત્રણ વિઘા જમીનમાં એરંડાના પાકન આડમાં અંદાજિત ૧ કરોડની કિંમત જેટલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું.  SOGએ અંદાજીત લાખોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. બીજી તરફ ૧૭ ઓકટોબરે ફરી એકવાર કચ્છ જિલ્લામાંથી મોટી માત્રમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. કચ્છના ગાંધીધામમાંથી ૮૦૦ કરોડનું કૉકેઇન ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યુ  હતું , આ પછી પોલીસે ત્રણ શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. કચ્છના ગાંધીધામમાં એટીએસ પોલીસે ૮૦૦ કરોડનું કૉકેઇન ડ્રગ્સ પકડ્યુ હતું,  આ કૉકેઇન ડ્રગ્સ ગાંધીધામના મીઠી રોહર નજીકથી મળી આવ્યુ હતુ, આમાં લગભગ ૮૦૦ કરોડ કૉકેઇન ડ્રગ્સ જથ્થો બિનવારસી હાલતમાં પડ્યો હતો, આ પછી ગુજરાત એટીએસ પોલીસે ગાંધીધામના જ ત્રણ શંકાસ્પદ શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા હતા, હાલમાં એટીએસની ટીમ વધુ માહિતી મેળવવા માટે આ ત્રણેયની પુછપરછ કરી હતી.

આ પણ વાંચો :-

ભારતે બીજીવાર મોકલી ગાઝાને સહાય, જયશંકરે કહ્યું ‘પેલેસ્ટાઇનને મદદ કરતા રહીશું’

0

ઇઝરાઇલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે રવિવારે ભારત તરફથી બીજું વિમાન જરૂરી સહાય લઇને ગાઝા જવા રવાના થયું છે. ગાઝા પટ્ટીના રહેવાસીઓ માટે આજે બીજીવાર ભારતે સહાય મોકલી છે. આ અંગેની માહિતી વિદેશપ્રધાન એસ જયશંકરે આપી હતી.

વિદેશપ્રધાને સોશિયલ મીડિયા સાઇટ X પરની તેમની પોસ્ટમાં લખ્યું હતું કે,  ભારત પેલેસ્ટાઇનના લોકોને સહાય પહોંચાડવાનું ચાલુ રાખશે. આજે ભારતનું બીજુ વિમાન અંદાજે ૩૨ ટનની ચીજવસ્તુઓ લઇને રવાના થયું છે. આ વિમાન પહેલા ઇજીપ્તના એલ-એરિશ એરપોર્ટ પર પહોંચશે, ત્યાંથી તેને ટ્રકમાં લોડ કરી રફાહ બોર્ડર વડે ગાઝા પહોંચાડવામાં આવશે. એલ-એરિશ એરપોર્ટથી ગાઝા આશરે ૪૫ કિમી દૂર છે. રફાહ બોર્ડર હાલની સ્થિતિમાં ગાઝા પહોંચવા માટેનો એકમાત્ર રસ્તો છે.

આ પહેલા ૨૨ ઓક્ટોબરે ભારતે ગાઝા પટ્ટી પર યુદ્ધગ્રસ્ત લોકો માટે પહેલીવાર સહાય મોકલી હતી. જેમાં ૬.૫ ટન મેડિકલ સહાય અને ૩૨ ટન અન્ય રાહત સામગ્રીઓનો જથ્થો હતો. સર્જિકલ સામાન, તંબુ સ્લિપીંગ બેગ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમાં હતી. ૭ ઓક્ટોબરથી શરૂ થયેલા હમાસ અને ઇઝરાઇલ વચ્ચેના ભયંકર યુદ્ધમાં અત્યાર સુધીમાં ઇઝરાયલમાં ૧૨૦૦થી વધુ જ્યારે ગાઝામાં ૧૨૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. ઇઝરાઇલે હવે ગાઝાની અલ શિફા હોસ્પિટલ પર કબજો કરી લીધો છે.

હમાસના આતંકવાદીઓ હોસ્પિટલની અંદરથી તેમનું નેટવર્ક ચલાવી રહ્યા છે, આ પછી હોસ્પિટલમાં પાણીપ્રવાહ, વીજપ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો. જેથી અનેક દર્દીઓ મોતને ભેટ્યા હતા. આ પછી સેનાએ હોસ્પિટલ પર કબજો કરી લેતા તબીબો તથા અન્ય સ્ટાફ હોસ્પિટલ છોડીને ભાગ્યા હતા. તો કેટલાક દર્દીઓને ઇઝરાઇલે બંદૂકની અણીએ બહાર કાઢ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

ઈઝરાઇલ-હમાસ જંગ UNના મહાસચિવે યુદ્ધવિરામનો કરી અપીલ

0

યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઈઝરાઇલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં વધી રહેલા મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે ગાઝામાં માનવતાવાદી યુદ્ધવિરામની પણ અપીલ કરી હતી. એક ન્યૂઝ એજન્સીએ રવિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના એક નિવેદનને ટાંકીને કહ્યું કે, આ યુદ્ધમાં દરરોજ મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકો મરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ બધું ગાઝામાં બંધ થવું જોઈએ. હું તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ માટે હાકલ કરું છું.

યુએન સેક્રેટરી જનરલે ગાઝાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ૨૪ કલાકથી ઓછા સમયમાં ગાઝામાં યુએન દ્વારા સંચાલિત શરણાર્થી શિબિર પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ડઝનેક લોકો માર્યા ગયા હતા, જેમાં ઘણી મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. યુદ્ધને કારણે હજારો પેલેસ્ટિનિયન નાગરિકોએ ગાઝામાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બનાવવામાં આવેલા કેમ્પમાં આશરો લીધો છે. તેમણે કહ્યું કે હું ફરીથી પુનરાવર્તન કરું છું કે, પરિસર પર હુમલો કરવો યોગ્ય નથી.

૭ ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાઇલ પર હુમલા બાદ ઈઝરાયલની સેના ગાઝામાં હમાસની જગ્યાઓ પર કાર્યવાહી કરી રહી છે. આ યુદ્ધને કારણે ગાઝામાં ૧૧,૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાઝામાં મરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ઈઝરાઇલની કાર્યવાહીને કારણે ગાઝામાં માનવીય સંકટનો ખતરો છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ અલ શિફા હોસ્પિટલમાં દાખલ 31 બાળકોને બહાર કાઢ્યા છે જેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. સોમવાર સુધીમાં ગાઝામાં મૃત્યુઆંક ૧૧,૦૭૮ હતો, જેમાં ૪,૫૦૬ બાળકો અને ૩,૦૨૭ મહિલાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

સુરતમાં રોગચાળો વકર્યો, તાવના કારણે ૫ વર્ષની બાળકીનું મૃત્યુ

0

ગુજરાતના સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. તાવ આવ્યા બાદ ૫ વર્ષની બાળકીનું મોત છે. જેમાં લિંબાયતમાં ૫ વર્ષીય બાળકીનું નિધન થયુ છે. તેમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયુ છે. સુરત શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. રાજયમાં તમામ જગ્યાઓએ શરદી-ખાંસી અને તાવના કિસ્સા વધી રહ્યા છે.

સુરતમાં ૫ વર્ષની બાળકીનું મોત થયું છે. બાળકી છેલ્લા ૫ દિવસથી તાવનો શિકાર બની હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં છેલ્લા ૫ દિવસથી બાળકીને તાવ આવી રહ્યો હતો અને ત્યારબાદ તેની સારવાર પણ ચાલી રહી હતી. સારવાર સમયે તાવમાં સપડાયેલી ૫ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે.

બાળકીના પરિવારની વાત કરીએ તો તે સુરત સ્ટેશને હોટલમાં રસોઈયાનું કામ કરે છે. સંતોષદાસની પુત્રી તાન્યાનું મોત થયાનું સામે આવ્યું છે. પરિવારમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :-

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કાર્ટરની પત્નીનું નિધન

0

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરના પત્ની રોઝલિન કાર્ટરનું નિધન થયું છે. રોઝલિન કાર્ટરનું રવિવારે તેમના ઘરે 96 વર્ષની વયે અવસાન થયું હતું. કાર્ટર માનસિક સ્વાસ્થ્ય સુધારક અને લોકસેવા માટે સમર્પિત હતા. અમેરિકી સરકારે એક નિવેદન જારી કરીને તેમના મૃત્યુ અંગે માહિતી આપી હતી.

પોતાની પત્નીના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ આપતા પૂર્વ રાષ્ટ્રપતિ અને રોઝલિનના પતિ જિમી કાર્ટરે જણાવ્યું હતું કે તેમણે આજ સુધી જે પણ હાંસલ કર્યું છે, તે બધું રોઝલિનને કારણે જ થઇ શક્યું છે. જ્યારે પણ તેઓ નિરાશ થતા ત્યારે રોઝલિન તેમને પ્રેરણા આપતી. ‘તે મારી શ્રેષ્ઠ સલાહકાર હતી. જ્યાં સુધી રોઝેલીન આ દુનિયામાં હતી ત્યાં સુધી મને હંમેશા લાગ્યું કે હા કોઈ એવી વ્યક્તિ છે જે મને પ્રેમ કરે છે અને હંમેશા કરશે. રોઝલિન હંમેશા મને સપોર્ટ કરતી હતી,’ એમ જિમી કાર્ટરે જણાવ્યું હતું.

ગયા વર્ષે મે મહિનામાં ખબર પડી હતી કે રોઝલિન ડિમેન્શિયા નામની બીમારીથી પીડિત છે. ત્યાર બાદ તેમના ઘરમાં જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. જિમીના કાર્યકાળ દરમિયાન ઈઝરાયેલ અને ઈજીપ્ત વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા, જે તે સમયે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતું હતું. આ સફળતા માટે વૈશ્વિક મંચ પર તેમની ખૂબ પ્રશંસા થઈ હતી. રોઝલીન હંમેશા તેમના પતિની પડખે ઊભા રહેતા હતા.

કાર્ટર દંપતીએ વિશ્વ શાંતિ અને માનવ અધિકારો માટે કામ કરવા માટે કાર્ટર સેન્ટર નામની સંસ્થાની સ્થાપના કરી હતી. રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થયા બાદ તેમણે ક્યુબા, સુદાન અને ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી.જીમી કાર્ટરને ૨૦૦૨માં શાંતિ માટે નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. ૧૯૯૯માં, તત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને કાર્ટર દંપતીને અમેરિકાના સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કર્યા હતા.

ભારતનો GDP પહેલીવાર ૪ ટ્રિલિયન ડોલરને પાર

0

ભારતીય અર્થવ્યવસ્થાએ એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ભારતે રવિવારે પ્રથમ વખત ૪ ટ્રિલિયન ડોલરથી વધુની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) હાંસલ કરીને નોંધપાત્ર આર્થિક સીમાચિહ્નને વટાવી દીધું છે. આ સીમાચિહ્નરૂપ વર્ષોની સતત વૃદ્ધિ અને વિકાસના પરિણામે ભારતની વધતી જતી આર્થિક તાકાત, સ્થિરતા અને વૈશ્વિક પ્રભાવનો પુરાવો છે. ભારત સત્તાવાર રીતે રૂપિયા ૩૩૩ લાખ કરોડનું અર્થતંત્ર બન્યું છે.

ભારતના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરે નાણાકીય સમાવેશ બાબતોને સરળ બનાવવા અને સામાજિક સ્થાળાંતરણ અને સેવાઓની ઍક્સેસ માટે કરોડરજ્જુ પ્રદાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. સરકારી સેવાઓ પહોંચાડવા અને કટોકટીઓનો પ્રતિસાદ આપવા માટે દેશની ડિજિટલ સિસ્ટમ્સ અને પ્લેટફોર્મને સક્રિય રીતે અપનાવવાથી સામાજિક સુધારણા માટે ટેક્નોલોજીનો લાભ લેવોએ દેશની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વધુમાં, મહિલા સશક્તિકરણ અને સમાનતા તરફના સરકારના અસરકારક પગલાં ભારતની વૃદ્ધિ વૃત્તિમાં બીજું સ્તર ઉમેરે છે.

ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટર, ૨૦૪૭ સુધીમાં ૫.૮ ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે, જે દેશના જીડીપી વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં, ભારતમાં રહેણાંક મિલકત બજારએ ઘરનું વેચાણમાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે જવાનું અને વાર્ષિક ધોરણે ૪૮%ના મજબૂત વધારાનું સાક્ષી બન્યું છે. વાણિજ્યક રિયલ એસ્ટેટ સેક્ટરમાં વિદેશી મૂડીરોકાણ ઠાલવવાની સાથે, ઉદ્યોગો આગામી વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ માટે તૈયાર છે, જે ભારતની આર્થિક શક્તિને વધુ પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચો :-

મણિપુરના આકાશમાં દેખાયું ફ્લાઇંગ ઑબ્જેક્ટ (UFO)

0

મણિપુરના ઇમ્ફાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે બપોરે એક અજાણ્યું ફ્લાઇંગ ઑબ્જેક્ટ (UFO) દેખાવાને કારણે સામાન્ય ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. બે ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી અને અન્ય ત્રણ મોડી પડી હતી.

ભારતીય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઈમ્ફાલના BTI એરપોર્ટ પર બપોરે ૨:૩૦ વાગ્યાથી ત્રણ કલાક અને વીસ મિનિટ માટે ફ્લાઈટ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. રવિવારે બપોરે યુએફઓ અંગે ઝીણવટભરી તપાસ કર્યા બાદ સાંજે ફ્લાઇટ ઓપરેશન રાબેતા મુજબ ફરી શરૂ થયું હતું.

એરસ્પેસમાં યુએફઓ જોયા બાદ દિલ્હી અને ગુવાહાટીની બે ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને અગરતલા, ગુવાહાટી અને કોલકાતાની ત્રણ ફ્લાઇટ્સ વિલંબિત થઈ છે અને સક્ષમ અધિકારી પાસેથી મંજૂરી મળ્યા બાદ ફ્લાઈટ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

સુરતમાં ત્રણ યુવકોના હાર્ટએટેક બેના મોત

0

શહેરમાં વરાછામાં એક અને પાંડેસરામાં બે યુવકોના એકાએક ઢળી પડી મોત નિપજ્યાં હતાં. ત્રણેય યુવકને હાર્ટએટેક આવ્યાની શક્યતા છે. મૂળ તળાજાના વતની અને વરાછા વર્ષા સોસાયટી ખાતે રહેતા નરેશ બાબુભાઈ વાળા (૪૧) હીરાના કારખાનામાં કામ કરતા હતા. શનિવારે સાંજે પરિવાર સાથે વાતચીત કરતા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. જેમને સ્મીમેરમાં ખસેડાતાં મૃત જાહેર કર્યા હતા.

પાંડેસરા હીરાનગર ખાતે રહેતા રમેશ જમનાભાઈ ભારતી (૪૭) ડાઈંગ મિલમાં કામ કરતા હતા. શનિવારે પુત્ર અને જમાઈ સાથે બાઈક પર સચિન તરફ છઠ પૂજાનો પ્રસાદ લેવા જતા હતા ત્યારે અચાનક ઊલટી થઈ તેઓ બેભાન થઈ ગયા હતા, જેથી તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

પાંડેસરા રાધેશ્યામ નગર ખાતે રહેતા હરેરામ તોલઈ મંહતો (૪૦) કાપડ માર્કેટમાં નોકરી કરતા હતા. રવિવારે સવારે તેમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્રણેનાં મોત હાર્ટએટેકના કારણે થયા હોવાની શક્યતા છે.

આ પણ વાંચો :-