Home Blog Page 889

અમેરિકાના બહુચર્ચિત પૂર્વ વિદેશ મંત્રી કિસિન્જરનું નિધન

0

અમેરિકાની વિદેશ નીતિ પર સૌથી વધારે પ્રભાવ પાડનારા દેશના પૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિન્જરનુ ૧૦૦ વર્ષની વયે બુધવારે નિધન થયુ છે. કિસિન્જરે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન તેમજ જિરાલ્ડ ફોર્ડના સમયમાં અમેરિકાની વિદેશ નીતિમાં મહત્વનો રોલ અદા કર્યો હતો. તેમનુ નિધન થતા જ દુનિયાના વિવિધ દેશો તેમને અલગ અલગ રીતે યાદ કરી રહ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલા યુધ્ધમાં કિસિન્જરની ભારત વિરોધી ભૂમિકા રહી હતી. કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે કહ્યુ છે કે, ૧૯૭૧માં અમેરિકન રાષ્ટ્રપતિ નિક્સન તેમજ કિસિન્જરે ભારત માટે માથાનો દુખાવો ઉભો કર્યો હતો પણ તે સમયના ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમના સહયોગી અધિકારી પી એન હક્સરે નિક્સન અને કિસિન્જરને પછડાટ આપી હતી.

ભારતે જ્યારે પાકિસ્તાનમાંથી અલગ થવા માંગતા બાંગ્લાદેશની મદદ શરુ કરી ત્યારે નિક્સન અને કિસિન્જર રોષે ભરાયા હતા. તેમણે પાકિસ્તાનની શક્ય હોય તેટલી મદદ કરી હતી . આમ છતા ભારતે પાકિસ્તાન સામે યુધ્ધ જીતીને બાંગ્લાદેશને આઝાદી અપાવવામાં મદદદ કરી હતી. ૧૯૭૩માં તેમને શાંતિ માટેનુ નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યુ હતુ. જોકે તેમને લઈને દુનિયાના વિવિધ દેશો અલગ અલગ અભિપ્રાય ધરાવતા હતા. ટીકાકારો કિસિન્જરને વોર ક્રિમિનલ તરીકે ઓળખાવતા હતા.

આ પણ વાંચો :-

વારાણસીમાં એક વર્ષથી માતાના મૃતદેહ સાથે રહેતી હતી દીકરીઓ, જાણો સમગ્ર ઘટના

0

વારાણસી માથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાં માતાના મૃતદેહ સાથે બે પુત્રીઓ એક વર્ષ સુધી રહી. ચોંકાવનારી વાત એ છે કે, મિત્રો, સંબંધીઓ અને આસપાસના લોકોને તેનો અણસાર પણ ન આવ્યો. મહિલાનું શરીર હાડપિંજર બની ગયું પરંતુ તેનો અંતિમ સંસ્કાર નહોતો કર્યો. આ દરમિયાન બંને પુત્રીઓ ઘરમાં બર્થ ડે પાર્ટી વગેરેનું સેલિબ્રેશન કરતી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બંને દીકરીઓ માનસિક રીતે અસ્વસ્થ છે. એટલા માટે તેમણે તેમની માતાના મૃત્યુ વિશે કોઈને જાણ નહોતી કરી. પિતા ઘરમાં રહેતો ન હોવાથી બંને પુત્રીઓ તેમની માતા સાથે ઘરમાં એકલી રહેતી હતી.

પોલીસ સ્ટેશનના ચીફે જણાવ્યું કે, મદરવા નિવાસી ૫૨ વર્ષીય મહિલા ઉષા તિવારીનું નિધન ૮ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ થઈ ગયુ હતું. ઉષા તિવારી બીમાર જ રહેતા હતા. મૃતક મહિલાની બે પુત્રીઓ માંની એક નાની પુત્રીની ઉંમર ૧૯ વર્ષ અને મોટીની ઉંમર ૨૭ વર્ષ છે. બંને માતાના મૃતદેહ સાથે રહેતી હતી. માનસિક બીમારીના કારણે તેમણે માતાના નિધનની સૂચના સબંધીઓને ન આપી. છેલ્લા બે વર્ષથી તેમનો પિતા પણ તેમની સાથે નહોતો રહેતો. માતા અને પુત્રીઓ ઘરમાં એકલી રહેતી હતી. બંને પુત્રીઓનું ઘરમાંથી નીકળવાનું ખૂબ ઓછું થતું હતું.

બંને પુત્રીઓની કોઈની સાથે વાતચીત પણ નહોતી થતી. થોડા દિવસ પહેલા પડોશીઓને શંકા ગઈ હતી. બંને દીકરીઓ પડોશીઓ પાસેથી ખાવાની વસ્તુઓ માંગતી હતી. શંકા જતાં પડોશીઓએ નજીકના સંબંધીઓને જાણ કરી. ત્યારબાદ સંબંધીઓએ પોલીસને સૂચના આપી. સૂચના મળતા જ પોલીસકર્મીઓ મહિલાના ઘરે પહોંચ્યા.

આ પણ વાંચો :-

ભારતીય વાયુસેના અધિકારી મનીષા પાધીને પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ રચ્યો

0

મિઝોરમના રાજ્યપાલએ મનીષા પાધીને સહાયક-ડી-કેમ્પ (ADC) તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ મનીષા પાધીએ દેશની પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ રચ્યો છે. ઓડિશાની પુત્રી અને ૨૦૧૫ બેચના ભારતીય વાયુસેના અધિકારી મનીષા પાધીને સહાયક-ડી-કેમ્પ (ADC) તરીકે નિયુક્ત કરવામાં આવી છે અને આ સાથે મનીષા પાધીએ દેશની પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ રચ્યો છે. મિઝોરમના રાજ્યપાલ ડૉ.હરિ બાબુ કંભમપતિ એ તેમને અભિનંદન પાઠવ્યા છે. મહિલા ભારતીય વાયુસેના અધિકારી સ્ક્વોડ્રન લીડર મનીષા પાધીની આ સિદ્ધિ પર ઓડિશાના લોકો સહિત સમગ્ર દેશને ગર્વ છે.

મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિએ સ્ક્વોડ્રન લીડર મનીષા પાધીને મિઝોરમના રાજ્યપાલના સહાયક-ડી-કેમ્પ (ADC) તરીકે નિમણૂક કરવા બદલ હાર્દિક અભિનંદન. આ ઉપરાંત રાજ્યપાલે લખ્યું છે કે હું તેમને શુભેચ્છા પાઠવું છું અને ઈચ્છું છું કે તે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવે. આ સિવાય કહ્યું હતું કે મનિષાની નિમણૂક માત્ર એક સીમાચિહ્નરૂપ નથી, પરંતુ લિંગના ધોરણોને તોડવા અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવાની મહિલાઓની શક્તિનો એક પુરાવો પણ છે ત્યારે આપણે આ નોંધપાત્ર સિદ્ધિની ઉજવણી કરીએ અને દરેક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણને સમર્થન આપવાનું ચાલુ રાખીએ.

આ પણ વાંચો :-

હમાસે યુદ્ધવિરામના અંતિમ દિવસે ૧૬ બંધકોને મુક્ત કર્યા, જેમાં ૧૦ ઇઝરાઇલી મહિલા સામેલ

0

હમાસે યુદ્ધવિરામના છેલ્લા દિવસે ૧૬ બંધકોને મુક્ત કર્યા હતા. ત્યારબાદ ઈઝરાઇલે પણ પેલેસ્ટિનિયન કેદીઓનો મુક્ત કર્યા હતા. ઇઝરાઇલી સૈન્યએ જણાવ્યું હતું કે ૧૦ ઇઝરાઇલી મહિલાઓ અને બાળકો અને ચાર થાઇ નાગરિકોનું એક જૂથ બુધવારે મોડી રાત્રે ઇઝરાયેલ પરત ફર્યું હતું. તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત , હમાસે બે રશિયન-ઇઝરાયેલી મહિલાઓને અલગથી મુક્ત કરી હતી. આ દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ગાઝા માટે મદદ અને યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવા ઈઝરાઇલ પહોંચ્યા હતા.

હમાસના એક વરિષ્ઠ અધિકારીએ હવે બંધકોને મુક્ત કરવા અંગે નવી શરત મૂકી છે. ગાઝામાં યુદ્ધવિરામ લંબાવવાની વાટાઘાટો વચ્ચે ઇઝરાયેલમાં રાખવામાં આવેલા તમામ પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં તમામ બંધક ઇઝરાઇલી સૈનિકોને સોંપવા તૈયાર છીએ, એમ વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

હમાસના અધિકારી અને ગાઝાના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી બસેમ નઈમે જણાવ્યું હતું કે સંઘર્ષને સમાપ્ત કરવા માટે વાતચીત ચાલુ છે. નઈમે સાઉથ આફ્રિકાની મુલાકાત દરમિયાન કેપટાઉનમાં જણાવ્યું હતું કે, અમે અમારા તમામ કેદીઓના બદલામાં અમારા તમામ સૈનિકોને મુક્ત કરવા તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે, હમાસે ૭ ઑક્ટોબરે ઇઝરાઇલમાંથી ૨૪૦ લોકોને બંધક બનાવ્યા હતા. હમાસના હુમલામાં ૧૨૦૦ લોકો માર્યા ગયા હતા. જેમાં વિદેશી નાગરિક પણ સામેલ હતા.

આ પણ વાંચો :-

ખેડા જિલ્લાનામાં આયુર્વેદિક સીરપે મચાવ્યું મોતનું તાંડવ! ૪૮ કલાકમાં ૬ના મોત

0

ગુજરાતમાં ખેડા જિલ્લાના નડિયાદ અને મહુધા તાલુકાના બે ગામોમાં છેલ્લા બે દિવસમાં ૬ લોકોના શંકાસ્પદ રીતે મોત થયા છે. મૃતકો પાસેથી આયુર્વેદિક સિરપની બોટલો મળી આવી છે, આ બોટલ પર અમદાવાદના જુહાપુરાનું સરનામું લખેલું છે. જેના આધારે પોલીસે હાલમાં ૩ ઈસમોની ધરપકડ કરી છે.

મહુધા રોડ પર આવેલા બિલોદરા ગામમાં દેવદિવાળીએ રાત્રે માંડવીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના તથા અન્ય ગામના લોકો પણ આવ્યા હતા. દરમિયાન ગામના ૩ યુવકોએ રાત્રે શંકાસ્પદ પીણું પીધું હતું. આ બાદ તેમની તબિયત લથડતા ૩ યુવકોના મોત થઈ ગયા હતા. જ્યારે બાજુના બગડુ ગામના પણ ૨ યુવકોના મોત થયા હતા. ત્યારે આજે વધુ એક યુવકનું મોત થતા અત્યાર સુધીમાં કુલ ૬ લોકોના મોત થઈ ચૂક્યા છે. તેઓ ઘરે આવ્યા અને માથામાં દુખાવો થયો, પરેશેવો વળી ગયો, અને ત્યાર બાદ મોંમાંથી ફીણ આવી ગયું હતું. દવાખાને લઈ ગયા તો ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા. ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કરવાનું કહેતા કેસ કરવાનું જણાવ્યું હતું.

તો મૃતકો પાસેથી આયુર્વેદિક સિરપ જેવી ખાલી બોટલો મળી આવી હતી. જેના આધારે પોલીસે ૩ વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ૩ ઈસમોમાંથી એક બિલોદરા ગામનો જ વ્યક્તિ છે, જે કરિયાણાની દુકાન ધરાવે છે, તો અન્ય વ્યક્તિ અમદાવાદનો છે જે આ સીરપ સપ્લાય કરતો હતો અને એક વચેટિયો વ્યક્તિ નડિયાદનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :-

ટાટાના IPOએ રોકાણકારોને કર્યા માલામાલ, શેર જબરદસ્ત પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો!

0

ટાટા ટેકના શેર આજે એટલે કે ૩૦ નવેમ્બરે માર્કેટમાં લિસ્ટ થઈ ગયા છે. શેરોનું લિસ્ટિંગ બન્ને પ્રમુખ સુચકાંકો પર થયું છે. એનએસઈ અને બીએસઈ બન્ને પર જ ટાટા ટેક ૧૪૦ ટકા પ્રીમિયરની સાથે ૧૨૦૦ રૂપિયા પર લિસ્ટ થયો છે. જેને પણ ટાટા ટેકના શેર અલોટ થયા હશે તેમને આજે દરેક શેર પર લગભગ ડબલથી વધારે નફો થયો છે. શરૂઆતી વ્યાપારમાં શેર ૧૪૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા હતા. તેનો મતલબ છે કે આ શેર પર લગભગ ત્રણ ગણો નફો રોકાણકારોને મળી રહ્યો હતો.

ટાટાની કોઈ કંપની દ્વારા આ લગભગ ૨૦ વર્ષમાં પહેલી વખત લાવવામાં આવેલો IPO હતો. લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટાટા ટેકના IPOને રેકોર્ડ તોડ રિસ્પોન્સ મળી રહ્યો હકો. IPOને લગભગ ૭૦ ગણા સબ્સક્રાઈબ કરવામાં આવ્યો હતો. તેમાં રિટેલ રોકાણકારો માટે રિઝર્વ ભાગ ૧૬.૫૦ ગણો, એનઆઈઆઈ માટે રિઝર્વ ભાગ ૬૨.૧૧ ગણો અને ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ માટે રિઝર્વ ૨૦૩ ગણો સબ્સક્રાઈબ થયો હતો. ટાટા ટેકના આઈપીઓ દ્વારા ૪,૫૦,૨૯,૨૦૭ શેરો માટે બોલિયો મંગાવવામાં આવી હતી. જ્યારે દરેક બોલિઓ ૩,૧૨,૬૪,૯૧,૩૪૦ શેર માટે થઈ હતી.

આ પણ વાંચો :-

ચીનના બાળકોમાં શ્વાસની તકલીફના કેસમાં વધારો, ભારત સરકારે દરેક રાજ્યોને એલર્ટ જાહેર કર્યું

0

ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના વધતા જતા કેસ વચ્ચે ભારતમાં પણ તેના વિશે અફવાઓ વધી છે. ભારતમાં એવા ઘણા રાજ્યો છે જે હાલમાં તેમના મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રહેલી ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચીનના બાળકોમાં શ્વાસની તકલીફના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે દેશના ઉત્તરીય ભાગમાં શાળાઓ બંધ કરવી પડી છે. રવિવારે ચીનના નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા મી ફેંગે કહ્યું હતું કે શ્વાસ લેવામાં અચાનક તકલીફ વધવાનું મુખ્ય કારણ ઈન્ફલ્યુએન્ઝા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા રોગના પ્રકોપ વિશે વધુ માહિતી માટે ચીનને વિનંતી કર્યા પછી તે વૈશ્વિક મુદ્દો બની ગયો. ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરવા કહ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આરોગ્ય મંત્રાલય ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી રોગોના કેસોમાં વધારા પર નજીકથી નજર રાખી રહ્યું છે. અત્યંત સાવચેતીના ભાગરૂપે, મંત્રાલયે રાજ્યોને તેમના હોસ્પિટલના પલંગ, ઈન્ફલ્યુએન્ઝા, મેડિકલ ઓક્સિજન, એન્ટિબાયોટિક્સ, પીપીઈ વગેરે માટેની દવાઓ અને રસીનો સ્ટોક રાખવા જણાવ્યું હતું.

ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં શ્વસન સંબંધી બિમારીના કેસમાં વધારો થવાને કારણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કોઈપણ કટોકટી માટે તૈયાર છે. તેમણે કહ્યું કે રાજ્યએ ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળાના સમયગાળા દરમિયાન ઓક્સિજનની ઉપલબ્ધતા અને બેડની તૈયારીઓની પુનઃ તપાસ કરી છે.

આ પણ વાંચો :-

સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ પર સંમેલન, કાર્બન ઉત્સર્જન-જીવાશ્મ ઈંધણ અંગે થશે ચર્ચા

0

યુએઈમાં આજથી ૨૮માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સંમેલનનું આયોજન દુબઈ એક્સપો સિટી ખાતે કરાશે. આ સંમેલનમાં ૨૦૦ દેશોના પ્રતિનિધિ સામેલ થશે. ૩૦ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી ચાલનારા આ સંમેલનમાં ક્લાઈમેટ ચેન્જની સાઇડ ઈફેક્ટ, જીવાશ્મ ઈંધણનો ઉપયોગ, મિથેન તથા કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે નાણાકીય સહાય અને ધનિક દેશોથી વિકાસશીલ દેશોને અપાતા વળતર જેવા મુદ્દાઓ પર ગાઢ વાતચીત થવાની શક્યતા છે. વડાપ્રધાન મોદી ૧ ડિસેમ્બરે આ સંમેલનમાં જોડાશે.

દુનિયાભરમાં ઘાતક ગરમી, દુષ્કાળ, જંગલની આગ, તોફાન અને પૂરની અસર આજીવિકા અને જીવન પર થઇ રહી છે. ૨૦૨૧-૨૦૨૨ માં વૈશ્વિક કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. તેનું લગભગ ૯૦ ટકા જીવાશ્મ ઈંધણથી થાય છે.  કોપ-૨૮ દરમિયાન કિંગ ચાર્લ્સ તૃતીય, પોપ ફ્રાન્સિસ અને લગભગ ૨૦૦ દેશોના નેતાઓ આ મુદ્દાઓને પ્રાથમિકતા સાથે સંબોધિત કરશે.

આ પણ વાંચો :-

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે તેલંગાણાની ૧૧૯ બેઠકો પર મતદાન

0

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે તેલંગાણાની ૧૧૯ વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં લગભગ ૨૩૦૦ જેટલા ઉમેદવારો મેદાનમાં છે. સવારે ૭ વાગ્યાથી જ મતદાન શરુ થઈ ગયું છે અને સાંજે ૬ વાગ્યા સુધી આજે તમામ બેઠકો પર મતદાન ચાલુ રહેશે. તેલંગાણામાં આજે ૩૫ હજારથી વધુ મતદાન કેન્દ્રો પર ૩ કરોડ ૨૬ લાખથી વધુ મતદારો મતદાન કરશે.

છત્તીસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં માટે મતદાન થઈ ગયું છે ત્યારે આજે પાંચમાં અને છેલ્લા રાજ્ય તેલંગાણાની વિધાનસભાની ૧૧૯ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. તેલંગાણાની ચૂંટણી સાથે જ આ વર્ષની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ જશે. આ પાંચ રાજ્યોની ચૂંટણીને રાજકીય પંડિતો આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાની સેમિફાઈનલ પણ ગણાવી રહ્યા છે. 

આ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના મતગણતરી ૩ ડિસેમ્બરે થશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય દળોની ૩૭૫ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ સાથે તેલંગાણા સ્પેશિયલ પોલીસની ૫૦ કંપનીઓ, ૪૫ હજાર રાજ્ય પોલીસ કર્મચારીઓ અને રાજ્યોમાંથી ૨૩ હજાર ૫૦૦ હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

સુરત એથર કેમિકલ કંપનીની આગમાં ૭ કર્મચારીઓના મોત

0

સુરતમાં સચિન GIDCની એથર કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે એથર કંપનીમાં લાગેલા આગ બાદ હવે કંપનીમાંથી ૭ કર્મચારીના મૃતદેહ મળ્યા હતા. મહત્વનું છે કે, ગઈકાલે કંપનીમાં લાગેલ આગમાં ૨૭ કર્મચારી દાઝ્યા હતા. જેમાં ૭ કર્મચારી ગુમ થયા બાદ હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે. અહીં એ પણ સામે આવ્યું છે કે, કંપનીના સંચાલકો, પોલીસે ૭ કર્મચારીઓ ગુમ હોવાની વાત છુપાવી હતી.

સુરતની સચિન GIDCમાં આવેલ એથર કેમિકલ કંપનીમાં ગઈકાલે વિકરાળ આગ લાગી હતી. કાલે શરૂઆતમાં ૨૦થી વધુ લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન ૭ કર્મચારીઓ ગુમ થયા હતા. જોકે કંપનીના સંચાલકો, પોલીસે કર્મચારીઓ ગુમ થયા હોવાની વાતને છુપાવી હોવાનું પણ સામે આવ્યું છે. આ તરફ હવે મોડીરાત્રે કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન ૭ કર્મચારીના મૃતદેહ મળ્યા છે. આ સાથે આ આગની ઘટનામાં ૨૭ કર્મચારી દાઝ્યા હોવાનું પણ ખૂલ્યું છે.

સુરતની સચિન GIDCમાં આવેલ એક ફેક્ટરીમાં ગઈકાલે આગ લાગી હતી. વિગતો મુજબ સુરતની સચિન GIDCની એથર કંપનીમાં આગ લાગી હતી. પ્રાથમિક વિગતો મુજબ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ તરફ બ્લાસ્ટની ઘટનામાં ૨૦થી વધુ કારીગર દાઝ્યા હોવાનું સામે આવતા તમામ ઈજાગ્રસ્ત કારીગરોને સારવાર અર્થે ખસેડાયા હતા.

આ પણ વાંચો :-