પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે તેલંગાણાની ૧૧૯ બેઠકો પર મતદાન

Share this story

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે તેલંગાણાની ૧૧૯ વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં લગભગ ૨૩૦૦ જેટલા ઉમેદવારો મેદાનમાં છે. સવારે ૭ વાગ્યાથી જ મતદાન શરુ થઈ ગયું છે અને સાંજે ૬ વાગ્યા સુધી આજે તમામ બેઠકો પર મતદાન ચાલુ રહેશે. તેલંગાણામાં આજે ૩૫ હજારથી વધુ મતદાન કેન્દ્રો પર ૩ કરોડ ૨૬ લાખથી વધુ મતદારો મતદાન કરશે.

છત્તીસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં માટે મતદાન થઈ ગયું છે ત્યારે આજે પાંચમાં અને છેલ્લા રાજ્ય તેલંગાણાની વિધાનસભાની ૧૧૯ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. તેલંગાણાની ચૂંટણી સાથે જ આ વર્ષની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ જશે. આ પાંચ રાજ્યોની ચૂંટણીને રાજકીય પંડિતો આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાની સેમિફાઈનલ પણ ગણાવી રહ્યા છે. 

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના મતગણતરી ૩ ડિસેમ્બરે થશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય દળોની ૩૭૫ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ સાથે તેલંગાણા સ્પેશિયલ પોલીસની ૫૦ કંપનીઓ, ૪૫ હજાર રાજ્ય પોલીસ કર્મચારીઓ અને રાજ્યોમાંથી ૨૩ હજાર ૫૦૦ હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-