Home Blog Page 841

કચ્છમાં KEMO Steel કંપનીની ભઠ્ઠી બ્લાસ્ટમાં એકનું મોત, 7 લોકોને ઇજાગ્રસ્ત

0

કચ્છના અંજારથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. માહિતી મળી રહી છે કે, અંજારના બૂઢારમોરા માં KEMO Steel કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ૧૦ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રથમિક માહિતી મુજબ અત્યાર સુધીમાં આ ઘટનાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને ૪ ની હાલત અત્યંત નાજુક હોવાના કારણે તેઓને તાત્કાલિક અમદાવાદ ખાનગી હોસ્પીટલમાં રિફર કરાયા છે. કંપનીની મોટી બેદરકારીના પગલે આ ઘટના ઘટી જેના કારણે કંપનીએ ઘટનાના છુપવવાની પણ કોશિશ કરી હતી.

૧૫ જાન્યુઆરી, ૨૦૨૪/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને સોમવાર થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિસ્ય

0

મેષઃ

આર્થિક પાસુ મજબુત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરાપક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી-ધંધામાં પ્રગતિ. જુની ઉઘરાણી છુટી થતી જણાય.

વૃષભઃ

આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધૂરાકાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય. વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતા સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

‌મિથુનઃ

વકૃત્વ શક્તિથી કાર્ય સફળતા વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય.સંતાનની ચિંતા રહે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

કર્કઃ

સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણી વિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ. પરિવારમાં એકરાગીતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

‌સિંહઃ

નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો. આવકનું પ્રમાણ જળવાશે. નોકરીમાં શાંતિ રહે. ધંધાકીયક્ષેત્રે લાભ. કાપડ, સ્ત્રી શણગાર, કોસ્મેટીક્સના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

કન્યાઃ

મનોબળ મજબૂત રહે. શક્તિ અને સ્ફૂર્તિને અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતા ભર્યું વાતાવરણ રહે. જમીન-મકાન અંગેના કામમાં સાવધાની જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય.

તુલાઃ

વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકાર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃ‌શ્ચિકઃ

આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાના ભાઇ બહેન સાથે પ્રેમ જળવાય. પરિવારમાં વિખવાદ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ સફળતા. ગળાના રોગોની કાળજી રાખવી.

ધનઃ

માનસિક પ્રસન્નતા વધે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. રોકાણોમાંથી આવક મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

માનસિક અસ્વસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. પરિવારમાં અસંતોષનું પ્રમાણ વધે સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આંખની કાળજીરાખવી. મિત્રોથી લાભ મળતો જણાય.

કુંભઃ

દિવસ દરમ્યાન મન આનંદમાં રહે. જુના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીનીસ્ટ્રેશન, સોનીકામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યક્તિઓને વિશેષ ફાયદો. ઉલટી-ઉબકાની સમસ્યા રહે.

મી‌નઃ

ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. આવક જળવાય તથા બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતાપૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારૂં રહેશે.

૧૪ જાન્યુઆરી, ૨૦૨૪/ ખર્ચનું પ્રમાણ અતિશય વધશે, પારિવારિક સંઘર્ષના સંકેત, આ રાશિના જાતકોનો રવિવાર જશે કષ્ટદાયક, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષ

આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઇ શકાય. સ્વગ્રુહી શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભ

ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિણામે માનસિક આનંદનનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારૂં રહેતું અનુભવાય.

મિથુન

દિવસ દરમ્યાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના-ભાઇ બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્ક

નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ, જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

‌સિંહ

દિવસ દરમ્યાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યા

પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલા

આનંદ ઉત્સાહમાં વૃધ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ ના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃધ્ધિ થાય.

વૃ‌‌શ્ચિક

મોજ શોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઇ બહેનોની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુટુંબ શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

ધન

આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકર

ગુરૂ ચન્દ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભ

મન અશાંત રહે. એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં, અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેત રહેવું.

મીન

મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉઘરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્ર‌ગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

રામ ભક્તો માટે ૧ હજારથી વધુ સ્પેશ્યલ ટ્રેનો અયોધ્યા સુધી દોડાવશે

ભારતીય નૌકાદળે અપહરણ કરાયેલા માલ્ટા જહાજને બચાવ્યું

સ્કૂલે જતી વખતે ધોરણ ૧૧ના વિદ્યાર્થીને સિટી બસની મોતની ટક્કર

0

સુરત શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સવારના સમયે શાળાએ જઈ રહેલા ધોરણ ૧૧ના વિદ્યાર્થીન સિટી બસચાલકે અડફેટે લીધો હતો જેમાં ગંભીર ઈજાઓ થતા વિદ્યાર્થીનું મોત નીખ્યું છે. દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

ઉધના બમરોલી રોડ પર પાલિકા સંચાલિત બ્લ્યુ સીટી બસની અડફેટે બનેલી અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા વિધાર્થીના મોત બાદ પાલિકાના પરિવહન વિભાગના ચેરમેન સોમનાથ મરાઠેએ સ્થળ મુલાકાત લઈ ઘટના અંગે નિરીક્ષણ કર્યું હતું.સાથે જ ઘટનામાં બસ ડેપો મેનેજર અને ચાલક કસૂરવાર જ જણાશે તો પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી બતાવી હતી.જ્યાં આસપાસ લાગેલ સીસીટીવી ફૂટેજ ની તપાસ કરવા વિજિલન્સ ની ટીમને સૂચના આપી હતી.ઘટના અંગે ચેરમેન દુઃખ વ્યક્ત કરી પરિવારને પ્રત્યે સંવેદના દર્શાવી છે.

સબંધી સુનીલભાઈ મોરાવાલાએ જણાવ્યું હતું કે, “આ ઘટના આશાપુરી સોસાયટી નજીક વેલકમ પાન પાસે બની હતી. મારા મિત્રનો દીકરો સવારના સમયે શાળાએ જઈ રહ્યો હતો તે દરમ્યાન સિટી બસ ચાલકે તેને અડફેટે લીધો હતો. જેમાં દીકરાનું મોત થયું છે. દીકરાના મૃતદેહને હાલ સિવિલ હોસ્પિટલ લઈને પહોચ્યા છીએ. બસ ડ્રાઈવર નશામાં હતો, તે આગળ ભાગી ગયો હતો પરંતુ આગળ રાહદારીઓએ તેને પકડી લીધો હતો.

આ પણ વાંચો :-

VNSGUના વિદ્યાર્થીઓએ કાપડ-વણાટથી બનાવી રામ મંદિરની અદભૂત કલાકૃતિ

0

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લઈ સમગ્ર દેશમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ સોનેરા અવસર પર સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યનિવર્સિટીમાં રામતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે યનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કાપડ અને વણાટ કાર્યથી સુંદર ટ્રેપેસ્ટ્રી તૈયાર કરાઈ હતી.

સુરતના વીર નર્મદ યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સ વિભાગ દ્વારા રામતોત્સવની ઉજવણીના ભાગરૂપે એક અનોખી ભેટ તૈયાર કરવામાં આવી છે. ચિત્રો જોઈને લાગશે કે આ કોઈ પોસ્ટર કે પેન્ટિંગ હશે પણ આ આખી કલાકૃતિ કાપડમાંથી તૈયાર કરવામાં આવી હતી. માંજર પાટ પર વિવિધ રંગના કાપડને પેસ્ટ કરીને ખુબ જ સુંદર સંયોજન દ્વારા ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ તેમજ હનુમાન ભગવાનની આ છબી તૈયાર કરવામાં આવી છે.

આ સંપૂર્ણ ટ્રેપેસ્ટ્રી તૈયાર કરવામાં કોટન, સાટીન, મિક્સ સિલ્ક, વેલવેટ, કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચિત્રોમાં જે ઘરેણાં દેખાય છે એ પણ સંપૂર્ણપણે કાપડમાંથી જ તૈયાર કરવામાં આવ્યા છે અને મહત્વપૂર્ણ વાત એ છે કે ભારતમાં પહેલીવાર વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા આ યુનિક આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ૨૨ બાય ૨૪ ફૂટમાં તૈયાર કરાયેલી આ વિશાળ અને સુંદર  ટ્રેપેસ્ટ્રી બનાવવા ૪૦ વિદ્યાર્થીઓએ ૧૫ દિવસ મહેનત કરી હતી. રોજ આઠ કલાક સુધી મેહનત કરનારા આ વિદ્યાર્થીઓ પણ ટ્રેપેસ્ટ્રી બન્યા બાદ ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો :-

અજાણ્યા ૩ ઇસમોએ મોબાઈલ લૂંટી માર મારતાં યુવક ભાગ્યો, અચાનક બસની અટફેટે આવતા મોતને ભેટયો

0

સુરત શહેરમાં અક્સ્માતમાં એક યુવકનું મોત નીપજયું છે. મોપેડ પર આવેલા ત્રણ જેટલા ઇસમોએ યુવકને મોબાઈલ ઝૂટવાનો પ્રયાસ કર્યો કરી માર માર્યો હતો. જેથી યુવક ભાગયો હતો અને રસ્તો ક્રોસ કરવા જતા બસની અટફેટે આવતા યુવકનું મોત નીપજયું હતું. રાતે બનેલી આ ઘટના બાદ પોલિસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, મૂળ ઓડિશાનો વાતની ૨૩ વર્ષીય સાગર પ્રકાશ બહેરા સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતો હતો. અને લૂમ્સના ખાતામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થયો હતો. ગત રાત્રીના સમયે તે મિત્ર સાથે ઘરે આવી રહ્યો હતો ત્યારે મોપેડ પર આવેલા ત્રણ ઇસમોએ તેને રોકી મોબાઈલ ઝૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બંને મિત્રો ભાગ્ય હતા સિદ્ધાર્થનગર પાસે આવેલા બીઆરટીએસ રુટ ફ્રોસ કરતાં બસની અડફેટે આવી જતા સાગરનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ ઘટના બાદ પોલિસ કાફલો પણ ઘરના સ્થળે દોડી આવ્યા હતો, સમગ્ર મામલે પોલિસ તપસનો ઘમઘમાટ શરૂ કર્યું છે.

સંબંધી કૈલાશભાઈએ જણાવ્યુ હતું કે, તે નોકરી પરથી આવી રહ્યો હતો ત્યારે અજાણ્યા લોકો તેની પાસે મોબાઈલ ઝૂટવા આવ્યા હતા જેથી તે ડરીને ભાગ્યો હતો તેના કપડાં પણ ફાટી ગયા હતા. ભાગતા સાથે બીઆરટીએસમાં બસની અટફેટે આવતા તેનું મોત નીપજયું છે. તેના પરિવારને વળતર મળવું જોઈએ એવી અમારી માંગ છે, તે છેલ્લા ૬થી ૭ વર્ષ અહી કમકરતો હતો. આ સમગ્ર મામલે પોલિસ ફરિયાદ પણ કરી છે. તેના પરિવારમાં બે ભાઈ અને એક બહેન છે.

આ પણ વાંચો :-

 

પીપોદરા GIDCમાં કામદારોના ટોળાનો પોલીસ પર પથ્થરમારો

0
સુરતની પીપોદરા GIDCમાં પોલીસ પર પથ્થરમારો થતાં ખળભળાટ મચી ગયો છે. પીપોદરા જીઆઈડીસીમાં કામદારોના ટોળાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને  પથ્થરમારો કરી પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા. પથ્થરમારાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર છાવણીમાં ફરવાયો છે અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
કામદારને મારમારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભરાતા આજરોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માગ કરી રહ્યા હતા. કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાતા તાત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે છ ટીયરગેસના સેલ છોડીને માહોલ શાંત કર્યો હતો. જો કે, હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી પોલીસે પેટ્રોલિંગ યથાવત રાખ્યું છે.

પોલીસને જોઈ કામદારોનું ટોળુ બેકાબૂ બન્યું અને પથ્થરમારો શરૂ કરી દેતા નાશભાગ મચી જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટીયરગેસના ૬ સેલ છોડી મામલો કાબૂમાં કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. પથ્થરમારો કરતા અમુક કામદારો પોલીસના હાથે લાગતા તેમની અટકાયત કરવામાં આવી. સાથે પોલીસે મીલ માલિકો સામે ફરિયાદ દાખલ કરી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરત જિલ્લા પોલીસ સાથે સાથે હાલ માંગરોળ તાલુકા પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :-

પશ્ચિમ બંગાળમાં ટોળાએ ત્રણ સાધુઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો

0

બંગાળમાં પાલઘર જેવી ઘટના સામે આવી છે જેમાં પુરુલિયામાં ટોળાઓ દ્વારા ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો, આ ઘટના બાદ ભાજપે મમતા સરકારને ઘેરી લીધી છે. આ ઘટનામાં પોલીસે બાર લોકોની ધરપકડ કરી છે.

પશ્ચિમ બંગાળમાં મોબ લિંચિગનો મામલો સામે આવ્યો છે જેમાં લોકોના ટોળાએ ત્રણ સાધુઓને બાળકો ઉપાડનાર સમજીને નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જે બાદ ભાજપ રાજ્યની તૃણમૂલ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. જો કે આ મામલે હજુ સુધી TMC તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ મામલે અનુરાગ ઠાકરેએ મમતા સરકાર પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે શા માટે બંગાળમાં આવું વાતાવરણ છે? તુષ્ટિકરણની રાજનીતિના કારણે આવું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે રામ જન્મભૂમિનો શિલાન્યાસ થયો ત્યારે બંગાળમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. સાધુઓની હત્યાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે આ તુષ્ટિકરણની રાજનીતિ બંગાળને ક્યા લઈ જઈ રહી છે? આવી આખરે આવી હિન્દુ વિરોધી વિચારસરણી શા માટે છે ?

ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ આ વીડિયોને સોશિયલ મીડિયા એક્સ પર શેર કરતા લખ્યું હતું કે ‘મમતા બેનરજીએ તેમના મૌન પર શરમ આવવી જોઈએ’. તેમણે સવાલો કરતા આગળ લખ્યું કે શું આ સાધુઓનું કોઈ મહત્વ નથી? અમારે આ અત્યાચારનો જવાબ જોઈએ છે. ઉલ્લેખનીય છે કે ૩૦ સેકેન્ડના વીડિયોમાં લોકોનું ટોળું સાધુઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારતા જોવા મળી રહ્યું છે. આ ઘટનાને અમિત માલવિયાએ મહારાષ્ટ્રના પાલઘરમાં ૨૦૨૦માં બનેલી ઘટના સાથે સરખામણી કરી હતી.

આ પણ વાંચો :-

હત્યાના ૧૧ દિવસ બાદ મળી દિવ્યા પહુજાની લાશ, હરિયાણા પોલીસને મળી સફળતા

0

હરિયાણાના ગુરુગ્રામમાં મોડલ દિવ્યા પાહુજા હત્યા કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસને દિવ્યા પાહુજાનો મૃતદેહ ટોહાના કેનાલમાંથી મળી આવ્યો છે. કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યા બાદ પોલીસે તેની તસવીરો દિવ્યાના પરિવારજનોને મોકલી હતી, જેને જોઈને તેઓએ મૃતદેહની ઓળખ કરી હતી.

બલરાજે ખુદ પોલીસને જણાવ્યું હતું કે હત્યા બાદ દિવ્યાની લાશ હરિયાણાની ટોહાના કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. ૨ જાન્યુઆરીએ ગુરુગ્રામની ધ સિટી પોઈન્ટ હોટલમાં દિવ્યાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને હોટલ માલિક અભિજીત સિંહે અંજામ આપ્યો હતો. કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યા બાદ પોલીસે દિવ્યાના પરિવારજનોને તેનો ફોટો મોકલ્યો હતો, જે જોયા બાદ તેઓએ લાશની ઓળખ કરી હતી. ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચની ૬ ટીમો મૃતદેહની શોધમાં વ્યસ્ત હતી.

બીજી જાન્યુઆરીએ ગુરુગ્રામની ધ સિટી પોઈન્ટ હોટલના રૂમ નંબર ૧૧૧માં દિવ્યા પાહુજાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને હોટલ માલિક અભિજીત સિંહે અંજામ આપ્યો હતો. આ કેસમાં પશ્ચિમ બંગાળમાંથી પકડાયેલા બલરાજ નામના આરોપીની પૂછપરછ કર્યા બાદ હરિયાણા પોલીસને દિવ્યા પાહુજાનો મૃતદેહ મળી આવ્યો છે. બલરાજે પોતે જ પોલીસને જણાવ્યું હતું કે તેણે દિવ્યાની લાશને હરિયાણાની ટોહાના કેનાલમાં ફેંકી દીધી હતી. દિવ્યા પાહુજા હત્યા કેસના મુખ્ય આરોપી અભિજીત સિંહે મૃતદેહને સગેવગે કરવાનું કામ બલરાજ ગિલને સોંપ્યું હતું.

બલરાજ દેશ છોડીને બેંગકોક ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. તેની અને રવિ બંગાની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. બલરાજ ગીલે દિવ્યાના મૃતદેહને તેના માલિક અભિજીતની BMW કારની ડેક્કી નાખી, સગેવગે કરવા નીકળ્યો હતો. આ કામમાં રવિ બંગા તેનો સાથ આપ્યો હતો.

આ પણ વાંચો :-

આજે આ રાશિના જાતકોને લાગશે લોટરી, સામે નુકસાનીવાળી રાશિઓ પણ ખરી, જુઓ શનિવારનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

મિત્રોનો સહકાર મળતા આર્થિક લાભ મળતો જણાય. દિવસ દરમ્યાન આવક મળતી રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. એક્ષપોર્ટ ઇમ્પોર્ટ, શિક્ષણ જેવા ધંધામાં વિશેષ લાભ.

વૃષભઃ ‌

આવક અને ખર્ચ બન્નેમાં વધારો થતો જણાય. ધંધાકીય કાર્યક્ષેત્રે સારૂ ફળ મળતુ જણાય. સ્ત્રી વર્ગ તરફથી લાભ. કરેલા રોકાણો યથાર્થ સાબિત થતા જણાય. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેલું. આરોગ્ય જળવાશે.

‌મિથુનઃ

જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઇ બનાવીન જાય એનું ધ્યાન રાખવું. આવક ઘટતી જણાય. પરિવારના સભ્યો સાથે શાંતિ રાખવી. દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.

કર્કઃ

દિવસ દરમ્યાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઇ બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. શેરબજાર સ્ત્રી શણગારની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું. સ્નાયુનો દુઃખાવો સંભવે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય.

‌સિંહઃ

આત્મબળ મજબૂત બને. માન-સન્માનમાં વધારો થાય. રાજકારણી માટે સારો દિવસ. સરકારી કામકાજમાં સફળતા. અનાજ કરિયાણાના વેપારી માટે વધુ સફળતા. જીવનસાથી સાથે આનંદ. શરદી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ

નોકરી-ધંધા ક્ષેત્રે ફાયદો થતો અનુભવાય.ટેક્ષ કન્સલટન્ટ, એકાઉન્ટસ, હોટલના ક્ષેત્રે વિશેષ ફાયદો. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી. સંતાનોની પ્રગતિથી આનંદ થાય. સ્વાર્થવૃત્તિ વધે. પ્રતિષ્‍ઠા-યશ ઘટે.

તુલાઃ

મહેનત વધારે કરવી પડશે. વારેવારે ખોટું લાગી જાય. એવા પ્રસંગો બને. કુટુંબના સભ્યો વચ્ચે વિખવાદને ટાળવો. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. સંતાનના નામ પર કરેલા રોકાણમાં વિશેષ ફાયદો મળે. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

વૃ‌શ્ચિકઃ

આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં મનમેળ રહે. સ્થાવર-જંગમક્ષેત્રે કરેલું રોકાણ ફળદાયી નીવડે. માતૃપક્ષથી લાભ, ટાયર, ટ્યુબ, કલર, કેમીકલ, બિલ્ડીંગ મટીરીયલના ધંધાર્થીઓ માટે શુભ દિવસ.ચર્મરોગોની કાળજી રાખવી.

ધનઃ

નાણાંકીય બાબતોમાં સાનુકુળતા રહે. પરિવારમાં પ્રેમ જળવાય. જીવનસાથીની તબિયતની કાળજી રાખવી. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. ભાગ્યનો સાથ મળે. ખોટી સોબતમાં ફસાઇ ન જવાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સારૂ રહે.

મકરઃ

આવકની દ્રષ્ટિએ સારો દિવસ છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારૂ છે. તાવ-માથાના દુઃખાવાની સમસ્યા રહે. પત્નિ તરફથી આનંદ મળે.

કુંભઃ

માનસિક રીતે મજબૂતાઇ જણાય. વાંચવાનો શોખ વધશે.આકસ્મિક ધનલાભના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધે. સાહિત્ય, સંશોધન,ફાઇનાન્સ ના કામમાં લાભ. ખોટું કામ ન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાશે.

મીનઃ

સંતાન તરફથી ચિંતા સતાવશે. વિદ્યાર્થીવર્ગને વધુ મહેનત જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ રહે. નોકરી-ધંધામાં અસંતોષનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. કરોડરજ્જુ, દાંત અને હાડકાની કાળજી રાખવી જરૂરી.