Home Blog Page 813

વન નેશન વન ઇલેક્શન શું છે, કાયદેસર રીતે અમલીકરણ કરવા શું કરવું પડશે!

0

વન નેશન, વન ઈલેક્શન માટે રચાયેલી સમિતિએ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સુપરત કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરવામાં આવેલા 18,000થી વધુ પાનાના અહેવાલમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિએ કહ્યું છે કે એકસાથે ચૂંટણી યોજવાથી વિકાસ પ્રક્રિયા અને સામાજિક સંકલનને પ્રોત્સાહન મળશે. આ સાથે લોકશાહી પરંપરાનો પાયો વધુ ઊંડો થશે અને તે ભારતની આકાંક્ષાઓને સાકાર કરવામાં મદદ કરશે. વન નેશન, વન ઈલેક્શનના મુદ્દે ઉચ્ચ સ્તરીય સમિતિએ ૬૨ રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હતો, જેના પર ૪૭ રાજકીય પક્ષોએ પ્રતિક્રિયા આપી હતી.

જેમાં ૩૨ પક્ષોએ એક સાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું જ્યારે ૧૫ રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. ગુરુવારે કમિટીએ રજૂ કરેલા રિપોર્ટમાં આ ૫ મોટી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સમયે ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા વધી રહી હતી. તેથી તેમણે મોકાનો ફાયદો ઉઠાવી મધ્યસત્ર ચૂંટણી યોજી દીધી હતી. ગરીબી હટાવોનો નારો આપીને ચૂંટણીમાં તેઓ ઉતર્યા હતા. વિરોધીઓએ ઇન્દિરા હટાવોનો નારો આપ્યો હતો પણ ગરીબી હટાવોનો નારો મજબુત સાબિત થયો હતો અને ૧૮ માર્ચ ૧૯૭૧ના રોજ ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે ફરી શપથ લીધા હતા.

ઈતિહાસમાં નોંધાયેલ રેકોર્ડ અનુસાર વર્ષ ૧૯૭૧માં પ્રથમ વખત લોકસભા ચૂંટણી નિર્ધારિત સમય કરતા વહેલા કરવાની જરૂર ઉભી થઇ હતી. જોકે ચૂંટણીના નિયમ અનુસાર પાંચ વર્ષ પછી ૧૯૭૨માં થનાર હતી પરંતુ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ બેંકોને રાષ્ટ્રીયકૃત કરી દીધી હતી. તેમણે પાકિસ્તાનના ભાગલા કરીને બાંગ્લાદેશ બનાવ્યું હતું. કોંગ્રેસના પણ બે ભાગ થઇ ગયા હતા.

સમિતિએ કહ્યું છે કે, આવી સિસ્ટમ લાગુ કરવા માટે બંધારણની કલમ ૮૩ અને કલમ ૧૭૨માં સુધારો કરવાની જરૂર પડશે. સમિતિએ કહ્યું છે કે, આ બંધારણીય સુધારાને રાજ્યો દ્વારા બહાલી આપવાની જરૂર નથી. સમિતિએ બંધારણીય સુધારાની પણ ભલામણ કરી છે જેથી ૨૦૨૯ સુધીમાં લોકસભા, તમામ રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજી શકાય.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની આગેવાની હેઠળની સમિતિએ પ્રથમ પગલા તરીકે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાની ભલામણ કરી છે. આ ઉપરાંત ૧૦૦ દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એક સાથે કરાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ સમિતિએ પોતાની ભલામણોમાં કહ્યું છે કે ત્રિશંકુ સ્થિતિ અથવા અવિશ્વાસ પ્રસ્તાવ અથવા આવી કોઈ સ્થિતિના કિસ્સામાં નવી લોકસભાની રચના માટે નવેસરથી ચૂંટણી યોજવામાં આવી શકે છે.

 

૧૬ માર્ચ, ૨૦૨૪/ આ રાશિ માટે ખર્ચનું પ્રમાણ અધિક, પ્રતિષ્ઠાને પહોંચશે હાનિ, આ રાશિના જાતકો દુખના દ’હાડા શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃધ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ

નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગીરીમાં પ્રગતિ. આર્થિક સ્થિ‌રતા મળે. ધંધા રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુનઃ

આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી, સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ

દિવસ દરમ્યાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઇ-બહેન-પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારૂ રહેશે.

સિંહઃ

અભિમાનમાં વધારો થાય. સિધ્ધાંતવાદી વલણ રહે. ભાઇ-બહેન પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.

કન્યાઃ

દિવસ દરમ્યાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ

સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે લીવર નબળું રહે. પાચન શક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃશ્ચિકઃ

વિવેકપુર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન-ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઇચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધનઃ

મન ઉપર ખોટા નકરાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમ્યાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકરઃ

દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમ સંબંધમાં હો, તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભઃ

નિર્ણય શક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટા‍ળવું, અન્યથા નાણાં ફસાઇ જાય.

મીનઃ

પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનોએ સ્ત્રીરોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભનો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

સ્વદેશી પબ-જી ગેમના નિર્માતાઓનું રેડ & વ્હાઇટ આઇટી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ સેશન

રેડ & વ્હાઇટ આઇટી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ આયોજિત સ્વદેશી પબ-જી એવી ScarFall ૨.૦ નામની ગેમના નિર્માતાઓ સર્વશ્રી ધ્રુવિન ડૉક્ટર અને ઝીલ ગજેરાના અધ્યક્ષ હેઠળ શહેરની યોગી ચોક વિસ્તારની બ્રાન્ચ ખાતે ગ્રાફિક્સ, એનિમેશન અને ડિઝાઇનિંગ કોર્સના વિદ્યાર્થીઓ માટે “ક્રાફ્ટિંગ વિજ્યુઅલ & આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ વિથ ઇન્ટરવ્યૂ ટેક્નિક્સ” ના વિષય પર એક્સપર્ટ સેશન યોજાયું હતું.

આ એક્સપર્ટ સેશનમાં વિદ્યાર્થીઓને ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં ભવિષ્ય હોવાનું પ્રોત્સાહન મળે તેમજ અદ્યતન ટેક્નોલોજીઓ થી પરિચિત થઇ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું વેલ્યુ એડિશન આપી શકે તેવા ઉદેશ્યથી આ સમગ્ર સેશનનું આયોજન કરાયું હતું. તેમજ ગુજરાતી ક્લચરના કેરેકટર્સથી સજ્જ મેડ ઈન ઇન્ડિયા ગેમ થકી વિદ્યાર્થીઓને ગેમ ડિઝાઇનની માહિતી પણ અપાઈ હતી.

આ પ્રસંગે Xsquads ના સીઈઓ શ્રી જેમિષભાઇ લખાણીના માર્ગદર્શન હેઠળ કોર્ડિનેટર ધ્રુવિન ડોકટરએ ગુજરાત તેમજ ભારતમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધી રહ્યો હોવાની વાત જણાવી હતી. તેમને કહ્યું હતું કે આજે ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં ગ્રો કરવા માટે કોઈ ઉમર કે અનુભવ કરતા ક્રિયેટિવ અને યુનિક વિચારો, કોડિંગનું જ્ઞાન અને સમયબદ્ધતા આ ત્રણ માપદંડો થકી તમે આ ફિલ્ડમાં નામના મેળવી શકો છો. તેમને વધુમાં કહ્યું કે છેલ્લા ત્રણ-ચાર વર્ષોથી યુવાનોમાં પ્રચલિત પબ-જી ગેમ કે જેમાં તમામ વિદેશી કેરેક્ટર્સ અને સંપૂર્ણ આઉટ સ્ટેશન થીમ જોવા મળતી હોય છે. ત્યારે અમે આ તમામ બંધનોને ભારતીય લોકેશન અને ગુજરાતી કેરેક્ટર્સની ઝાંકીયોનો અનુભવ થશે. ગેમ્સના ગ્રાફિક એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેથી તમને આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળશે. આ ઉપરાંત ઝીલ ગજેરાએ વિદ્યાર્થીઓને ગેમ ડિઝાઇન, યુનિક ગ્રાફિક્સ યુઝર આઈડિયા તેમજ આવનારા સમયમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ અને કરિયરનું મહત્વ વિશે જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ, સવારે કોકીલાબેન હોસ્પિટલમાં કરાઈ એન્જીયોપ્લાસ્ટી

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને આજે વહેલી સવારે એન્જીઓપ્લાસ્ટી સર્જરી કરાવી છે, તેમને હોસ્પિટલમાં ૧૫ માર્ચે સવારે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના ટેસ્ટ પછી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. જાણવા મળતી માહિતી અનુસાર તેમને તબિયત નાદૂરસ્ત જણાતા મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Superstar Amitabh Bachchan reached the hospital | અમિતાભ બચ્ચનની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, સવારથી હોસ્પિટલમાં દાખલમહત્વનું છે કે આ પહેલા kbc ૧૪ ના શૂટિંગ દરમિયાન પણ તેમનું સ્વાસ્થ્ય ખરાબ થયું હતું. આ સિવાય તે બે વખત કોવિડ પોઝિટિવ પણ થયા હતા. વર્ષ ૨૦૨૨ માં પણ અમિતાભ બચ્ચન શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા. ત્યારપછી આજે તમને પગની એન્જીયોપ્લાસ્ટી કરાવવી પડી છે. ૨૦૨૦માં જ્યારે આખી દુનિયા મહામારી કોરોનાની ચપેટમાં આવી ગઈ હતી એ સમયે પણ તેઓ બે વખત કોવિડ પોઝિટિવ થયા હતા. બિગ બીએ ખુદ પોસ્ટ કરીને આ બાબતની જાણકારી ફેન્સને આપી હતી. એ સમયે પણ તેમને સારવાર માટે ૨ મહિના સુધી હોસ્પિટલાઈઝ્ડ કરવામાં આવ્યા હતા. ૨૦૨૨માં પણ બિગ બી કોવિડ પોઝિટિવ થયા હતા.

અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે ગ્રેટીટ્યુડ લખ્યું છે. પરથી માનવામાં આવી રહ્યું છે કે સર્જરી પછી પોતાના સ્વાસ્થ્ય અને ફેન્સની શુભેચ્છાઓ માટે તેઓએ આભાર વ્યક્ત કર્યો છે. કારણ કે આ પહેલા પણ તેઓ પોતાના ફેન્સ માટે આ પ્રકારે પોસ્ટ કરી ચૂક્યા છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે દરેક અપડેટ શેર કરે છે. 

આ પણ વાંચો :-

સૈફાઈ મેડિકલ કોલેજના વિદ્યાર્થીની લોહીથી લથપથ લાશ મળી, પ્રેમ પ્રકરણમાં હત્યાની આશંકા

ઉત્તર પ્રદેશના ઈટાવાની સૈફાઈ મેડિકલ યુનિવર્સિટીના ANM વિદ્યાર્થીની લાશ મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની આશંકા છે. ગુરુવારે મોડી સાંજે વૈદપુરા વિસ્તારમાં સોનાઇ પુલ નજીકથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો, તે કોલેજ ડ્રેસમાં હતી. તેનું શરીર લોહીથી લથબથ જોવા મળ્યું હતું તેમજ ગેંગરેપની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જ્યારે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીની હત્યાના સમાચાર મળ્યા તો તેઓએ હંગામો મચાવ્યો. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ સૈફઈ મેડિકલના વિદ્યાર્થીઓ હડતાળ પર બેસી ગયા છે.

યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ANM વિદ્યાર્થીનીની લોહીથી લથપથ લાશ મળી આવતાં ખળભળાટ મચી ગઈ હતી. આ મામલે જ્યાં વિદ્યાર્થીઓએ ટ્રોમા સેન્ટરનો ઘેરાવ કર્યો અને ઉગ્ર વિરોધ કર્યો ત્યાં હવે સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ પ્રતિક્રિયા આપી છે. તેણે X (ટ્વીટર) પર લખ્યું છે કે, સૈફઈ મેડિકલ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ ખૂબ જ ગંભીર બાબત છે. રાજ્યમાં ભાજપના શાસન દરમિયાન અપરાધ સામે શૂન્ય સહિષ્ણુતાની જાહેર કરાયેલી નીતિ શૂન્ય બની ગઈ હોય તેનું આ બીજું ખૂબ જ દુઃખદ ઉદાહરણ છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે વૈદપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સોનાઈ પુલ નજીકથી મેડિકલ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો.  વિદ્યાર્થિનીએ ૨૦૨૩માં મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું અને તે પહેલા વર્ષની વિદ્યાર્થિની હતી. ૨૦ વર્ષીય મૃતક ઔરૈયાના કુદરકોટની રહેવાસી હતી. જે સૈફઈ યુનિવર્સિટી હોસ્ટેલમાં અભ્યાસ માટે રહેતી હતી. હાલ પોલીસે તેણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ફાઇ મેડિકલ યુનિવર્સિટીના પ્રથમ વર્ષના ANM વિદ્યાર્થીનીનો મૃતદેહ મધર ડેરી પાસે મળી આવ્યો છે. બળાત્કાર થયો છે કે નહીં તે અત્યારે તો કન્ફર્મ કરી શકાય તેમ નથી, પરંતુ એવું લાગે છે કે લાશને લાવીને ફેંકી દેવામાં આવી છે. તેણીએ જણાવ્યું કે બપોરે તે તેના એક મિત્રને મોબાઈલ ફોન આપીને ક્યાંક ચાલી ગઈ હતી. સાંજે વિદ્યાર્થીની લાશ રોડ કિનારેથી મળી આવી હતી.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંજય કુમારે જણાવ્યું કે, વિદ્યાર્થિની લાશ રોડના કિનારે મળી આવી હતી. તેણીની ઉંમર લગભગ ૨૦ વર્ષની છે. હોસ્ટેલમાં રહેતી તેની મિત્રએ જણાવ્યું છે કે, તેણીએ તેનો મોબાઈલ તેને આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર એવું લાગે છે કે, વિદ્યાર્થિનીને કારમાંથી ફેંકવામાં આવી છે. લવ અફેરનો એંગલ પણ સામે આવી રહ્યો છે. હાલ તપાસ ચાલુ છે. સર્વેલન્સ અને SOGની ટીમો કામે લાગી છે. આ કેસની વધુ માહિતી ટૂંક સમયમાં બહાર આવશે.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકા પર જીવલેણ હુમલો

સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સોશિયલ મીડિયા instagramથી સંપર્કમાં આવેલા યુવકે લગ્નની ના પાડતા ચાલુ મોપેડ પર યુવતી અને તેણીની માતા સહિત ભાઈને પાડી દઈ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી ૨૩ વર્ષની એક યુવતીને સોશિયલ મીડિયાથી પ્રતીક પટેલ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. વાતચીત દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. યુવતી પિતાના ટ્યુશન ક્લાસમાં ભણાવતી હતી. જોકે પ્રતિક વારંવાર યુતવીને લગ્ન માટે દબાણ કરતો હતો અને તેની પાસે જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ તથા અન્ય દસ્તાવેજો માંગતો હતો. બાદમાં પ્રતિકે ધમકી આપી કે જો તે લગ્ન નહીં કરે તો આપઘાત કરી લેશે.

યુવતીના જણાવ્યા પ્રમાણે, પ્રતિકે ૯ માર્ચે મંદિરમાં પરિવારની હાજરીમાં જૂઠ્ઠું મંગળસૂત્ર પહેરાવી સિંદૂર પૂરી વિધિ વગર તેની સાથે લગ્ન કર્યા હતા. એફિડેવિટ વંચાવ્યા વિના સહી કરાવી હતી. યુવતીએ માતાને આ વાત કરતાં તેના પિતાએ પરિવારને કલાસીસ પર બોલાવ્યા હતા અને લગ્નની ના પાડી દીધી હતી. રજિસ્ટ્રીમાં નોંધણી થયેલી ન હોવાથી યુવતીના માતા-પિતાએ વકીલ પાસે એફિડેવિટ લઈ ફાડી નાંખ્યુ હતુ.

જહાંગીરપુરા પોલીસે સમગ્ર ઘટના અંગે યુવતી ની ફરિયાદ લાઈવ આરોપી પ્રતીક મનોજભાઈ પટેલ વિરુદ્ધ હત્યા ના પ્રયાસનો ગુનો દાખલ કરી ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા હતા.જ્યાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ હુમલાખોર પ્રેમી પ્રતીક મનોજ પટેલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.જ્યાં આગળની તપાસ જહાંગીરપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

આવતી કાલે શનિવારે બપોરે ૩ વાગ્યે લોકસભા ચૂંટણીની જાહેરાત થશે

0

લોકસભા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચે આવતીકાલે એટલે કે શનિવારે બપોરે ૩ વાગ્યે લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તારીખોની જાહેરાત કરશે. જોકે મહત્વનું છે કે, આ સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. આજે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી પણ ૨૦૧૯ની જેમ સાત તબક્કામાં યોજાઈ શકે છે.Telangana: ECI directs State election officers to commence checking of EVMs from June 1 -Telangana Todayમહત્વનું છે કે, લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચાલી રહેલી બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠક લગભગ ૪૫ મિનિટ સુધી ચાલી હતી. નવનિયુક્ત કમિશનરોના ઔપચારિક સ્વાગત બાદ પૂર્ણ પંચની બેઠકનો પ્રારંભ થયો હતો. જોકે હવે એવું સામે આવ્યું છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે શનિવારે બપોરે ૩ વાગ્યે લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તારીખોની જાહેરાત કરશે. ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરોના બે ખાલી પડેલા પદ પર નિમણુંક કરવામાં આવી છે. વડા પ્રધાનની અધ્યક્ષતામાં ગઈ કાલે ગુરુવારે મળેલી પસંદગી સમિતિની બેઠકમાં કેરળના જ્ઞાનેશ કુમાર અને પંજાબના બલવિંદર સંધુને ચૂંટણી કમિશનર તરીકે નિમવામાં આવ્યા હતાં. આ બેઠકમાં વિપક્ષના નેતા અધીર રંજને પણ ભાગ લીધો હતો.

વર્ષ ૨૦૧૯ જમ્મુ કાશ્મીરના વિભાજન અને પુર્નગઠન બાદથી રાજ્યમાં કેન્દ્રીય સાશન છે, જમ્મુ કાશ્મીરના લોકો વિધાનસભાનું ગઠન કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. અહેવાલો અનુસાર જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બુધવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ અનેક રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળ્યા હતા. તમામ પક્ષોએ જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી યોજવાની પણ માંગ કરી હતી.

આ પણ વાંચો :-

સુપ્રીમ કોર્ટની SBIને નોટિસ, ઈલેક્ટોરલ બોન્ડ નંબર જાહેર કર્યા કેમ નથી ?

0

સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે ચૂંટણી પંચ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ કેસને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર આજે એટલે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચમાં સુનાવણી થઈ. CJI ચંદ્રચુડની બેન્ચે SBIને ઈલેક્ટોરલ બોન્ડ નંબર જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે ચૂંટણી પંચની ડેટાની માંગ સાથે પણ સંમત થયા હતા.

ચૂંટણી પંચે કહ્યું કે તેમણે વર્ષ ૨૦૧૯ પહેલા રાજકીય પક્ષો પાસેથી મળેલા દાનની માહિતી સીલબંધ પરબિડીયામાં સુપ્રીમ કોર્ટને આપી હતી. તેની નકલ તેણે રાખી ન હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એ હકીકત પર સવાલ ઉઠાવ્યા કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ આદેશ હોવા છતાં ચૂંટણી પંચને આપવામાં આવેલા ડેટામાં બોન્ડ નંબરનો ઉલ્લેખ કર્યો નથી.

નોંધનીય છે કે ચૂંટણી બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે ૧૧ માર્ચે SBIને બોન્ડની વિગતો ૧૨ માર્ચે ચૂંટણી પંચને જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ૧૧ માર્ચે આદેશ આપતા કહ્યું હતું કે આદેશમાં કહેવામાં આવ્યું છે કે સુનાવણી દરમિયાન સીલબંધ કવરમાં તેમના દ્વારા સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોની નકલો ચૂંટણી પંચની ઓફિસમાં રાખવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે તેણે દસ્તાવેજોની કોઈ નકલ રાખી નથી.

આ તરફ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ભારતીય સ્ટેટ બેંકને ચૂંટણી બોન્ડ્સ પર સંપૂર્ણ ડેટા શેર ન કરવા બદલ સખત ઠપકો આપ્યો. આ સ્કીમને રદ કરતી વખતે કોર્ટે SBIને છેલ્લા ૫ વર્ષમાં કરાયેલા દાનની તમામ વિગતો શેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઠપકો ઉપરાંત સુપ્રીમ કોર્ટે SBIને બોન્ડના ચોક્કસ નંબરો જાહેર કરવાના પ્રશ્ન પર નોટિસ જાહેર કરી અને તેને ચૂંટણી પંચને તેની સાથે સંગ્રહિત ચૂંટણી બોન્ડ ડેટા પરત કરવાની મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટ દરેક ચૂંટણી બોન્ડ પર છપાયેલ અનન્ય આલ્ફાન્યૂમેરિક કોડ શેર ન કરવા માટે SBIની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અનન્ય નંબર રાજકીય પક્ષો સાથે દાતાઓને મેચ કરવામાં મદદ કરશે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પર નજર કરીએ તો, રાજકીય પક્ષોને મદદ કરવાના નામે જે કંપનીઓએ મહત્તમ સંખ્યામાં ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે તેમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ અને વેદાંત લિમિટેડ. એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા વાઈન, વેલસ્પન, સન ફાર્મા જેવી કંપનીઓના નામ સામેલ છે.

આ પણ વાંચો :-

બોટાદમાં પીકવાન વાન પલટી જતા બેનાં મોત, ૨૫ ઇજાગ્રસ્ત

0

બોટાદના કુંભારા ગામ નજીક ખોડિયાર મંદિરના બોર્ડ પાસે પહોંચતાં પિક-અપ વાન પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રીનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. જેમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ૨૫થી વધારે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ધોરણે ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બોટાદના કુંભારા ગામ નજીક પીકઅપ વાન પલ્ટી ખાઈ જતા બે લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ વિંછીયાથી શ્રમિકો ભરેલ પીકઅપ વાન ધંધુકા તરફ જઈ રહી હતી. આ દરમિયાન રાત્રિના સમયે બોટાદ જિલ્લાના કુંભારા ગામ નજીક ખોડીયાર મંદિરના બોર્ડ પાસે ડ્રાઈવરે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પીકવાન પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં જતાં પિતા પુત્રીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ સાથે ૨૫ જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોય તમામને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે હાઈવે પરથી પસાર થતાં વાહચાલકો સહિતનાએ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી વધુ વિગતો મુજબ પીકઅપ વાન વિંછીયાથી ધંધુકા તરફ જઈ રહી હતી અને રાત્રિના સમયે બોટાદ જિલ્લાના કુંભારા ગમ પાસે ખોડિયાર મંદિરના બોર્ડ નજીક જ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

અમિત શાહ અમદાવાદમાં હનુમાનના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરુ કર્યો

0

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં આવ્યા છે. જેમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. અમિત શાહે ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા સુભાષ ચોક પાસે આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરી પ્રચાર શરુ કર્યો છે. દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલયે ચૂંટણીલક્ષી બેઠક યોજાવાની છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 24 ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે, વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે | Union Home Minister Amit Shah visited Gujarat on December 24 - Gujarati Oneindiaઅમિત શાહે હનુમાન મંદિરમાં દર્શન કરીને જૂની વાત વાગોળી હતી. તેઓએ ભાવુક થતા થતા જણાવ્યુ હતુ કે, ‘આજે ૨૯ વર્ષ પહેલાનું દ્રશ્ય મને યાદ આવે છે. ભુપેન્દ્રભાઇ તે વખતે કાઉન્સિલર હતા અને હું પહેલીવાર ધારાસભ્યની ચૂંટણી લડવા જઇ રહ્યો હતો. અને આ જ હનુમાનજીના મંદિરના દર્શન કરીને ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. ૩૦ વર્ષ પછી ફરીવાર એ જ હનુમાનજીના શરણમાં ફરીવાર દર્શન કર્યા છે.

અમિત શાહે સંબોધનમાં જણાવ્યુ કે, વડાપ્રધાને દેશને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે. ૩૩ ટકા રિઝર્વેશન આપીને મહિલાઓને લોકસભા માટે મોકો આપ્યો છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, દેશનો ધ્વજ વિશ્વમાં સૌથી ઊંચો ફરકાવ્યો છે. દેશને સુરક્ષિત રાખવાનું કાર્ય પણ નરેન્દ્રભાઇએ કર્યું છે. પાકિસ્તાનના ઘરમાં જઈને જવાબ આપ્યો છે.

બેઠકમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે શાહને માહિતગાર કરાશે. વિવિધ હોદ્દેદારોને બુથ વાઇસ સોંપવામાં આવેલી અને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ પણ અપાશે. તેમજ તેમની સાથે ધારાસભ્યો, હોદ્દેદારો ,ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત ક્લસ્ટર પ્રભારી અને પ્રભારી તથા સંયોજક પણ બેઠકમાં હાજરી આપશે. નોંધનીય છેકે, ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે અમદાવાદમાં રૂ. ૩૦૧૨ કરોડના વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કર્યુ હતુ. આ કાર્યક્રમના પાંચ- છ કલાક બાદ તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. આથી, ભાજપના કાર્યકરોમાં આગામી એક-બે દિવસમાં જ લોકસભાની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા પ્રર્વતી છે.

આ પણ વાંચો :-