પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે આજે પતંજલિ આયુર્વેદની ખોટી જાહેરાતના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણ વિરુદ્ધ કોર્ટની અવમાનના માટે કેસ ચલાવવામાં આવશે કે નહીં તે અંગે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. આ સાથે તેણે IMA પ્રમુખને સખત ઠપકો આપ્યો અને તેમની માફીને પણ ફગાવી દીધી. સુનાવણી દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં હાજર હતા.
જસ્ટિસ કોહલીએ કહ્યું, ‘તમારી માફી માટે અમારી પાસે એટલું જ કહેવાનું છે, જે અમે પતંજલિ માટે કહ્યું હતું. આ કેસ કોર્ટમાં છે, જેમાં તમે પક્ષકાર છો. તમારા વકીલો ટિપ્પણીઓને દૂર કરવા માટે કહી શક્યા હોત, પરંતુ તમે પ્રેસમાં ગયા. અમે બિલકુલ ખુશ નથી. અમે આટલી સરળતાથી માફ નહીં કરીએ. તેણે કહ્યું, ‘તમે અન્યો માટે કેવો દાખલો બેસાડો છો. આ કેસની સુનાવણી જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાની સુપ્રીમ કોર્ટની બેંચ દ્વારા કરવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણ વિરુદ્ધ કોર્ટની અવમાનના માટે કેસ ચલાવવામાં આવશે કે નહીં તે અંગે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે IMAના અધ્યક્ષને પણ ફટકાર લગાવતાં કહ્યું હતું કે તમે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો? એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. તમે એ જ કર્યું છે, જે બીજા પક્ષકારે કર્યું છે. તમે કોર્ટ વિશે કંઈ પણ ના કહી શકો. IMA અધ્યક્ષે કોર્ટની વિના શરતે માફી માગી હતી.
આ પણ વાંચો :-

અધિકારીએ જણાવ્યું હતું કે ચારે હોસ્પિટલ પર ટીમને રવાના કરી દેવામાં આવી છે. હાલ ટીમ ખુબ જ સાવચેતીપૂર્વક અને ઊંડાણથી તપાસ કરી રહી છે. હાલ
અધિકારીએ જણાવ્યું હતું કે, બિશ્નોઈ ગેંગના અન્ય એક સભ્ય મોહમ્મદ રફીક ચૌધરીની પૂછપરછ દરમિયાન સિંહનું નામ બહાર આવ્યું હતું. જેની આ મહિનાની શરૂઆતમાં ફાયરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે સિંહે ચૌધરીને
જ્યારે આ અકસ્માત થયો ત્યારે પેટ્રોલ પંપ પાસે ૧૦૦ થી વધુ લોકો હાજર હતા. હોર્ડિંગ પડી ગયા બાદ હોબાળો થયો હતો. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, એનડીઆરએફની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જે આખી રાત ચાલુ રહ્યું હતું. સવારે ૩ વાગ્યા સુધીમાં, હોર્ડિંગની અંદર ફસાયેલા કુલ ૮૬ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ૧૨ લોકોના મોત થયા છે. તે જ સમયે,
ભારતનો આ સોદો વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે મધ્ય એશિયામાં ભારતનો રસ્તો સીધો અને સરળ બનાવશે. ઈરાન સાથેનો આ કરાર પ્રાદેશિક જોડાણ અને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરેશિયા સાથે
કારમાં સવાર ૩૮ વર્ષીય અનૂપ તેના મિત્રો સાથે ગાઝિયાબાદના લોનીથી રાત્રે ૯.૦૦ વાગ્યે નૈનીતાલ જવા નીકળ્યા હતા. મૃતક અનૂપના ભાઈ અક્ષયે જણાવ્યું હતું કે, બધા લોકો રવિવારે રાત્રે લગભગ ૯ વાગ્યાની આસપાસ ઘરેથી નૈનીતાલ કરૌલી જઈ રહ્યા હતા. રાત્રે લગભગ ૧૨:૦૦ વાગ્યે, પોલીસ દ્વારા તેમને અકસ્માત વિશે જાણ કરવામાં આવી હતી કે તે ગઢ ગંગાથી લગભગ ૧ કિલોમીટર પહેલા થયો હતો.
પીએમ મોદી નોમિનેશન પહેલા વારાણસીના દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. અહીં પીએમ મોદીએ ગંગાની પૂજા કરી હતી. આ પછી પીએમ મોદી
મેષઃ
વલસાડના કપરાડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હુડા, ગિરનારા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. કરા સાથે વરસાદથી કેરીના પાકને નુકસાનની શક્યતા છે. ગિરનારા ગામમાં આવેલી આશ્રમશાળાનાં પતરા ઉડ્યા હતા.
આ અંગે ખુલાસો કરતાં માધવી લત્તાએ કહ્યું કે ઉમેદવારને વોટર આઈડી કાર્ડ ચેક કરવાનો અધિકાર છે. કાયદા મુજબ, ઉમેદવારો વોટર્સનો ચહેરો ઓળખી શકે છે અને મતદાર ઓળખકાર્ડ સાથે તેના ચહેરાને મેચ કરી શકે છે. હું કોઈ પુરુષ નથી, એક સ્ત્રી હોવાને કારણે મેં ખૂબ જ માનવીય રીતે અને નમ્રતાપૂર્વક તેમને બુરખો હટાવવાનું કહ્યું હતું. જો કોઈ આ મુદ્દે ‘કાગનો વાઘ’ કરી રહ્યાં હોય તો તેઓ ડરી ગયા છે. 