કન્હૈયા કુમાર પર શાહી ફેંકવામાં આવી હતી અને તેને થપ્પડ મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે. ઉત્તર પૂર્વ દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર શાહી ફેંકવા બદલ સોમવારે એક આરોપી અજય કુમારની ધરપકડ કરવામાં આવી હતી.
કન્હૈયા કુમારે એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે, આ હુમલાનો આદેશ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર મનોજ તિવારીએ આપ્યો હતો. કન્હૈયાએ દાવો કર્યો હતો કે, વર્તમાન સાંસદ મનોજ તિવારી તેમની વધતી લોકપ્રિયતાથી નિરાશ હતા અને તેથી જ તેમણે તેમના પર હુમલો કરવા માટે ગુંડાઓ મોકલ્યા હતા. તેમણે કહ્યું કે, જનતા ૨૫ મેના રોજ મતદાન કરીને હિંસાનો જવાબ આપશે.
કન્હૈયા કુમારે આ હુમલા માટે ભાજપ પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, વર્તમાન સાંસદ મનોજ તિવારીએ તેમના પર હુમલો કરાવ્યો હતો. જ્યારે કન્હૈયા પર હુમલો થયો ત્યારે સ્થાનિક કાઉન્સિલર છાયા શર્મા પણ તેની સાથે હતા. કન્હૈયાએ કહ્યું હતું કે, જ્યારથી પાર્ટીએ તેમને ઉમેદવાર બનાવ્યા છે ત્યારથી મનોજ તિવારી લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તિવારીને લાગવા લાગ્યું છે કે વિસ્તારના લોકો તેમને સ્વીકારી રહ્યા નથી.
દિલ્હીમાં લોકસભાની કુલ સાત બેઠકો છે. દિલ્હીની તમામ સાત સીટો પર ૨૫ મેના મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને ભાજપે નોર્થ ઈસ્ટ દિલ્હી લોકસભા સીટ પરથી મનોજ તિવારીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે આ સીટ પરથી કન્હૈયા કુમારને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સીટ પર બંને વચ્ચે જોરદાર ટક્કર છે. કન્હૈયાએ પોતાની રાજનીતિની શરૂઆત જેએનયુથી કરી હતી, જ્યારે મનોજ તિવારી પ્રખ્યાત અભિનેતા અને ગાયક હતા, ત્યાર બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશના લાલગંજ લોકસભા વિસ્તારમાં અખિલેશ યાદવની રેલી દરમિયાન ફરી એક વખત ભાગદોડ જેવી સ્થિતિ જોવા મળી હતી, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સપા કાર્યકર્તાના આગળ વધવા પર પાછળ ધક્કો મારીને ખસેડવામાં આવે છે અને કાર્યકર્તા એક બીજાની ઉપર ચઢીને દોડતા જોવા મળે છે. આ દરમિયાન જે સ્ટેન્ડ પર લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા હતા તે પણ નીચે પડી ગયા હતા.
પુણે પોલીસ કમિશનર અમિતેશ કુમારે માહિતી આપી છે કે આરોપી સગીરના પિતા વિશાલ અગ્રવાલને મંગળવારે સવારે સંભાજીનગરથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એવું જાણવા મળે છે કે
મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્લાઈટ સાથે અથડાતા ૩૬ ફ્લેમિંગો પક્ષીઓના મોત થયા હતા. આ ઘટના સોમવારે રાત્રે ૯ વાગે ની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પક્ષીઓના પ્લેનને અથડાયા બાદ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ઘણા 
મળતી વિગતો અનુસાર આજે બપોરના સમયે
ડિંડોલીના 
દેશમાં પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે ભાજપના નેતા સંબિત પાત્રાનું એક નિવેદન હાલ ભારે વિવાદનું કેન્દ્ર બન્યું હતું. તેમના દ્વારા
રાઉઝ એવન્યુ કોર્ટે