કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના સહાયકની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલો સોનાની દાણચોરી સાથે જોડાયેલો હોવાની માહિતી મળી રહી છે. તેના પર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું રાખવાનો આરોપ છે. તે દુબઈથી પરત ફરી રહ્યો હતો.કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના કેસમાં શશિ થરૂરના સહાયકની ધરપકડ કરી છે. આ ઘટના સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે.
આ મામલા વિશે માહિતી આપતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે શશિ થરૂરના સહાયક શિવકુમાર દુબઈથી પરત ફરતી વખતે દિલ્હી એરપોર્ટ પર પકડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓએ શિવ કુમાર પાસેથી મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા સોના સાથે સંબંધિત દસ્તાવેજો પણ માંગ્યા છે.
દિલ્હી કસ્ટમ્સ વિભાગે શશિ થરૂરના સહાયક શિવકુમારની ધરપકડ કરી છે. કસ્ટમ્સે સોનાની દાણચોરીના કેસમાં શિવકુમારની ધરપકડ કરી છે. અહેવાલોમાં કસ્ટમ સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, શશિ થરૂરના સહાયક શિવ કુમાર IGI એરપોર્ટ પર તેના એક માણસ પાસેથી વિદેશથી લાવેલું સોનું લઈ રહ્યો હતો. પછી કસ્ટમ વિભાગે તેને પકડી લીધો.
મળતી માહિતી મુજબ, શશિ થરૂરના સહાયક શિવકુમાર પાસેથી મળી આવેલા સોનાની કિંમત લગભગ ૩૦ લાખ રૂપિયા છે. તે દુબઈથી આવી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. હવે કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેની પૂછપરછ કરી છે. તેમને પૂછવામાં આવ્યું છે કે, આ સોનાનો સ્ત્રોત શું છે. તે આ સોનું ભારત શા માટે લાવી રહ્યો હતો?
આ પણ વાંચો :-

ગાંધીનગર
મેષઃ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીના તીવ્ર ગરમી ૩૦ મેથી ધીમે ધીમે ઘટવાની સંભાવના છે. ૩૧ મેના રોજ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હીના કેટલાક ભાગોમાં હિટ વેવની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડના જુદા જુદા ભાગોમાં
મળતી માહિતી મુજબ સુરતના કતારગામ લલીતા ચોકડી પાસે ફૂટપાથ પર રહેતા ૨૪ વર્ષીય શ્યામલાલ નાનુરામ ચંદ્રવંશી ઠાકુરનો બાંકડા પર બેસવા બાબતે રીક્ષા ચાલક સોહનસિંહ મારવાડા સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જેમાં શ્યામલાલે સોડનસિડને માથામાં સળીયો મારી દીધો હતો. જે બાદ શ્યામલાલને સોડનસિંહ મારવાડા તેમજ રત્નકલાકાર તરીકે કામ કરતા રાહુલ સકપાલ અને મેહુલ ઉનાગરએ પણ શ્યામલાલને ઢીક્કામુક્કીનો માર માર્યો હતો.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો ઉપરાંત જંબુસર, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા કચ્છમાં ગાજવીજ સાથે
વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ જવાથી શિક્ષકોમાં અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થિનીઓના પરિવારજનોને આ બાબતની જાણ થતાં તેઓ પણ સ્કૂલમાં પહોંચી ગયા હતા. ત્યારબાદ વિદ્યાર્થિનીઓને 