Home Blog Page 752

ગુજરાતમાં ગરમીથી ક્યારે મળશે રાહત, વડોદરામાં ગરમીથી ASIનુ મોત!

0

વડોદરામાં ગરમીએ વધુ એકનો ભોગ લીધો છે. અસહ્ય ગરમીથી એક પોલીસ કર્મચારીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. છાણી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI દિલીપ માલુસરેને ઉલ્ટી થયા બાદ ગભરામણ થઇ હતા. તેમને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત થયું હતું. જો કે ASI દિલીપ માલુસરેના નિધનનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાહેર થઈ શકશે.

There will be an increase in heat in the state from today, the temperature will rise by 2 to 3 degrees | રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી

હવામાન વિભાગનું માનવું છે કે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મંગળવારે પણ હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી, પરંતુ બુધવારથી સ્થિતિમાં સુધારો થવાનું શરૂ થશે. આવતીકાલથી જ થોડી રાહત મળવા લાગશે.
રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો થયો છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન ૪૨.૮ ડિગ્રી રહ્યું છે. ગાંધીનગરમાં ૪૨.૫ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૧.૮ ડિગ્રી તાપમાન સાથે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમીનો પારો અત્યારે ૪૦ ડિગ્રી ઉપર પહોંચેલો છે. એક તબક્કો એવો હતો કે ગરમી રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગઈ હતી. અસહ્ય ગરમીના કારણે સમગ્ર ગુજરાતના લોકો તોબા પોકારી ગયા હતા. જોકે, હવે ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહત મળશે.રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો :-

જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓની બસ ઊંડી ખીણમાં પડી, ૧૫ લોકોનાં મોત

0

જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટી દુર્ઘટનાના ઘટી છે. અહીં પૂંછ વિસ્તારમાં જમ્મુ -પૂંછ નેશનલ હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ અચાનક ઉંડી ખાઈમાં પડી ગઈ હતી.  હાલમાં ૧૫ યાત્રિઓ મર્યા હોવાની વિગતો મળી રહી છે. આ તમામ હાથરસના હતા. તો વળી દુર્ઘટનાની જાણ થતાં રાહત અને બચાવ ટીમના સભ્યો પહોંચી ગયા હતા. કહેવાય છે કે, ૨૫ યાત્રિઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. તમામને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. બસ ઊંડી ખીણમાં પડી હોવાની સૂચના મળતા સ્થાનિક પ્રશાસન ટીમ સાથે પહોંચી ગઈ અને તાત્કાલિક બચાવ કામ શરુ કરી દીધું હતું.

ઉત્તરાખંડઃ પૌરી ગઢવાલમાં જાનૈયા લઈ જતી બસ ખીણમાં પડતાં 25નાં મોત - Gujarati News, News in Gujarati - ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ

વાસ્તવમાં, આ દુર્ઘટના જમ્મુ-પૂંછ નેશનલ હાઈવે (૧૪૪A) પર ગુરુવારે બપોરે અખનૂરના તુંગી મોર વિસ્તારમાં એક ઊંડી ખાઈ નજીક ઘટી હતી. અકસ્માતનો ભોગ બનેલી આ બસ ઉત્તર પ્રદેશ RTOની છે, જેનો નંબર UP ૮૬EC ૪૦૭૮ જણાવવામાં આવ્યો છે. બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી. પરંતુ ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો અને અખનૂરના તુંગી વળાંક પાસે ઊંડી ખાઈમાં પડી ગઈ.

ઉત્તર પ્રદેશ નંબરની આ બસ જમ્મુથી શિવખોડી માટે જઈ રહી હતી. આ દરમ્યાન અખનૂરના ટૂંગી વણાંકમાં ઊંડી ખીણમાં પડી હતી. કહેવાય છે કે, બસમાં લગભગ 60 લોકો સવાર હતા. ઘટનાસ્થળ પર એસડીએમ અખનૂર લેખરાજ, એસડીપીઓ અખનૂર મોહન શર્મા, પોલીસ પ્રભારી અખનૂર તારિખ અહમદ પણ પહોંચીને રાહત કાર્ય શરુ કરાવી દીધું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે બસ રસ્તા પરથી સ્લીપ ગઈ અને જિલ્લાના કાલીધર વિસ્તારમાં લગભગ ૧૫૦ ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. તેણે જણાવ્યું કે બસ ભક્તોને શિવખોડી લઈ જઈ રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-

ડુંગરપુર કેસમાં આઝમ ખાનને ૧૦ વર્ષની સજા, કોર્ટે ૧૪ લાખનો દંડ ફટકાર્યો

0

લોકસભાની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. એમપી એલએલએ કોર્ટે, ડુંગરપુર કેસમાં આઝમ ખાનને ૧૦ વર્ષની જેલની સજા સંભળાવી છે. એમપી એલએલએ કોર્ટે આઝમ ખાનને ૧૦ વર્ષની જેલની સજાની સાથેસાથે ૧૪ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

સપા નેતા આઝમ ખાન દોષિત, લૂંટ અને ગુનાહિત કાવતરાના કેસમાં રામપુર MP MLA કોર્ટનો નિર્ણય. - Lalluram Gujarati

સરકારી વકીલ શિવ પ્રકાશ પાંડેએ જણાવ્યું કે, બળજબરીપૂર્વક ઘર ખાલી કરાવીને તેને ધ્વસ્ત કરવાના મામલામાં રામપુરની સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટે સપા નેતા આઝમ ખાનને ૧૦ વર્ષની જેલની સજા સંભળાવી અને ૧૪ લાખ રુપિયાનો દંડ પણ લગાવ્યો છે.

રામપુર જિલ્લાની એક અદાલતે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન આઝમ ખાનને એક વ્યક્તિનું ઘર બળજબરીથી ખાલી કરાવવા અને તેને તોડી પાડવાના આઠ વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યો છે. આઝમ ખાન હાલમાં સીતાપુર જેલમાં બંધ છે અને ત્યાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમનો દેખાવ થયો હતો. આઝમ ખાનના વકીલ વિનોદ શર્માએ કહ્યું કે વિશેષ સાંસદ-ધારાસભ્ય અદાલતે બળજબરીથી ઘર ખાલી કરાવવા અને તેને તોડી પાડવાના કેસમાં પૂર્વ મંત્રીને દોષી ઠેરવ્યા છે.

તમને જણાવી દઈએ કે ડુંગરપુર બસ્તીના રહેવાસી અબરાર નામના વ્યક્તિએ ૬ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ ગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં આઝમ ખાન, રિટાયર્ડ પોલીસ એરિયા ઓફિસર આલે હસન અને કોન્ટ્રાક્ટર બરકત અલી પર તોડફોડ કરવાનો આરોપ હતો. ઘર અને લૂંટફાટ અને હુમલો. આ સાથે તેણે ઘર બળજબરીથી ખાલી કરાવવા અને તોડી પાડવાનો આક્ષેપ પણ કર્યો હતો.

આ પણ વાંચો :-

પરેશ રાવલ પોતાના જન્મદિવસે નવી ફિલ્મ “ધ તાજ સ્ટોરી”ની જાહેરાત કરી

0

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ ૬૮ વર્ષના થવા જઈ રહ્યા છે. પરેશ રાવલનો જન્મ ૩૦ મે ૧૯૫૫ના રોજ મુંબઈમાં થયો હતો. પરેશે બોલિવૂડ ફિલ્મોમાં તમામ પ્રકારના પાત્રો ભજવ્યા છે. તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં, તેઓ નકારાત્મક ભૂમિકાઓ માટે જાણીતા હતા. આગળ જઈને તેણે કોમેડી ફિલ્મો દ્વારા દર્શકોના દિલમાં જગ્યા બનાવી.

બોલિવૂડની ઘણી મહાન ફિલ્મોનો હિસ્સો રહી ચૂકેલા પરેશ રાવલે ફિલ્મી દુનિયાથી લઈને રાજનીતિક પીચ સુધી પોતાને સાબિત કરી દીધા છે. આજે ફિલ્મી દુનિયામાં તેનું સારું નામ છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેણે પોતાની ગર્લફ્રેન્ડ પાસેથી પૈસા ઉછીના લેવા પડતા હતા. એટલું જ નહીં પરેશ રાવલે ત્રણ દિવસ બેંકમાં કામ પણ કર્યું હતું.

૩૦ મે ૧૯૫૦એ મુંબઈમાં જન્મેલા પરેશ રાવલ આમ તો આજે દમદાર અભિનયના કારણે ફેમસ છે પરંતુ તેમનો ઈરદો પહેલા સિવિલ એન્જિનિયર બનવાનો હતો. અભ્યાસ પુરો કર્યા બાદ તેમણે નોકરી શોધી પરંતુ તેની માટે ખૂબ મહેનત કરવી પડી. ત્યાં જ આ વાતની જાણકારી ઘણા ઓછા લોકોને છે કે પરેશ રાવલ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા બેંક ઓફ બરોડામાં નોકરી કરી ચુક્યા છે. પરંતુ એક્ટિંગમાં રૂચિ હોવાના કારણે તેમણે નોકરી છોડી દીધી અને પછી એક્ટિંગને જ પોતાનું કરિયર બનાવી લીધું.

અભિનેતા પરેશ રાવલે બુધવારે તેની નવી ફિલ્મ ધ તાજ સ્ટોરીની જાહેરાત કરી હતી. પરેશ રાવલે તેના ટ્વીટર કેપ્શન સાથે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું જેમાં લખ્યું હતું કે, “મારી આગામી ફિલ્મ ધ તાજ સ્ટોરીનું શૂટિંગ ૨૦મી જુલાઈ ૨૦૨૪થી શરૂ થશે, પ્રોડ્યુસર CA સુરેશ ઝા લેખક અને ડાયરેક્ટર તુષાર અમરીશ ગોયલ, ક્રિએટિવ પ્રોડ્યુસર વિકાસ રાધેશમ.”

ગયા વર્ષે ડ્રીમ ગર્લ ૨ અને આંખ મિચોલી જેવી ફિલ્મોમાં અભિનય કર્યા પછી, પરેશ રાવલ હાલમાં તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે, ૨૮ મેના રોજ, અભિનેતાએ ધ તાજ સ્ટોરી નામના તેના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી છે.

આ પણ વાંચો :-

અનંત-રાધિકાના આ દિવસે મુંબઇમાં યોજાશે ‘શુભ-વિવાહ’, જુઓ લગ્નનું કાર્ડ

0

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ૧૨ જુલાઈના રોજ થશે. લગ્ન સમારોહ 3 દિવસ સુધી ચાલશે. શુભ આશીર્વાદ સમારોહ ૧૩મી જુલાઈએ થશે અને રિસેપ્શન ૧૪મી જુલાઈએ યોજાશે. અનંતના લગ્ન રાધિકા સાથે ૧૨ જુલાઈએ હિંદુ રીતિ-રિવાજ મુજબ થશે.

એશિયાના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં લગ્ન બંધનમાં બાંધવા જય રહ્યા છે. અનંત-રાધિકાના લગ્ન પહેલા તેમના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે. અનંત-રાધિકા ૧૨ જુલાઈએ મુંબઈના BKCમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન કરશે. લગ્ન પરંપરાગત હિન્દુ વૈદિક વિધિથી કરવામાં આવશે. અગાઉ એવું કહેવામાં આવતું હતું.

અનંત-રાધિકાના લગ્ન લંડનની લક્ઝરી હોટેલ સ્ટોક પાર્કમાં થશે. જો કે, પછીથી પુષ્ટિ કરવામાં આવી હતી કે લગ્ન બીજે ક્યાંય નહીં પરંતુ અંબાણીના પોતાના જિયો વર્લ્ડ સેન્ટરમાં થશે. Jio વર્લ્ડ સેન્ટરમાં એક બોલરૂમ છે, જેમાં એક સાથે ૩૦૦૦ લોકો હાજર રહી શકે છે. આ બોલરૂમ Jio વર્લ્ડ સેન્ટરના ત્રીજા માળે છે. આ ત્રીજો માળ ૩૨,૨૮૦ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે.

અનંત-રાધિકાના લગ્ન પહેલા, તેમનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ૭૦૦૦ કરોડ રૂપિયાના લક્ઝરી ક્રૂઝ શિપ પર યોજાઈ રહ્યું છે. આ ઉપરાંત ૮૦૦ વીવીઆઈપી ગેટ પણ સમારોહમાં સામેલ થવાની શક્યતા છે. ગ્રાન્ડ પ્રી-વેડિંગમાં ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ હાજરી આપશે. જામનગરમાં આયોજિત પ્રિ-વેડિંગ ફંક્શનમાં પણ ૧૨૫૯ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તે જ સમયે, મુકેશ અંબાણી આ ફંક્શનમાં પ્રી-વેડિંગ પહેલા કરતા વધુ ખર્ચ કરી શકે છે.

આ પણ વાંચો :-

શશિ થરૂરના PA સોનાની દાણચોરીના આરોપમાં દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ

0

કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના સહાયકની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલો સોનાની દાણચોરી સાથે જોડાયેલો હોવાની માહિતી મળી રહી છે. તેના પર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું રાખવાનો આરોપ છે. તે દુબઈથી પરત ફરી રહ્યો હતો.કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના કેસમાં શશિ થરૂરના સહાયકની ધરપકડ કરી છે. આ ઘટના સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે.

Imageઆ મામલા વિશે માહિતી આપતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે શશિ થરૂરના સહાયક શિવકુમાર દુબઈથી પરત ફરતી વખતે દિલ્હી એરપોર્ટ પર પકડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓએ શિવ કુમાર પાસેથી મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા સોના સાથે સંબંધિત દસ્તાવેજો પણ માંગ્યા છે.

દિલ્હી કસ્ટમ્સ વિભાગે શશિ થરૂરના સહાયક શિવકુમારની ધરપકડ કરી છે. કસ્ટમ્સે સોનાની દાણચોરીના કેસમાં શિવકુમારની ધરપકડ કરી છે. અહેવાલોમાં કસ્ટમ સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, શશિ થરૂરના સહાયક  શિવ કુમાર IGI એરપોર્ટ પર તેના એક માણસ પાસેથી વિદેશથી લાવેલું સોનું લઈ રહ્યો હતો. પછી કસ્ટમ વિભાગે તેને પકડી લીધો.

મળતી માહિતી મુજબ, શશિ થરૂરના સહાયક શિવકુમાર પાસેથી મળી આવેલા સોનાની કિંમત લગભગ ૩૦ લાખ રૂપિયા છે. તે દુબઈથી આવી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. હવે કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેની પૂછપરછ કરી છે. તેમને પૂછવામાં આવ્યું છે કે, આ સોનાનો સ્ત્રોત શું છે. તે આ સોનું ભારત શા માટે લાવી રહ્યો હતો?

આ પણ વાંચો :-

હજીરાના દરિયામાં ડીઝલ ચોરીનો માસ્ટર માઈન્ડ તેજસ પટેલ ઝડપાયો

સુરત શહેરના હજીરામાં દરિયામાં ડીઝલ ચોરીના રેકેટનો ઝડપાયા. ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમે ગવિયર ગામે તાપી કિનારે રેડ કરી ૭ લાખની કિંમતનું ૯૦૦૦ લિટર ડિઝલના ૪૮ બેરેલો સાથે ૪ને પકડી પાડયા હતા. આ ગુનામાં ડિઝલનો વેપલો કરનાર સૂત્રધાર તેજસ લાલજી પટેલને બુધવારે વહેલી સવારે સીઆઇડી ક્રાઇમે દબોચી લીધો છે.

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે ફરિયાદી બની ગુનો દાખલ કરી સૂત્રધાર તેજસ પટેલ સહિત ૫ લોકો ના ધરપકડ કરી છે. પાંચેય જણને આવતોકલે સીઆઇડી ક્રાઇમ કોરટમાં રજૂ કરી રિમાન્ડ ની માગણી કરશે. હાજિરના દરિયામાં જહાજમથી ડીઝલ ચોરી કરી જે બોટમાં લાવતા હતા તે બોટને પણ સીઆઇડી ક્રાઇમે કબજે કરવણીઓ પ્રોસેસ શરૂ કરી છે તેજસ પટેલ સાથે આ ડિઝલના વેપલમાં તેના બે ભાગીદાટી પણ સામેલ હોવાની સંભાવના છે.

આ જહાજ તેજસ પટેલ સવારે જય સેટિંગ કરી મધરાત્રે દરિયામાં ભરતી આવે ત્યારે મજૂરો સાથે બોટમાં જય બેરેલોમાં ડીઝલ ભરી લાવી વહેલી સવારે ઝીંગા તળાવવાળને સપ્લાઈ કરતો હતો. એટલુ જ નહિ તેજસ પટેલ ઝીંગા તળાવના માલિકે પાસેથી ડીઝલના રૂપિયા પણ એડવાન્સ લેતો હતો. તેજસની મોબાઇલની લોક ડિટેઇલ્સની તપસ કરાય તો હાજિરના દરિયામાં આવતા જહાજના સ્ટાફનું ડીઝલ ચોરીનું મસમોટું રેકેટ બહાર આવી શકે તેમ છે.

આ પણ વાંચો :-

ISROએ પ્રથમ રોકેટ અગ્નિબાણ સૉર્ટેડનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

0

સ્પેસ સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોસ્મોસે આજે ૩૦ મેના રોજ તેનું પ્રથમ રોકેટ અગ્નિબાણ સૉર્ટેડનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. જો કે આ ટેસ્ટ પ્રક્ષેપણ અગાઉ મંગળવારના રોજ થવાનું હતું, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર લોન્ચિંગ બે વાર મોકૂફ રાખવામાં આવ્યું હતું. ખાનગી કંપનીઓ અને સ્પેસ ડિપાર્ટમેન્ટ વચ્ચે સેતુનું કામ કરતા ઈન્સ્પેસે કંપની વતી આ માહિતી શેર કરી અને કહ્યું કે, આજે ગુરુવારે અગ્નિકુલના રોકેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Imageરક્ષા મંત્રાલયે પણ એક નિવેદનમાં કહ્યું છે કે રૂદ્રમ… મિસાઇલના ઉડાન પરીક્ષણે તમામ ટેસ્ટ પૂર્ણ કર્યા છે. ભારતે બુધવારે ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના સુખોઈ-૩૦ ફાઈટર એરક્રાફ્ટમાંથી ‘રુદ્રમ’ એર ટુ સરફેસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે, “ડીઆરડીઓએ ૨૯ મેના રોજ સવારે ૧૧:૩૦વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના સુખોઈ-૩૦MK-II પ્લેટફોર્મ પરથી રુદ્રમ-૨ એર-ટુ-સરફેસ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

હકીકતમાં, મંગળવારે સવારે કસોટી થવાની હતી. સવારે ૯.૨૫ વાગ્યે તેનું પરીક્ષણ થવાનું હતું, પરંતુ ટેક-ઓફની માત્ર ૫ સેકન્ડ પહેલાં, લોન્ચને હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું અને પછી લોન્ચને રદ્દ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગ્નિકુલ કોસ્મોસનું અગ્નિબાણ રોકેટ બે તબક્કાનું રોકેટ છે. આ રોકેટ ૭૦૦ કિમીની ઉંચાઈ સુધી પહોંચવામાં અને ૩૦૦ કિલોગ્રામ સુધીનું પેલોડ વહન કરવામાં સક્ષમ છે. આ પહેલા વર્ષ ૨૦૨૨માં સ્કાયરૂટ કંપનીએ ઈસરોની લોન્ચ સાઇટ પરથી ભારતનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ લોન્ચ કર્યું હતું.

આ પણ વાંચો :-

૩૦ મે, ૨૦૨૪/ આ રાશિ માટે ગુરૂવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરાપક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી-ધંધામાં પ્રગતિ. જુની ઉઘરાણી છુટી થતી જણાય.

‌વૃષભઃ

આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધૂરા કાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય. વાણિજ્યક્ષેત્રે અભ્યાસ કરતા સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

‌મિથુનઃ

વકતૃત્વ શક્તિથી કાર્ય સફળતા વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય. સંતાનની ચિંતા રહે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

કર્કઃ

સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણીવિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ. પરિવારમાં એકરાગીતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

‌સિંહઃ

નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો. આવકનું પ્રમાણ જ‍ળવાશે. નોકરીમાં શા‌ંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

કન્યાઃ

મનોબળ મજબૂત રહે. શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતા ભર્યું વાતાવરણ રહે. જમીન-મકાન અંગેના કામમાં સાવધાની જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય.

તુલાઃ

વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકાર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃ‌શ્ચિકઃ

આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાના ભાઇ બહેન સાથે પ્રેમ જળવાય. પરિવારમાં વિખવાદ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ સફળતા. ગળાના રોગોની કાળજી રાખવી.

ધનઃ

માનસિક પ્રસન્‍નતા વધે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. રોકાણોમાંથી આવક મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

માનસિક અસ્વસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. પરિવારમાં અસંતોષનું પ્રમાણ વધે. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આંખની કાળજી રાખવી. મિત્રોથી લાભ મળતો જણાય.

કુંભઃ

દિવસ દરમ્યાન મન આનંદમાં રહે. જુના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીનીસ્ટ્રેશન, સોનીકામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યક્તિઓને વિશેષ ફાયદો. ઉલટી-ઉબકાની સમસ્યા રહે.

મીનઃ

ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. આવક જળવાય તથા બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતાપૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારૂં રહેશે.

દિલ્હીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, ૫૨.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું તાપમાન નોંધાયું

0

દિલ્હીમાં ગરમીએ તમામ રેકોર્ડ બ્રેક કરી નાખ્યા છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગેશપુરમાં ૫૨.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મુંગેશપુરમાં બુધવારે બપોરે ૨.૩૦ કલાકે ૫૨ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. જ્યારે દિલ્હીના મંગેશપુરમાં તાપમાન ૫૨.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, તે સમયે સરેરાશ તાપમાન ૪૫.૮ ડિગ્રી હતું.

Weather Update: Heat will break records, there will be danger of heat wave due to El Nino!,... IMD's big alert on weather | Weather Update: આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડશે, અલહવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીના તીવ્ર ગરમી ૩૦ મેથી ધીમે ધીમે ઘટવાની સંભાવના છે. ૩૧ મેના રોજ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હીના કેટલાક ભાગોમાં હિટ વેવની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડના જુદા જુદા ભાગોમાં હીટ વેવની સ્થિતિની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે ૦૧ જૂન, ૨૦૨૪ના રોજ પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડના વિવિધ ભાગોમાં ગરમીની સંભાવના છે. જો કે ગરમીના મોજાની અસરમાં ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે રોજના ૧૬ લોકોનાં મોત થઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ભારત જ નહીં, દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ગરમીનો પારો વધારો થયો હોવાનો અધિકારીએ દાવો કર્યો હતો.

વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે અલ નીનોને કારણે હવામાન પર અસર ડી રહી છે. ગ્લોબલ મધ્ય પ્રશાંતમાં વોર્મિંગને કારણે દુનિયાભરની હવામાનની પેટર્ન પર અસર પડી છે. દક્ષિણ એશિયામાં ભારત, પાકિસ્તાન, થાઈલેન્ડ સહિત બાંગ્લાદેશમાં હીટ વેવની અસર થઈ છે. ભારતના રાજસ્થાનના ચુરુમાં તાપમાનનો પારો પચાસ ડિગ્રી પાર થયો છે, જ્યારે પાકિસ્તાનના મહોનજોદડોમાં પારો બાવન ડિગ્રી પાર થયો છે.

આ પણ વાંચો :-