પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. જેમાં જલપાઈગુડીમાં મુસાફરોથી ભરેલી કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે કંચનજંગા એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન નંબર ૧૩૧૭૪ કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. આ પછી કંચનજંગા એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા છે.
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં સોમવારે સવારે લગભગ ૯ વાગ્યે એક માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. પશ્ચિમ બંગાળ પોલીસના જણાવ્યા અનુસાર ૫ લોકોના મોત થયા છે જ્યારે ૨૫ થી ૩૦ લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં પેસેન્જર ટ્રેનના ૩ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એકબીજા પર ચઢી ગયા. આ કોચમાંથી એક કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું છે કે, ડૉક્ટરો અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે, તેમણે ટ્વિટ કર્યું, “દાર્જિલિંગ જિલ્લાના ફણસીડેવા વિસ્તારમાં એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને આઘાત લાગ્યો. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ડીએમ, એસપી, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને બચાવ અને તબીબી સહાય માટે સ્થળ પર મોકલવામાં આવી છે.
નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેએ આ ઘટના પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેમને ન્યૂ જલપાઈગુડીના રંગપાનીમાં થયેલા અકસ્માતની માહિતી મળી છે. નિવેદન અનુસાર, એક માલગાડી સિયાલદહ જતી DN કાંચનજંગા એક્સપ્રેસ સાથે પાછળથી ટકરાઈ હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દુર્ઘટના પર ટ્વીટ કર્યું અને લખ્યું, NFR ઝોનમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. રેલવે, NDRF અને SDRF સાથે મળીને કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
આ પણ વાંચો :-

મેષ
લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઈને 
સેન્ટરનું ટર્ન ઓવરમાં વધારો થવાને બદલે ઘટાડો જોવા મળ્યો હતો. સુત્રોના જણાવ્યા સંસ્થાની બેઠક વ્યવસ્થામાં વધારો થવા સાથે પાંચ નવી ફ્રેન્ચાઈઝી પણ આપી હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યુ હતુ. તદુપરાંત ડીસ્ટન્સ
વડાપ્રધાન અને જ્યોર્જિયા મેલોની વચ્ચેની દ્વિપક્ષીય બેઠકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન મેલોનીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે PM મોદી સાથે જોવા મળી રહ્યા છે. PM મોદી સાથે હાથ મિલાવતી વખતે તે ૫ સેકન્ડના આ વીડિયોમાં કહે છે, ‘મેલોડી ટીમ તરફથી હેલો.’ આ તરફ
આ ઘટનાની જાણ થતાં જ વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટના રુદ્રપ્રયાગ પહોંચ્યા પહેલા બની હતી. અહીં વાહન સીધું ઊંડી ખાઈમાં પડીને અલકનંદા નંદીમાં ખાબક્યું છે. વાહન નીચે પડતાની સાથે જ
તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ કેસમાં પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કર્યો હતો, ત્યારબાદ ૧૨૧ એકર જમીન અને
નવસારી સુરતના ચોથી વખતના સાંસદ અને હવે કેન્દ્રીય જળમંત્રાલયના કૅબિનેટ મંત્રી સી.આર.પાટિલના પૉલિટિકલ પ્રોગ્રેસ માટે ફરી વખત સુરતના મનહરલાલ ચોકસીને યાદ કરવા પડે. જ્યારે સી.આર. પાટિલ ચારે તરફથી સમસ્યાઓથી ઘેરાયેલા હતા ત્યારે મનહરલાલ ચોકસીએ સી.આર.પાટિલ માટે કરેલું ભવિષ્યકથન સાંભળનાર વ્યક્તિ મનહરલાલ ચોકસીને પાગલ માણસમાં ખપાવી દે, પરંતુ મનહરલાલ ચોકસી પાગલ નહોતા. નખિશખ સજ્જન અને બેંકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા મનહરલાલ ચોકસીનું નામ સમગ્ર સુરત શહેરમાં આદરપૂર્વક લેવાતું હતું.
સી.આર. પાટિલને નજીકથી ઓળખનારાઓને ખ્યાલ હશે કે વીતેલાે લાંબો સમય સી.આર.પાટિલ માટે સતત સંઘર્ષમય રહ્યો હતો. તેમણે પોતે અને પરિવારના સભ્યોએ પણ સંઘર્ષના દિવસોનો સામનો કરવો પડ્યો હતો અને કઠણાઈના દિવસોમાં ખુદ પોતાનો પડછાયો પણ સાથ છોડી દે એવા દિવસો પણ સી.આર.પાટિલે જોયા હતા. પરંતુ તેમનું જમા પાસું એ હતું કે તેઓ ક્યારેય પણ સમસ્યાથી દૂર ભાગ્યા નહોતા કે લોકોથી મોઢું છુપાવવાની કોશિશ કરી નહોતી. નજીકના મિત્રો અને રાજકીય સાથીઓ દૂર જતા રહ્યા હતા પરંતુ આવી વિકટ સ્થિતિમાં પણ સી.આર.પાટિલ મુશ્કેલીઓનો સામનો કરવા સાથે પક્ષને વળગી રહ્યા હતા અને આખરે એક દિવસ મુશ્કેલીનાં વાદળો વિખેરાવા માંડ્યા અને સી.આર.પાટિલના જીવનમાં નવા સૂર્યોદયની શરૂઆત થઈ હતી.