Home Blog Page 742

ગુજરાતમાં ૪ દિવસ પહેલા ચોમાસાનું વિધિવત આગમન, વલસાડ પહોંચ્યું ચોમાસું

0

ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરુઆત થઈ છે, ચોમાસું આ વર્ષે ચાર દિવસ વહેલુ પહોચ્યું છે. નૈઋત્ય ચોમાસું વિધિવત બેસી ગયુ છે.  ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં આ વખતે ચોમાસું ૪ દિવસ વહેલું આવ્યું છે. રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ચોમાસું પહોંચ્યું છે. આ સાથે મેવાસા ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા છે. બીજી તરફ રાજકોટના જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે.

Rain: Rain forecast for the next three hours in the state | Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ગાજવીજ સાથે વરસાદ

આજ રોજ ચોમાસાના વિધિવત આગમન સાથે સાબરકાંઠા,અરવલ્લી,મહિસાગર,પંચમહાલ,દાહોદ,વડોદરા,છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ, સહિત નર્મદા,સુરત,તાપી,ડાંગ,નવસારી,વલસાડ, જૂનાગઢ, અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના ૨૦ જિલ્લાઓ વરસાદની આગાહી છે જેમાં ૯ જિલ્લામાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે આ સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પડતી ગરમીમા તાપમાન ઘટતા લોકોને ગરમીથી રાહત મળી છે અને હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના કેટલાક સ્થળોએ હળવો વરસાદ રહેશે. તેમજ આગામી સમયમાં ભારે પવનની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે, જયાં ૨૦-૨૫ km ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ પવનની ઝડપમાં વધારો થશે.

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં જીતેલા પાંચ ધારાસભ્યોએ લીધા શપથ

0

લોકસભા ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પણ પેટાચૂંટણી થઈ હતી. આ તમામ બેઠક પર ભાજપની જીત થઈ છે. ત્યારે હવે નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ આજે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં વિજાપુરથી સી. જે. ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહે ધારાસભ્ય પદના શપથ લીધા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Article Content Imageઉલ્લેખનીય છે કે વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ૧,૨૭,૪૪૬ મત મળ્યા હતા, આ બેઠક પર દમાદાર જીત દાખવી હતી. પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાની જીત થઈ હતી, મોઢવાડિયાને ૧,૩૩,૧૬૩ મત મળ્યા હતા. ખંભાત બેઠક પરછી ચિરાગ પટેલને ૮૮,૪૫૭ મત મળ્યા હતા. વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાનો વિજય થયો હતો, ૧,૦૦,૬૪૧ મત મળ્યા હતા. સૌથી ચર્ચાસ્પદ માણાવદર બેઠક રહી હતી. આ બેઠક પરથી અરવિંદ લાડાણીને ૮૨,૦૧૭ મત મળ્યા હતા અને વિજય થયો હતો. નવા ધારાસભ્યો સાથે ભાજપનું સંખ્યાબળ હવે ૧૬૧ પર પહોંચ્યુ છે.

વિજાપુરથી સી.જે. ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો છે. આ ઉપરાંત વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. આમ, વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થઇ ગયું છે.

આ પણ વાંચો :-

NEET પરીક્ષા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, NTA પાસે માંગ્યો જવાબ

0

NEET UG પરિણામ જાહેર થયા બાદથી વિદ્યાર્થીઓનો NTA સામે ગુસ્સો ભભૂક્યો છે. મેડિકલ વિદ્યાર્થીઓએ પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી NTA પર અનેક સવાલો ઉઠાવ્યા છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે આ વખતે પરીક્ષામાં કેટલીક ગેરરીતિ જોવા મળી છે. ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે ૬૭ વિદ્યાર્થીઓને ફુલ માર્કસ મળ્યા છે. આ સિવાય એક જ સેન્ટરમાંથી ઘણા ટોપર્સ આવવાથી પણ NEET શંકાના દાયરામાં આવી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે.

'NEETની પરીક્ષા રદ નહીં, કાઉન્સિલિંગ ચાલુ રાખો', વિવાદ પર સુપ્રીમે NTA પાસે માગ્યો જવાબઅરજીકર્તાઓએ NEET-UG પરીક્ષા ૨૦૨૪માં ગ્રેસ માર્ક્સ આપવામાં મનસ્વીતાનો આક્ષેપ કર્યો છે. અરજદારોએ એ હકીકત પર પણ શંકા વ્યક્ત કરી છે કે એક પરીક્ષા કેન્દ્રના ૬૭ ઉમેદવારોને ૭૨૦ માર્કસના સંપૂર્ણ માર્ક્સ મળ્યા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી નવી અરજીમાં ૫ મેના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષાના પેપર લીકની વ્યાપક ફરિયાદો પણ ટાંકવામાં આવી છે.

NEET સામે વિરોધના વંટોળ સુપ્રીમકોર્ટ સુધી પહોંચ્યા હતા. જે બાદ NEET અને NTA સામે તપાસના ધમધમાટ ચાલ્યા. જ્યાં ૬૭ વિદ્યાર્થીને ફૂલ માર્કટ કેમ આવ્યાની તપાસ શરૂ કરવામાં આવી હતી. મેડિકલ વિદ્યાર્થીઓનું આંદોલન શેરીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી ચાલુ છે. આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષાને લઈને સુનાવણી પણ હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નીટની પરીક્ષા રદ કરવા અને કાઉન્સિલિંગ પર રોક લગાવવાની દલીલ ફગાવી દીધી હતી અને નોટિસ ઈશ્યૂ કરીને નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસે જવાબની માગ કરી હતી. હવે આ મામલે આગામી ૮ જુલાઈએ સુનાવણી હાથ ધરાશે.

આ અરજી તેલંગાણાના રહેવાસી અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને આંધ્રપ્રદેશના રહેવાસી ડો. શેખ રોશન મોહિદ્દીને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ અરજીને બીજી અરજી સાથે જોડી દીધી છે. આ પિટિશનમાં પરીક્ષા રદ કરીને ફરીથી કરાવવાની માંગ કરવામાં આવી છે. હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પ્રશ્નપત્ર લીક અને અન્ય અનિયમિતતાઓના આધારે NEET-UG ૨૦૨૪ની પરીક્ષા ફરીથી યોજવાની વિનંતી કરતી અરજીનો જવાબ આપવો પડશે.

આ પણ વાંચો :-

વલસાડના કલેક્ટર આયુષ ઓકને કેમ કરાયા સસ્પેન્ડ? જાણો કરોડનું જમીન કૌભાંડ

0

ડુમસ ખાતે આવેલી કરોડોની સરકારી જમીનમા ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરી મોટો ભ્રષ્ટાચાર આચરનાર IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ વલસાડ કલેકટર તરીકે ફરજ બજાવતા હતા.આ મામલે મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરવામાં આવી હતી. ધારાસભ્ય અને કેન્દ્રીય માજી મંત્રી તુષાર ચૌધરી સહિત ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં આ મામલે પત્ર લખવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સીટની રચના કરી તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરી હતી.

સરકારી જમીન પર ખેતી કરનારને ગણોતધારાની કલમ ૪ હેઠળ જમીનને માલિકી મળતી ન હોવા છતાં જમીનની માલિકી તબદિલ કરવામાં આવી હતી. ગણોતિયાને માલિક બનાવવાનું કોઈપણ પ્રકારનું પ્રશુપત્ર પણ ઈશ્યૂ કરવામાં નું આવ્યું હોવા છતાં ગણોતિયાને નામે જમીન ચઢાવી દેવામાં આવી હતી . આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિજિલન્સ કમિશન, ગાંધીનગરના મહેસૂલ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને પણ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ મળતા ગુજરાત સરકારે તત્કાલિન જિલ્લા કલેક્ટર આયુષ ઓકે કરેલા હુકમ સામે મનાઈ ફરમાવી હતી.

કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જમીન કૌભાંડ મામલે ફરિયાદ દાખલ કર્યા બાદ સરકાર એક્શનમાં આવી હતી ત્યારબાદ તપાસ હાથ ધરતા આયુષ ઓકના ભ્રષ્ટ મનસુબો સામે આવતા એક્શન લેવાઈ છે. આ મુદ્દે તુષાર ચૌધરીનો આક્ષેપ છે કે, ૨૦ જેટલા ખાનગી વ્યક્તિઓના નામે સરકારી જમીન ચડાવી દેવામાં આવી છે, વધુમાં જણાવ્યું કે, આ કૌભાંડમાં મોટા માથાઓ પણ સમાયેલા છે જેમને પણ ઉઘાડા કરવામાં આવશે, ફક્ત સ્પેન્ડથી લડાઈ પૂરી થતી નથી.

આ જમીન સરકારી રેકર્ડ ઉપર વર્ષ ૧૯૪૮-૪૯ થી સરકારી પડતર જમીન તરીકે નોંધાયેલ છે. જમીનમાં નોંધ નં. ૫૮૨ થી ગણોતિયા તરીકે “કૃષ્ણમુખલાલ ભગવાનદાસ” નું નામ દાખલ કરવામાં આવ્યું છે. સરકારી પડતરની જમીનમાં કોઈપણ વ્યક્તિનું નામ ગણોતિયા તરીકે કેવી રીતે આવી શકે?? તેવા સવાલ છે. સરકારની જમીનમાં ગણોતિયા તરીકે નામ દાખલ કરવામાં આવ્યું છે

આ પણ વાંચો :-

૧૧ જૂન, ૨૦૨૪/ મંગળવારના દિવસે સિંહ રાશિના જાતકો માટે કોઈ કાર્યમાં જોખમ લેવાથી પણ તમારા માટે લાભદાયક સ્થિતિ સર્જાશે, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. ધંધાકીયક્ષેત્રે નવું સાહસ શક્ય બને. આવકનું પ્રમાણ જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી જણાય. નવા રોકાણોનું આયોજન ફાયદાકારક પુરવાર થાય.

વૃષભઃ

દિવસ દરમ્યાન પરિવારમાં આનંદીત વાતાવરણ રહે. પરિવારના સભ્યો સાથે નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. નસીબનો સાથ મળતાં થોડા પ્રયત્ને વધુ સફળતા મેળવી શકો. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

મિથુનઃ

આર્થિકક્ષેત્રે તમામ પાસા પોબાર પડતા જણાય. નાના ભાઇ બહેનની ચિંતા દૂર થતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહે છતાં લોહી સંબંધી રોગો અથવા વાયુથી થતા રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં આનંદ.

કર્કઃ

માનસિક ચંચળતા વધે. દિવસ દરમ્યાન પ્રફુલ્લીત રહી શકાય. જીવનસાથી સાથે મધુરતા વર્તાય. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. આકસ્મિક ધનલાભના યોગ બને છે. આરોગ્યનો સાથ મળશે.

સિંહઃ

માનસિક રીતે ચિંતાના વાદળો ઘેરાતા જણાય. આવક અંગે સામાન્ય દિવસ. પરિવારના સ્ત્રીવર્ગ માટે સાવધાની જરૂરી. માનસિક રોગોની સમસ્યા ઉદભવે અથવા એમાં વધારો થાય. શરદી-ખાંસી તાવથી સાચવવું.

કન્યાઃ

દિવસ દરમ્યાન ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. મિત્રોના સાથ સહકારથી કાર્યમાં સફળતા મળતી જણાય. આવકનું પ્રમાણ જળવાશે તથા લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થતી જણાય.

તુલાઃ

ધંધાકીયક્ષેત્રે અગત્યના નિર્ણયો લઇ શકાય. નવો ધંધો શરૂ કરવા માટે સારો દિવસ. નોકરીમાં શાંતિ તથા આનંદ જળવાય. ટારગેટ પુરા થતા આવક. આનંદમાં વૃધ્ધિ થાય.

વૃશ્ચિકઃ

આદ્યાત્મિકતામાં વૃધ્ધિ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ભાગ્યનો સાથ મળતાં આવક જળવાય. આરોગ્ય સારૂં રહેશે. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલ તથા કાપડ, અનાજના ધંધામાં લાભ.

ધનઃ

થોડી માનસિક અસ્વસ્થતા સતાવે. વિચારોમાં નકારાત્મકતાનું પ્રમાણ વધે. શરદી-ખાંસીની સમસ્યા સતાવે. મગજની ઇજાથી સાવધ રહેવું. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

મકરઃ

તર્કશક્તિમાં વધારો થાય. દયાની ભાવના વધે. જ્યોતિષિ, બેંકર, મશીનરીક્ષેત્રે લાભ. કમર, કરોડરજ્જુ, દાંતના રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરી-ધંધામાં સાવધાની જરૂરી.

કુંભઃ

નિર્ણય શક્તિમાં વધારો થાય. ધંધાકીયક્ષેત્રે જોખમ લેવાનું ટાળવું. અગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદની શક્યતા છે.

મીનઃ

સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનના વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. સ્વભાવમાં ઉગ્રતા વધે. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક ઉભી કરી શકાય. આંખની કાળજી રાખવી.

NEET પ્રવેશ પરીક્ષા સામે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી, પરીક્ષા રદ કરવાની કરી માંગ

0

NEET પ્રવેશ પરીક્ષા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશના રહેવાસી અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને અન્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં ૫ મેના રોજ લેવાયેલી પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત ફરીથી પરીક્ષા લેવા માટે પણ માંગ કરવામાં આવી છે. અરજીમાં સમગ્ર મામલાની SIT દ્વારા તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

Lives Of Students Being Considered Less Valuable Than 'VIPs': 2 Students Write To CJI Seeking Cancellation of NEET-JEE Exams

કાર્તિકે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીને વહેલી સુનાવણીની વિનંતી કરી છે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે NTA પાસેથી આ મુદ્દે જવાબ માંગ્યો હતો. આ સમગ્ર વિવાદ પર દિલ્હી હાઈકોર્ટમાં ૧૨ જૂને સુનાવણી થવાની છે. જરીપત કાર્તિક ઉપરાંત આંધ્રપ્રદેશના રહેવાસી અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને અન્ય લોકોએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં ૫ મેના રોજ લેવાયેલી પરીક્ષા રદ કરીને નવેસરથી આયોજિત કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં આ સમગ્ર મામલાની તપાસ એસઆઈટી દ્વારા કરાવવાની માંગ કરવામાં આવી છે.

વધતા વિવાદને જોતા NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેરાત કરી છે કે શિક્ષણ મંત્રાલયે ચાર સભ્યોની પેનલની રચના કરી છે. આ પેનલ NTAના નિર્ણયોની ટીકાને નવેસરથી તપાસશે. NTAએ કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યો છે. NTAનું કહેવું છે કે તેણે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં ઓછા સમયના બદલામાં ગ્રેસ માર્કસ આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય NTA એ કેટલાક કારણો પણ ગણાવ્યા છે.

આ પણ વાંચો :-

મણિપુરમાં મુખ્યમંત્રીના સુરક્ષાર્મીઓ પર હુમલો! એક જવાન ઘાયલ

0

મણિપુરમાં શંકાસ્પદ આતંકવાદીઓએ રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સુરક્ષા કાફલા પર ઓચિંતો હુમલો કરીને હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે. સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુખ્યમંત્રીનો કાફલો હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લા તરફ જઈ રહ્યો હતો.

પીટીઆઈના અહેવાલ મુજબ, મુખ્યમંત્રીના કાફલા પર હુમલાની આ ઘટના નેશનલ હાઈવે-૫૩ પર બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળો પર ઘણી વખત ગોળીબાર થયો હતો, ત્યારબાદ તેમની તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે નેશનલ હાઈવે ૫૩ પર કોટલાને ગામ પાસે હજુ પણ ગોળીબારનો અવાજ સંભળાતો હતો.

મણીપુરના જીરીબામમાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા ૫૯ વર્ષીય વ્યક્તિની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે સોઇબામ સરતકુમારસિંહ નામનો વ્યક્તિ ૬ જૂને પોતાના ખેતરમાં ગયા બાદ ગુમ થઈ ગયો હતો. તેણે કહ્યું કે બાદમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પર કોઈ તીક્ષ્ણ વસ્તુથી થયેલા ઘાના નિશાન હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, નેશનલ હાઈવે-૫૩ નજીક કોટલાને ગામ પાસે હજુ પણ ગોળીબાર ચાલુ છે. હુમલા દરમિયાન ઓછામાં ઓછો એક સૈનિક ગોળીથી ઘાયલ થયો હતો. એક અધિકારીએ કહ્યું કે, “મુખ્યમંત્રી બિરેન સિંહ હજુ સુધી દિલ્હીથી ઈમ્ફાલ પહોંચ્યા નથી. જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા તે જીરીબામ જવાની યોજના બનાવી રહ્યા હતા. શંકાસ્પદ ઉગ્રવાદીઓએ શનિવારે જીરીબામમાં બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને ઓછામાં ઓછા ૭૦ ઘરોને આગ ચાંપી દીધી હતી.

આ પણ વાંચો :-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે લીધો નિર્ણય, ૯.૩ લાખ બનશે લાભાર્થી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળ્યું છે. પીએમ પદ સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા પીએમ કિસાન સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. પીએમના આ નિર્ણય બાદ પીએમ કિસાન નિધિનો ૧૭મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. PM પદ પર આવતાની સાથે નરેન્દ્ર મોદીએ મહત્વના નિર્ણય કર્યા છે. જ્યાં એક બાજું શપત ગૃહણ કરતાની સાથે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો. જે બાદ PM ટેલિફોનીક વાત પણ કરી હતી.

After PM Modi signs first file of term 3, Congress says 'one-third Pradhan Mantri has made a great show' | India News - The Indian Express

સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા બાદ PM મોદીએ ખેડૂતો અંગે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે સોમવારે ખેડૂત સન્માન નિધિનો હપ્તો જારી કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કરી દીધા છે. નવમી જૂને વડાપ્રધાન પદના શપથ લીધા બાદ આજે નરેન્દ્ર મોદીએ કાર્યાલય જઈને ચાર્જ સંભાળ્યો હતો. કાર્યાલયના પ્રથમ દિવસે જ PM મોદીએ ખેડૂતોને કિસાન નિધિ હેઠળ આપવામાં આવતા નાણાં અંગે નિર્ણય લીધો હતો. આ નિર્ણય હેઠળ લગભગ ૯.૩ કરોડ લાભાર્થી ખેડૂતોને કુલ ૨૦ હજાર કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવશે.

ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, તેઓ ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. અમે ખેડૂતોના કલ્યાણ માટે શક્ય તેટલું કામ કરવા માંગીએ છીએ. અમારી સરકાર આના પર સતત કામ કરી રહી છે અને કરતી રહેશે. રવિવારે મોદી સરકાર ૩.૦નો શપથ ગ્રહણ સમારંભ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં સંપન્ન થયો છે. નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા. શપથ ગ્રહણ સમારંભમાં એક એક કરીને ચૂંટાયેલા ૭૨ સાંસદોએ મંત્રી પદના શપથ લીધા.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા છે. આ ઉપરાંત તેમની સાથે કેબિનેટ મંત્રી તરીકે ૩૦ સાંસદો અને રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે પાંચ નેતાઓએ શપથગ્રહણ કર્યા છે. તેમજ મોદી ૩.૦માં રાજ્ય મંત્રી તરીકે ૩૬ નેતાઓનો સમાવેશ કરાયો છે. જવાહરલાલ નેહરુ બાદ નરેન્દ્ર મોદી દેશના એવા બીજા નેતા છે જે સતત ત્રીજી વખત આ જવાબદારી મળી છે. દેશની નવી સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ ૩૧ કેન્દ્રીય મંત્રી, પાંચ રાજ્ય મંત્રી અને ૩૬ રાજ્ય કક્ષાના મંત્રી સામેલ કરાયા છે.

આ પણ વાંચો :-

કેરળના આ સાંસદ ગઈકાલે શપથ લીધા અને આજે રાજીનામું? જાણો કારણ

0

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં કેરળમાં પ્રથમ વખત ભાજપના નેતાનો વિજય થયો છે. કેરળના ત્રિશૂરથી લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતા અને અભિનેતા સુરેશ ગોપીએ ઐતિહાસિક જીત મેળવી છે. ગઈકાલે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં સુરેશ ગોપીએ પણ મંત્રી પદના શપથ લીધા છે. ત્યારે હવે તેમને મંત્રી પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

સુરેશ ગોપી કેરળથી ભાજપના પ્રથમ કેન્દ્રીય રાજ્યમંત્રી, કાલે શપથ લીધા, હવે કહ્યું – ‘મને કેબિનેટમાં સ્થાન નથી જોઈતું’

શપથ ગ્રહણ સમારોહ પછી ગોપીએ દિલ્હીમાં મલયાલમ ટીવી ચેનલોને કહ્યું, “હું સાંસદ તરીકે કામ કરવા માંગુ છું. મારું વલણ હતું કે, મારે તે (કેબિનેટ બર્થ) જોઈતું નથી. મેં (પાર્ટીને) કહ્યું હતું કે, મને તેમાં (કેબિનેટ બર્થ)માં રસ નથી. મને લાગે છે કે, હું ઝડપી પદ મુક્ત થઈશ અને રાહત પામીશ.

સુરેશ ગોપીએ કહ્યું, મારો ઉદ્દેશ્ય સાંસદ તરીકે કામ કરવાનો છે. મેં કંઈપણ માંગ્યું નથી, મેં કહ્યું કે, મને આ પોસ્ટની જરૂર નથી. મને લાગે છે કે, મને ટૂંક સમયમાં આ પદ પરથી મુક્ત કરવામાં આવશે. થ્રિસુરના મતદારોને કોઈ સમસ્યા નથી. તેઓ આ જાણે છે અને એક સાંસદ તરીકે હું તેમના માટે ખરેખર સારું કામ કરીશ. મારે કોઈપણ કિંમતે મારી ફિલ્મો કરવી છે. મહત્વનું છે કે, જે થ્રિસુર બેઠક પરથી સુરેશ ગોપી જીત્યા હતા તે છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ પાસે ગઈ હતી. સુરેશ ગોપી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા પહેલા રાજ્યસભાના સાંસદ પણ હતા. તેઓ ૨૦૧૬માં રાજ્યસભા માટે નોમિનેટ થયા હતા. રાજ્યસભામાં તેમનો કાર્યકાળ ૨૦૨૨ સુધીનો હતો.

સુરેશ ગોપી મૂળ કેરળના અલપ્પુઝાના છે. તેમનો જન્મ ૧૯૫૮માં થયો હતો. તેણે કોલ્લમમાંથી વિજ્ઞાન વિષયમાં ડિગ્રી લીધી અને અંગ્રેજીમાં માસ્ટર કર્યું. હાલ તેઓ અભિનેતા છે. તેમણે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને પછી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. સુરેશ ગોપીએ ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. તેમને ૧૯૯૮માં આવેલી ફિલ્મ કલિયાટ્ટમ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ સિવાય તે લાંબા સમયથી ટીવી શો પણ હોસ્ટ કરી રહ્યો છે.

આ પણ વાંચો :-

અમરોહામાં કાર અકસ્માતમાં જાણીતા ચાર યુ-ટ્યુબર્સના મોત

0

યુટ્યુબ પર પ્રચલિત અને લાખો ફોલોઅર્સ ધરાવતાં યુટ્યુબર્સ ૪ મિત્રોનો આનંદ-કિલ્લોલ પળભરમાં જ માતમમાં ફેરવાઈ ગયો હતો. ચારેય મિત્રો રસ્તામાં જ મોતને ભેટ્યા હતાં. આ યુટ્યુબર્સ બર્થડે પાર્ટીમાંથી પરત ઘરે આવી રહ્યા હતાં, ત્યારે તેમની કારને અકસ્માત નડતાં ચારેયના મોત નીપજ્યા હતા. સામેથી આવતી કાર ધડાકાભેર અથડાઈ હતી. બંને કારનો ભૂક્કો બોલી ગયો હતો.

4 જાણીતા યુ-ટ્યુબર્સના અકસ્માતમાં મોત, બર્થ-ડે પાર્ટીથી પાછા આવતા બે કાર વચ્ચે ભયંકર ટક્કરકારમાં મુસાફરી કરી રહેલા ચાર યુટ્યુબર લકી ચૌધરી, સલમાન, શાહરૂખ અને શાહનવાઝનું અકસ્માતમાં મોત થયું હતું. ચાર મિત્રો ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના હસનપુરથી ગજરૌલામાં તેમના મિત્રની બર્થડે પાર્ટીની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા, પરંતુ કોતવાલી હસનપુરની મનોતા ચોકી હેઠળના વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર યુટ્યુબર્સ રાઉન્ડ ૨ વર્લ્ડ યુટ્યુબ ચેનલ પર કોમેડી વીડિયો બનાવતા હતા અને લોકોનું મનોરંજન કરતા હતા. મૃતકોની ઓળખ ૧૭ વર્ષીય લકી ચૌધરી, ૧૭ વર્ષીય સલમાન, ૧૮ વર્ષીય શાહરૂખ અને ૧૯ વર્ષીય શાહનવાઝ તરીકે થઈ છે, જે નવાદા રોડ, ગજરૌલાના રહેવાસી છે.

અકસ્માતમાં તેના મિત્રો ઝૈદ અને બિલાલ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમણે જણાવ્યું હતું કે પહેલા તેમની કાર બોલેરો સાથે અથડાઈ હતી અને ભાગવાનો પ્રયાસ કરતી વખતે તેમની કાર પાછળથી આવતી કાર સાથે અથડાઈ ગઈ હતી. રાહદારીઓએ તેમને કારમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

આ પણ વાંચો :-