Home Blog Page 737

યુપીમાં EDએ ખનીજ માફિયા મોહમ્મદ ઇકબાલની ૪૪૦૦ કરોડની સંપત્તિ જપ્ત

0

EDએ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પૂર્વ BSP MLC હાજી ઇકબાલ અને તેમના પરિવાર વિરુદ્ધ આજે શનિવારે મોટી કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ભૂતપૂર્વ MLCની ૪ હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે.

UP News: बसपा के पूर्व एमएलसी मु. इकबाल की 4440 करोड़ की संपत्ति जब्त, अवैध खनन के मामले में ईडी ने कसा शिकंजा - UP News Former BSP MLC Mohd Iqbal propertyતપાસ એજન્સીએ મની લોન્ડરિંગ કેસમાં પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કર્યો હતો, ત્યારબાદ ૧૨૧ એકર જમીન અને ગ્લોકલ યુનિવર્સિટીની ઇમારત જપ્ત કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સંપત્તિઓ અબ્દુલ વહીદ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે નોંધવામાં આવી હતી, જેનું નિયંત્રણ મોહમ્મદ ઇકબાલ અને તેના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. મોહમ્મદ ઈકબાલ, ટ્રસ્ટ અને તેના પરિવારના સભ્યો સામે લેવાયેલી આ કાર્યવાહી ગેરકાયદેસર માઈનિંગ કેસ સાથે સંબંધિત છે. ED અનુસાર, પૂર્વ MLC મોહમ્મદ ઈકબાલ ફરાર છે. મળતી માહિતી મુજબ, તે દુબઈમાં છે. મોહમ્મદ ઈકબાલને ચાર પુત્રો છે. જેલમાં રહેલા પુત્રો અને ભાઈ સામે ઘણા કેસ નોંધાયેલા છે.

મની લોન્ડરિંગનો કેસ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં રેતીના ખનન, લીઝના ગેરકાયદેસર નવીકરણ અને કેટલાક ખાણ લીઝ ધારકો, કેટલાક અધિકારીઓ અને અજાણ્યા લોકો સામે દિલ્હીમાં નોંધાયેલી CBI FIR સાથે સંબંધિત છે. તમામ ખાણકામ કંપનીઓ મોહમ્મદ ઈકબાલ ગ્રૂપની માલિકીની અને સંચાલિત હતી. આ કંપનીઓ સહારનપુર અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદેસર ખાણકામમાં સામેલ હતી. EDએ જણાવ્યું હતું કે, ITR (ઇન્કમટેક્સ રિટર્ન)માં નજીવી આવક દર્શાવવા છતાં, ખાણકામ કરતી કંપનીઓ અને મોહમ્મદ ઇકબાલના ગ્રુપની કંપનીઓ વચ્ચે કોઇપણ વ્યાપારી સંબંધ વિના કરોડોના વ્યવહારો મળી આવ્યા છે.

આ પણ વાંચો :-

સી.આર. પાટીલ એક દિવસ દેશના ટોચના નિર્ણાયક નેતા બનશે, આ વાત દાયકાઓ પૂર્વે સ્વ.મનહરલાલ ચોક્સીએ કરી હતી

0
  • માણસ ચારેતરફ સંકટોથી ઘેરાયેલો હોય અને કોઈ સોનાના સૂરજની વાત કરે તો કઈ રીતે માની શકાય? પરંતુ સી.આર. પા‌ટિલની ભાગ્યરેખાને ઓળખી ગયેલા મનહરલાલ ચોક્સીએ દાવા સાથે કરેલું ભવિષ્યકથન સતત સાચુ પડતું આવ્યું છે
  • સી.આર. પાટીલના કટોકટીભર્યા ભૂતકાળને જાણનારાઓની નજર સામે સી.આર. પાટીલના રાજકીય, સામાજિક જીવને કરવટ બદલી હતી અને કોર્પોરેટર કે ધારાસભ્યની ચૂૂંટણી લડ્યા વગર સીધા જ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા
  • એ પૂર્વે જીઆઈડીસી અને રાજ્ય સરકારની માલિકીની કૅમિકલ કંપની આલકલીઝના ચેરમેન પણ હતા અને ત્યાર બાદ ગુજરાત ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ પણ બન્યા
  • પક્ષ અને નેતાગીરીને વળગી રહેવાના ગુણને કારણે જ સી.આર. પાટીલ ચાર ચાર વખત સાંસદ બનવા ઉપરાંત કેન્દ્ર સરકારના મંત્રી પણ બની ગયા, પરંતુ મનહરલાલ ચોક્સીએ કરેલુ ફળકથન અહિંયા પુરૂં થતુ નથી
નવસારી સુરતના ચોથી વખતના સાંસદ અને હવે કેન્દ્રીય જળમંત્રાલયના કૅબિનેટ મંત્રી સી.આર.પા‌ટિલના પૉલિટિકલ પ્રોગ્રેસ માટે ફરી વખત સુરતના  મનહરલાલ ચોકસીને યાદ કરવા પડે. જ્યારે સી.આર. પા‌ટિલ ચારે તરફથી સમસ્યાઓથી ઘેરાયેલા હતા ત્યારે મનહરલાલ ચોકસીએ સી.આર.પા‌ટિલ માટે કરેલું ભવિષ્યકથન સાંભળનાર વ્યક્તિ મનહરલાલ ચોકસીને પાગલ માણસમાં ખપાવી દે, પરંતુ મનહરલાલ ચોકસી પાગલ નહોતા. નખ‌િશખ સજ્જન અને બેંકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા મનહરલાલ ચોકસીનું નામ સમગ્ર સુરત શહેરમાં આદરપૂર્વક લેવાતું હતું.
મનહરલાલ ચોકસી સુરતના હાલના  ખૂબ જ જાણીતા અને સંવેદનશીલ કવિ ડૉ.મુકુલ ચોકસીના પિતા હતા. ડૉ.મુકુલ ચોકસી પણ પિતાના નકશે કદમ ચાલ્યા છે. સારા ડોકટર છે. સારા વક્તા છે પરંતુ સારા જ્યોતિષી નથી. ડો. મુકુલ ચોકસીના પિતા સ્વ. મનહરલાલ ચોકસી વ્યાવસાયિક જ્યોતિષી નહોતા પરંતુ જ્યોતિષ અંગે ખૂબ જ ઊંડું જ્ઞાન ધરાવતા અને એટલે જ લોકો મુશ્કેલીના સમયમાં મનહરલાલ ચોકસીનું માર્ગદર્શન મેળવવા જતા હતા.
ખેર, સી.આર. પા‌ટિલના જીવનમાં ઘણા વિકટ સમય આવ્યા. ઘણી ઉથલપાથલ પણ થઈ સી.આર. પા‌ટિલનું જીવન મધદરિયે વાવાઝોડામાં ફસાયેલા જહાંજ જેવું થઈ ગયું હતું. એ વખત સ્વ.મનહરલાલ ચોકસીએ સી.આર.પા‌ટિલ માટે ભાખેલું ભવિષ્ય ક્રમશઃ અક્ષરશઃ સાચું પડી રહ્યું છે. કદાચ એ સમયે મનહરલાલ ચોકસીના શબ્દો સાંભળનાર અને ખુદ સી.આર.પા‌ટિલે આખી વાતને ગંભીરતાથી લીધી નહીં હોય.
સી.આર.પા‌ટિલના હાથની રેખાઓ અને કુંડળીનો અભ્યાસ કર્યા પછી મનહરલાલ ચોકસીના શબ્દો હતા; આ માણસ એટલે કે સી.આર.પા‌ટિલ દેશના ટોચના રાજકીય નેતા બનશે. સી.આર.પા‌ટિલની ભાગ્યરેખા એટલી બળવાન છે કે દેશના રાજકારણમાં અને સરકારમાં સર્વોચ્ચ સત્તા સુધી પહોંચતા કોઈ જ રોકી નહીં શકે!
કદાચ એ સમયે મનહરલાલ ચોકસીએ ભાખેલું ફળકથનને સમસ્યાઓથી ઘેરાયેલી સી.આર.પા‌ટિલ સહિત બધાએ હળવાશથી લીધુ હશે પરંતુ આજે હવે જ્યારે સી.આર.પા‌ટિલનો કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં કેબિનેટમંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે અને દેશના રાજકીય તખ્તે સી.આર. પા‌ટિલનુ નામ અંકીત થઇ ચૂક્યું છે ત્યારે મનહરલાલ ચોકસીનુ ફળકથન એ સમયે અને આજે પણ યથાર્થ ઠરી રહ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી અંગેના નિવેદન બાદ સીઆર પાટીલે માફી માંગીસી.આર. પા‌ટિલને નજીકથી ઓળખનારાઓને ખ્યાલ હશે કે વીતેલાે લાંબો સમય સી.આર.પા‌ટિલ માટે સતત સંઘર્ષમય રહ્યો હતો. તેમણે પોતે અને પરિવારના સભ્યોએ પણ સંઘર્ષના દિવસોનો સામનો કરવો પડ્યો હતો અને કઠણાઈના દિવસોમાં ખુદ પોતાનો પડછાયો પણ સાથ છોડી દે એવા દિવસો પણ સી.આર.પા‌ટિલે જોયા હતા. પરંતુ તેમનું જમા પાસું એ હતું કે તેઓ ક્યારેય પણ સમસ્યાથી દૂર ભાગ્યા નહોતા કે લોકોથી મોઢું છુપાવવાની કોશિશ કરી નહોતી. નજીકના મિત્રો અને રાજકીય સાથીઓ દૂર જતા રહ્યા હતા પરંતુ આવી વિકટ સ્થિતિમાં પણ સી.આર.પા‌ટિલ મુશ્કેલીઓનો સામનો કરવા સાથે પક્ષને વળગી રહ્યા હતા અને આખરે એક દિવસ મુશ્કેલીનાં વાદળો વિખેરાવા માંડ્યા અને સી.આર.પા‌ટિલના જીવનમાં નવા સૂર્યોદયની શરૂઆત થઈ હતી.
પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની સરકાર વખતે સી.આર. પા‌ટિલ પક્ષની મુખ્યધારામાં આવી ગયા હતા અે સમયે નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપમાં મહામંત્રી જેવું મહત્ત્વનું નિર્ણાયક પદ ધરાવતા હતા અને આ તરફ સી.આર.પા‌ટિલને જીઆઇડીસી અને વડોદરા સ્થિત રાજ્ય સરકારની આલ્કલીઝ કંપનીમાં ચેરમેન બનાવ્યા હતા.
નવાઇની વાત તો એ છે કે સી.આર. પા‌ટિલ સ્થાનિક કોર્પોરેટર કે ધારાસભ્યની ચૂંટણી લડ્યા વગર સીધા જ સાંસદ બનીને લોકસભામાં પહોંચી ગયા હતા. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ વખતે ગુજરાત ભાજપમાં જૂથબંધી ચાલતી હતી. એવા સમયે સી.આર.પા‌ટિલે નરેન્દ્ર મોદીનો હાથ પકડવાનો કરેલો નિર્ણય ચમત્કારી પુરવાર થયો હતો અને આ ઘટના સાથે મનહરલાલ ચોકસીના એક-એક શબ્દો સાકાર થઈ રહ્યા હતા.
રાજકીય તખ્તે ઊભરી આવવું અને ભુંસાઇ જવું આ એક સામાન્ય પ્રક્રિયા છે. લોકો અનેક રાજકીય આગેવાનોનાં નામ ભૂલી ગયા હશે. ઘણાને ચહેરા પણ યાદ નહી હોય, પરંતુ પોતીકા પક્ષના લોકોની નારાજગી વચ્ચે પણ સતત ટોચની હરોળમાં નામ અને સ્થાન જાળવી રાખવા માટે પુરૂષાર્થ સાથે પ્રારબ્ધ પણ હોવું જરૂરી છે. સી.આર. પા‌ટિલના કેસમાં ચોક્કસ એવું કહી શકાય કે પ્રારબ્ધ હાંસલ કરવા માટે તેમણે જબરજસ્ત પુરૂષાર્થ પણ કર્યાે હતો.
નરેન્દ્ર મોદી સાથેની વફાદારી સી.આર. પા‌ટિલને વધુ ફળી હતી અને સતત ચાર-ચાર વખત સાંસદ બનવા ઉપરાંત ગુજરાતના પ્રદેશપ્રમુખપદ જેવી મહત્ત્વની જવાબદારી આપવા ઉપરાંત નરેન્દ્ર મોદીની ત્રીજી વખતની સરકારમાં સી.આર. પા‌ટિલને સીધા જ કૅબિનેટ મંત્રી તરીકેની પસંદગી કરીને કેન્દ્ર સરકારમાં નિર્ણાયક મંત્રી મંડળમાં સામેલ કરી દીધા હતા. અલબત્ત આ બધું સાવ સામાન્ય અને સહજ નથી. નસીબમાં લખાયેલું હોય અને પામવા માટે પુરૂષાર્થ કરવામાં આવે તો જ શક્ય બની શકે. સી.આર.પા‌ટિલના નસીબમાં લખાયેલી વાતને મનહરલાલ ચોકસીએ સારી રીતે વાંચી લીધી હતી.
સી.આર.પા‌ટિલ ફરતેનું દાયકા પૂર્વેનું અને આજનું ચિત્ર જોયા પછી એટલું ચોક્કસ કહી શકાય કે, સી.આર.પા‌ટિલ પાસે પ્રારબ્ધ અને પુરૂષાર્થ બન્‍ને છે. બની શકે કે આવનારા સમયમાં કેન્દ્રીય રાજકારણ અને સરકારના નિર્ણાયકોની આગલી હરોળમાં બેઠા હશે.

સુરતમાં ઘરમાંથી પરિવારના ચાર સભ્યોની લાશ મળી આવી, સામુહિક આપઘાતની આશંકા

0

સુરતમાં એક જ પરિવારના ચાર વૃદ્ધજનોના મોત બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા પરિવારમાં ચાર વૃદ્ધો રાત્રે સુઈ ગયા હતાં અને સવારે ઉઠ્યા નહોતા. જેથી તેમણે સામૂહિક આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ ઘટના બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ શરૂ કરી દીધી છે.ઘટનાને પગલે આજુબાજુનાં ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુનાં ઘરના લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે.

Surat Breaking News : સુરતમાં સામુહિક આપઘાતની ઘટના બની, જહાગીરપુરામાં  પરિવારના 4 સભ્યોએ જીવન ટૂંકાવ્યું - Gujarati News | Surat breaking news  mass suicide incident occurred in surat 4 ...

શહેરમાં એક જ પરિવારના ચાર વૃદ્ધજનોના મોત બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા પરિવારમાં ચાર વૃદ્ધો રાત્રે સુઈ ગયા હતાં અને સવારે ઉઠ્યા નહોતા. જેથી તેમણે સામૂહિક આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ ઘટના બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ શરૂ કરી દીધી છે.ઘટનાને પગલે આજુબાજુનાં ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુનાં ઘરના લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે.

મૃતકોના નામ

  • જસુબેન કેશુભાઈ વાઢેર
  • હીરાભાઈ રત્ના ભાઈ મેવાડા
  • ગૌરી બેન હીરાભાઈ મેવાડા
  • શાંતાબેન નાનજી ભાઈ વાઢેર

હંસાબેને કહ્યું કે, આ મારા વેવાણ થાય. મેં દીકરી આપી હતી. અમને ફોન આવ્યો એટલે દોડા દોડ આવ્યાં હતાં. અમારા છોકરા અને વહુ આવ્યાં હતાં. પરિવારમાં દીકરી જમાઈ અને વેવાણ પણ છે. ભત્રિજીએ કહ્યું કે, રાત્રે મેમાન આવ્યા હોવાથી જમીને સૂતા હતાં. મેમાન જુદા પડ્યાં. વહુને છોકરો નીચે ગયા હતાં. સવારે નાસ્તો આપવા વહુ ઉપર ગઈ હતી. પરંતુ દરવાજો ખોલતા નહોતા. શું થયું તે કોઈને અંદાજ આવતો નથી. સવારે તેમના દીકરાએ મને જાણ કરી હતી. મારા કાકી બેંકમાં કામ કરતાં હતાં.

આ પણ વાંચો :-

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ T૨૦ વર્લ્ડ કપમાંથી બહાર

0

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ T૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માંથી બહાર થઈ ગઈ છે. અફઘાનિસ્તાનની પાપુઆ ન્યુ ગીની પર જીત સાથે કેન વિલિયમસનનું ન્યુઝીલેન્ડનું સુપર-૮માં સ્થાન મેળવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. હવે ન્યુઝીલેન્ડ લીગ તબક્કાની તેની છેલ્લી ૨ મેચ રમશે પરંતુ તે ટોચની ૮ ટીમો સાથે આગળના રાઉન્ડમાં પ્રવેશ કરી શકશે નહીં, જ્યાં સુપર-૮ ટીમો વચ્ચે ટોચની ચારમાં સ્થાન મેળવવા માટે પ્રતિસ્પર્ધા થશે.

Imageઝીલેન્ડે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં માત્ર ૨ મેચ રમી છે. આ બંને મેચમાં પહેલા અફઘાનિસ્તાને ૮૪ રને હરાવ્યું અને પછી વેસ્ટ ઈન્ડિઝે ૧૩ રને હરાવ્યું. હાલમાં ન્યુઝીલેન્ડના ૨ મેચ બાદ ૦ પોઈન્ટ છે. આવી સ્થિતિમાં, જો તે બાકીની બે મેચ જીતે તો પણ તેના માત્ર ૪ પોઈન્ટ થઈ શકે છે, જ્યારે અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ૬-૬ પોઈન્ટ સાથે સુપર-૮માં જગ્યા બનાવી લીધી છે.

આજે એટલે કે શુક્રવારે અફઘાનિસ્તાન અને પાપુઆ ન્યુ ગીની વચ્ચે ગ્રુપ સીની મેચ રમાઈ હતી. અફઘાનિસ્તાને આ મેચ ૭ વિકેટે જીતીને સુપર-૮માં જગ્યા બનાવી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પહેલા જ સુપર-૮માં સ્થાન મેળવી લીધું હતું. આવી સ્થિતિમાં, એક જૂથમાંથી ફક્ત ટોચની બે ટીમો જ સુપર-૮માં સ્થાન મેળવી શકે છે અને તેના માટેના દાવેદાર હતા અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ સીમાંથી, જ્યારે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ પોતે જ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો :-

અમરેલીના સુરગપુરમાં રમતાં રમતાં બાળકી બોરવેલમાં પડી, ૧૦૮ અને ફાયર ટીમ પહોંચી

0

અમરેલી જિલ્લાના સુરગપુર ગામમાં બોરવેલમાં બાળકી પડી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સુરાગપુર ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરતી દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી હતી. બનાવની જાણ થતા ૧૦૮ની ટીમ અને ફાયરની ટીમ બનાવ સ્થળે પહોંચી છે અને બાળકીને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસ, NDRF સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી છે, કલેકટર સહિતના સ્થાનિક તંત્ર પણ ઘટના સ્થળ પહોંચી રહ્યા છે.

માહિતી મુજબ, આરોહીને બોરવેલમાં ઑક્સિજન મળી રહે તે માટે ૧૦૮ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા પણ બાળકીને બચાવવા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. દોઢ વર્ષની આરોહી બોરવેલમાં ૪૫થી ૫૦ ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન છે. આરોહીને બચાવવાની કામગીરીઓ તંત્ર દ્વારા શરૂ કરાઇ છે. ત્યારે બીજી તરફ માસૂમ બોરવેલમાં પડી જતાં પરિવાર સહિત ગ્રામજનો ચિંતાતૂર થયા છે.

ફાયર વિભાગ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ૧૦૮ દ્વારા બાળકીને બોરવેલમાં ઓક્સિજન આપવાની કાર્યવાહી શરૂ કરી છે. કેમેરાની મદદથી બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

NEET પેપર લીકમાં NTAને સુપ્રીમ કોર્ટની નોટિસ, ૮ જુલાઈએ સુનાવણી

0

NEET પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં વધી રહેલા રોષ વચ્ચે આજે શુક્રવારે પણ સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાલમાં CBI તપાસની માંગ કરતી અરજી પર કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે આ સંદર્ભમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે. હવે NEET પરીક્ષા સંબંધિત તમામ અરજીઓની સુનાવણી ૮ જુલાઈએ થશે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો છે.

NEET UG 2024 Supreme Court Updatesહિતેન સિંહ કશ્યપે આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને બિહાર સરકાર પાસેથી બે અઠવાડિયામાં જવાબ માગ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અન્ય પેન્ડિંગ PILડ પર ૮ જુલાઈએ વિચારણા કરવામાં આવશે, જ્યારે સર્વોચ્ચ અદાલત ઉનાળાની રજાઓ પછી ફરી કામકાજ શરૂ કરશે. કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેઓએ MBBS અને અન્ય આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પરીક્ષા આપતાર ૧૫૬૩ ઉમેદવારોને આપવામાં આવેલા માર્ક્સ રદ કર્યા છે.

કેન્દ્રએ કહ્યું હતું કે, તેમની પાસે સમયની ખોટ માટે તેમને આપવામાં આવેલા વળતર માર્કસની પુનઃ પરીક્ષા કરવાનો અથવા પાછો ખેંચવાનો વિકલ્પ હશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, NEETના પરિણામમાં ગ્રેસ માર્ક્સ મેળવતાર ૧૫૬૩ ઉમેદવારોની ફરીથી પરીક્ષા ૨૩ જૂને લેવામાં આવશે. ૫ મેના રોજ ૪૭૫૦ કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં લગભગ ૨૪ લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી. પરિણામ ૧૪ જૂને જાહેર થવાની ધારણા હતી, પરંતુ ૪ જૂને જાહેર કરવામાં આવી હતી, કારણ કે ઉત્તરપત્રોનું મૂલ્યાંકન પહેલેથી જ પૂર્ણ થઈ ગયું

બિહાર જેવા રાજ્યોમાં આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક અને અન્ય ગેરરીતિના આક્ષેપો થયા છે. આ આરોપોને કારણે અનેક શહેરોમાં વિરોધ થયો હતો અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સાત કેસ દાખલ કરવામાં આવ્યા હતા. NTA દ્વારા દેશભરની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS, આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET-UG પરીક્ષા લેવામાં આવે છે.

આ પણ વાંચો :-

આજે અમદાવાદ સહિત ૧૯ જિલ્લામાં થશે ભારે વરસાદની આગાહી

0

વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, નવસારીથી આગળ ચોમાસુ વધ્યું નથી. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સક્રીય બનેલ સાયક્લોનિક સરક્યુલેશન અને પ્રિમોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે, ૧૭ જિલ્લાના વિવિધ તાલુકામાં હળવો વરસાદ વરસશે. આગામી ૨૦ જૂન સુધી રાજ્યના જુદા જુદા તાલુકા અને જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

Weather Update: હોળી પહેલા હવામાન પલટાયુ, આ રાજ્યોમાં હળવા વરસાદની સંભાવના | Weather Update: Light rain forecast for some states by IMD, Read the details here. - Gujarati Oneindiaદેશમાં ચોમાસાનું આગમન તો થયું પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેનું કારણ છે મોન્સૂન બ્રેક. દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ તો ગયું પરંતુ હવે તે ધીમું પડી ગયું છે. પહેલા અંદાજ હતો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે અને આખા રાજ્યમાં ચોમાસું વરસાદ પડી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે. જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પણ છુટો છવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે.

આજે બનાસકાંઠા ,ગાંધીનગર, અમદાવાદ, દાહોદ .છોટાઉદેપુર,નર્મદા ,સુરત, ડાંગ ,નવસારી,વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર, અમરેલી ,ભાવનગર, બોટાદ, હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી.

AccuWeather.com પ્રમાણે આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી અને લઘુતમ તપામાન ૩૩ ડિગ્રી રહેશે. મેક્સ યુવી ઇન્ડેક્સ ૫ મોડરેટ રહેશે. પવનની ગતિ ૧૮ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. હવામાં ભેજનું પ્રમાણે ૬૪ ટકા રહેવાથી બફારો અનુભવાશે. આકાશમાં ૧૬ ટકા વાદળો છવાયેલા રહેશે. આમ અમદાવાદમાં આજના દિવસે ઘરની અંદર અને બહાર ભારે બફારો અનુભવાશે.

આ પણ વાંચો :-

RSS નેતા ઈન્દ્રેશ કુમારનું મોટું નિવેદન, રામનું નામ લેનાર, અહંકાર બન્યા…..!

0

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામો પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે સત્તાધારી ભાજપને અહંકારી અને ઇન્ડી ગઠબંધનને રામ વિરોધી ગણાવ્યા છે. ઈન્દ્રેશ કુમારે કહ્યું, ભગવાન રામ દરેક સાથે ન્યાય કરે છે. વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પર નજર નાખો. જેઓ રામની પૂજા કરતા હતા, પરંતુ ધીમે ધીમે તેમનામાં અહંકાર વધ્યો એ પાર્ટીને સૌથી મોટી પાર્ટી બનાવી. પરંતુ તેને સંપૂર્ણ બહુમત મળવો જોઇતો હતો તે ભગવાને તેમના અહંકારને કારણે ન આપ્યો.

indresh kumar ram rssઈન્દ્રેશ કુમારે વધુમાં કહ્યું કે રામનો વિરોધ કરનારાઓને સત્તા આપવામાં આવી નથી. તેમાંથી કોઈને સત્તા આપી નથી. સાથે મળીને પણ તેઓ નંબર-૧ બન્યા નથી. નંબર-૨પર ઉભા રહી ગયા છે. તેથી ભગવાનનો ન્યાય વિચિત્ર નથી. સત્ય છે. તે ખૂબ આનંદદાયક છે. ગુરુવારે ઈન્દ્રેશ કુમાર જયપુર નજીક કનોટા ખાતે ‘રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજન સમારોહ’ને સંબોધિત કરી રહ્યા હતા. ઈન્દ્રેશ આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય પણ છે. જોકે, તેમણે પોતાના નિવેદનમાં કોઈ પક્ષનું નામ લીધું નથી. પણ તેમનો ઈશારો સ્પષ્ટપણે પક્ષ-વિપક્ષની સામે સંકેત આપતો હતો.

તેમણે કહ્યું કે, રામનો વિરોધ કરનારામાંથી કોઈને સત્તા આપવામાં આવી નથી. તેમાં પણ બધાને મળીને નંબર-૨ સુધી જ પહોંચ્યા. ઈશ્વરનો ન્યાય સાચો અને આનંદદાયક છે. તેમણે કહ્યું જે લોકો રામની પૂજા કરે છે તેઓ નમ્ર હોવા જોઈએ અને જે લોકો રામનો વિરોધ કરે છે તેમને ભગવાન ખુદ પાઠ ભણાવે છે.

ઉલ્લેખનિય છે કે ઈન્દ્રેશ કુમારની આ ટિપ્પણી RSS ચીફ મોહન ભાગવતના તાજેતરના નિવેદનના થોડા દિવસો બાદ આવી છે. મોહન ભાગવતે કહ્યું હતું કે સાચા ‘સેવક’ને કોઈ અહંકાર હોતો નથી અને તે ‘ગૌરવ’ જાળવી રાખીને લોકોની સેવા કરે છે. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં મોહન ભાગવતે વધુમાં કહ્યું હતું કે, જે સાચો સેવક છે, તેને સાચો સેવક કહી શકાય તે સન્માન સાથે વર્તે છે. જે તે મર્યાદાઓનું પાલન કરે છે, ક્રિયાઓ કરે છે પણ ક્રિયાઓમાં ફસાઈ જતો નથી. તેનામાં કોઈ અહંકાર નથી કે મેં તે કર્યું. માત્ર તેને નોકર કહેવાનો અધિકાર છે. સાચો ‘સેવક’ ગૌરવ જાળવે છે. કામ કરતી વખતે તે સજાવટનું પાલન કરે છે. ‘મેં આ કામ કર્યું’ એમ કહેવાનો તેને અહંકાર નથી. તે વ્યક્તિ જ સાચો ‘સેવક’ કહી શકે.

આ પણ વાંચો :-

આમીર ખાનના પુત્રની ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઇકોર્ટે આપ્યો સ્ટે

0

‘મહારાજ’ ફિલ્મની રિલીઝ પર હંગામી સ્ટે લાગ્યો છે. આમીર ખાનના દિકરા જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ છે ‘મહારાજ’. ‘લીબેલ કેસ ૧૮૬૨’ પર ફિલ્મ આધારિત છે. વૈષ્ણવ સંપ્રદાયનાં વિવાદીત ચિત્રણનો આરોપ લાગ્યો છે. ફિલ્મ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી હોવાનો દાવો છે. વૈષ્ણવ સંપ્રદાયે અગાઉ પણ રજૂઆત કરી હતી પરતું એક્શન ન લેવાયા હોવાનો દાવો કરાયો છે. ગુજરાત હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી છે. ૧૮ જૂન સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટે આદેશ આપ્યો છે.

Maharaj film: 'મહારાજ'ની રિલીઝ પર ગુજરાત હાઈકોર્ટે આ તારીખ સુધી રોક લગાવી, જાણો શું છે વિવાદ - મુંબઈ સમાચાર

ઉલ્લેખનીય છે કે આ મામલે આઠ પિટિશનરોનું પ્રતિનિધિત્વ દ્વારા હાઇકોર્ટમાં આ પીટીશન કરવામાં આવી. ભગવાન કૃષ્ણના ભક્તો અને વલ્લભાચાર્યના અનુયાયીઓ વતી દાખલ કરેલી અરજીમાં પુષ્ટિમાર્ગ સંપ્રદાય તરફથી એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે દેખીતી રીતે ‘મહારાજ બદનક્ષી કેસ ૧૮૬૨’ પર આધારિત આ ફિલ્મ છે. જે ફિલ્મમાં દર્શાવવામાં આવેલ દ્રશ્યોથી જાહેર વ્યવસ્થાને અસર કરે તેવી પુરી શક્યતા છે અને સંપ્રદાયના અનુયાયીઓ અને હિંદુ ધર્મ સામે હિંસા ભડકાવી શકે છે. સાથે જ અરજદારોએ હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે હિંદુ ધર્મની નિંદા અને ભગવાન કૃષ્ણ તેમજ ભક્તિ ગીતો અને સ્તોત્રો વિરુદ્ધ ગંભીર નિંદાકારક ટિપ્પણી કરવામાં આવી છે.

સૌરભ શાહ લિખિત પુસ્તક ‘મહારાજ‘ પર આધારિત આ જ નામની ફિલ્મને લઈને ઘણા સમયથી ઉત્તેજના ચાલી રહી છે. આ ફિલ્મ માત્ર મોટા પડદા માટે જ બનાવવામાં આવી હતી, પરંતુ આખરે જ્યારે ફિલ્મ તૈયાર થઈ ત્યારે તેના નિર્માતા યશ રાજ ફિલ્મ્સ અને આ ફિલ્મથી કેમેરાની સામે ડેબ્યૂ કરી રહેલા જુનૈદ ખાનના પિતા આમિર ખાને આખી ફિલ્મ જોઈ. બંનેએ તેને થિયેટરોમાં રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો. ફિલ્મમાં, જુનૈદ ખાન કરસન દાસનું પાત્ર ભજવે છે, એક વૈષ્ણવ જે વિસ્તારના સૌથી મોટા મઠના મહારાજાને તેના દુષ્કૃત્યોને કારણે કોર્ટમાં ખેંચે છે.

આમિરના પુત્ર જુનૈદની વધુ એક ફિલ્મ અભિનેત્રી સાઈ પલ્લવી સાથે શરૂ થઈ છે અને આમિર પણ અનૌપચારિક મીટિંગમાં લોકોને તેના ગીતો ગાતો રહ્યો છે. યશરાજ ફિલ્મ સ્ટુડિયોમાં બનેલા થિયેટરમાં ગઈ કાલે ‘મહારાજ‘ ફિલ્મનો પ્રેસ શો યોજાયો હતો અને મુંબઈના ઘણા ફિલ્મ વિવેચકોએ પણ આ ફિલ્મ જોઈ હતી. શુક્રવારે બપોરે ૧૨:૩૦ સુધી ફિલ્મના રિવ્યુ લખવા પર પ્રતિબંધ હતો, પરંતુ હવે આ રિવ્યુનું પ્રકાશન અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું છે. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે યશ રાજ ફિલ્મ્સના પ્રવક્તાએ કહ્યું કે ‘મહારાજ’ ફિલ્મ નેટફ્લિક્સ પર ૧૪ જૂને રિલીઝ થશે નહીં.

આ પણ વાંચો :-

કુવૈત અગ્નિકાંડમાં પીડિત ૪૫ ભારતીયોના મૃતદેહ લઈને એરફોર્સનું વિમાન પહોંચ્યું કેરળ

0

કુવૈત અગ્નિકાંડમાં માર્યા ગયેલા ૪૫ ભારતીયોના મૃતદેહોને લઈને ઈન્ડિયન એરફોર્સનું વિમાન કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું છે. કુવૈતના મંગાફ શહેરમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં કુલ ૪૫ ભારતીય નાગરિકોના મૃત્યુ થયા હતા. ભારતીય વાયુસેનાના C-૧૩૦J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટને જીવ ગુમાવનારા ભારતીયોના મૃતદેહોને પરત લાવવા માટે રવાના કરવામાં આવ્યું હતું, જે કોચીમાં ઉતર્યું છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પોતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા છે.

અગાઉ કુવૈતથી વિમાનના પ્રસ્થાન પહેલા કુવૈતમાં ભારતીય દૂતાવાસે X પર ભારતીય વાયુસેનાના આ વિશેષ વિમાનના પ્રસ્થાન સાથે સંબંધિત સમાચાર પોસ્ટ કર્યા હતા. ભારતીય દૂતાવાસે ટ્વિટર પર લખ્યું, ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન કુવૈતમાં આગની ઘટનામાં પીડિત ૪૫ ભારતીયોના નશ્વર અવશેષો લઈને કોચી માટે રવાના થયું છે. રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ પણ આ વિમાનમાં સવાર છે.

કુવૈતી મીડિયા અનુસાર, આગ રસોડામાં લાગી હતી, મોટાભાગના મૃત્યુ ધુમાડાને કારણે થયા હતા. અલ-અહમદી ગવર્નરેટના અધિકારીઓને ૧૨ જૂન (બુધવાર)ના રોજ સવારે ૪.૩૦ વાગ્યે ઘટનાની જાણ કરવામાં આવી હતી. મતલબ કે આગ વહેલી સવારે જ્યારે લોકો ઊંઘમાં હતા ત્યારે લાગી હતી. કુવૈતી મીડિયા અનુસાર, બાંધકામ કંપની NBTC ગ્રૂપે ૧૯૫ થી વધુ કામદારોને રહેવા માટે મકાન ભાડે આપ્યું હતું, જેમાંથી મોટાભાગના કેરળ, તમિલનાડુ અને ઉત્તરીય રાજ્યોના લોકો રહેતા હતા.

આ પણ વાંચો :-