HomeNationalજંતર-મંતર પર વિરોધ પ્રદર્શનની મંજૂરી ન મળતાં કોકરોચ ભડક્યા; સૌરવ દાસ બોલ્યા-...

જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનની મંજૂરી ન મળતાં કોકરોચ ભડક્યા; સૌરવ દાસ બોલ્યા- પોલીસ કોણ હોય છે?

Date:

Related stories

UPI પેમેન્ટ પર MDRની તારીખ 15 ઓક્ટોબરથી આગળ વધવાની શક્યતા, આ તારીખથી થઈ શકે છે લાગુ

ત્યોહારી સીઝનમાં UPIથી ખરીદી કરતા વેપારીઓ માટે રાહતના સમાચાર...

🌟 ગુરુવારનું રાશિફળ : ૧૨ રાશિઓના જાતકો માટે શું લઈને આવ્યો છે આજનો દિવસ?

​મેષ (Aries) : ગુરુવારના દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને શ્રાદ્ધ...
spot_img
CJP Protest LIVE : બેંગલુરુમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ‘ચપ્પલ પ્રોટેસ્ટ’ કરવામાં આવી રહ્યો છે. જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠી પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે પટનાથી દિલ્હી સુધી વિપક્ષનો વિરોધ ચાલુ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ વિપક્ષના નેતાઓ માટે ભોજનનું આયોજન કરી રહ્યા છે. બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટી (CJP) દિલ્હીથી દૂર બેંગલુરુમાં ‘ચપ્પલ આંદોલન’ કરી રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠી પણ જોડાયા છે.

CJP નેતા આશુતોષ રાંકા જણાવ્યું હતું કે, ‘ચપ્પલ પ્રોટેસ્ટ’ દ્વારા એવા લોકોને સામે લાવવામાં આવશે, જેમના નામ SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.

‘હું અહીં સત્તા બદલવા નથી આવ્યો’: ધ્રુવ રાઠી

યુટ્યુબર ધ્રુવ રાઠીએ ગુરુવારે આરોપ લગાવ્યો કે SIRને લઈને ચૂંટણી પંચ તરફથી પારદર્શિતા અને જવાબદારીનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો છે. ફ્રીડમ પાર્કમાં સિવિલ સોસાયટી ગ્રુપ્સ અને CJP દ્વારા SIR વિરુદ્ધ આયોજિત વિરોધ પ્રદર્શનને સંબોધતા તેમણે કહ્યું, “હું અહીં સત્તા બદલવા માટે આવ્યો નથી.”

‘અમારી લડાઈ માત્ર જ્ઞાનેશ કુમરના રાજીનામા સુધી સીમિત નથી’: દીપકે

બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં રેલીને સંબોધતા અભિજીત દીપકેએ કહ્યું કે, “અમારી લડાઈ માત્ર જ્ઞાનેશ કુમરના રાજીનામા માટે નથી. જો તેઓ જાય તો તેમની જગ્યાએ કોઈ બીજું આવશે. અમે ઈચ્છીએ છીએ કે SIRને જ સમાપ્ત કરવામાં આવે. ત્યારબાદ જ્ઞાનેશ કુમારની તપાસ થવી જોઈએ અને તેમની સામે કેસ નોંધાવો જોઈએ.”

‘ચૂંટણી પંચે SIR દ્વારા દેશનું અપમાન કર્યું’: પ્રકાશ રાજ

બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં ‘જન અદાલત’ને સંબોધતા અભિનેતા પ્રકાશ રાજે SIR હેઠળની મતદાર ચકાસણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે CJPથી લઈને AISA સુધીના અનેક સંગઠનો આ પ્રક્રિયાને લઈને ચિંતિત હોવાથી એક મંચ પર આવ્યા છે.

પ્રકાશ રાજે આ મુદ્દાને માત્ર ‘વોટ ચોરી’ કરતાં પણ વધુ ગંભીર ગણાવ્યો અને આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચે SIRના માધ્યમથી સમગ્ર દેશનું અપમાન કર્યું છે.

‘આખો દેશ રસ્તા પર ઉતરી આવ્યો’: સૌરભ દાસ

બેંગલુરુના વિરોધ પ્રદર્શનની તસવીર શેર કરતાં CJP નેતા સૌરભ દાસે X પર લખ્યું કે, “જ્ઞાનુ (જ્ઞાનેશ કુમાર) અને તેમના આકાઓ સામેની આ લડાઈમાં તમામ ઈમાનદાર નાગરિકો એક થઈ ગયા છે. આખો દેશ જવાબદારીની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યો છે.”

ફ્રીડમ પાર્કમાં ‘જ્ઞાનેશ કુમાર ગદ્દી છોડો’ના નારા

બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં ‘SIR રદ કરો’ અને ‘જ્ઞાનેશ કુમાર ગદ્દી છોડો’ જેવા નારા લગાવવામાં આવી રહ્યા છે. મંચ પર પ્રકાશ રાજ, જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠી અને અભિજીત દીપકે સહિતના લોકો હાજર છે. ત્યારબાદ ‘ચપ્પલ પ્રોટેસ્ટ’ શરૂ કરવામાં આવશે.

Subscribe

Latest stories