Home Blog Page 735

૧૮ જૂન, ૨૦૨૪/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને મંગળવારના દિવસે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિસ્ય

મેષઃ

આજે દિવસ દરમ્યાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

વૃષભઃ

આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુનઃ

આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્કઃ

આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ-ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહઃ

સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યાઃ

આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલાઃ

પરોપકાર, હિંમત, ગૂઢ ‘માનસ’ તથા છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા-સંશોધન, ઇલેકટ્રોનિકસ, બુકસેલર ધંધામાં વધારે પ્રગતિ થાય. માતા તથા પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃશ્ચિકઃ

આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા-વાદ વિવાદ ટાળવાની સલાહ છે.

ધનઃ

ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકરઃ

આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃપક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીયક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભઃ

ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પરિણામે દિવસ દરમ્યાન પ્રસન્‍નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીનઃ

આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

પશ્ચિમ બંગાળ ટ્રેન અકસ્માતમાં ૮ લોકોના મોત, બાઈક પર બેસીને પહોંચ્યા રેલવે મંત્રી

0

પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં એક ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 8થી વધુ લોકોના મોત અને ૫૦થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. આજે સવારે એક ગુડ્સ ટ્રેને સિયાલદાહ જઈ રહેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. બીજીતરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બાઈક પર બેસી ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ દરમિયાન તેમણે રાહત કાર્યની સમીક્ષા કરી રહ્યા છે.

વાસ્તવમાં ઘટનાસ્થળે પહોંચવાનો રસ્તો કાચો હોવાથી ત્યાં વાહનો પહોંચી શકતા નથી. આ ઉપરાંત ગાડીમાં જવામાં પણ ઘણો સમય લાગે છે, તેથી રેલવે મંત્રીએ તુરંત બાઈકનો સહારો લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા છે. દાર્જિલિંગ જિલ્લાના રંગાપાની સ્ટેશન પર પહોંચેલા રેલવે મંત્રીએ રાહત કાર્યની સમીક્ષા કરી રહ્યા છે. તેઓ ઘટના અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા છે.

નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેએ આ ઘટના પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેમને ન્યૂ જલપાઈગુડીના રંગપાનીમાં થયેલા અકસ્માતની માહિતી મળી છે. નિવેદન અનુસાર, એક માલગાડી સિયાલદહ જતી DN કાંચનજંગા એક્સપ્રેસ સાથે પાછળથી ટકરાઈ હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દુર્ઘટના પર ટ્વીટ કર્યું અને લખ્યું, NFR ઝોનમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. રેલવે, NDRF અને SDRF સાથે મળીને કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં કેમ હાર્યું ભાજપ? જાણો આ કારણો

0

લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે રામમંદિરનો મુદ્દો હોવા છતાં યુપીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. ૨૦૧૯માં ભાજપને યુપીમાં ૬૨ બેઠકો મળી હતી જ્યારે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૩૩ બેઠકોમાં જ સંતોષ માનવો પડ્યો છે. ભાજપને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી ૨૯ બેઠકો ઓછી મળવાની ચર્ચા આખા દેશમાં ચાલી રહી છે. હવે પાર્ટી પણ તેના પર મંથન કરી રહી છે અને બધા ફીડબેક લીધા બાદ કંઈક કાર્યવાહી થઈ શકે છે. પાર્ટી નેતૃત્વને ઉમેદવારો અને સ્થાનિક નેતાઓ તરફથી અત્યાર સુધી જે ફીડબેક મળ્યા છે તે પ્રમાણે સાંસદોને રાજ્યના કર્મચારીઓ તરફથી સહયોગ ન મળવો. પાર્ટી કાર્યકર્તાઓનું જ વિરુદ્ધ થઈ જવુ અને બંધારણ બદલવાના ખોટા નેરેટિવ જનતામાં ફેલાયા તેનાથી નુકસાન થયું છે.

યુપી લોકસભા ચૂંટણી 2024: આ 22 બેઠકો પર જોરદાર ટક્કર, 58 પર ભાજપ માટે ક્લીન સ્વીપ - UP LOK SABHA ELECTIONS 2024

આટલું જ નહીં ભાજપનું રાજ્ય નેતૃત્વ એક વિસ્તૃત રિપોર્ટ પણ તૈયાર કરી રહ્યું છે. આ રિપોર્ટને આ અઠવાડિયાના અંત સુધીમાં હાઈકમાન્ડને સોંપવામાં આવશે. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે ભાજપે યુપીમાં હારના કારણોની વિસ્તૃત તપાસ કરવા માટે એક ટાસ્ક ફોર્સનું પણ ગઠન કર્યું છે. આ ટાસ્ક ફોર્સને રાજ્યની ૭૮ બેઠકોની સમીક્ષાનું કામ સોંપવામાં આવ્યું છે. માત્ર પીએમ મોદીની વારાણસી બેઠક અને રક્ષા મંત્રી રાજનાથ સિંહની બેઠક લખનઉની આ ટાસ્ક ફોર્સ સમીક્ષા નહીં કરશે. આ ઉપરાંત રાજ્યની બાકીની તમામ ૭૮ બેઠકોની સમીક્ષા કરવામાં આવશે.

ભાજપને સૌથી વધુ હેરાની અમેઠી, ફૈઝાબાદ (અયોધ્યા વાળી બેઠક), બલિયા અને સુલતાનપુર જેવી બેઠકો પર હારથી થઈ છે. આ બેઠકો ભાજપ માટે મજબૂત માનવામાં આવતી હતી. અમેઠીમાં સ્મૃતિ ઈરાનીની કોંગ્રેસના એક સામાન્ય કાર્યકર સામેની હારે સમગ્ર નેરેટિવને ઠેસ પહોંચાડી છે. આ ઉપરાંત અયોધ્યાની હાર પણ ચોંકાવનારી છે. સુલતાનપુરમાં મેનકા ગાંધી જ ચૂંટણી હારી ગયા, જેઓ સતત જીતતા આવ્યા છે. ત્યારબાદ અયોધ્યાની હારે તો સમગ્ર નેરેટિવને જ ઠેસ પહોંચાડી છે. ભાજપે એ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો જ્યાં ઐતિહાસિક રામ મંદિર બનાવવામાં આવ્યું છે. ૫૦૦ વર્ષના ઈતિહાસનું ચક્ર જે અયોધ્યામાં ફર્યું ત્યાં આવી હારે ભાજપને ચોંકાવી દીધું છે.

આ પણ વાંચો :-

પાવાગઢમાં તીર્થંકરની પ્રતિમા તૂટતાં જૈનો લાલધૂમ, જાણો વિરાગચંદ્રસાગર મહારાજે શું કહ્યું ?

પાવાગઢ મહાકાળી મંદિરનાં જૂનાં પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી ૫૦૦ વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગઈકાલે (16 જૂન, 2024) બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતાં સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયને સંબોધતા જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી.

આ સાથે જૈન મુનિએ આરોપ લગાવ્યો છે કે, દ્વેષબુદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી પાડી છે. તો મોડીરાત્રે હાલોલમાં જૈન સમાજ પાવાગઢ પોલીસ મથકે એકઠો થતાં જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જૈન સમાજના આગેવાનોએ આવેદન આપી જિલ્લા SP તેમજ કલેક્ટર સાથે વાત કરતા તેમને પ્રતિમાઓને યથાસ્થાને મૂકી દેવાની ખાતરી આપતા મધ્યરાત્રે મામલો શાંત પડ્યો હતો.

પાવાગઢમાં જૈન તીર્થંકર ભગવાન નેમિનાથ સહિતની પ્રતિમાઓને તોડી નાખવામાં આવતા જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે વડોદરા સમસ્ત જૈન સંઘના અગ્રણીઓ વડોદરા કલેક્ટરના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને કલેકટરને આવેદનપત્ર આપીને પ્રતિમાઓને પુનઃ સ્થાપિત કરવામાં આવે અને આ કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

આચાર્ય વિરાગચંદ્રસાગર મહારાજે જણાવ્યું હતું કે, આ ઘટનાથી એક વ્યક્તિ નહીં, પરંતુ સમગ્ર દેશ વ્યથિત હોવો જોઇએ. કારણ કે, જૈન સમાજ અહિંસક અને દેશ અને વિશ્વને સમૃદ્ધ કરનારી છે. જૈન સમાજના પ્રત્યેક આચાર્ય-ભગવંતો વતી અમારો એક જ આદેશ છે કે, આ ઘટના જૈન શાસન અને ભારત દેશની અસ્મિતા ઉપર પ્રહાર છે. જ્યારે દેશમાં ગયેલી પ્રતિમાઓને પાછી લાવવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. લંડન અને સ્વિડનથી પ્રતિમાઓ પાછી આવતી હોય, ત્યારે ગુજરાતમાં આ પ્રકારની ઘટના નિંદનીય છે.

જિનપ્રેમ વિજયજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, ગૃહમંત્રીના પ્રયાસને સરાહીએ છીએ અને અમે તેમને આશીર્વાદ આપીએ છીએ કે, જે ન્યાય અપાવવાના માર્ગે તે ચાલી રહ્યા છે તેમાં તેમની મંઝિલ પર પહોંચે એવી શુભકામનાઓ અમે વ્યક્ત કરી રહ્યા છીએ અને એ મંઝિલ જલ્દીમાં જલ્દી આવે એની પ્રતિક્ષા અમે કરી રહ્યા છીએ. મંદિરની અંદર જે લોકો વાત કરી રહ્યા છે, તે સતત અહીંના યુવાનોના સંપર્કમાં છે અને અહીંયાથી જે માર્ગદર્શન અપાયુ છે, તે મુજબ જ વાત ચાલી રહી છે. બની શકે કે કોઈ એનો એવો અર્થ લઈ લે કે બધુ પતી ગયું પરંતુ, હજુ આ શરૂ નથી થયું. આ તો જે પૂર્વ સ્થિતિ હતી તે હવે થશે. ગુનેગારોને સજા થવી જોઈએ. અમે રિઝલ્ટની પ્રતિક્ષા કરી રહ્યા છીએ. પરિણામ નહીં આવે ત્યાં સુધી વિરોધ યાથવત્ રહેશે. અમે સંપૂર્ણ રિઝલ્ટ મેળવીને જ કલેક્ટર કચેરીથી જઈશું. અન્ય જૈન 93 વર્ષીય આચાર્ય કુલચંદ્ર સુરી મહાનરાજ પણ ધરણા પર બેસશે. માત્ર આશ્વાસનથી કામ નહિ ચાલે પરિણામ જોવે તેવી માંગ. સરકાર અને ગૃહમંત્રી બંને સારા પ્રયત્નો કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં આ જીલ્લામાં પડશે ભારે વરસાદ? હવામાન વિભાગની આગાહી

0

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ ગુજરાતમાં વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગે બુધવારે અને ગુરૂવારે સામાન્ય વરસાદની સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ગુજરાતમાં ચોમાસું હજી નવસારી સુધી જ આવ્યું છે. હાલ જે વરસાદ થઇ રહ્યો છે તે સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે થઇ રહ્યો છે.

ગુજરાતમાં ભારે વરસાદ : હજી કયા જિલ્લાઓમાં કેટલા દિવસની આગાહી? - BBC News ગુજરાતીહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવ્યુ છે કે, બુધ અને ગુરૂવારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા અરાવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સાથે રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ અને કચ્છના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. આ સાથે હવામાન વિભાગે આ બે દિવસોમાં વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી ૪૮ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. ૧૭ થી ૨૨ જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે.

૧૮થી ૨૨ જૂનના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહિસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ૨૩ જૂનના રોજ અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, બે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

આઈસ્ક્રીમમાંથી માનવ આંગળી મળવાનો મામલો, FSSAIએ આઈસ્ક્રીમ કંપનીનું લાયસન્સ રદ કર્યું

0

મહારાષ્ટ્રના પૂણેમાં આઈસ્ક્રીમમાંથી માનવ આંગળી મળવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે હવે માહિતી મળી રહી છે કે, FSSAI પશ્ચિમ પ્રદેશ કાર્યાલય દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવતા આઈસ્ક્રીમ કંપનીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે.

મુંબઈના મલાડ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો, જેમાંથી એક આંગળી મળી આવી છે. અહેવાલ અનુસાર, મુંબઈના મલાડ વિસ્તારમાં એક મહિલાને આઈસ્ક્રીમ કોનની અંદર માનવ આંગળીનો ટુકડો મળ્યો જે તેણે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો.

FSSAI પશ્ચિમ પ્રદેશ કાર્યાલયની એક ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે, આઈસ્ક્રીમ નિર્માતાના પરિસરની તપાસ કરવામાં આવી, જે બાદ આઈસ્ક્રીમ કંપનીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું. જો કે, આ મામલે અત્યાર સુધીમાં ફોરેન્સિક રિપોર્ટ સામે આવી નથી. આઈસ્ક્રીમની ડિલીવરી કરનાર આઈસ્ક્રીમ નિર્માતા ઇંદાપુર, પૂણેમાં સ્થિત છે અને તેમની પાસે કેન્દ્રીય લાયસન્સ પણ છે. આગળની તપાસ માટે FSSAIની ટીમે ફેક્ટરીના પરિસરમાંથી સેમ્પલ પણ કલેક્ટ કર્યા છે..

જણાવી દઈએ કે, મુંબઈના મલાડમાં એક ડોક્ટરે ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કરી હતી. આ આઈસ્ક્રીમમાંથી માનવ આંગળી મળી આવી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણકારી મલાડ પોલીસને આપવામાં આવી હતી. મલાS પોલીસે આંગળીને ફોરેન્સિક તપાસ માટે મોકલીને આઈસ્ક્રીમ બ્રાન્ડ, યુમ્મોના સંચાલકીય સ્ટાફ સામે એફઆઈઆર દાખલ કરી હતી. જે બાદ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

વિશ્વનો સૌથી ઊંચો કમાન બ્રિજ પર ટ્રેનનું ટ્રાયલ, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ શું કહ્યું ?

0

કાશ્મીર ખીણમાં ટ્રેન દ્વારા પહોંચવાનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. રવિવારે સાંગલદાન અને રિયાસી વચ્ચે ટ્રેનની ટ્રાયલ રન કરવામાં આવી હતી. પ્રથમ વખત, કોઈ ટ્રેન ચેનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ દ્વારા રિયાસી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, આ પુલની ઉંચાઈ ૩૫૯ મીટર છે, જે એફિલ ટાવર કરતા પણ ૩૫ મીટર વધારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર ૨૧મી જૂને શ્રીનગર પહોંચવાના છે. આ પહેલા જ રેલવેએ આ મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

Chenab Rail Bridge

જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર ૩૫૯ મીટર (લગભગ ૧૦૯ ફૂટ) ની ઊંચાઈએ બનેલો ચેનાબ રેલ બ્રિજ  એફિલ ટાવર કરતા લગભગ ૩૫ મીટર ઊંચો છે. આ પુલ અદભૂત સ્ટીલ કમાન ડિઝાઇન ધરાવે છે, જેની કુલ લંબાઈ ૧,૩૧૫ મીટર (૪,૩૧૪ ફૂટ) છે. આ કમાનની લંબાઈ ૪૬૭ મીટર (૧,૫૩૨ ફૂટ) છે. તે સિંગલ-ટ્રેક રેલ્વે લાઇન છે, જે કાશ્મીર ખીણને બાકીના ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડે છે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ સફળતા વિશે માહિતી આપી હતી. પોસ્ટમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું કે, ‘પ્રથમ ટ્રાયલ ટ્રેન સાંગલદાનથી રિયાસી સુધી દોડી છે. આ ટ્રેન ચેનાબ બ્રિજ પાર કરીને રિયાસી પહોંચી હતી. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ હેઠળનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે ટનલ નંબર ૧ પર થોડું જ કામ બાકી છે.’ રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મહિનાના અંતમાં સાંગલદાન-રિયાસી સેક્શનમાં બે દિવસ તપાસ કરવામાં આવશે.

યુએસબીઆરએલ પ્રોજેક્ટના બનિહાલથી સાંગલદાન સેક્શનના ૪૮.૧ કિલોમીટરના સેક્શનનું ૨૦ ફેબ્રુઆરીએ પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ચેનાબ રેલવે બ્રિજ તેના માર્ગ પર આવે છે, જે વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ છે. આ પુલ સ્ટીલની કમાનથી બનેલો છે. આ પુલ ૧.૩ કિલોમીટર લાંબો છે. આ રૂટ પર ઈલેક્ટ્રિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ રૂટ પર ૩૦ જૂને ટ્રેનો ચાલી શકશે. ઉધમપુરના સાંસદ અને ભાજપના મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, આ પુલ પર ટૂંક સમયમાં રેલ સેવા શરૂ થશે. આ રેલ લિંક પ્રોજેક્ટનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.

આ પણ વાંચો :-

સલમાન ખાનને બિશ્નોઈ ગેંગે યુટ્યુબ પર વીડિયો અપલોડ કરીને ધમકી આપી

0

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. તેના ઘરની બહાર ગોળીબાર થયો ત્યારથી સલમાનની સુરક્ષાનો મુદ્દો સતત ચર્ચમાં રહ્યો છે. આ કારણે સુપરસ્ટારના ચાહકો પણ અભિનેતાની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે. તાજેતરમાં સલમાન ખાને પણ આ અંગે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે તે આ બધાથી ખૂબ જ નિરાશ થઈ ગયો છે અને તેને વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યો છે.

Salman Khan's UNIQUE Way Of Urging Fans To Vote - 'I Exercise 365 Days A Year...' | Times Now

પોલીસના જણાવ્યા અનુસાર, આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જ્યારે એક દર્શકે ‘આરે છોડો ચાર’ ચેનલ પર એક વીડિયો જોયો હતો, જેમાં હિન્દીમાં બોલતા એક વ્યક્તિએ ગેંગના સભ્યો ગોલ્ડી બ્રાર, વિવેક ભૈયા, રોહિત અને જિતિન સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો આ અને સલમાન ખાનને ધમકી આપી રહ્યો હતો. બિશ્નોઈ ગેંગે યુટ્યુબ પર વીડિયો અપલોડ કર્યો અને ધમકી આપી.જે બાદ આરોપી બનવારીલાલ લાતુરલાલ ગુર્જરની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ઉંમર ૨૫ વર્ષ હોવાનું કહેવાય છે.

આ વીડિયોના આધારે, દક્ષિણ સાયબર પોલીસે કલમ ૫૦૬(૨), ૫૦૪ અને ૩૪ હેઠળ કેસ નોધ્યો છે. આઈપીસી તેમજ આઈટી એક્ટની કલમ ૬૬ (ડી) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. બાદમાં આ કેસને તપાસ માટે એન્ટી એક્સટોર્શન સેલને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

CM યોગી ઋષિકેશ AIIMS પહોંચ્યા, હોસ્પિટલમાં બીમાર માતાને મળ્યા થયા ભાવુક

0

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે ઋષિકેશ એઈમ્સ પહોંચ્યા હતાં. તેમણે અહીં હોસ્પિટલમાં દાખલ તેમની માતા સાવિત્રી દેવીની તબિયતના ખબર અંતર પૂછ્યા હતાં. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથની માતા છેલ્લા કેટલાક સમયથી ઋષિકેશ AIIMSમાં સારવાર હેઠળ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અહીંની હોસ્પિટલમાં દાખલ છે. યોગી આદિત્યનાથ માસ્ક પહેરીને તેમની માતાની સામે બેસી ખબર પૂછા કરી હતી. જ્યારે તેમની માતાએ કંઈક કહ્યું તો તેમણે તેમના ચહેરા પરથી માસ્ક હટાવી દીધું હતું. યોગીએ પોતાના ફેસબુક અને ટ્વિટર પર એક પોસ્ટ કરી, જેમાં તેમણે ‘મા’ કેપ્શન સાથે ફોટો શેર કર્યો હતો.

રવિવારે બપોરે સીએમ યોગી આદિત્યનાથ ઋષિકેશ એમ્સમાં તેમની માતાની ખબર પૂછવા પહોંચ્યા હતા. જ્યાં સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રોફેસર ડો.મીનુ સિંઘની તબીબ ટીમ તેમજ ફેકલ્ટી અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આ અવસર પર યોગીએ તેમની માતાના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને એમ્સ હોસ્પિટલના વહીવટીતંત્ર પાસેથી તેમના સ્વાસ્થ્ય અને સારવાર વિશે માહિતી મેળવી હતી. આ દરમિયાન સીએમ યોગીએ AIIMS ટ્રોમા સેન્ટરમાં દાખલ રુદ્ર પ્રયાગ અકસ્માતના ઘાયલોની તબિયતની અંગે પૂછા કરી હતી અને હોસ્પિટલ પ્રશાસનને તેમને વધુ સારી સારવાર આપવા જણાવ્યું હતું.

કહેવાય છે કે રુદ્રપ્રયાગ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ઘણા લોકો ઉત્તર પ્રદેશના છે. યોગી આદિત્યનાથની માતાની પણ AIIMSમાં સારવાર ચાલી રહી છે. તાજેતરમાં પણ યોગી આદિત્યનાથની માતાને એમ્સમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ બાદ તેને રજા આપવામાં આવી હતી. આ પછી, તેમને ફરીથી આંખની તપાસ માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ પણ યુપીના સીએમ યોગી આદિત્યનાથની માતાની તબિયત જાણવા માટે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો :-

ઈવીએમ હેક થઈ શકે…ઈવીએમ વિવાદ પર એલોન મસ્કનું મોટું નિવેદન

ઈલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન હેકિંગનો મુદ્દો ભારતમાં જુનો છે. વિપક્ષો અવારનવાર ઈવીએમ હેકિંગના આરોપ લગાવી રહ્યાં છે. વિપક્ષના આ આરોપના સૂરમાં સૂર પુરાવતાં દુનિયાના નંબર વન અમીર અમેરિકાના એલન મસ્કને પણ આ વાત સાચી લાગી છે. એક્સ પર પોસ્ટ કરતાં મસ્કે કહ્યું હતું કે ઈવીએમ હેક થઈ શકે છે અને તેને ખતમ કરી દેવું જોઈએ. મસ્કે એવું પણ કહ્યું કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન મનુષ્યો અથવા AI દ્વારા હેક થવાનું જોખમ રહેલું છે. તેમણે અમેરિકન ચૂંટણીમાંથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને હટાવવાની માંગ કરી હતી. અમેરિકી પ્રમુખના સ્વતંત્ર ઉમેદવાર રોબર્ટ એફની ઈવીએમ શંકા પર મસ્કે આવો દાવો કર્યો હતો.

Elon Musk wades into EVM debate giving fresh ammo to Oppn, Rahul calls voting machines 'black box'ભારતમાં લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે. જોકે, દુનિયાના સૌથી શક્તિશાળી લોકતંત્ર અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી ચાલી રહી છે. આવા સમયે અમેરિકન પ્રમુખપદના ઉમેદવાર રોબર્ટ એફ. કેનેડીની ટ્વીટને શૅર કરતાં ઈલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ ખતમ કરી દેવો જોઈએ. માણસ અથવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઈવીએમના હેક થવાનું જોખમ છે, તે ભલે ઓછું હોય, પરંતુ છે ખરું.

ઈવીએમની અંદર એક માઈક્રોપ્રોસેસર છે અને તેને માત્ર એક જ વાર પ્રોગ્રામ કરી શકાય છે. એટલે કે એકવાર પ્રોગ્રામ લખાઈ ગયા પછી, તેને બદલી શકાતો નથી. તેમાં અન્ય કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકાતું નથી. ઈવીએમનો ઉપયોગ કરવા માટે વીજળીની જરૂર નથી. EVM માં આલ્કલાઇન પાવર પેક બેટરી હોય છે, જે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવે છે.

આ પણ વાંચો :-