Home Blog Page 735

સુરતમાં આપ પાર્ટીના બે કોર્પોરેટર વિરુદ્ધ લાંચની ફરિયાદ, ACBમાં ફરિયાદ નોંધાઈ

સુરત મહાનગરપાલિકાના પુણા ગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટીકરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે આરોપ લગાવ્યો છે કે કોર્પોરેટરે તેમની પાસેથી ૧૦ લાખ રૂપિયા લીધા છે. આ અંગે એન્ટી કોર્પોરેશન બ્યૂરોમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોર્પોરેટર ઉપરાંત એક અધિકારી અને કર્મચારી પર પણ આરોપ લગાવાયો છે.

સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે દસ લાખ રૂપિયાની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે. જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરાઇ છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા. આપના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

નોંધનીય છે કે ડાયમંડ નગરી સુરતમાં ACBએ વધુ એક સપાટો બોલાવ્યો હતો. ઉધના ઝોનની અંદર એસીબીએ ટ્રેપ ગોઠવી SMC ના ક્લાસ ૩ બે કર્મચારીઓ ઝડપી પાડ્યા હતા. જીગ્નેશ પટેલ અને મેહુલ પટેલને રૂપિયા ૩૫,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા હતા. આ બંનેએ મકાનના વેરા બાબતે ભલામણ કરવા બાબતે લાંચ માંગી હતી.

તો બીજી તરફ AAPના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાએ આ લાંચના આરોપોને ફગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પાર્કિંગ માફિયાઓએ ખોટી અરજી કરી છે. નોંધનીય છે કે, AAPના કોર્પોરેટર સામે આ પ્રકારના ગંભીર આરોપથી સુરતમાં રાજકારણ ગરમાયું હતું. ત્યારે જોવાનું રહેશે કે આ મામલે ACBની તપાસ બાદ શું સામે આવે છે.

આ પણ વાંચો :-

રાજ્યમાં પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ, સુરત સહિત આ જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી

0

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, નોર્થ ઇસ્ટ અરબ સાગર અને સૌરાષ્ટ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જેથી આજે નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ગાજવીજની પણ વોર્નિંગ આપવાામાં આવી છે.

News18 Gujarati

રાજ્યમાં પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજા વરસી શકે છે. તો અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં હળવાની આગાહી છે. રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. અગાઉ કોર્ટે કડક પગલાં લેવા આદેશ આપ્યો હતો. મહારાજ ફિલ્મની રિલીઝ પર કોર્ટે હંગામી રોક વધારી છે. આજે વધુ સુનાવણી હાથ ધરાશે. આજે ફરિયાદ પક્ષ તરફથી દલીલો કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારની એક દિવસીય વિકાસ યાત્રા પર રહેશે. ગયામાં નાલંદા વિશ્વવિદ્યાલયના નવનિર્મિત કેમ્પસનું કરશે ઉદઘાટન.

સુરત શહેરના વેડ, ડભોલી, સિંગણપોર, કતારગામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ભારી ઉકળાટ અને બફારાથી રાહત મળી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. નવસારી અને ડાંગ જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નવસારી શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. નવસારીના ગણદેવી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો છે. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગણદેવી તાલુકા સહિત બીલીમોરા શહેરમાં પણ ધીમીધારે વરસાદનું આગમન થયુ છે. વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

ભાવનગર શહેર સહિત જિલ્લાનાં તાલુકામાં ધીમીધારે સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. સીદસર ગામ આસપાસનાં વિસ્તારમાં ધીમીધારે વરસાદની શરૂઆત તો શહેરનાં કાલિયાબીડ, વાઘાવાડી, હિલપાર્ક સ્વસ્તીક પાર્ક સહિત અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-

અમેરિકામાં નોસ્ટ્રેડેમસ તરીકે જાણીતા ભારતીય જ્યોતિષાચાર્યએ કહ્યું કે ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના

નવ-નોસ્ટ્રેડેમસ તરીકે અમેરિકામાં ખ્યાતનામ બની ગયેલા કુશલકુમારે વૈદિક જ્યોતિષાચાર્યના પ્રખર વિજ્ઞાન છે. તેઓએ કહ્યું છે કે હવે ત્રીજુ વિશ્વ યુદ્ધ માત્ર થોડા જ દિવસો દૂર છે. ધી ડેઈલી સ્ટાર જણાવે છે કે આ વેદિક જ્યોતિષાચાર્ય વિશ્વ ઘટનાઓ જોઈ શકવાનો દાવો કરે છે. તાજેતરમાં જ ઇઝરાયલ- હમાસ યુદ્ધ, રશિયન-નાટો ઉત્તર અને દક્ષિણ કોરિયા તથા ચીન અને તાઇવાન તંગદિલી ઉપરથી પણ આ સંભાવના નજરે દેખાય તેવી છે તેમ પણ તેઓએ કહ્યું હતું.

Israeli Airstrike In Gaza Cityમંગળવાર તારીખ ૧૮મી જુને જ શરૂ થઈ રહેલી ગ્રહોની યુતિ ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના દર્શાવે છે. તે યુતિ ૨૯મી જુને અંશાત્મક રીતે થતા તે દિવસ વિનાશ દિન (ડૂમ્સ-ડે) બની રહેવા સંભવ છે. ધી ડેઈલી સ્ટારને આપેલી આ મુલાકાતમાં તેઓએ કહ્યું હતું કે, ‘વાસ્તવમાં જન્મ કુંડળીઓ આપણા જન્મો-જન્મના કર્મનું માન-ચિત્ર (નકશો) છે. આજે ૧૮ જૂન ૨૦૨૪થી ગ્રહોની જે ગતિ જોવા મળે છે તે ઉપરથી કહી શકાય કે ત્રીજું વિશ્વ યુદ્ધ દૂર નથી. ૧૦મી જૂને પણ કેટલાક ગ્રહો સાથે ભેગા મળ્યા હતા. ત્યારથી તકલીફો દુનિયામાં વધતી ગઈ છે.’

કહ્યું કે, ‘ઈઝરાયલ-હમાસ યુદ્ધ, ઇઝરાયલ- બેબેનોન યુદ્ધ, ઉત્તર કોરિયાના સૈનિકોનું, સરહદ ઓળંગી દ. કોરિયામાં જવું. તેમજ (૧૯૬૨ની) કયુબા-મિસાઇલ- ક્રાઇસિસને યાદ આપે તેમ રશિયા યુદ્ધ જહાજોનું કયુબામાં પહોંચવું જેમાં ન્યુકલિયર સબમરીન પણ હવાના પાસે પહોંચી ગઈ અને તે સર્વે કરતાં એ વધુ ચીન દ્વારા તાઇવાનના સમુદ્ર તટ પાસે કરાયેલી યુદ્ધ ક્વાયતોથી અમેરિકા પણ ચિંતિત બન્યું છે.’ ડેઈલી સ્ટાર ઉપરાંત ન્યૂયોર્ક પોસ્ટના પત્રકારો પણ તે સમયે ત્યાં ઉપસ્થિત હતા.

આ પણ વાંચો :-

હજમાં ૫૨ ડિગ્રી પહોચતાં ૫૦૦થી વધુ હજયાત્રીએના મોત

સાઉદી અરબમાં તાજેતરના સમયગાળામાં મક્કા અને મદીના શરીફની હજયાત્રા માટે લાખો શ્રદ્ધાળુઓ દુનિયાભરમાં એકઠાં થયા છે. આ દરમિયાન ભીષણ ગરમીને કારણે હજયાત્રીઓની હાલત દયનીય થઈ ગઇ છે. માહિતી અનુસાર મક્કા શરીફમાં આ દરમિયાન કુલ ૫૫૦ જેટલાં હજયાત્રીઓ ભીષણ ગરમીને લીધે જ જીવ ગુમાવી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.

Hajj 2024: Continued increase in number of pilgrims in Saudi Arabia, what is the situation there?, know | Sandesh

સાઉદી અરબમાં હજયાત્રા દરમિયાન જીવ ગુમાવનારા લોકોમાં સૌથી વધુ ઈજિપ્તના ૩૨૩ લોકો સામેલ છે જ્યારે અન્ય ઘણાં દેશોના હજયાત્રીઓ પણ તેમાં સામેલ છે. આ તમામ યાત્રીઓના મૃત્યુ પાછળ ભીષણ ગરમી અને વધતાં તાપમાનને જવાબદાર ઠેરવાયું છે.

સાઉદીમાં ૨ હજાર હજયાત્રીઓની સારવાર ચાલુ છે ઇજિપ્તના વિદેશ પ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે તેઓ સાઉદી સત્તાવાળાઓ સાથે મળીને ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે. સાઉદી અરેબિયાએ કહ્યું કે ગરમીના કારણે બીમાર પડેલા લગભગ ૨ હજાર હજયાત્રીઓની સારવાર કરવામાં આવી રહી છે.

૧૭ જૂને મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન ૫૧.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાઉદી અરેબિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર મક્કામાં ક્લાઈમેટ ચેન્જની ભારે અસર થઈ રહી છે. અહીંનું સરેરાશ તાપમાન દર ૧૦ વર્ષે ૦.૪ ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. ગયા વર્ષે ૨૪૦ લોકોના મોત થયા હતા ગત વર્ષની શરૂઆતમાં હજ પર ગયેલા ૨૪૦ હજયાત્રીઓનાં મોત થયા હતા. આમાંના મોટાભાગના ઇન્ડોનેશિયાના હતા. સાઉદીએ તમામ પ્રવાસીઓને છત્રીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ સિવાય તેમને સતત પાણી પીવા અને સૂર્યપ્રકાશથી બચવા માટે કહેવામાં આવી રહ્યું છે.

જો કે, હજની મોટાભાગની વિધિઓ દિવસ દરમિયાન કરવામાં આવે છે, જેમાં અરાફાત પર્વતની દુઆનો સમાવેશ થાય છે. આ માટે યાત્રાળુઓએ લાંબો સમય બહાર તડકામાં રહેવું પડે છે. યાત્રાળુઓએ કહ્યું કે હજ દરમિયાન તેઓ ઘણીવાર બીમાર યાત્રાળુઓને રસ્તાની સાઈડમાં જોતા હોય છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. હજ રૂટ પર એમ્બ્યુલન્સનો સતત ધસારો રહે છે.

આ પણ વાંચો :-

રામ મંદિર પરિસરમાં AK-૪૭ની ગોળી માથા ઉપર વાગતાં કમાન્ડોનું મોત

0

અયોધ્યામાં રામ મંદિરના પરિસરમાં એક SSF જવાનને આજે બુધવારે શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી છે, જેના કારણે તેનું મૃત્યુ થયું છે. રામજન્મભૂમિની સુરક્ષા માટે SSF જવાન તૈનાત કરવામાં આવ્યા હતા. જો કે, ગોળી કયા કારણોસર વાગી તે અંગેની માહિતી હજુ સુધી બહાર આવી નથી. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી તેને ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યો હતો અને ટ્રોમા સેન્ટરના તબીબે સૈનિકને મૃત જાહેર કર્યો હતો.

Ram Mandir

સૈનિકને સવારે લગભગ ૫ વાગે ગોળી વાગી હતી. સૈનિકનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હોવાનું કહેવાય છે. મળતી માહિતી અનુસાર, SSF જવાન આંબેડકર નગરનો રહેવાસી હતો. આ ઘટના બાદ રામજન્મભૂમિ સંકુલમાં ખળભળાટ મચી ગયો છે. ગોળી કેવી રીતે વાગી અને કોને ચલાવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

જો કે, પોલીસ તપાસ કરી રહી છે કે, સૈનિકને આગળથી માથામાં કેવી રીતે ગોળી વાગી. તે જ સમયે, પોલીસનું કહેવું છે કે તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ બધું સ્પષ્ટ થશે. સાથે જ મિત્રોએ જણાવ્યું કે, ઘટનાના થોડા સમય પહેલા શત્રુઘ્ન મોબાઈલ જોઈ રહ્યો હતો. પોલીસે મૃતક સૈનિકના પરિવારજનોને આ અંગે જાણ કરી છે. માહિતી મળતા જ પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો :-

પેરિસ ઓલિમ્પિક અગાઉ ફોર્મમાં નીરજ ચોપરા, જીત્યો ગોલ્ડ મેડલ

0

ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ પાવો નુર્મી ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મંગળવારે ફિનલેન્ડના તુર્કુમાં આયોજિત આ ગેમ્સમાં ભારત તરફથી માત્ર નીરજ ચોપરાએ ભાગ લીધો હતો. નીરજ ચોપરાએ ત્રીજા પ્રયાસમાં ૮૫.૯૭ મીટર બરછી ફેંકી હતી, જે તેનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. ગોલ્ડ જીતીને નીરજ ચોપરાએ સંકેત આપ્યો છે કે, તે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ પહેલા જ ફોર્મમાં છે. ફિનલેન્ડનો ટોની કેરાનેન (૮૪.૧૯ મીટર) બીજા સ્થાને રહ્યો હતો અને સિલ્વર મેડલ જીત્યો. ફિનલેન્ડના ઓલિવર હેલેન્ડરે ત્રીજું સ્થાન (૮૩.૯૬ મીટર) મેળવ્યું હતું.

પાવો નૂરમી ગેમ્સ લીગમાં નીરજ ચોપરાનું પ્રદર્શનનીરજ ચોપરા માટે પાવો નુર્મી ગેમ્સમાં ગોલ્ડ જીતવો સરળ ન હતો. નીરજ છેલ્લા કેટલાક સમયથી ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. ઈજામાંથી સાજા થયા બાદ આ તેની પ્રથમ ઈવેન્ટ હતી અને આ ખેલાડીએ શાનદાર વાપસી કરીને ગોલ્ડ જીત્યો હતો. નીરજ ચોપરાની સામે એન્ડરસન પીટર્સ, મેક્સ ડેહનિંગ અને ઓલિવર હેન્ડલર જેવા ખેલાડીઓ હતા.

પ્રથમ પ્રયાસ – ૮૩.૬૨ મીટર

બીજો પ્રયાસ – ૮૩.૪૫ મીટર

ત્રીજો પ્રયાસ – ૮૫.૯૭ મીટર

ચોથો પ્રયાસ – ૮૨.૨૧ મીટર

પાંચમો પ્રયાસ – ફાઉલ

છઠ્ઠો પ્રયાસ – ૮૨.૯૭ મીટર

ભારતીય ખેલાડીએ ૨૦૨૨માં ૮૯.૩૦ મીટર બરછી ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. તે સમયે આ તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ હતું. તેમણે તે જ વર્ષે ડાયમંડ લીગના સ્ટોકહોમ સ્ટેજમાં ૮૯.૯૪ મીટર બરછી ફેંકીને તેમાં સુધારો કર્યો. જો કે, ત્યારથી નીરજ ચોપરા તેના શ્રેષ્ઠ (૮૯.૯૪ મીટર)માં સુધારો કરી શક્યો નથી. બે વખતના વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ અને ત્રિનિબાદ-ટોબેગોના ૨૦૧૨ના ઓલિમ્પિક ચેમ્પિયન કેશોર્ન વોલકોટે પણ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જોકે, બંને ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ૨૬ વર્ષીય નીરજ ચોપરા ગયા મહિને તેની જાંઘના સ્નાયુઓમાં હળવા દુખાવાના કારણે ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક સ્પર્ધામાંથી નીકળી ગયો હતો. દોહા ડાયમંડ લીગથી પોતાની સિઝનની શરૂઆત કરનાર ચોપરા હવે ૭ જુલાઈએ પેરિસ ડાયમંડ લીગમાં ભાગ લેશે.

આ પણ વાંચો :-

ભલુ થાજો, અનુપમસિંહ ગેહલોતનું હવે કોઇ નહીં કહે સુરતીઓમા ‘ટ્રાફિક સેન્સ’ નથી

  • અંકુશ વગર મહાકાય હાથી પણ કાબુમાં રહેતો નથી, ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થામાં થોડા સુધારા જરૂરી છે પરંતુ અનુભવે એ પણ થઇ જશે
  • પૂર્વ પો.કમિ. રાકેશ અસ્થાના અને ત્યાર બાદ અજયકુમાર તોમરે શહેરભરમા સીસી કેમેરાની હારમાળા ઉભી કરીને સુરતને ‘બાજ’ નજરથી મઢી લીધું હતું
  • હવે એજ કેમેરા ટ્રાફિક નિયંત્રણ માટે પણ ઉપયોગી પુરવાર થઇ રહ્યા છે, સિગ્નલના લાંબા સમયગાળા સામે લોકોને વાંધો છે, જેમાં સુધારો કરવો પણ અનિવાર્ય
  • એક વાત ચોક્કસ છે કે ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થાથી જીવલેણ અને ગંભીર અકસ્માતો ઉપર ચોક્કસ નિયંત્રણ આવ્યું અને એક વખત, ઘરેથી થોડા વહેલા નીકળવાની ટેવ  પડી જશે પછી સિગ્નલ પણ સીટી બેલ્ટ જેવા બની જશે
છેલ્લા પખવાડિયાથી સુરતના ટ્રાફિક સિગ્નલો પર ડાહ્યાડમરા બનીને ગ્રીન સિગ્નલ થાય તેની રાહ જોતાં, કાર ચાલકો અને બાઇક ચાલકોને શાંતિથી ઊભા રહેલા જોઈને, નિયમોનું પાલન કરનારા નાગરિકોના દિલમાં આનંદ અને ખુશીની લહેર ઊઠે છે. અલબત્ત, ડેસ્ટિનેશન પર પહોંચવા માટે અગાઉ જેટલો સમય લાગતો હતો તેનાથી થોડોક વધારે સમય લાગી જાય એ સ્વાભાવિક છે, પણ થોડું ટાઈમ મેનેજમેંટ કરીએ તો આપણી સલામતી સામે આ વધારાની દસ-પંદર મિનિટનું કોઈ જ મહત્ત્વ નથી.
‘સમય કીમતી છે’ કહેનારા લોકોએ એ વાત મગજમાં ઠસાવી લેવી પડશે કે, સમય તો કીમતી છે જ પણ જીંદગી તેનાથી પણ વધારે કીમતી છે, તમારી પણ અને બીજાની પણ ! વર્ષોથી શહેરનાં ટ્રાફિક સિગ્નલ્સ જાણે શોભાના ગાંઠિયા જેવા થઈ ગયા હતા. રેડ સિગ્નલ હોય કે પછી યલો સિગ્નલ, તેની તરફ નજર સરખી કર્યા વગર લોકો બેફામ વાહનો હંકારતા હતા. બાઇક ચાલકો સિગ્નલ પરથી ઝિગઝેગ બાઇક દોડાવીને લોકોના જીવનો સાથે ખીલવાડ કરતાં હતા. ફૂલ સ્પીડે મોબાઈલ પર વાત કરતાં કરતાં પૂર ઝડપે એસયુવી ચલાવતા યુવકો અને યુવતીઓની નજરમાં  ટ્રાફિક પોલીસનો તો જાણે કોઈ ડર જ રહ્યો નહતો. રોંગ સાઈડ પર બિંદાસ્તપણે કાર અને બાઇક ભગાવવા એ જાણે અમુક લોકોનો જન્મસિદ્ધ અધિકાર બની ગયો હતો. તમે કાર ચલાવતા હો અને તમારી જમણી તરફથી ફૂલ સ્પીડે ઓવરટેક લઈને તરત જ તમારી કારના બોનેટ આગળથી લેફ્ટ ટર્ન મારીને ગલીમાં ઘૂસી જતાં બાઇક ચાલકો જાણે તમારું બીપી લેવલ વધારવા માટે જ આ ધરતી પર જન્મ્યા હોય એવો અહેસાસ સુરતના લગભગ દરેક કારચાલકને અનેકવાર થયો હશે.
For the first time in history, Surat remained without a commissioner for 73 days, the new commissioner Anupam Singh Gehlot will take charge today. | આજે ચાર્જ સંભાળશે: ઇતિહાસમાં પહેલીવાર સુરત 73થોડા વર્ષો પહેલા પોલીસ કમિશનર અનુપમસિંહજી ગહલૌતને વડોદરા રેન્જના આઇજીપી તરીકે કામ કરતાં નજીકથી જોયા છે. આ સજ્જન અને સૌમ્ય ચહેરો ધરાવતા પોલીસ અફસરના જ્ઞાનતંતુઓ પોલાદના બનેલા છે. અગાઉના પોલીસ અમલદારોની કડક કારવાઈના કારણે શહેરમાં હવે કોઈ ઓર્ગેનાઇઝ્ડ ગેંગ નથી, શહેરનો આડેધડ વિકાસ થવાથી નાનામોટા ગુના બને છે પણ તે નિયંત્રણમાં લાવી શકાય તેમ છે. સુરત શહેરનો જો સૌથી મોટો પ્રશ્ન હોય તો તે ટ્રાફિકનો છે, એ તો ગહલૌત સાહેબની ચકોર નજરે શહેરનો રાઉન્ડ મારતા જ જોઈ લીધું હતું.
વિદેશોમાં ઝેબ્રા ક્રોસિંગ પર પગ મૂકતા જ પૂર ઝડપે આવતા કાર ચાલકોને જબરદસ્ત બ્રેક મારીને, વાહન રોકીને  સ્માઇલ સાથે રાહદારીને જવાનો ઈશારો કરતાં જોયા અનુભવ્યા છે. સાંકડા માર્ગ પર સામેથી આવતા વાહનને લાઇટ બતાવીને તેને પહેલા જવાનો ઈશારો કરતાં પણ જોયા અનુભવ્યા છે. વિદેશમાં સામેવાળો ચાલક લાઇટ બતાવે એટલે સમજવાનું કે તે આપણને વિનયપૂર્વક “પહેલે આપ” કહીને જવાનો માર્ગ આપે છે. આપણે ત્યાં તો લાઇટ બતાવીને “ પહેલે મૈં” ના ટ્રાફિક સંસ્કાર આપણે જીવનમાં ઉતારેલા છે.
અલબત્ત, મુંબઈની ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ દેશભરમાં શ્રેષ્ઠ ગણાય છે, પણ ત્યાં પણ મધરાતથી સવારના સાડા છ કે સાત વાગ્યા સુધી ‘વેઇટ-વોચ એન્ડ ગો’ દર્શાવતા યલો સિગ્નલ ઝબૂકતા હોય છે. અમુક ઓછા ટ્રાફિકવાળા સ્થળોએ આ વ્યવસ્થા કરી શકાય અને જ્યાં ઓછો ટ્રાફિક હોય તેવા સિગ્નલો પર વેઇટિંગ ટાઈમ ઘટાડી શકાય તેમ છે. એકાદ માસના અભ્યાસ પછી આ વ્યવસ્થા પણ અમલમાં આવશે તેવું જણાય છે.
મુંબઈમાં ગુજરાત સરકારના લાયેઝન ઓફિસરની ફરજો દરમિયાન અમારી પ્રોટોકોલ કાર પર ડ્રાઇવિંગ કરતાં બાજીરાવ ધાકતોડે  નામના એક ડ્રાઈવર હંમેશા યાદ રહેશે. મુંબઈમાં સરકારી કામે એરપોર્ટ જવું હોય, મંત્રાલય જવું હોય કે પછી બોરીવલી- અંધેરીના ગીચ સબર્બન એરિયામાં જવાનું હોય, બાજીરાવ કાર ચલાવે એટલે તમારો જીવ તાળવે ચોંટી જાય. જાણે હમણાં જ કોઈ વાહન સાથે અથડાવી દેશે તેવું લાગે અને આપણે જ જાણે  બ્રેક મારવાના હોય તેમ આપણા પગ ફ્લોર પર દબાઇ જાય. અનેક વાર ચેતવણી આપવા છતાં રેડ સિગ્નલ પરથી પણ કાર ધીમેધીમે કરીને આગળ સરકાવી જાય. અમે કહીએ કે, બાજીરાવ સિગ્નલ શું કરવા તોડો છો ? તો હસીને કહે, સાહબ ગાડીપે લાલ બત્તી લગાને કા ક્યાં મતલબ હૈ? ઔર વૈસે ભી સીએમ સાહબકો એરપોર્ટ રીસિવ કરને જાના હૈ તો ઈતના તો ચલતા હૈ. નાછૂટકે અમારે ઘણી વાર એને ઓફિસે બેસાડીને બીજા સોબર ડ્રાઈવર જગદીશ પાટિલને સાથે લઈ જવો પડે. અલબત્ત, મુંબઈના ટ્રાફિકમાં પાટિલ સાથે અગત્યની ડ્યૂટી પર પહોંચતા મોડુ પણ થતું.
આ બાજીરાવને  એકવાર સરકારી કામે કાર લઈને સુરતની ઓફિસે બોલાવેલા. તે સમયના સાંકડા મુંબઈ-સુરત હાઇવે પર ગાડી ફૂલ સ્પીડે ચલાવીને સાથે આવેલા પ્રોટોકોલ ઓફિસર અરવિંદ ગાયકવાડને ચાર-સાડાચાર કલાકમાં તો તેણે સુરતના પ્રવેશદ્વારે પહોચાડી દીધેલાં. કડોદરા ચાર રસ્તેથી સ્ટેશન અને ભાગળ  થઈને રાજમાર્ગ પરથી  ચોકબજારની માહિતીખાતાની ઓફિસે પહોંચ્યા પછી  ગાયકવાડે  જે અભિપ્રાય આપેલો  તે સાંભળીને અમે સૌ ખડખડાટ હસેલા.
ગાયકવાડે કહેલું, સાહેબ સુરતમાં પ્રવેશતા જ અહીંના રોકેટની જેમ ઊડતાં બાઇક સવારો, આડેધડ પાર્ક કરેલી કારો, સિગ્નલની પરવા કર્યા વિના ગમેતેમ ઓવર ટેક કરતાં વાહનો, રોડની વચ્ચે ચાલતા રાહદારીઓ અને રખડતા ઢોરોની વચ્ચેથી જેમતેમ કાર ચલાવતો બાજીરાવ લીટરલી પરસેવે રેબઝેબ થઈ ગયેલો અને સોગંદ ખાધા હતા કે, આજ કે બાદ કહીં ભી જાઉંગા પર સુરત કભી નહી આઉંગા. એ બાજીરાવ તો આજે હયાત નથી પણ સુરતના જૂના ટ્રાફિક સાથે જોડાયેલી તેમની આ વાત હંમેશને માટે  યાદ રહી ગઈ છે.
આ નવી વ્યવસ્થાથી ચાલતા વાહને મોબાઈલ પર વાત કરતાં કે મેસેજ કરતાં નમૂનાઓ પણ અંકુશમાં આવશે તેવી આશા રાખવી અસ્થાને નથી.
નવા ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થા સુરતને નવી ઓળખ આપવાની સાથો સાથ વાહન ચાલકોને માત્ર શિસ્તના પાઠ જ નહી ભણાવે  પણ  કેટલાય મહામૂલા જીવનો પણ  બચાવશે અને ટ્રાફિક પોલીસનો ગુમાવેલો રૂત્બો પાછો અપાવશે તે સત્ય હકીકત પણ સ્વીકારવી રહી. આપણે પણ એક સારા નાગરિકની જેમ આ કાર્યમાં સહકાર આપીએ તે સમયનો તકાજો છે. સુરતની જનતા સુરતને એક શિસ્તબદ્ધ સિટીની નવી ઓળખ આપનાર ગહલૌત સાહેબનો આ અહેસાન વર્ષો સુધી યાદ રાખશે.
અત્રે ઉલ્લેખનિય છે કે સુરતના પૂર્વ પો.કમિ. રાકેશ અસ્થાનાએ લોકભાગીદારીમા શહેરભરમા સીસી કેમેરા ઉભા કરવાનુ આયોજન કર્યું હતું અને રાકેશ અસ્થાનાની ઝૂંબેશ તેમના અનુગામી અજયકુમાર તોમરે પણ ચાલુ રાખી સમગ્ર શહેરને સી.સી.કેમેરાની જાળમાં ગુંથી લેવા ઉપરાંત લોકોને પણ ઘર અને સોસાયટીના દરવાજે ફરજિયાત સીસીકેમેરા મુકવાની આદત પાડી દીધી હતી. ફળશ્રુતિ રૂપે મોટાભાગના ગુના ઉકેલવામાં સીસી કેમેરા હંમેશા બાજ નજર જેવા પુરવાર થતા આવ્યા છે. સિગ્નલ વ્યવસ્થા પણ અજયકુમાર તોમર ઉભી કરતા ગયા હતા જ્યારે અનુપમસિંહ ગેહલોતે તેને કાર્યરત કરવાનુ કામ કરીને સુરતીઓને ટ્રાફિક સેન્સમાં લાવવાનો ચમત્કાર કર્યો હતો.
ભૂતકાળમાં ગંદકીનો ઉકરડો ગણાતા સુરતને દેશનું નંબર વન સ્વચ્છ શહેરના સ્થાને લઇ જવાનો ખરો શ્રેય પૂર્વ મ્યુનિ. કમિ. એસ.આર.રાવ જગદીશન, મહાપાત્ર, અલોરિયા અને મેડમ અપર્ણાને આપવો પડે આ બધા પૂર્વ મ્યુનિ. કમિશ્નર્સની મહેનતને પગલે હવે સુરતીઓ વ્યક્તિગત વહેવારમાં સ્વચ્છતાના આગ્રહી બની ગયા છે અને નવી પેઢીને પણ હવે ગંદકી ગમતી નથી મતલબ ‘સ્વચ્છતા’ હવે સુરતીઓનો સ્વભાવ બની ગયો છે. એવી રીતે આગામી સમયમાં ટ્રાફિક સેન્સથી પણ સુરતીઓ ચોક્કસ ટેવાઇ જશે અને સરવાળે સુરત શહેરની વધુ એક શિસ્તમાં વધારો થશે.

પીએમ મોદીએ ૧૬૦૦ વર્ષ જૂના નાલંદા યુનિવર્સિટીમાં નવા કેમ્પસનું ઉદ્ધાટન કર્યું

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના રાજગીરમાં ઐતિહાસિક નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. અગાઉ સવારે નાલંદા યુનિવર્સિટી પહોંચીને વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ યુનિવર્સિટીની જૂની વિરાસતને નજીકથી નિહાળી હતી. આ પછી તેઓ અહીંથી નવા કેમ્પસ પહોંચ્યા, જ્યાં તેમણે બોધિ વૃક્ષ વાવ્યું અને પછી નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું.

PM મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું કર્યું ઉદ્ઘાટન, CM નીતિશ કુમાર પણ રહ્યા હાજર 1 - imageતમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૬માં નાલંદાના ખંડેરોને સંયુક્ત રાષ્ટ્રે હેરિટેજ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૦૧૭માં યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીનું નવું કેમ્પસ નાલંદાના પ્રાચીન અવશેષો પાસે બનાવવામાં આવ્યું છે. આ નવા કેમ્પસની સ્થાપના નાલંદા યુનિવર્સિટી એક્ટ, ૨૦૧૦ દ્વારા કરવામાં આવી છે. આ અધિનિયમમાં સ્થાપના માટે ૨૦૦૭માં ફિલિપાઈન્સમાં યોજાયેલી બીજી ઈસ્ટ એશિયા સમિટમાં લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકવાનો વિચાર રજૂ કરાયો હતો.

નાલંદા યુનિવર્સિટીનો ભવ્ય ઈતિહાસ છે. તેની સ્થાપના લગભગ ૧૬૦૦ વર્ષ પહેલા પાંચમી સદીમાં થઈ હતી. અને ત્યારે નાલંદા યુનિવર્સિટી વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતી. નિષ્ણાતોના મતે, ૧૨મી સદીમાં આક્રમણકારો દ્વારા આ યુનિવર્સિટીઓને નષ્ટ કરવામાં આવી હતી. લગભગ ૮૦૦ વર્ષ સુધી આ પ્રાચીન વિદ્યાલયએ ઘણા વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું.

આ પણ વાંચો :-

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ

0

વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેઈલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો છે. એરપોર્ટ ઓથોરિટીને ધમકીભર્યો મેઈલ મળતાં એરપોર્ટ તંત્ર દોડતું થયું છે. બોમ્બથી ઉડાડી દેવાની ધમકીને પગલે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ અને સીઆઈએસએફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એરપોર્ટની અંદર બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

બોમ્બની ધમકી મળતાં પોલીસ કાફલો ખડકાયો વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હરણી પોલીસ સહિતની તપાસ એજન્સીઓ સક્રિય બની છે. એરપોર્ટ આવતા દરેક પેસેન્જરનું ચેકિંગ કરીને બાદમાં પ્રવેશ આપવામાં આવે છે. એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સીઆઇએસએફના જવાનો દ્વારા એરપોર્ટની અંદર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

પોલીસને ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ડિવાઈસ મળ્યું એરપોર્ટ બહાર અંદર પ્રવેશતી કારોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક કારમાં ઈલેક્ટ્રિક ડિવાઈસ મળી આવતા કારને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. કારચાલકે એરપોર્ટના ગેટથી જ પાછો મોકલી દેવાયો હતો.

એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ અફરાતફરી મચી ગઈ હતી. આ ધમકી પછી CISF પણ એક્શનમાં આવી ગઈ હતી અને સમગ્ર એરપોર્ટની ઊંડી તપાસ શરૂ કરી હતી. આ માટે બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગની પણ મદદ લેવાઈ હતી. બીજી બાજુ પોલીસે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી હતી. પોલીસે એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહન અને મુસાફરોની પણ ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી.

સુરતમાં બિન હથીયારી ૪૧ પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી

0

સુરતમાં બિન હથીયારી ૪૧ પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. વહીવટી કારણોસર સુરત કમિશ્નર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. એસ.આર.વેકરીયાના II PI પુણા પોલીસ સ્ટેશનથી સારોલી પોલીસ સ્ટેશન, એચ.એસ.આચાર્યની ટ્રાફિક શાખાથી ગોડાદરા પોલીસ સ્ટેશન, એચ.એમ. ચૌહાણની ટ્રાફિક શાખાથી મહિધરપુરા પોલીસ સ્ટેશન, કે. ડી. જાડેજાની લીવ રિઝર્વ કંટ્રોલથી સલાબતપુરા પોલીસ સ્ટેશન, એન. એમ. ચૌધરીની ટ્રાફિક શાખાથી લાલગેટ પોલીસ સ્ટેશન, વાય.બી. ગોહિલની વિશેષ શાખાથી સીંગણપોર પોલીસ સ્ટેશન, જી.એમ. હડીયાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનથી અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન, જે. આઈ. પટેલની ટ્રાફિક શાખાથી વેસુ પોલીસ સ્ટેશન, બી. આર. રબારીની સલાબતપુરા પોલીસ સ્ટેશનથી ખટોદરા પોલીસ સ્ટેશન, એન. એચ. બ્રહ્મભટ્ટની વિશેષશાખાથી અલથાણ પોલીસ સ્ટેશન, એચ.એમ.ગઢવીની ભેસ્તાન પોલીસ સ્ટેશનથી પાંડેસરા પોલીસ સ્ટેશન બદલી કરવામાં આવી છે.

રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ એ સોનાની એસ.ઓ.જી પીઆઈ તરીકે નિમણૂક કરી છે. અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પી આઈ એચ બી પટેલની વરાછા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ તરીકે નિમણૂક કરી છે. ચોક બજાર પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ સી એસ ધોકાડવાની ટ્રાફિક શાખામાં બદલી કરી દીધી છે. સરથાણા પોલીસ સ્ટેશનના સેકન્ડ પી આઈ કે એ ચાવડા ની ટ્રાફિક શાખામાં બદલી કરી છે. ઉમરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પી.આઇ ડી ડી ચૌહાણ નીટ્રાફિક શાખામાં બદલી કરી છે. ઉતરાણ પોલીસ સ્ટેશનના પી.આઇ. એ ડી મહંતની આઈયુસીએડબલ્યુમાં બદલી કરી છે.

જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ પી ડી પરમારની કંટ્રોલ રૂમમાં બદલી કરી છે. જ્યારે હજીરા પોલીસ સ્ટેશનના પીઆઇ જી એસ પટેલની ટ્રાફિક શાખામાં બદલી કરી છે. સચિન પોલીસ સ્ટેશનના પીઆઇ આર આર દેસાઈની સાઇબર ક્રાઇમમાં બદલી કરી છે. જ્યારે પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઇ એન કે કામલિયાની સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી કરી છે.  જ્યારે અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઇ એન કે ડામોરની ટ્રાફિક શાખામાં બદલી કરી છે. મહીધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે બી ચૌધરીની એરપોર્ટ ઈમીગ્રેશનમાં બદલી કરી છે.  ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે સી જાદવની સેકન્ડ પીઆઈ પુણા પોલીસ સ્ટેશન તરીકે બદલી કરી છે. ટ્રાફિકના પી આઈ મીનાબા ઝાલાની સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે બદલી કરી છે. અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઇ જે બી વનારની સિનિયર પીઆઇ અમરોલી પોલીસ સ્ટેશનમાં બદલી કરી છે.  ભેસ્તાન પોલીસ સ્ટેશનના એચએમ ગઢવીની પાંડેસરા પીઆઇ તરીકે બદલી કરી છે.

આ પણ વાંચો :-